Home Blog Page 142

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak

નમસ્તે મિત્રો ,આજે આપણે જોઇશું કાઠિયાવાડી રીંગણા બટેટા નું શાક કઈ રીતે બનાવવું. આ શાક બધા લોકો ગમે તે સીઝન માં ખાવાનું પસંદ કરે છે. તેમાં પણ ગુજરાત માં કાઠીયાવાડી લોકો આ શાક ને વધુ પસંદ કરે છે. આ શાક જોડે બાજરા ની રોટલા પણ ખુબ જ સરસ લાગે છે,તો ચાલો હવે આપણે જોઈશું કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત, akha ringan bateta nu shaak banavani rit, akha ringan bateta shaak recipe in gujarati

આખા રીંગણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ૨૦૦ ગ્રામ રીંગણા નાના રીંગણા લેવા 
  • ૬ થી ૭ બટેટા તે પણ નાના જ લેવા
  • ૪ થી ૫ ચમચી તેલ                   
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી રાઈ
  • ૪  ચમચી  તલ
  • અઢી કપ પાણી
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ટુકડો તજ
  • અડધી ચમચી મરી પાવડર
  • ૩ થી ૪  લવિંગ 
  • ૪  ચમચી શીંગદાણા
  • અડધો વાટકો ગાઠીયા અથવા સેવ
  • ૨ થી ૩ ચમચી લાલમરચું પાવડર
  • ૨ નાના ટુકડા  ગોળ
  • ૧ ચમચી ગરમ મસાલા
  • ૩ ચમચી સમારેલી કોથમીર
  •  ૪ ટમેટા ની પ્યુરી

Akha ringan bateta nu shaak recipe

પહેલા તો આપણે જે રીંગણા અને બટાટા લીધા છે તેને બરાબર ધોઈ લેવા પછી બટાટા ના બે ભાગ કરવા અને રીંગણા ને ઉપર થી બે અડધા કાપા કરી પાણી માં થોડીવાર પલાળવા.

હવે એક મિક્ષચર માં સીંગદાણા નો પાવડર કરી લેવો, ત્યારબાદ ગાઠીયા નો દરદરો ભૂકો કરી લેવો, પછી એજ મિક્ષચર માં તલ ને પણ દરદરા પીસી લેવા, ત્યારબાદ એક તજ નો ટુકડો ૩ થી ૪ લવિંગ થોડા મરી નાખી તેનો પાવડર બનાવી લેવો.

ત્યારબાદ એક લીલું મરચું, ૬ થી ૭ લસણ ની કળીઓ, એક નાનો આદુ નો ટુકડો લઇ પીસી લેવું. પછી છેલ્લે ટમેટા ની પ્યુરી બનાવી આ બધું સાઈડ માં મુકીસું ,હવે એક પેઈન માં ૪ થી ૫ ચમચી તેલ લઇ તેમાં બટેટા ને સાંતળી લેશું, હવે તેમાં મીઠું નાખી તેને થોડા કાચા પાકા સાંતળી લીધા બાદ તેમાં રીંગણા નાખી થોડીવાર પકાવી લેશું.

બટેટા અને રીંગણા થોડા ચડી ગયા બાદ તેને કાઢી લેશું. હવે એજ પેઈન માં તજ લવિંગ નો ભૂકો નાખી સાંતળી લેવું, ત્યારબાદ આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખવી, ને પછી વાટેલા તલ નાખી બધું બરાબર સાંતળી લેવું.

પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખી તેને ૩ થી ૪ મિનીટ તેલ છુટું થાય ત્યાં સુદી ઢાંકી ને રાખવું, હવે તેમાં બાકી ના બધા અપણે જે મસાલા લીધા છે તે નાખી બરાબર મિક્સ કરીશુ. મિક્સ થઇ ગયા બાદ તેલ છુટું પડે એટલે તેમાં બે થી અઢી કપ જેટલું પાણી નાખી તેને ઉકળવા દેશું. 

ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં ગાઠીયા નો ભૂકો, સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી દેવું. હવે તેમાં બટેટા અને રીંગણા નાખી તેને ૧૦ મિનીટ માટે ઢાંકી દેવું જેથી ગ્રેવી અને રીંગણ બટેટા બરાબર મિક્સ થઈ જાય.

હવે છેલ્લે તેમાં બે નાના ગોળ ના ટુકડા ઉમેરવા, બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ ૩ થી ૪ ચમચી સમારેલી કોથમીર ઉમેરવી, તો તૈયાર છે એકદમ મસ્ત ચટપટુ એવું આખા રીંગણા અને બટેટા નું શાક – ringan bateta nu shaak.

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત

આખા રીંગણા બટેટા નું શાક - akha ringan bateta nu shaak

આખા રીંગણા બટેટા નું શાક | akha ringan bateta nu shaak banavani rit | akha ringan bateta shaak recipe in gujarati

કાઠીયાવાડી લોકો ને ખુબજ પસંદ આવતું આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત, akha ringan bateta nu shaak banavani rit, akha ringan bateta shaak recipe in gujarati
4.84 from 6 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષર
  • 1 કળાઈ

Ingredients

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | akha ringan bateta shaak recipe ingredients

  • ૨૦૦ ગ્રામ  રીંગણા નાના રીંગણા લેવા 
  • ૬ થી ૭  બટેટા તે પણ નાના જ લેવા
  • ૪ થી ૫ ચમચી   તેલ
  • અડધી ચમચી      હળદર
  • અડધી ચમચી      રાઈ
  • ચમચી તલ
  • અઢી કપ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ટુકડો તજ
  • અડધી ચમચી       મરી પાવડર
  • ૩ થી ૪             લવિંગ 
  •  ૪  ચમચી           શીંગદાણા
  • અડધો વાટકો       ગાઠીયા અથવા સેવ
  • ૨ થી ૩ ચમચી      લાલ મરચું પાવડર
  •  ૨ નાના ટુકડા       ગોળ
  • ચમચી            ગરમ મસાલો
  • ચમચી            સમારેલી કોથમીર
  • ટમેટા ની પ્યુરી

Instructions

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત- Akha ringan bateta nu shaak banavani rit – akha ringan bateta shaak recipe in gujarati

  • પહેલા તોઆપણે જે રીંગણા અને બટાટા લીધા છે તેને બરાબર ધોઈ લેવા. પછી બટાટા ના બે ભાગ કરવા અનેરીંગણા ને ઉપર થી બે અડધા કાપા કરી પાણી માં થોડીવાર પલાળવા.
  • હવે એક મિક્ષચર માં સીંગદાણા નો પાવડર કરી લેવો, ત્યારબાદ ગાઠીયા નો દરદરો ભૂકો કરી લેવો, પછી એજ મિક્ષચર માં તલ ને પણ દરદરા પીસી લેવા, ત્યારબાદ એક તજ નો ટુકડો ૩ થી ૪ લવિંગ થોડા મરી નાખી તેનો પાવડર બનાવી લેવો .
  • ત્યારબાદ એક લીલું મરચું, ૬ થી ૭ લસણ ની કળીઓ, એક નાનો આદુ નો ટુકડો લઇ પીસી લેવું. પછી છેલ્લે ટમેટા ની પ્યુરી બનાવી આ બધું સાઈડ માં મુકીસું .
  •  હવે એક પેઈન માં ૪ થી ૫ ચમચી તેલ લઇ તેમાં બટેટા ને સાંતળી લેશું, હવે તેમાં મીઠું નાખી તેને થોડા કાચા પાકા સાંતળી લીધા બાદ તેમાં રીંગણા નાખી થોડીવાર પકાવી લેશું.
  • બટેટા અને રીંગણા થોડા ચડી ગયા બાદ તેને કાઢી લેશું. હવે એજ પેઈન માં તજ લવિંગ નો ભૂકો નાખી સાંતળી લેવું, ત્યારબાદ આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખવી, ને પછી વાટેલા તલ નાખી બધું બરાબર સાંતળી લેવું.
  • પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખી તેને ૩ થી ૪ મિનીટ તેલ છુટું થાય ત્યાં સુદી ઢાંકી ને રાખવું, હવે તેમાં બાકી ના બધા અપણે જે મસાલા લીધા છે તે નાખી બરાબર મિક્સ કરીશુ. મિક્સ થઇ ગયા બાદ તેલ છુટું પડે એટલે તેમાં બે થી અઢી કપ જેટલું પાણી નાખી તેને ઉકળવા દેશું. 
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં ગાઠીયા નો ભૂકો, સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી દેવું. હવે તેમાં બટેટા અને રીંગણા નાખી તેને ૧૦ મિનીટ માટે ઢાંકી દેવું જેથી ગ્રેવી અને રીંગણ બટેટા બરાબર મિક્સ થઈ જાય.
  • હવે છેલ્લે તેમાં બે નાના ગોળ ના ટુકડા ઉમેરવા. બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ ૩ થી ૪ ચમચી સમારેલી કોથમીર ઉમેરવી . તો તૈયાર છે એકદમ મસ્ત ચટપટુ એવું આખા રીંગણા અને બટેટા નું શાક.

akha ringan bateta shaak recipe notes

  •   આ રેસીપી માં આપણે કાચા બટેટા નો ઉપયોગ કર્યો છે તેના બદલે બાફેલા બટેટા પણ લઇ સકો છો.
  •  ગ્રેવી નું પ્રમાણ વધુ ઓછું પણ જોઈએ એ રીતે લઇ સકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

મિત્રો આજે અપને જોઈશું કે સોજી નો શીરો જે ભગવાન ને ભોગ ધરાવવામાં વપરાય છે, જેને આપણે વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકીશું,આપને સૌ પ્રસાદ ધરાવવા માટે આપણે વધારે પડતો સોજી ના શીરા નો જ ઉપયોગ કરીએ છીએ અને તે બધા ને ભાવે પણ ખરો અને ઘણા લોકો આ શીરાને જમવાની સાથે પણ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો અપણે હવે જોઈશું સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત,soji no shiro banavani recipe.

સોજી ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  •  અડધો કપ(૧૦૦ગ્રામ)  સોજી
  • ૮૦ ગ્રામ ઘી
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ મિલી દૂધ
  • ૧ થી ૨ ચમચી કાજુ
  • અડધી ચમચી એલચી અને જાયફળ પાવડર
  • ૧ થી ૨ ચમચી બદામ
  • ૧ થી ૨ ચમચી કીશમીશ

soji no shiro recipe gujarati

સૌ પ્રથમ એક કડાઈ માં ધી ગરમ કરવા માટે મુકીશું ,ત્યાર બાદ બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મુકવું , ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ નાખી તેને થોડી સાંતળીલેવી

હવે તેમાં સોજી નાખી તેને ધીમા ગેસે બદામી રંગ નીશેકીવાની છે. સોજી ને થોડી થોડી વારે હલાવતા રેવું , તે બદામી રંગ ની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરવું .દૂધથોડું થોડું કરી ને જ ઉમેરવું ,બધું એકસાથે ન ઉમેરવું .બધું દૂધ એકસાથે ઉમેરવાથીતેમાં ગંઠા થઈ શકે છે.

હવે ધીમા ગેસે બધું દૂધ અને સોજી એક થઈ જાય ત્યાંસુદી તેને ૪ થી ૫ મિનીટ સુદી ચડવા માટે રાખવું. દૂધ મિક્સ થઇ ગયા પછી તેમાં આપણે જેખાડ નું પ્રમાણ લીધું છે તે ઉમેરવું.

ખાંડ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં એલચી પાવડર અનેકાજુ બાદમ નાખી તેને સારી રીતે મિક્સ કરીશું , હવે તેને કોઈ પણ  એકપાત્ર માં લઇ ઉપર થી થોડા કાજુ અને બાદમ થી સજાવીને તેને પ્રસાદ ધરાવવા અથવા તો સર્વ કરવા માટે મુકવું.

સોજી નો સિરો બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત - soji no shiro banavani recipe

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe

સોજી નો શીરો જે ભગવાન ને ભોગ ધરાવવામાં વપરાય છે અને જમવાની સાથે પણ ખાવાનું પસંદ આવતો સોજી નો શીરો બનાવવાની રીત , soji no shiro banavani rit recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 5 વ્યક્તિ

Ingredients

સોજી ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • અડધો કપ ૧૦૦ ગ્રામ સોજી
  • ૮૦ ગ્રામ ઘી
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ મિલી દૂધ
  • અડધી ચમચી  એલચી અને જાયફળ પાવડર
  • ચમચી કાજુ
  • ચમચી બદામ
  • ચમચી કીશમીશ

Instructions

સોજી નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe

  • સૌ પ્રથમ એક કડાઈ માં ધી ગરમ કરવા માટે મુકીશું ,ત્યાર બાદ બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મુકવું
  • ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ નાખી તેને થોડી સાંતળીલેવી
  • હવે તેમાં સોજી નાખી તેને ધીમા ગેસે બદામી રંગ નીશેકીવાની છે. સોજી ને થોડી થોડી વારે હલાવતા રેવું
  • તે બદામી રંગ ની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરવું .દૂધથોડું થોડું કરી ને જ ઉમેરવું ,બધું એકસાથે ન ઉમેરવું .બધું દૂધ એકસાથે ઉમેરવાથીતેમાં ગંઠા થઈ શકે છે.
  • હવે ધીમા ગેસે બધું દૂધ અને સોજી એક થઈ જાય ત્યાંસુદી તેને ૪ થી ૫ મિનીટ સુદી ચડવા માટે રાખવું. દૂધ મિક્સ થઇ ગયા પછી તેમાં આપણે જેખાડ નું પ્રમાણ લીધું છે તે ઉમેરવું.
  • ખાંડ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં એલચી પાવડર અનેકાજુ બાદમ નાખી તેને સારી રીતે મિક્સ કરીશું
  • હવે તેને કોઈ પણ  એકપાત્ર માં લઇ ઉપર થી થોડા કાજુ અને બાદમ થી સજાવીને તેને પ્રસાદ ધરાવવા અથવા તો સર્વ કરવા માટે મુકવું.

Notes

આમાં તમે દૂધ ની જગ્યા એ ગરમ પાણી પણ લઇ શકો છો 
કેસર નો ઉપયોગ પણ કરી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati | methi na ladoo recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત | Ghau chana na ladva

આપણા દરેક પ્રસંગમાં આપણે મીઠાઈ વગર હમેશા અધૂરી હોય છે ને ઘરમાં કોઈ પૂજા હોય ત્યારે કંઈ મીઠાઈ બનાવી ને એમાં પણ વધારે પડતી માથાકૂટ વગર ને ઝડપી બની જાય એવી ને નાના થી લઇ ને મોટા સુંધી દરેક ને ભાવતી મીઠાઈ ને એમાં પણ ગણપતિ ના સૌથી વધારે પ્રિય હોય તો એ છે લડવા તો આજ આપણે બનાવીશું ઘઉં ચણા ના લાડવા,ghau chana na ladva banavvani rit,ghau chana na ladoo banavani rit.

લડવા બનાવવા જરૂરી સામગ્રી

  •  ૨ કપ ઘઉં નો કરકરો લોટ
  •  પા કપ બેસન          
  •  પા કપ સોજી
  •  ૧ કપ ગોળ
  •  ૨ કપ ઘી
  •  પા ચમચી એલચી નો ભૂકો
  •  અડધી ચમચી જાયફળ નો ભૂકો
  •  અડધો કપ કાજુ ,બાદમ ના કટકા , કીસમીસ
  •  ૧-૨ ચમચી ખસખસ
  •  ૧-૨ ચમચી દૂધ(ઓપેશનલ)

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત

ઘઉં ચણાના ગોળ વાળા લડવા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો ને એમાં પા કપ ઘી નાખી મિક્સ કરો

ત્યારે બાદ એમાં પા કપ દૂધ નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ પાણી  નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી મિડીયમ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી ને બધાજ મુઠીયા ને મિડીયમ તાપે તરી લ્યો , તરેલા મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે એના હાથ વડે નાના કટકા કરી મિકસરમાં પીસી ને ભૂકો તૈયાર કરી લ્યો

હવે ગેસ પર દોઢ કપ ઘી ગરમ કરો એમાં સુધારેલો ગોળ નાખી હલાવી પીગળાવી લ્યો , ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી ને ગોળ ના મિશ્રણ ને પહેલા તૈયાર કરેલા ઘઉં ચણા ના ભૂકામાં નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં કાજુ બદામ ના કટકા , કીસમીસ ને એલચી નો પાવડર, જાયફળ નો પાવડર ને ખસખસ  નાખી બરોબર મિક્સ કરો ને લડવા બનવા ના મોલ્ડ માં કે હાથ વડે લડવા બનાવી લ્યો

ને લડવા બનાવતા તૂટી જતાં હોય જો તો ઘી ને ગરમ કરી ઉમેરી સકો છો ને લડવા તૈયાર કરી લ્યો ને ઉપર થી થોડી ખસખસ છાંટી દયો તો તૈયાર છે ઘઉં ચણાના લાડવા.

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત નો વિડીયો | ghau chana na ladoo

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau chana na ladva banavani rit | ghau chana na ladoo banavani rit

ઘઉં ચણા ના ગોળ ના લડવા બનાવવાની રીત - churma na ladoo recipe in Gujarati - ghau chana na ladva banavani rit - ઘઉં ચણા ના લાડવા - ghau chana na ladoo banavani rit

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavvani rit | ghau chana na ladva recipe in gujarati

કોઈપણ સારા અવસર પર જલ્દી થી બની જતા ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની સરળ રીત લાવ્યા છીએ, ghau chana na ladva banavani riti,ઘઉં ચણા ના લાડવા,ghau chana na ladva recipe in gujarati,ghau chana na ladoo banavani rit.
4.20 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો કરકરો લોટ
  • પા કપ  બેસન
  • પા કપ સોજી
  • 1 કપ  ગોળ
  • 2 કપ ઘી
  • પા ચમચી એલચી નો ભૂકો
  • ½ ચમચી જાયફળ નો ભૂકો
  • ½ કપ કાજુ ,બાદમ ના કટકા , કીસમીસ
  • 1 ચમચી ખસખસ
  • 1 ચમચી દૂધ ઓપેશનલ

Instructions

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત – ghau chana na ladva banavvani rit recipe in gujarati

  • ઘઉં ચણાના ગોળ વાળા લાડવા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો ને એમાં પા કપ ઘી નાખી મિક્સ કરો
  • ત્યારે બાદ એમાં પા કપ દૂધ નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ પાણી  નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી મિડીયમ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી ને બધાજ મુઠીયા ને મિડીયમ તાપે તરી લ્યો
  •  તારેલા મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે એના હાથ વડે નાના કટકા કરી મિકસરમાં પીસી ને ભૂકો તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર દોઢ કપ ઘી ગરમ કરો એમાં સુધારેલો ગોળ નાખી હલાવી પીગળાવી લ્યો
  •  ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી ને ગોળ ના મિશ્રણ ને પહેલા તૈયાર કરેલા ઘઉં ચણા ના ભૂકામાં નાખી મિક્સ કરો
  •  ત્યાર બાદ એમાં કાજુ બદામ ના કટકા , કીસમીસ ને એલચી નો પાવડર, જાયફળ નો પાવડર ને ખસખસ  નાખી બરોબર મિક્સ કરો ને લાડવા બનવા ના મોલ્ડ માં કે હાથ વડે લડવા બનાવી લ્યો
  • જો લડવા બનાવતા તૂટી જતાં હોય જો તો ઘી ને ગરમ કરી ઉમેરી સકો છો ને લડવા તૈયાર કરી લ્યો ને ઉપર થી થોડી ખસખસ છાંટી દયો તો તૈયાર છે ઘઉં ચણાના લાડવા.

ghau chana na ladva recipe in gujarati notes

  • જો લાડવા તમારે વધારે સમય સુંધી રાખવા હોય તો દૂધ નો ઉપયોગ ટાળવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

મેસુબ બનાવવાની રીત | મૈસુક બનાવવાની રીત | mesub recipe in gujarati | mesuk recipe | mesuk pak banavani rit | Mesuk banavani rit

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.