ઘરે જલ્દી થી નાસ્તો બનાવવાની ઈચ્છા થાય ત્યારે જટપટ બની જતી વાનગી સોજી નો ઉપમા બનાવવાની રીત અમે લાવ્યા છીએ જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ, upma banavani rit, upma recipe in gujarati
ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
૧ કપ સોજી
૨ ચમચા તેલ
રાઈ ૧ ચમચી
ચણા દાળ ૧/૨ ચમચી
અડદ દાળ ૧/૨ ચમચી
૧ સૂકું લાલ મરચું
૬-૭ મીઠા લીમડા ના પાન
૧/૨ ડુંગળી સુધારેલી
૨ લીલા મરચા સુધારેલા
૧ ઇંચ આદુ સુધારેલું
૩ કપ પાણી
ખાંડ ૧/૨ ચમચી
મીઠું ૧/૨ ચમચી
૧ ચમચી ઘી
૧/૨ લીંબુ નો રસ
૨ ચમચા સમારેલા લીલાં ધાણા
Upma recipe in Gujarati
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો, હવે તેમાં સમારેલા લીલાં મરચાં, આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો, લીલા ધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો
ઉપમા બનાવવાની રીત કેવી લાગી જરૂર થી જણાવજો
ઉપમા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Upma banavani rit | ઉપમા બનાવવાની રીત
ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati
જટપટ બની જતી વાનગી સોજી નો ઉપમા બનાવવાની રીત અમે લાવ્યા છીએ જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ, upma banavani rit, upma recipe in Gujarati
5 from 2 votes
Prep Time: 15 minutesminutes
Cook Time: 15 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
1કપ સોજી
2ચમચા તેલ
1ચમચીરાઈ
½ચમચીચણાદાળ
½ચમચીઅડદ દાળ
1સૂકું લાલ મરચું
6-7મીઠા લીમડા ના પાન
½સુધારેલીડુંગળી
2સુધારેલા૨ લીલા મરચા
1ઇંચ આદુ સુધારેલું
3કપ પાણી
½ચમચીખાંડ
½ચમચીમીઠું
1ચમચી ઘી
½લીંબુ નો રસ
2ચમચા સમારેલા લીલાં ધાણા
Instructions
ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાંસુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
હવે તેમાં સમારેલા લીલાં મરચાં,આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધીધીમા તાપે ચડવા દો.
લીલાધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો ,આજે આપણે ઘણી બધી વ્યક્તિ મેં મુજ્વતો પ્રશ્ન ફાડા લાપસી કેવી રીતે બનાવવાની તેનું નિરાકરણ કરવા ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત લાવ્યા છીએ. આ એક ગુજરાતી વાનગી છે અને ગુજરાત માં ફાડા લાપસી નું ખુબ જ મહત્વ છે . આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકો , ગેસ ની આંચ મધ્યમ તાપે રાખવી.
ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ, કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બે મિનિટ બરાબર સેકો, ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણી નાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ , બધું પાણી નાખી દીધા બાદ તેને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવે એટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈ માં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો , ગોળ નાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો.
હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ, પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
Fada lapsi recipe in Gujarati | ફાડા લાપસી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Fada lapsi banavani rit | લાપસી બનાવવાની રીત
ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit
આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati
3.75 from 4 votes
Prep Time: 5 minutesminutes
Cook Time: 45 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 3વ્યક્તિ
Ingredients
ગોળની ફાડા લપસી બનાવવા જરૂરી સામગ્રી
૧/૨ કપ ઘી
૧ કપ ઘઉં ના ફાડા
૪ કપ પાણી
૧ તજ નો ટુકડો
૨ એલચી
૩ લવિંગ
૧૦ નંગ કાજુ ના ટુકડા
૫-૬ બદામ ના ટુકડા
૧ કપ ગોળ
૧/૪ ચમચી એલચી પાવડર
૨ ચમચી ખસખસ, કાજુ, પિસ્તા, બદામ ની કતરણ( સજાવા માટે)
Instructions
ફાડા લાપસી બનાવવાની રીત – લાપસી બનાવવાની રીત – Fada lapsi recipe in gujarati – Fada lapsi banavani rit
લાપસી બનાવવાની રીત મા સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર નાથાય ત્યાં સુધી શેકો.
ગેસની આંચ મધ્યમ તાપે રાખવી.
ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ,કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બેમિનિટ બરાબર સેકો.
ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણીનાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરીગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ.
બધું પાણી નાખી દીધા બાદ તેને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવેએટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈમાં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો
ગોળનાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો
હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ,પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પીઝા. પીઝા નું નામ આવતા જ નાનાથી મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પીઝા ખાવા ની જેટલી મજા આવતી હોય છે પરંતુ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે ઘરે બહાર જેવા પીઝા આપણે બનાવી ન શકીએ પણ આજે આપણે બનાવતા શીખીશું ઈસ્ટ વગર ઓવન વગર પીઝા તો ચાલો શીખીએ તવા પીઝા બનાવવાની રીત, Tawa pizza recipe in Gujarati,Tawa pizza banavani rit.
તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી
1 ¼ કપ મેંદો
1-2 ચમચી સોજી
½ ચમચી બેકિંગ પાઉડર
¾ ચમચી સોડા
2 ચમચી દહીં
½ ચમચી ખાંડ
સ્વાદ મુજબ મીઠું
ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
ટામેટા 2 કપ જીના સમારેલા
લસણ પેસ્ટ 1 ચમચી
ઓરેગાનો 1 ચમચી
જીણી સુધારેલ ½ ડુંગરી
ચીલી ફ્લેક્સ 1 ચમચી
½ મરી પાઉડર
2-3 પાન બ્રેજિલ
ટોપિંગ માટે જરૂરી સામગ્રી
ડુંગરી ½ સુધારેલ
કેપ્સીકમ ½ સુધારેલ
ટમેટા ½ સુધારેલ
મશરૂમ ના કટકા ¼ કપ
મરી પાઉડર ¼ ચમચી
ઓરેગાનો ½ ચમચી
તેલ 1 ચમચી
1 ½ કપ મોઝરેલા ચીઝ
Tawa pizza recipe in Gujarati
તવા પીઝા નો બેઝ બનાવવાની રીત
પીઝાનો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદો સોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો , ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો
ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટ લોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકી દો
તવા પીઝા નો સોસ બનાવવાની રીત
પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ નાખો
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો , તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો
ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢી ત્યાં સુધી ચડાવો , ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવા દો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનો અધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો
તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત
પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો શેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો , અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી ના સાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝા નો બેસ( રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો , ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથી ત્રણ મિનિટ ચડાવો , પછી તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેને ઉથલાવી લ્યો
હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદ તેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો , ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝા કટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો
NOTES
પીઝા બેઝ ને હેલ્થી બનાવવા મેંદા સાથે ઘઉં નો લોટ ,ઓટ્સ નો લોટ પણ વાપરી સકો છો
બ્રેજિલ ના પાન ના હોય તો તેની જગ્યાએ તુલસીના પાન પણ લઈ શકો છો અથવા બ્રેજીલ નો ઉપયોગ ટાળી શકો છો
જો તમે મશરૂમના ના ખાતા હોવ તો મશરૂમને પણ ટાળી શકો છો
તેમજ તમને મનગમતા ટોપિગ કરી સકો છો
ઓલિવ કે જેલિપીનોસ પણ મૂકી સકો છો
Tawa pizza banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તવા પીઝા બનાવવાની રીત
તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati
યીસ્ટ અને ઓવન વગર તવા પીઝા બનાવવાની રીત જે ખુબજ સરળ છે,Tawa pizza banavani rit , Tawa pizza recipe in Gujarati
4.86 from 7 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
backing time: 30 minutesminutes
Total Time: 1 hourhour10 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 નોન સ્ટીક પેન
Ingredients
તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી
1¼ કપ મેંદો
1-2 ચમચી સોજી
½ ચમચી બેકિંગ પાઉડર
¾ ચમચી સોડા
2ચમચી દહીં
½ ચમચી ખાંડ
સ્વાદ મુજબ મીઠું
ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ
તવા પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
2 કપ ટામેટા જીણા સમારેલા
1ચમચીલસણ પેસ્ટ
1ચમચીઓરેગાનો
½ જીણી સુધારેલ ડુંગરી
1ચમચીચીલી ફ્લેક્સ
½ મરી પાઉડર
2-3 પાન બ્રેજિલ
ટોપિંગ માટે જરૂરી સામગ્રી
½ સુધારેલડુંગરી
½ કેપ્સીકમ સુધારેલ
½ ટમેટા સુધારેલ
¼ કપ મશરૂમના કટકા
ચમચીમરી પાઉડર ¼
ચમચીઓરેગાનો ½ ચમચી
ચમચીતેલ1 ચમચી
1 ½ કપ મોઝરેલા ચીઝ
Instructions
તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati
તવા પીઝા બનાવવા ખુબજ સરળ છે ફક્ત નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરો અને સરળતાથી પીઝા બનાવો
તવા પીઝા નો બેઝ બનાવવાની રીત
પીઝા નો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદોસોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો
ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખીમીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો
ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટલોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુમૂકી દો
તવા પીઝા નો સોસ બનાવવાની રીત
પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાંબે-ત્રણ ચમચી તેલ ગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સનાખો
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથીત્રણ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો
ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢીત્યાં સુધી ચડાવો
ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવાદો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનોઅધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો
તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત
પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યોશેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો
અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી નાસાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝાનો બેસ(રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો
ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમથાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથીત્રણ મિનિટ ચડાવો
હવે તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેનેઉથલાવી લ્યો
હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદતેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો
ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝાકટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો
Notes
પીઝા બેઝ ને હેલ્થી બનાવવા મેંદા સાથે ઘઉં નો લોટ ,ઓટ્સ નો લોટ પણ વાપરી સકો છોબ્રેજિલ ના પાન ના હોય તો તેની જગ્યાએ તુલસીના પાન પણ લઈ શકો છો અથવા બ્રેજીલ નો ઉપયોગ ટાળી શકો છો જો તમે મશરૂમના ના ખાતા હોવ તો મશરૂમને પણ ટાળી શકો છો તેમજ તમને મનગમતા ટોપિગ કરી સકો છો ઓલિવ કે હલિપીનોસ પણ મૂકી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું અળવીના પાન ના પાતરા. મિત્રો ચોમાસાની સિઝન આવતા બજારમાં અળવી નાં પાન ખૂબ સહેલાઇથી મળી આવે છે જેના પાતરા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે ઘણા તેના રસ સાથે ના પાત્ર બનાવી છે ઘણા તેમને વઘારીને બનાવી છે આ પાતરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવામાં પણ ખૂબ જ ઝડપી હોય છે તો ચાલો આજે આપણે શીખીએ અળવી ના પાતરા બનાવવાની રીત,પાત્રા બનાવવાની રેસીપી , advi na patra banavani rit, Advi na patra recipe in Gujarati,patarveliya banavani rit.
પાતરા માટે જરૂરી સામગ્રી
8-10 અડવી ના પાન
2 કપ બેસન
2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
1-2 ચમચી ધાણા જીરું પાઉડર
½ ચમચી હળદર
2-3 ચમચી ખાંડ પીસેલી
1 લીંબુ નો રસ
½ કપ લીલા ધાણા સુધારેલા
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી તેલ
અળવી નાં પાતરા ના વઘાર માટે જરૂરી સામગ્રી
2-3 ચમચી તેલ
1 ચમચી રાઈ
2-3 ચમચી તલ
½ ચમચી હિંગ
Advi na patra recipe in Gujarati | પાત્રા બનાવવાની રેસીપી
પાત્રા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ અળવીના પાન લઈ તેને પાણીમાં બરોબર ધોઇને સાફ કરી લેવા , ત્યારબાદ ધોયેલા પાનને કોઇ થાળી ટેબલ પર ઉંધા મૂકી ચાકુ વાળી તેના પાછળના ભાગમાં રહેલી બધી જ નસોને /દાડી કાઢી લેવી
નશો/દાડી કાઢતી વખતે ધ્યાન રાખવું કે પાન તૂટી ન જાય ,બધી જ નસો/દાડી નીકળી જાય એટલે પાનને એક બાજુ મૂકી દેવા , હવે એક વાસણમાં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નો ભૂકો, મીઠું, લીલા ધાણા ,ખાંડ પીસેલી લીંબુનો રસ તેમજ તેલ નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં જરૂર પૂરતો થોડું થોડું પાણી ઉમેરી બેસનનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો(આશરે અડધા કપ જેટલું પાણી જોઈશે) , પેસ્ટ તૈયાર થઈ જાય હવે પાનને ઊંધી થાળી પર રાખો
પાન પર તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ દરેક ભાગમાં લાગી જાય તે રીતે હાથ વડે લગાડી દો ,ત્યારબાદ તેના પર બીજો અળવીનાં પાન લઇ તેના પર મૂકો ફરી તેના પર બેસન વાળું મિશ્રણ લગાડવું
ફરી તેના પર અળવીના પાન મૂકો ત્યારબાદ ફરી તેના પર બેસન વાળું લગાડો,આમ એક રોલ માટે 4-5 પાન એક બીજા પર મૂકી બેસન લગાડતા જાઓ , 4-5 પાન મૂક્યા બાદ તેની બધી બાજુથી થોડું થોડું વારી તેના પર પણ બેસન વાળા લોટ નું મિશ્રણ લગાડો
ત્યારબાદ ગમે તે એક બાજુથી પાતરા ની ગોળ વારતા જઈ તેના પર બેસન વાળું મિશ્રણ લગાડતા જઈ રોલ તૈયાર કરી લો,આમ એક બે રોલ તૈયાર કર્યા બાદ તૈયાર રોલ ને એકબાજુ મૂકી દયો
હવે ગેસ પર ઢોકળીયામાં પાણી લઈ તેમાં વચ્ચે કાંઠો મૂકો અને ઢાંકણ ઢાંકી પાણીને ઉકાળો , પાણી ઊકળે એટલે ચારણીમાં કે ઢોકરીયા ના ડીશ માં તૈયાર પાતરા ના રોલ ને મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
પંદર-વીસ મિનિટ બાદ પાતરા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ,પાતરા ઠંડા થાય એટલે ધારવાળા ચાકુ વડે તેના ગોળ નાના કટકા કરી લો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , તલ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો ત્યારબાદ તેમાં પાતરા ના કટકા નાખી હલકા હાથથી મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકો
તૈયાર પાતરા ને આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો
Advi na patra recipe notes
પાતરા ની ગોલ વારતી વખતે બેસન નું મિશ્રણ બધી બાજુ બરોબર લાગે તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર વગાડતી વખતે પાતરા છૂટા પડી જવાની શક્યતા રહે છે
બેસનના મિશ્રણમાં આ મસાલાઓ નું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને પાત્રાનું સ્વાદ વધારે સારો લાગશે
patarveliya banavani rit | અળવી ના પાતરા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Daxa Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Advi na patra banavani rit | પાતરા બનાવવાની રીત
પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | પાત્રા બનાવવાની રેસીપી | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati
અળવી ના પાન ના પાતરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવામાં પણ ખૂબ જ ઝડપી હોય છે તો ચાલો આજે આપણે શીખીએ પાત્રા બનાવવાની રેસીપી – અળવી ના પાતરા બનાવવાની રીત,patarveliya banavani rit, advi na patra banavani rit, Advi na patra recipe in Gujarati.
4.50 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કૂકર / ઢોકરીયું
Ingredients
અળવીનાં પાતરા માટે જરૂરી સામગ્રી
8-10 અડવી ના પાન
2કપ 2 બેસન
2-3ચમચી લાલ મરચાનો પાઉડર
1-2ચમચી ધાણા જીરું પાઉડર
1ચમચી હળદર
2-3ચમચી ખાંડ પીસેલી
1 લીંબુ નો રસ
½કપ લીલા ધાણા સુધારેલા
સ્વાદ મુજબ મીઠું
1ચમચી તેલ
અળવીનાં પાતરા ના વઘાર માટે જરૂરી સામગ્રી
2-3ચમચી તેલ
1ચમચી રાઈ
2-3ચમચી તલ
½ચમચી હિંગ
Instructions
પાતરા બનાવવાની રીત – પાત્રા બનાવવાની રેસીપી – અળવી ના પાતરા બનાવવાની રીત – patarveliya banavani rit – Advi na patra banavani rit – Advi na patra recipe in Gujarati
પાત્રા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ અળવીના પાન લઈ તેને પાણીમાંબરોબર ધોઇને સાફ કરી લેવા
ત્યારબાદ ધોયેલા પાનને કોઇ થાળી ટેબલ પર ઉંધામૂકી ચાકુ વાળી તેના પાછળના ભાગમાં રહેલી બધી જ નસોને /દાડી કાઢી લેવી
નશો/દાડી કાઢતી વખતે ધ્યાન રાખવું કે પાન તૂટીન જાય ,બધી જ નસો/દાડી નીકળી જાય એટલે પાનને એક બાજુ મૂકી દેવા
હવે એક વાસણમાં બેસન લઈ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું નો ભૂકો, મીઠું, લીલા ધાણા ,ખાંડ પીસેલીલીંબુનો રસ તેમજ તેલ નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં જરૂર પૂરતો થોડું થોડું પાણીઉમેરી બેસનનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો(આશરે અડધા કપ જેટલુંપાણી જોઈશે)
પેસ્ટ તૈયાર થઈ જાય હવે પાનને ઊંધી થાળી પર રાખો
પાન પર તૈયાર કરેલું બેસન વાળું મિશ્રણ દરેકભાગમાં લાગી જાય તે રીતે હાથ વડે લગાડી દો , ત્યારબાદ તેના પર બીજો અળવીનાં પાન લઇ તેનાપર મૂકો ફરી તેના પર બેસન વાળું મિશ્રણ લગાડવું
ફરી તેના પર અળવીના પાન મૂકો ત્યારબાદ ફરી તેનાપર બેસન વાળું લગાડો,આમ એક રોલ માટે 4-5 પાન એક બીજા પર મૂકી બેસનલગાડતા જાઓ
4-5 પાન મૂક્યા બાદ તેની બધી બાજુથી થોડું થોડું વારીતેના પર પણ બેસન વાળા લોટ નું મિશ્રણ લગાડો
ત્યારબાદ ગમે તે એક બાજુથી પાતરા ની ગોળ વારતાજઈ તેના પર બેસન વાળું મિશ્રણ લગાડતા જઈ રોલ તૈયાર કરી લો
આમ એક બે રોલ તૈયાર કર્યા બાદ તૈયાર રોલ નેએકબાજુ મૂકી દયો
હવે ગેસ પર ઢોકળીયામાં પાણી લઈ તેમાં વચ્ચેકાંઠો મૂકો અને ઢાંકણ ઢાંકી પાણીને ઉકાળો
પાણી ઊકળે એટલે ચારણીમાં કે ઢોકરીયા ના ડીશમાં તૈયાર પાતરા ના રોલ ને મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
પંદર-વીસ મિનિટ બાદ પાતરા ચડી જાયએટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો ,પાતરા ઠંડા થાય એટલે ધારવાળા ચાકુ વડે તેના ગોળ નાનાકટકા કરી લો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમથાય એટલે તેમાં રાઈ , તલ અને હિંગ નાખી વઘાર તૈયારકરો ત્યારબાદ તેમાં પાતરા ના કટકા નાખી હલકા હાથથી મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકો
તૈયાર પાતરા ને આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો
Advi na patra recipe in Gujarati notes
પાતરા ની ગોલ વારતી વખતે બેસન નું મિશ્રણ બધી બાજુ બરોબર લાગે તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર વગાડતી વખતે પાતરા છૂટા પડી જવાની શક્યતા રહે છે
બેસનના મિશ્રણમાં આ મસાલાઓ નું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને પાત્રાનું સ્વાદ વધારે સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ઘણીબધી વ્યક્તિઓ ને મુજ્વતો પ્રશ્ન ખમણ ઢોકળા કેવી રીતે બનાવવી અને જે ઝડપથી બની જાય છે અને કોઈ પણ અચાનક આવેલા મહેમાન આવવાના હોય તો તમે તેમના માટે અડધા કલાકમાં તૈયાર થઈ ગરમ ગરમ ચટણી સાથે પીરસી શકો તેમજ જ્યારે કંઈ પણ બનાવવાનું ન સૂઝ્યું હોય ત્યારે પણ તમે બનાવી ખાઈ શકો છો તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી, ખમણ બનાવવાની રીત – khaman banavani rit, khaman dhokla recipe in Gujarati, khaman recipe in Gujarati
ખમણ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
ઢોકળા માટે જરૂરી સામગ્રી
2 કપ બેસન
પીસેલી ખાંડ ⅓ કપ
લીંબુ નો રસ ¼ કપ
1 કપ પાણી
હિંગ ¼ ચમચી
હળદર ¼ ચમચી
બેકિંગ પાઉડર ½ ચમચી
2 ચમચી ઇનો
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી તેલ
વઘાર માટે જરૂરી સામગ્રી
1 ½ કપ પાણી
તેલ 2-3 ચમચી
1 ચમચી રાઈ
હિંગ ½ ચમચી
1 -2 ચમચી ખાંડ
તલ 1-2 ચમચી
1 ચમચી લીંબુ નો રસ
ચપટી મીઠું
2-3 લીલા મરચાં સુધારેલા
મીઠો લીમડો 8-10 પાન
Khaman dhokla recipe in Gujarati
ખમણ ઢોકળા બનાવવાની રેસીપી મા સૌપ્રથમ એક મિક્સર જારમાં બેસન, હળદર ,ખાંડ તેમજ મીઠું નાખી મિક્સર એક વાર ફેરવી મિક્સ કરી લો , હવે પીસેલું મિશ્રણ વાસણમાં કાઢી તેમાં તેલ ,લીંબુ અને થોડું થોડું કરી પાણી નાખી ગંઠા ન પડે તેમ મિશ્રણ મિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો
હવે તૈયાર મિશ્રણને અડધો કલાક ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો , અડધા કલાક બાદ ગેસ પર એક મોટા વાસણમાં 3-4 ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ કરવા મૂકો
પાણી ગરમ થાય છે ત્યાં સુધી બેકિંગ ટ્રે અથવા વાસણમાં તેલ લગાડી તૈયાર કરો , હવે બેસન વાળા મિશ્રણમાં બેકિંગ પાઉડર અને ઇનો નાખી બરોબર મિક્સ કરો
બરોબર મિક્સ થઇ ગયા બાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે અથવા વાસણમાં નાખો , બેકિંગ ટ્રેને ગેસ પર ગરમ કરવા રાખેલ વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ ચડવા દો
ખમણ બરોબર ચડી ગયું છે કે નહીં તે ચેક કરવા પંદરથી વીસ મિનિટ બાદ ચાકુ નાખી અથવા ટૂથપીક નાખી ચેક કરી લો , જો ચાકુ કેતોતો ક્લીન નીકળે તો ખમણ ચડી ગયા છે ગેસનો બંધ કરી ખમણ વાળી બેકિંગ ટ્રે બહાર કાઢી ઠંડી થવા દો
ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ મૂકો , હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ ,લીલા મરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો
ત્યારબાદ તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખી એક બે ચમચી ખાંડ ને 1 ચમચી લીંબુ નો રસ ને ચપટી મીઠું નાખી પાણીને ઉકાળો , પાણી ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘારને પીસ કરેલા ખમણ પર બરોબર રેડિયો તો તૈયાર છે ખમણ ઢોકળા
NOTES
બેસન નું મિશ્રણ બનાવવા માટે પાણી વધુ ઓછું લાગી સકે છે
ખમણ ઢોકળા બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dharmis Kitchen ને Subscribe કરજો
મિત્રો આપણે નાસ્તા માં પૌવા તો ખાતા જ હોઈએ પણ આજે આપણે નાગપુર માં ખવાતી રીત મુજબ પૌવા સાથે તરી પણ સીખસુ. તો ચાલો શીખીએ તરી પૌવા બનાવવાની રીત ,Tarri poha banavani rit, Tarri poha recipe in Gujarati
તરી પૌવા બનાવવા જરૂરી સામગ્રી
તરી માટે જરૂરી સામગ્રી
૨ કપ દેશી ચણા (૮-૧૦ કલાક પલાળેલા)
ડુંગળી ના પેસ્ટ માટે જરૂરી સામગ્રી
મીઠું સ્વાદાનુસાર
૨ ચમચા તેલ
૧/૩ કપ સૂકા નારિયળ ના ટુકડા
૨-૩ ડુંગળી સુધારેલી
૫-૬ કળી લસણ
૧ ઇંચ આદુ સુધારેલું
૧ તજ નો ટુકડો
૪-૫ લવિંગ
૪-૬ કાળા મરી
તરી ના વઘાર માટે જરૂરી સામગ્રી
જીરૂં ૧ ચમચી
રાઈ ૧ ચમચી
૨-૩ તમાલપત્ર
હિંગ ૧ ચમચી
હળદર પાઉડર ૧/૨ ચમચી
લાલ મરચું પાઉડર ૪ ચમચા
ધાણા પાઉડર ૧ ચમચો
જીરૂ પાઉડર ૧ ચમચી
૨ ચમચા કાળો ગરમ મસાલો
મીઠું સ્વાદાનુસાર
૧ મુઠ્ઠી લીલા ધાણા સમારેલા
ગરમ પાણી ૧-૧.૫ લીટર
૧ ચમચી આમચૂર પાઉડર
અડધા કાપેલા ૧૦-૧૨ ટામેટા
પૌવા માટે જરૂરી સામગ્રી
૨ કપ પૌવા
તેલ ૧ ચમચો
રાઈ જીરું ૧ ચમચી
લીમડા ના પાન ૧૨-૧૫ મીઠા
લીલા મરચાં ૧-૨
સિંગા ના દાણા ૧/૪ કપ
ડુંગળી સુધારેલી ૧/૨ કપ
૧/૨ ચમચી હળદર પાઉડર
ખાંડ ૧ ચમચી
મીઠું સ્વાદાનુસાર
૧-૨ બટેટાં બાફી ને સુધારેલા
લીંબુ નો રસ ૧ ચમચી
લીલા ધાણા સમારેલા ૧ ચમચો
૧ કપ ચેવડો ( સર્વ કરવા)
Tarri poha recipe in Gujarati
તરી બનાવવા ની રીત
તરી બનાવવા માટે તમારે દેશી ચણા ને ૮-૧૦ કલાક પહેલા પલાળી દો. ચણા પલળી જાય એટલે તેને ધોઈ ને એક કુકર માં નાખી ૪ ગણું પાણી ઉમેરીને અને સ્વાદ મુજબ મીઠું નાખી ને ૩-૪ સીટી વાગે ત્યાં સુધી મધ્યમ તાપે ચઢવા દો.
ચણા બફાઈ ત્યાં સુધી આપણે તરી માટેની ડુંગળી ની પેસ્ટ બનાવી લઈએ
ડુંગળી ની પેસ્ટ બનાવવા ની રીત
એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં નારિયળ ના ટુકડા નાખી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સેકાઇ જાય એટલે તેમાં લસણ , આદુ, તજ, લવિંગ , મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર સેકો.
હવે ગેસ બંધ કરી મિશ્રણ ને થડું થવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને એક મિક્સર જારમાં પીસી લો. ડુંગળી ની પેસ્ટ તૈયાર છે.
હવે આપણે તરી માટેનો વઘાર કરસુ.
તરી ના વઘાર ની રીત
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું, તમાલપત્ર નાખો. રાઈ તતડે એટલે એમાં હિંગ, હળદર , લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, જીરું પાઉડર,
કાળો ગરમ મસાલો નાખી શેકો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી દો પેસ્ટ નાખ્યા પછી તેમાંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો. પછી તેમાં સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી લો.
પછી તેમાં ચણા બાફવા માં વધેલું પાણી અને બીજું ૧-૧.૫ લીટર પાણી ઉમેરીને બરાબર હલાવો. હવે તેના ૨૦ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. પછી તેમાં આમચૂર પાઉડર અને વચ્ચે થી અડધા કાપેલા ટામેટા નાખી ૧૦ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. તૈયાર છે તરી.
હવે આપણે પૌવા બનાવશું.
પૌવા બનાવવા ની રીત
સૌ પ્રથમ પૌવા ને એક ચારણી માં લઇ પાણી થી વ્યવસ્થિત રીતે ધોઈ લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નાખો. રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચાં, સીંગા ના દાણા નાખો. સિંગ ના દાણા સિકાઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને હળદર પાઉડર નાખી ડુંગળી ને સાતડો. પછી તેમાં ખાંડ ,મીઠું, અને બાફેલા બટેટા નાખી સેકો. હવે તેમાં પૌવા અને લીંબુ નો રસ અને સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી ને એક મિનિટ સેકો. તૈયાર છે મસ્ત પૌવા.
હવે આપણે તરી પૌવા સર્વ કરવા હોય ત્યારે સૌ પ્રથમ એક પ્લેટ માં પૌવા લઈ તેના પર ચેવડો ભભરાવી ઉપર ચણા ની તરી રેડી સર્વ કરો.
મસ્ત તીખા ચટાકેદાર તરી પૌવા ની મજા માણો.
Tarri poha banavani rit | Tarri poha recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તરી પૌવા બનાવવાની રીત
તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati | Tarri poha banavani rit
આપણે નાગપુર માં ખવાતી રીત મુજબ પૌવા સાથે તરી પણ સીખસુ. તો ચાલો શીખીએ તરી પૌવા બનાવવાની રીત , Tarri poha recipe in Gujarati,Tarri poha banavani rit gujarati ma
4.60 from 5 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Ingredients
ડુંગળી ના પેસ્ટ માટે જરૂરીસામગ્રી
2ચમચા તેલ
⅓ કપ સૂકા નારિયળ નાટુકડા
2-3 ડુંગળી સુધારેલી
5-6 કળી લસણ
1 ઇંચ આદુ સુધારેલું
1 નો ટુકડો
4-5 લવિંગ
4-6 કાળા મરી
મીઠું સ્વાદાનુસાર
તરી ના વઘાર માટે જરૂરી સામગ્રી
1 ચમચી
1ચમચીરાઈ
2-3તમાલપત્ર૨-૩
1ચમચીહિંગ
½૧/૨ હળદર પાઉડર
4ચમચાલાલ મરચું પાઉડર
1ચમચોધાણા પાઉડર
1જીરૂ પાઉડર ૧ ચમચી
2 ચમચા૨ ચમચા કાળો ગરમ મસાલો
મીઠું સ્વાદાનુસાર
1 મુઠ્ઠી મુઠ્ઠી લીલા ધાણાસમારેલા
1-1.5લીટરગરમ પાણી
1 ચમચી આમચૂર પાઉડર
10-12 ટામેટાઅડધા કાપેલા
પૌવા માટે જરૂરી સામગ્રી
2 કપ પૌવા
1ચમચોતેલ
1રાઈ જીરું
12-15મીઠાલીમડા ના પાન
1-2લીલા મરચાં
¼કપસિંગા ના દાણા ૧/૪
½કપડુંગળી સુધારેલી ૧/૨ કપ
½ ચમચી હળદર પાઉડર
1 ચમચી ખાંડ ૧ ચમચી
ચમચી મીઠું સ્વાદાનુસાર
1-2૧-૨ બટેટાં બાફી નેસુધારેલા
1 ચમચી લીંબુ નો રસ
1 ચમચોલીલા ધાણા સમારેલા
1કપ ચેવડો ( સર્વ કરવા)
Instructions
તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati
તારી પૌવા બનાવવા અપને પેલે તારી બનાવવાની રીત,ડુંગળી ની પેસ્ટ બનાવવાની રીત,તરી ના વઘાર ની રીત પહેલા શીખીશું
તરી બનાવવા ની રીત
તરી બનાવવા માટે તમારેદેશી ચણા ને ૮-૧૦ કલાક પહેલા પલાળી દો. ચણા પલળી જાય એટલે તેને ધોઈ ને એક કુકર માંનાખી ૪ ગણું પાણી ઉમેરીને અને સ્વાદ મુજબ મીઠું નાખી ને ૩-૪ સીટી વાગે ત્યાં સુધીમધ્યમ તાપે ચઢવા દો.
ચણા બફાઈ ત્યાં સુધી આપણેતરી માટેની ડુંગળી ની પેસ્ટ બનાવી લઈએ
ડુંગળી ની પેસ્ટ બનાવવાની રીત
એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં નારિયળ ના ટુકડા નાખી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ડુંગળીનાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સેકાઇ જાય એટલે તેમાં લસણ , આદુ, તજ, લવિંગ , મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર સેકો.
હવે ગેસ બંધ કરી મિશ્રણ નેથડું થવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને એક મિક્સર જારમાં પીસી લો. ડુંગળી નીપેસ્ટ તૈયાર છે.
હવે આપણે તરી માટેનો વઘારકરસુ.
તરી ના વઘાર ની રીત
એક કડાઈ માં તેલ ગરમ કરવામૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , જીરું, તમાલપત્ર નાખો. રાઈ તતડેએટલે એમાં હિંગ, હળદર , લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, જીરું પાઉડર,
કાળો ગરમ મસાલો નાખીશેકો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી દો પેસ્ટ નાખ્યા પછી તેમાંથી તેલ છૂટે ત્યાંસુધી શેકો. પછી તેમાં સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી લો.
પછી તેમાં ચણા બાફવા માંવધેલું પાણી અને બીજું ૧-૧.૫ લીટર પાણી ઉમેરીને બરાબર હલાવો. હવે તેના ૨૦ મિનિટસુધી ધીમા તાપે ચડવા દો. પછી તેમાં આમચૂર પાઉડર અને વચ્ચે થી અડધા કાપેલા ટામેટાનાખી ૧૦ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. તૈયાર છે તરી.
હવે આપણે પૌવા બનાવશું.
પૌવા બનાવવા ની રીત
સૌ પ્રથમ પૌવા ને એક ચારણીમાં લઇ પાણી થી વ્યવસ્થિત રીતે ધોઈ લો.
હવે એક કડાઈમાં તેલ ગરમકરી તેમાં રાઈ જીરું નાખો. રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચાં, સીંગા ના દાણા નાખો. સિંગ ના દાણા સિકાઈ જાય એટલે તેમાંસમારેલી ડુંગળી અને હળદર પાઉડર નાખી ડુંગળી ને સાતડો. પછી તેમાં ખાંડ ,મીઠું, અને બાફેલા બટેટા નાખી સેકો. હવે તેમાં પૌવા અને લીંબુ નો રસ અને સમારેલા લીલાં ધાણા નાખી બરાબર હલાવી ને એકમિનિટ સેકો. તૈયાર છે મસ્ત પૌવા.
હવે આપણે તરી પૌવા સર્વકરવા હોય ત્યારે સૌ પ્રથમ એક પ્લેટ માં પૌવા લઈ તેના પર ચેવડો ભભરાવી ઉપર ચણા નીતરી રેડી સર્વ કરો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ફરાળી કચોરી મિત્રો આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે તેમના વાર તહેવાર વ્રત-ઉપવાસ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે તેમાં હિન્દુઓમાં ખાસ વ્રત-તહેવારો મા ઉપવાસ, ફરાળ, એકટાણા ની રીત જોવા મળે છે તેમાં પણ ફરાળમાં વિવિધતા હોય છે સાબુદાણાની ખીચડી, ફરાળી કચોરી, ફરાળી શાક ખાતા હોય છે તો આજે આપણે એમાંની જ એક વાનગી ફરાળી કચોરી બનાવવાની રીત શીખીશું,farali kachori banavani rit, farali kachori recipe in Gujarati.
ફરાળી કચોરી બનાવવા જરૂરી સામગ્રી
તરવા માટે તેલ
સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી
¼ કપ લીલા નારિયલ/સૂકા નારિયલ નું છીણ
¼ કપ શેકેલા સીંગદાણા નો ભૂકો
2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
2-3 ચમચી મોરો માવો
8-10 કીસમીસ
2-3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
8-10 કાજુ ના કટકા
½ ચમચી લીંબુ નો રસ
½ ચમચી ખાંડ
સ્વાદ મુજબ મીઠું
કચોરી માટે જરૂરી સામગ્રી
3-4 બટાકા બાફેલા
1 ચમચી શેકેલું જીરું
સ્વાદ મુજબ મીઠું
½ કપ આરા લોટ/સાવ નો લોટ
Farali kachori recipe in Gujarati
કચોરી બનાવવા સૌપ્રથમ તેના સ્ટફિંગ માટે એક વાસણમાં નારિયેળનું છીણ ,શેકેલી સીંગનો ભૂકો, સુધારેલા લીલા ધાણા ,આદુ મરચાની પેસ્ટ ,કાજુના કટકા, કીસમીસ, મોરો માવો, સ્વાદ પ્રમાણે મીઠું ,ખાંડ ,લીંબુ નાખી બધું બરોબર મિક્સ કરી લો
હવે ઉપરનું કોટિંગ બનાવવા સૌ પ્રથમ બટાકાને બાફી ત્યારબાદ મેસર વડે મેસ બરાબર પેસ્ટ તૈયાર કરી લો ,ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલું જીરું, ૧ થી ૨ ચમચા આરાલોટ અથવા સાવ નો લોટ નાખી મિક્સ કરી લો
હવે બટાકાના મિશ્રણના નાના નાના ભાગ કરી હાથમાં થોડું તેલ લગાડી બટાકા નો માવો લઈ હથેળી વડે ગોળ કરી સહેજ દબાવી પેડા જેમ કરી વચમાં નારીયલ વાળો સ્ટફિંગ મૂકો
ધીમા હાથે ફરીથી ગોળા વાળી કચોરી તૈયાર કરી લો ,કચોરી તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે અંદર મૂકેલું સ્ટફિંગ બારે ના નીકળી જાય
આમ બધી જ કચોરી તૈયાર થઇ જાય એટલે તેમને આરા લોટ માં બધી બાજુ કોટિંગ કરી લોબધી કચોરી તૈયાર થઇ જાય એટલે એક બાજુ મૂકી દો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે બે ત્રણ બે ત્રણ કચોરી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી બધી બાજુ તળી લો
બધી જ કચોરી તળાઈ જાય એટલે તેને આમલીની ચટણી અથવા લીલી ચટણી અથવા મીઠા દહીં સાથે ગરમાગરમ પીરસો
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maithili’s Kitchen ને Subscribe કરજો
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.