Home Blog Page 2

વાલોર ટમેટા નું શાક | Valor tameta nu shaak

વાલોર નું નામ સાંભળી ને બધા ના મોઢા બગાડી લીધા હસે પણ આજ આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી લાગે એવું વાલોર નું શાક બનાવશું. શિયાળા માં વાલોર ખુંબ સારી આવતી હોય છે ત્યારે વાલોર રીંગણા, વાલોર બટાકા કે ઊંધિયા માં તો ઘણી વખત વાલોર ખાધી હસે પણ આજ આપણે Valor tameta nu shaak – વાલોર ટમેટા નું શાક બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે.

Ingredients list

  • વાલોર 250 ગ્રામ 
  • ટમેટા 2-3
  • તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • લસણ ની કણી 10-15 (ઓપ્શનલ છે )
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ

Valor tameta nu shaak banavani rit

 વાલોર ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ વાલોર ને પાણીમાં બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બને બાજુ ની દાડી ને તોડી રેસા અલગ કરો અને ને ભાગ ને અલગ કરી ચેક કરી ચાકુ થી બે કટકા કરી લ્યો .

આમ બધી વાલોર ને ચેક કરી કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના પણ નાના કટકા કરી તૈયાર કરી લ્યો. અને લસણ અને લાલ મરચાનો પાઉડર ખંડણી માં નાખી  પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને મિક્સ કરી સુધારેલ વાલોર નાખી શાક ને બરોબર મિક્સ કરી લઈ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ ચડવા દયો. ચાર મિનિટ પછી એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શાક ને બીજી બે મિનિટ ચડવા દયો.

બે મિનિટ પછી શાક માં તૈયાર કરેલ લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી શેકો ટમેટા થોડા ચડી જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે વાલોર ટમેટા નું શાક.

Shaak recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરવું.
  • આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો.
  • વાલોર હમેશા કાચી હો એવી લેવી જેથી એમાં રેસા ઓછા હોય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વાલોર ટમેટા નું શાક બનાવવાની રીત

વાલોર ટમેટા નું શાક - Valor tameta nu shaak

Valor tameta nu shaak banavani rit

વાલોર નું નામ સાંભળી ને બધા ના મોઢા બગાડી લીધા હસે પણઆજ આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી લાગે એવું વાલોર નું શાક બનાવશું. શિયાળા માં વાલોર ખુંબ સારી આવતી હોય છે ત્યારે વાલોર રીંગણા, વાલોર બટાકા કે ઊંધિયા માં તો ઘણી વખત વાલોર ખાધી હસે પણ આજ આપણે Valor tameta nu shaak – વાલોર ટમેટા નું શાક બનાવતા શીખીશું જે ખૂબઝડપથી તૈયાર થઈ જશે.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 250 ગ્રામ વાલોર
  • 2-3 ટમેટા
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 10-15 લસણ ની કણી ( ઓપ્શનલ છે )
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ પાણી

Instructions

Valor tameta nu shaak banavani rit

  • વાલોર ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ વાલોર ને પાણીમાં બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બને બાજુ ની દાડી ને તોડી રેસા અલગ કરો અને ને ભાગ ને અલગ કરી ચેક કરી ચાકુ થી બે કટકા કરી લ્યો .
  • આમ બધી વાલોર ને ચેક કરી કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટમેટા ને ધોઇ સાફ કરી એના પણ નાના કટકા કરી તૈયાર કરી લ્યો. અને લસણ અને લાલ મરચાનો પાઉડર ખંડણી માં નાખી પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને મિક્સ કરી સુધારેલ વાલોર નાખી શાક ને બરોબર મિક્સ કરી લઈ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ ચડવા દયો. ચાર મિનિટ પછી એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શાક ને બીજી બે મિનિટ ચડવા દયો.
  • બે મિનિટ પછી શાક માં તૈયાર કરેલ લસણ વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી શેકો ટમેટા થોડા ચડી જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો. સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે વાલોર ટમેટા નું શાક.

Notes

જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરવું.
આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો.
વાલોર હમેશા કાચી હો એવી લેવી જેથી એમાં રેસા ઓછા હોય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી ના પરોઠા | Lili dungri na parotha

અત્યારે લીલી ડુંગળી ખૂબ સારી આવે છે અને તમે લીલી ડુંગળી માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ પરોઠા નહિ બનાવેલ હોય તો આજ આપણે Lili dungri na parotha – લીલી ડુંગળી ના પરોઠા બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને તમે સોસ , ચટણી, ચા અથવા દહી સાથે ખાઈ શકો છો તો ચાલો લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઘઉંનો લોટ 2 કપ
  • લીલી ડુંગળી નો સફેદ ભાગ ઝીણો સમારેલ 1 કપ
  • લીલી ડુંગળી  ના પાંદ ઝીણા સમારેલા 2-3 કપ
  • આદુ ઝીણું સમારેલું / પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 4-5
  • લસણની પેસ્ટ / ઝીણું સમારેલું 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Lili dungri na parotha banavani recipe

લીલી ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી મૂળિયાં અલગ કરી ઉપર થી એ પરત અલગ કરી સાફ કરી લ્યો આમ બધી જ ડુંગળી ને એક એક કરી સાફ કરી લ્યો અને ફરીથી પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લેવું. હવે ડુંગળી નો સફેદ ભાગ અને લીલા પાંદ અલગ કરી બને ને અલગ અલગ ઝીણા સુધારી લ્યો.

હવે કથરોટ માં લીલી ડુંગળી ના સફેદ ભાગ ને ઝીણો સમારી નાખો ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખો સાથે લસણ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એમજ રહેવા દયો જેથી ડુંગળી માંથી પાણી અલગ થાય. હવે પાંચ મિનિટ પછી એમાં ચારણી થી ચાળી ઘઉંનો લોટ અને ને ચમચી તેલ નાખો.

હવે લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો.

ત્યારબાદ ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંના કોરા લોટ સાથે પરોઠા ને હલકા હાથે વણી લ્યો.

વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખો અને પરોઠા ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ એના પર જરૂર મુજ તેલ લગાવી તવીથા થી દબાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકો. આમ બધા પરોઠા વણી અને શેકી લ્યો અને ગરમ ગરમ પરોઠા, ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી ડુંગળી ના પરોઠા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રેસીપી

લીલી ડુંગળી ના પરોઠા - Lili dungri na parotha

Lili dungri na parotha banavani recipe

અત્યારે લીલી ડુંગળી ખૂબ સારી આવે છે અને તમે લીલી ડુંગળીમાંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ પરોઠા નહિ બનાવેલ હોય તો આજ આપણે Lili dungri na parotha – લીલી ડુંગળી ના પરોઠા બનાવતા શીખીશું જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે જેને તમે સોસ , ચટણી, ચા અથવા દહી સાથેખાઈ શકો છો તો ચાલો લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

Ingredients list

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ લીલી ડુંગળી નો સફેદ ભાગ ઝીણો સમારેલ
  • 2-3 કપ લીલી ડુંગળી ના પાંદ ઝીણા સમારેલા
  • 2 ચમચી આદુ ઝીણું સમારેલું / પેસ્ટ
  • 4-5 લીલા મરચા ઝીણા સમારેલા
  • 2 ચમચી લસણની પેસ્ટ / ઝીણું સમારેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lili dungri na parotha banavani recipe

  • લીલી ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી મૂળિયાં અલગ કરી ઉપર થી એ પરત અલગ કરી સાફ કરી લ્યો આમ બધી જ ડુંગળી ને એક એક કરી સાફ કરી લ્યો અને ફરીથી પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લેવું. હવે ડુંગળી નો સફેદ ભાગ અને લીલા પાંદ અલગ કરી બને ને અલગ અલગ ઝીણા સુધારી લ્યો.
  • હવે કથરોટ માં લીલી ડુંગળી ના સફેદ ભાગ ને ઝીણો સમારી નાખો ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખો સાથે લસણ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એમજ રહેવા દયો જેથી ડુંગળી માંથી પાણી અલગ થાય. હવે પાંચ મિનિટ પછી એમાં ચારણી થી ચાળી ઘઉંનો લોટ અને ને ચમચી તેલ નાખો.
  • હવે લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંના કોરા લોટ સાથે પરોઠા ને હલકા હાથે વણી લ્યો.
  • વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખો અને પરોઠા ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ એના પર જરૂર મુજ તેલ લગાવી તવીથા થી દબાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને બીજા પરોઠા ને વણી ને શેકો. આમ બધા પરોઠા વણી અને શેકી લ્યો અને ગરમ ગરમ પરોઠા, ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી ડુંગળી ના પરોઠા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમેટા બીટ પાલક નો સૂપ | Tameta beet palak no soup

મિત્રો આ  ટમેટા બીટ પાલક નો સૂપ – Tameta beet palak no soup ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે જે ઘરે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત ઘરે બનાવેલ સૂપ પીસો તો બજાર ના સૂપ પીવા ની મજા નહિ આવે કેમકે ઘર ના સૂપ માં કોઈ પણ પ્રકારના શરીર ને નુકશાન કરતા પદાર્થ નથી નાખતા તો આ શિયાળા માં ઘરે સૂપ બનાવી મજા લ્યો.

Ingredient list

  • પાલક 500 ગ્રામ
  • બીટ 2
  • ટમેટા ½ કિલો
  • માખણ 2-3 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 2-3 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2 કપ

ગાર્નિશ માટેની સામગ્રી

  • શેકેલ કોળા ના બીજ
  • શેકેલ સફેદ તલ
  • લીલા ધાણા સુધારેલા
  • શેકેલ કાજુ ના કટકા
  • બ્રેડ ના કટકા

Tameta beet palak no soup banavani rit

ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી મોટી મોટી સુધારી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ છોલી કટકા કરી લ્યો અને ટમેટા ને પણ ધોઇ સાફ કરી કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કુકરમાં માખણ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે એમાં સુધારેલ પાલક, બીટ અને ટમેટા નાખો અને સાથે પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી  કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને ને સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ને બાફેલી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.

બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે કડાઈ તૈયાર પ્યુરી ને કડાઈ માં ગરણી વડે ગાળી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં ખાંડ, મરી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો.

સૂપ ઉકાળી લીધા બાદ તૈયાર સૂપ ને ગાર્નિશ કરો શેકેલ કાજુના કટકા, કોળા ના બીજ અને સફેદ તલ થી અને સર્વ કરો બ્રેડ ના કટકા સાથે તો તૈયાર છે ટમેટા,બીટ, પાલક નો સૂપ.

Soup recipe notes

  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો અને તમને મીઠાસ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
  • બાફેલી સામગ્રી ઠંડી થાય ત્યાં બાદ જ પિસવી નહિતર ગરમ ગરમ પીસવા માટે નાખશો તો વરાળ ને કારણે મિક્સર જાર નું ઢાંકણ ખુલી જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવાની રીત

ટમેટા બીટ પાલક નો સૂપ - Tameta beet palak no soup

Tameta beet palak no soup banavani rit

મિત્રો આ  ટમેટા બીટ પાલક નો સૂપ – Tameta beet palak no soup ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે જેઘરે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત ઘરે બનાવેલ સૂપ પીસો તો બજાર ના સૂપ પીવા ની મજાનહિ આવે કેમકે ઘર ના સૂપ માં કોઈ પણ પ્રકારના શરીર ને નુકશાન કરતા પદાર્થ નથી નાખતા તો આ શિયાળા માં ઘરે સૂપ બનાવી મજા લ્યો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

Ingredient list

  • 500 ગ્રામ પાલક
  • 2 બીટ
  • ½ કિલો ટમેટા
  • 2-3 ચમચી માખણ
  • 2-3 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 કપ પાણી

ગાર્નિશ માટેની સામગ્રી

  • શેકેલ કોળા ના બીજ
  • શેકેલ સફેદ તલ
  • શેકેલ કાજુ ના કટકા
  • લીલા ધાણા સુધારેલા
  • બ્રેડ ના કટકા

Instructions

Tameta beet palak no soup banavani rit

  • ટમેટા બીટ પાલક નો સૂપ બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી મોટી મોટી સુધારી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ છોલી કટકા કરી લ્યો અને ટમેટા ને પણ ધોઇ સાફ કરી કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કુકરમાં માખણ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે એમાં સુધારેલ પાલક, બીટ અને ટમેટા નાખો અને સાથે પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને ને સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ને બાફેલી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
  • બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે કડાઈ તૈયાર પ્યુરી ને કડાઈ માં ગરણી વડે ગાળી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને એમાં ખાંડ, મરી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો.
  • સૂપ ઉકાળી લીધા બાદ તૈયાર સૂપ ને ગાર્નિશ કરો શેકેલ કાજુના કટકા, કોળા ના બીજ અને સફેદ તલ થી અને સર્વ કરો બ્રેડ ના કટકા સાથે તો તૈયાર છે ટમેટા,બીટ, પાલક નો સૂપ.

Notes

અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો અને તમને મીઠાસ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
બાફેલી સામગ્રી ઠંડી થાય ત્યાં બાદ જ પિસવી નહિતર ગરમ ગરમ પીસવા માટે નાખશો તો વરાળ ને કારણે મિક્સર જાર નું ઢાંકણ ખુલી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી મગ ની વઘારેલી ખીચડી | Bajri mag ni vaghareli khichdi

મિત્રો આ ખીચડી રેગ્યુલર બનતી ખીચડી થી લાગશે એને જે બાજરી માંથી બનતા રોટલા કે રોટલી નથી પસંદ કરતા એમને આ Bajri mag ni vaghareli khichdi – બાજરી મગ ની વઘારેલી ખીચડી ખૂબ પસંદ આવશે અને શિયાળા માં બાજરી માંથી મળતા સારા ફાયદા મેળવી શકાશે.

Ingredient list

  • બાજરી 1 કપ
  • મગ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • બટાકા 1 મિડીયમ સુધારેલ
  • ગાજર 1 મિડીયમ સુધારેલ
  • ડુંગળી 1-2 સુધારેલ
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • મીઠા લીમડા ના પાન 5-7
  • વટાણા ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Bajri mag ni vaghareli khichdi banavani rit

બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવા સૌપ્રથમ બાજરી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને બાજરી ને ધોઇ લીધા બાદ પાણી નિતારી કપડા પર ફેલાવી પંખા નીચે દસ પંદર મિનિટ સૂકવી લ્યો સાથે મગ ને પણ સાફ કરી બે પાણી થી ધોઇ સાફ કરી પાણી નાખી પલાળી મૂકો. બાજરી સાવ કોરી કરી લ્યો. હવે બાજરી ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં આઠ દસ વખત ફેરવી ને ફોતરા કાઢી લ્યો.

હવે બાજરી ને ચારણીમાં કાઢી એમાંથી ફોતરા અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કુકર માં ચાર થી સવા  ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નું પાણી નિતારી ને નાખો સાથે થોડી થોડી બાજરી નાખી મિક્સ કરતા જાઓ.

બધી બાજરી મિક્સ થઈ જાય અને પાણી ઊકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે સાત થી આઠ સીટી વગાડી ખીચડી ને ચડાવી લ્યો. આઠ સીટી પછી ખીચડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી અને કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી માં ઘી નાખી ને પણ ખાઈ શકો છો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું આંખો તતડાવી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા અને આદુ લસણ નાખી મિક્સ કરી લ્યો અને બટાકા સુધારેલ નાખી મિક્સ કરી બટાકા ને ચડાવી લ્યો. બટાકા પોણા ચડી જાય એટલે એમાં ગાજર ના કટકા, વટાણા, ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.

બધા શાક ને ધીમા તાપે ઢાંકી ને બરોબર ચડાવી લ્યો અને પાંચ સાત મિનિટ પછી બધા શાક ચડી જાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખો એને પણ ચડાવી લ્યો અને ટમેટા ચડી જાય એટલે લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ચડાવી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ ખીચડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

શાક સાથે ખીચડી બરોબર મિક્સ થઈ જાય એટલે પા થી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઘી કે માખણ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બાજરી મગ ની વઘારેલી ખીચડી.

Khichdi recipe notes

  • અહીં જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
  • બાજરી ને એક સાથે ઘી ધોઇ સાફ કરી સૂકવી ને મિક્સર માં ખાંડી ને રાખી દયો અને જ્યારે ખીચડી બનાવી હોય ત્યાર બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવાની રીત

બાજરી મગ ની વઘારેલી ખીચડી - Bajri mag ni vaghareli khichdi

Bajri mag ni vaghareli khichdi banavani rit

મિત્રો આ ખીચડી રેગ્યુલર બનતી ખીચડી થી લાગશે એને જે બાજરીમાંથી બનતા રોટલા કે રોટલી નથી પસંદ કરતા એમને આ Bajri mag ni vaghareli khichdi – બાજરી મગ ની વઘારેલી ખીચડી ખૂબ પસંદ આવશે અને શિયાળા માં બાજરીમાંથી મળતા સારા ફાયદા મેળવી શકાશે.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 1 કપ બાજરી
  • ½ કપ મગ
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 બટાકા મિડીયમ સુધારેલ
  • 1 ગાજર મિડીયમ સુધારેલ
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ વટાણા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Bajri mag ni vaghareli khichdi

  • બાજરી મગ ની વઘારેલી ખીચડી બનાવવા સૌપ્રથમ બાજરી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને બાજરી ને ધોઇ લીધા બાદ પાણી નિતારી કપડા પર ફેલાવી પંખા નીચે દસ પંદર મિનિટ સૂકવી લ્યો સાથે મગ ને પણ સાફ કરી બે પાણી થી ધોઇ સાફ કરી પાણી નાખી પલાળી મૂકો. બાજરી સાવ કોરી કરી લ્યો. હવે બાજરી ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં આઠ દસ વખત ફેરવી ને ફોતરા કાઢી લ્યો.
  • હવે બાજરી ને ચારણીમાં કાઢી એમાંથી ફોતરા અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કુકર માં ચાર થી સવા ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નું પાણી નિતારી ને નાખો સાથે થોડી થોડી બાજરી નાખી મિક્સ કરતા જાઓ.
  • બધી બાજરી મિક્સ થઈ જાય અને પાણી ઊકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે સાત થી આઠ સીટી વગાડી ખીચડી ને ચડાવી લ્યો. આઠ સીટી પછી ખીચડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી અને કુકર ની હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી માં ઘી નાખી ને પણ ખાઈ શકો છો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું આંખો તતડાવી લ્યો. ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા અને આદુ લસણ નાખી મિક્સ કરી લ્યો અને બટાકા સુધારેલ નાખી મિક્સ કરી બટાકા ને ચડાવી લ્યો. બટાકા પોણા ચડી જાય એટલે એમાં ગાજર ના કટકા, વટાણા, ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
  • બધા શાક ને ધીમા તાપે ઢાંકી ને બરોબર ચડાવી લ્યો અને પાંચ સાત મિનિટ પછી બધા શાક ચડી જાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખો એને પણ ચડાવી લ્યો અને ટમેટા ચડી જાય એટલે લાલ મરચાનો પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ચડાવી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ ખીચડી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • શાક સાથે ખીચડી બરોબર મિક્સ થઈ જાય એટલે પા થી અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઘી કે માખણ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે બાજરી મગ ની વઘારેલી ખીચડી.

Notes

અહીં જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
બાજરી ને એક સાથે ઘી ધોઇ સાફ કરી સૂકવી ને મિક્સર માં ખાંડી ને રાખી દયો અને જ્યારે ખીચડી બનાવી હોય ત્યાર બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મૂળા બાજરા ના પરોઠા | Mula bajra na parotha

અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારના પરોઠા બનાવી મજા લીધી છે પણ આજ આપણે Mula bajra na parotha – મૂળા બાજરા ના પરોઠા બનાવતા શીખીશું અને એ પણ મૂળા સાથે જે ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.

Ingredients list

  • બાજરા નો લોટ 2 કપ
  • મૂળા 4
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Mula bajra na parotha banavani recipe

મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.

હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.

તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,

ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.

Parotha recipe notes

  • જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા વધારી શકો છો.
  • લોટ ને પહેલી જો થોડો ઢીલો બાંધો તો થોડી વાત પછી મૂળા માં રહેલ પાણી નીકળતા લોટ બિલકુલ નરમ થઇ જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મૂળા બાજરા ના પરોઠા બનાવવાની રેસીપી

મૂળા બાજરા ના પરોઠા - Mula bajra na parotha

Mula bajra na parotha banavani recipe

અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારના પરોઠા બનાવી મજા લીધીછે પણ આજ આપણે Mula bajra na parotha – મૂળા બાજરા ના પરોઠા બનાવતા શીખીશું અને એ પણ મૂળા સાથે જેખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 છીણી

Ingredients

Ingredients list

  • 2 કપ બાજરા નો લોટ
  • 4 મૂળા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Instructions

Mula bajra na parotha

  • મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.
  • હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.
  • તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
  • ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.

Notes

જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા વધારી શકો છો.
લોટ ને પહેલી જો થોડો ઢીલો બાંધો તો થોડી વાત પછી મૂળા માં રહેલ પાણી નીકળતા લોટ બિલકુલ નરમ થઇ જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી ના ચમચમિયા | Bajri Na Chamchamiya

આ વાનગી નું નામ જેટલું અલગ છે એટલી જ વાનગી પણ અલગ છે અને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે. અત્યારે ઘણા ઓછા લોકો આ વાનગી વિશે જાણતાં હસે , તો આજ આપણે એક આપણી જૂની અને વિસરાતી વાનગી Bajri Na Chamchamiya – બાજરી ના ચમચમિયા બનાવતા શીખીશું.

Ingredients list

  • બાજરી નો લોટ 2 કપ
  • ઝીણી સુધારેલી લીલી મેથી ¾ કપ
  • ઝીણાં સમારેલાં લીલાં ધાણા ½  કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • ઝીણું સમારેલું લીલું લસણ ¼ કપ (ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો)
  • આદુની પેસ્ટ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • દહીં ½ કપ
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

બાજરી ના ચમચમિયા બનાવવાની રીત

બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.

 ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.

Chamchamiya recipe notes

  • અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
  • જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
  • જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bajri Na Chamchamiya banavani rit

બાજરી ના ચમચમિયા - Bajri Na Chamchamiya

Bajri Na Chamchamiya banavani rit

આ વાનગી નું નામ જેટલું અલગ છે એટલી જ વાનગી પણ અલગ છેઅને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે. અત્યારે ઘણાઓછા લોકો આ વાનગી વિશે જાણતાં હસે , તો આજ આપણે એક આપણી જૂની અને વિસરાતી વાનગી Bajri Na Chamchamiya – બાજરી ના ચમચમિયા બનાવતા શીખીશું.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 2 કપ બાજરી નો લોટ
  • ¾ કપ ઝીણી સુધારેલી લીલી મેથી
  • ½ કપ ઝીણાં સમારેલાં લીલાં ધાણા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ ઝીણું સમારેલું લીલું લસણ ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો )
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • ½ કપ દહીં
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bajri Na Chamchamiya banavani rit

  • બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.
  • ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.

Chamchamiya recipe notes

  • અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
  • જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
  • જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજુર વાળી ગુંદર ની પેંદ | Khajur vali Gundar ni ped

આજે શિયાળા માં વસાણા ખાઈ બધા તંદુરસ્ત થવા માંગતા હોય છે એટલે શિયાળો ચાલુ થતાં જ બધા વિવિધ પ્રકારના વસાણા યુક્ત મીઠાઈઓ અને વાનગીઓ ઘરે અથવા બજાર માંથી લઈ ખાતા હોય છે એવી જ એક વાનગી આજ આપણે ઘરે Khajur vali Gundar ni ped – ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવતા શીખીશું જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

Ingredients list

  • ઘી 3-4 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • ખજૂર 200 ગ્રામ
  • બાવડીયો ગુંદ 50 ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ 100 ગ્રામ
  • કાજુ 50 ગ્રામ
  • બદામ 50 ગ્રામ
  • અખરોટ 50 ગ્રામ
  • તરબૂચ ના બીજ 25 ગ્રામ
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ગંઠોડા પાઉડર 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • એલચી નો પાઉડર ½ ચમચી
  • જાયફળ નો પાઉડર ½ ચમચી

ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત

ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.

હવે ખજૂર ને  એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ  પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.

પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.

ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.

Recipe notes

  • બાવળ નો ગુંદ નાના મોટા બધા ખાઈ શકે છે એટલે એ વાપરશો તો બનાવેલી ગુંદર ની પેંદ ઘરના બધા સભ્યો ખાઈ શકશે.
  • ખજૂર ની સાથે અંજીર પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khajur vali Gundar ni ped banavani rit

ખજુર વાળી ગુંદર ની પેંદ - Khajur vali Gundar ni ped

Khajur vali Gundar ni ped banavani rit

આજે શિયાળા માં વસાણા ખાઈ બધા તંદુરસ્ત થવા માંગતા હોયછે એટલે શિયાળો ચાલુ થતાં જ બધા વિવિધ પ્રકારના વસાણા યુક્ત મીઠાઈઓ અને વાનગીઓ ઘરેઅથવા બજાર માંથી લઈ ખાતા હોય છે એવી જ એક વાનગી આજ આપણે ઘરે Khajur vali Gundar ni ped – ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવતા શીખીશું જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 3-4 ચમચી ઘી
  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 200 ગ્રામ ખજૂર
  • 50 ગ્રામ બાવડીયો ગુંદ
  • 100 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ અખરોટ
  • 25 ગ્રામ તરબૂચ ના બીજ
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી ગંઠોડા પાઉડર
  • 1 ચમચી ખસખસ
  • ½ ચમચી એલચી નો પાઉડર
  • ½ ચમચી જાયફળ નો પાઉડર

Instructions

Khajur vali Gundar ni ped banavani rit

  • ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.
  • હવે ખજૂર ને એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.
  • પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.
  • ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.

Notes

બાવળ નો ગુંદ નાના મોટા બધા ખાઈ શકે છે એટલે એ વાપરશો તો બનાવેલી ગુંદર ની પેંદ ઘરના બધા સભ્યો ખાઈ શકશે.
ખજૂર ની સાથે અંજીર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી