Home Blog Page 136

દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati

દરેક ગુજરાતી ને પંજાબી ભોજન ખુબજ પસંદ આવતું હોય છે તેમાં પણ દાલ મખની –દાળ મખની  એ પંજાબી વાનગી મા એક અલગ સ્થાન ધરાવે છે તો ચાલો આજે શીખીએ દાલ મખની રેસીપી, દાલ મખની બનાવવાની રીત – dal makhani banavani rit, dal makhani recipe in Gujarati

દાલ મખની બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ કપ કાળી દાળ( આખા અડદ ની દાળ)
  • રાજમાં ૧ મુઠ્ઠી
  • મીઠું ૧ ચમચી

દાળ તડકા ના પહેલા તડકા માટે જરૂરી સામગ્રી

  • ૨ ચમચા ઘી
  • સુધારેલી ૨ ડુંગળી
  • આદુ – લસણ ની પેસ્ટ ૨ ચમચી
  • ૩-૪ ટામેટા ની પ્યુરી
  • મીઠું ૧/૨ ચમચી
  • લાલ મરચું ૧/૨ ચમચી
  • લીલા ધાણા સમારેલા ૨-૩ ચમચી
  •  ધાણા પાવડર ૨ ચમચા
  • જીરું પાઉડર ૧ ચમચો
  • ગરમ મસાલો ૧ ચમચો

દાળ તડકા ના બીજા તડકા માટે જરૂરી સામગ્રી

  • માખણ ૨ ચમચા
  • લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી
  • લીલા ધાણા સમારેલા ૨-૩ ચમચી
  • ફ્રેશ ક્રીમ ૨-૩ ચમચા

Dal makhani recipe in Gujarati

દાળ બાફવા માટે ની રીત

સૌ પ્રથમ દાળ ને અને રાજમાં ને ૮-૧૦ કલાક પહેલા પલાળી રાખો.

દાળ પલળી જાય એટલે તેને ધોઈ ને  એક કુકર માં નાખી ૩-૪ ગણું પાણી અને મીઠું નાખી ને ગેસ પર મૂકો એક સીટી વાગે પછી ગેસ ધીમો કરી ૧૦ મિનિટ સુધી ચડવા દો પછી ગેસ બંધ કરી દો.

દાળ તડકા બનાવવાની પ્રથમ રીત  

એક કડાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો, હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા ની પેસ્ટ નાખી અને મીઠું નાખીને ચડવા દો. ટામેટા ઘી છોડવા લાગે પછી તેમાં લાલ મરચું ધાણા સમારેલા નાખી મિક્સ કરો.

પછી તેમાં બાફેલી દાળ અને રાજમાં નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ધાણા પાઉડર, જીરું પાઉડર, અને ગરમ મસાલો નાખી ને ૫ -૬ મિનિટ ધીમા તાપે ચડવા દો.

દાળ મખની ને તળકા દેવાની રીત બીજી

એક વઘરીયા/ કડાઈ માં ૨ ચમચા માખણ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર નાખી ગેસ બંધ કરી દાળ મખની માં આ વઘાર નાખી ને દાળ નો ગેસ બંધ કરી લીલા ધાણા સમારેલા નાખી ને હલાવી લો. ઉપર થી ફ્રેશ ક્રીમ નાખી ને સજાવો.

તૈયાર છે મસ્ત દાલ મખની રેસીપી.

Dal makhani banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swaad Anusaar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દાલ મખની બનાવવાની રીત

દાલ મખની બનાવવાની રીત - dal makhani recipe in gujarati - dal makhani banavani rit - દાલ મખની રેસીપી

દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

ચાલો આજે શીખીએ દાલ મખની રેસીપી, દાલ મખની બનાવવાની રીત , dal makhani banavani rit, dal makhani recipe in Gujarati
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
shocking time: 7 hours
Total Time: 7 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

દાલ મખની બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાળી દાળ( આખા અડદ ની દાળ)
  • 1 મુઠ્ઠી રાજમાં
  • 1 ચમચી મીઠું

દાળ તડકા ના પહેલા તડકા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચા ઘી
  • 2 સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ – લસણ ની પેસ્ટ
  • 3-4 ટામેટા ની પ્યુરી
  • ½ ચમચી મીઠું
  • ½ ચમચી લાલ મરચું
  • 2-3 ચમચી લીલા ધાણા સમારેલા
  • 2 ચમચા  ધાણા પાવડર
  • 1 ચમચો જીરું પાઉડર
  • 1 ચમચો ગરમ મસાલો

દાળ તડકા ના બીજા તડકા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચા માખણ ૨
  • ½ ચમચી લાલ મરચું પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સમારેલા
  • 2-3 ચમચા ફ્રેશ ક્રીમ

Instructions

દાલ મખની બનાવવાની રીત – Dal makhani recipe in Gujarati – dal makhani banavani rit

  • નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવાથી જડપથી અને સ્વાદિષ્ટ દાલ મખની બનશે

દાલ મખની ની દાળ બાફવા માટે ની રીત

  • સૌ પ્રથમ દાળ ને અને રાજમાં ને ૮-૧૦ કલાક પહેલા પલાળી રાખો.
  • દાળ પલળી જાય એટલે તેને ધોઈ ને  એક કુકર માં નાખી ૩-૪ ગણું પાણી અને મીઠું નાખીને ગેસ પર મૂકો એક સીટી વાગે પછી ગેસ ધીમો કરી ૧૦ મિનિટ સુધી ચડવા દો પછી ગેસ બંધકરી દો.

દાળ તડકા બનાવવાની પ્રથમ રીત  

  • એક કડાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખી અને મીઠું નાખીને ચડવા દો. ટામેટા ઘી છોડવા લાગે પછી તેમાં લાલમરચું ધાણા સમારેલા નાખી મિક્સ કરો.
  • પછી તેમાં બાફેલી દાળ અને રાજમાં નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં ધાણા પાઉડર,જીરું પાઉડર, અનેગરમ મસાલો નાખી ને ૫ -૬ મિનિટ ધીમા તાપે ચડવા દો.

દાળ મખની ને તળકા દેવાની રીત બીજી

  • એક વઘરીયા/ કડાઈ માં ૨ ચમચા માખણ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર નાખી ગેસ બંધ કરી દાળ મખની માં આ વઘાર નાખી ને દાળ નો ગેસ બંધ કરી લીલા ધાણા સમારેલા નાખી ને હલાવી લો.
  • ઉપર થી ફ્રેશ ક્રીમ નાખી ને સજાવો તૈયાર છે મસ્ત દાળ મખની.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ખારા પુડલા બનાવવાની રીત, પુડલા ને ઘણા લોકો ચિલ્લા તરીકે પણ ઓળખતા હોય છે અલગ-અલગ રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખાતા હોય છે. પુડલા બે પ્રકારના બનતા હોય છે ખરા પુડલા અને મીઠા પુડલા. ચોમાસાની ઋતુ આવતા જ ગુજરાતીઓના ઘરમાં સવારના કે સાંજના નાસ્તામાં પુડલા બનતા હોય છે અને વધારે પડતા ખારા અને મીઠા બંને એકસાથે બનતા હોય છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે આપણે આજે ખારા પુડલા બનાવશો જે બેસન માંથી બને છે અને મીઠા પુડલા છે ઘઉંના લોટ માંથી બને છે પહેલાના સમયમાં પુડલા બનાવવા અને એને ઉથલાવવા ઘણું ડિફિકલ્ટ કામ ગણાતું પરંતુ હાલ નોન સ્ટીક તવી ના કારણે ઉથલાવવા એકદમ સરળ હોય છે તો ચાલો આજે બનાવતા શીખો ખારા પુડલા, khara pudla recipe in gujarati,khara pudla banavani rit gujarati ma,khara pudla banavani recipe

ખારા પુડલા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 કપ
  • ડુંગળી જીની સુધારેલ ½ કપ
  • ટામેટા જીના સુધારેલા ½ કપ
  • કેપ્સીકમ છીણેલું ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • 1-2 લીલા મરચા જીના સુધારેલ
  • આદુ છીણેલું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ½ લીંબુ નો રસ
  • શેકવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Khara pudla recipe in Gujarati

ખારા પુડલા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં એક કપ બેસન લ્યો , તેમાં અજમો, હળદર,છીણેલું આદું,  સુધારેલ ડુંગરી ,ટમેટા , કેપ્સિકમ, ધાણા, મીઠું નાખી બરાબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ નાખી મિક્સ કરો ,હવે તેમાં થોડું પાણી ઉમેરી જઈ મીડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો (આ મિશ્રણ તૈયાર કરવા આશરે 1 કપ જેટલું પાણી ની જરૂર પડે છે)

તૈયાર મિશ્રણને દસથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો ,હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ મૂકો તેમાં તેલ લગાડી દયો અને ગેસનો તાપ સાવ ધીમો કરી કડછી વડે કે વાટકી વડે મિશ્રણ તવી પર નાખી બરોબર ફેલાવી ને પાતળો પુડલા કરી નાખો

હવે મિશ્રણની ધીમે તાપે ચડવા દો ,ઉપરની બાજુ  બિલકુલ ચડી જાય એટલે તેના પર બ્રશ વડે તેલ લગાડી તેને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લો , આમ બધાજ પુડલા એક એક કરીને ધીમે તાપે બનાવી લો , આ પુડલાને લીલી ચટણી સાથે પીરસી શકાય છે

khara pudla banavani rit notes

  • નોન સ્ટીક તવી માં બનાવતા હોય તેલ ન નાખો તો પણ ચાલે

ખારા પુડલા બનાવવાની રીત | Khara pudla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khara pudla banavani recipe

ખારા પુડલા બનાવવાની રીત - khara pudla recipe in gujarati - khara pudla banavani rit gujarati ma - khara pudla banavani recipe

ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit

આપણે આજે ખારા પુડલા બનાવવાની રીત જે બેસન માંથી બને છે ,khara pudla recipe in gujarati, khara pudla banavani rit gujarati ma,khara pudla banavani recipe
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 નોન સ્ટીક તવી

Ingredients

ખારા પુડલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બેસન1
  • ½ કપ ડુંગળી જીણી સુધારેલ
  • ½ કપ ટામેટા જીણા સુધારેલા
  • ½ કપ કેપ્સીકમ છીણેલું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 જીણા સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી આદુ છીણેલું 1
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ½ લીંબુ નો રસ
  • શેકવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

ખારા પુડલા બનાવવાની રીત – khara pudla recipe in gujarati – khara pudla banavani rit

  • ખારા પુડલા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં એક કપ બેસન લ્યો
  • તેમાં અજમો, હળદર,છીણેલું આદું,  સુધારેલ ડુંગરી ,ટમેટા , કેપ્સિકમ, ધાણા,મીઠું નાખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ નાખી મિક્સ કરો
  • હવે તેમાં થોડું પાણી ઉમેરી જઈ મીડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો (આ મિશ્રણ તૈયાર કરવા આશરે1 કપ જેટલું પાણી ની જરૂર પડે છે)
  • તૈયાર મિશ્રણને દસથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો
  • હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ મૂકો તેમાંતેલ લગાડી દયો અને ગેસનો તાપ સાવ ધીમો કરી કડછી વડે કે વાટકી વડે મિશ્રણ તવી પર નાખી બરોબર ફેલાવી ને પાતળો પુડલા કરી નાખો
  • હવે મિશ્રણની ધીમે તાપે ચડવા દો ,ઉપરની બાજુ  બિલકુલ ચડી જાય એટલેતેના પર બ્રશ વડે તેલ લગાડી તેને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લો
  • આમ બધાજ પુડલા એક એક કરીને ધીમે તાપે બનાવીલો , આ પુડલાને લીલી ચટણી સાથે પીરસી શકાય છે

khara pudla banavani rit notes

  • નોન સ્ટીક તવી માં બનાવતા હોય તેલ ન નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું  મીઠા પુડલા. એમ કહેવાય છે કે પુડલા પહેલાના વખતમાં ઘણા બધા બનતા કેમકે તે ઓછા તેલ તથા ઓછા ઘી માં બને છે અને આગળના જમાનામાં મિષ્ટાન ખાવાનું ઘણો બધો ક્રેઝ હતો  પરંતુ બધા માટે ઘણા ઘી નો ઉપયોગ કરવો સકય ન હતું જેથી લોકો ઓછા ઘીમાં બનતી વાનગીઓ બનાવતાં જેમાં ની એક છે ઘઉંના મીઠા પુડલા. મીઠા પુડલા ઘણા લોકો ગોળથી તો ઘણા ખાંડથી બનાવતા હોય છે આજે આપણે ગોળ માંથી બનતા મીઠાપુર બનાવીશું તો ચાલો શીખીએ મીઠા પુડલા બનાવવાની રીત, pudla banavani rit, mitha pudla recipe, meetha pudla recipe in Gujarati.

મીઠા પુડલા બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠા પુડલા બનાવવા જરૂરી સામગ્રી
  • ઘઉં નો લોટ 1 કપ
  • સુધારેલ ગોળ ½ કપ
  • એલચી નો ભૂકો 1 ચમચી
  • વરિયાળી નો ભૂકો 1-2 ચમચી
  • પાણી 1 કપ

Meetha pudla recipe in Gujarati

ઘઉંના મીઠા પુડલા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો , તેમાં અડધો કપ સુધારેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ચડાવો ,ત્યારબાદ ગેસ બંધ કરી દો અને મિશ્રણને નવશેકું ઠંડું થવા દો

હવે એક બીજા એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં એલચીનો ભૂકો અને વરિયાળી નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો , ત્યારબાદ તેમાં ગોળ વાળુ નવશેકુ પાણી ગાડી ને બરોબર મિક્સ કરતા જાવ મિક્સ કરતા વખતે ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન બને

હવે તૈયાર મિશ્રણને ઢાંકણ ઢાંકી અડધો કલાકથી કલાક એક બાજુ મૂકી દો, અડધા મિશ્રણ ને એક વાર બરોબર મિક્સ કરી લ્યો , ગેસ પર નોન સ્ટીક તવી ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એમાં કડછી વડે અથવા વાટકી વળે મિશ્રણ રેડી નાખો મિશ્રણ પોતાની રીતે ફેલાય એટલું જ ફેલવું વધુ પાતળું ના કરવું

1-2  મિનિટ ફૂલ તાપે પ્રથમ પુડલામાં જારી પડે એટલે કે કાણા પડે ત્યાં સુધી ફૂલ તાપે ચડાવો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી ધીમા  તાપે ચડાવો , ઉપરની બાજુ બરોબર ચડી જાય એટલે તેના પર એકાદ ચમચી ઘી/તેલ રેડી બીજી બાજુ પણ શેકી લો

આમ એક પછી એક બધા જ પુડલા  શેકી તૈયાર લેવા ,મીઠા પુડલા ને તમે દહીં સાથે પીરસી શકો છો

NOTES

મીઠાશ તમારી મરજી મુજબ ઓછી વધુ કરી સકો છો

એલચી કે વરિયાળી ન નાખવી હોય તો ના નાખો તો પણ ચાલે

Meetha Pudla banavani rit | mitha pudla recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Silver Spoon Hiru’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મીઠા પુડલા બનાવવાની રીત

મીઠા પુડલા બનાવવાની રીત - pudla banavani rit - meetha pudla recipe in gujarati - mitha pudla recipe

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit

આજે આપણે ગોળ માંથી બનતા મીઠા પુડલા બનાવીશું તો ચાલો શીખીએ મીઠા પુડલા બનાવવાની રીત, pudla banavani rit, mitha pudla recipe, meetha pudla recipe in gujarati.
3.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • નોન સ્ટીક તવી

Ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • સુધારેલ ગોળ ½ કપ
  • એલચીનો ભૂકો 1 ચમચી
  • વરિયાળીનો ભૂકો 1-2 ચમચી
  • પાણી1 કપ

Instructions

મીઠા પુડલા બનાવવાની રીત – meetha pudla recipe in gujarati – pudla banavani rit

  • ઘઉંના મીઠા પુડલા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એકવાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો
  • તેમાં અડધો કપ સુધારેલો ગોળ નાખી ગોળ ઓગળે ત્યાંસુધી ચડાવો ,ત્યારબાદ ગેસ બંધ કરી દો અનેમિશ્રણને નવશેકું ઠંડું થવા દો
  • હવે એક બીજા એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાંએલચીનો ભૂકો અને વરિયાળી નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ગોળ વાળુ નવશેકુ પાણી ગાડી નેબરોબર મિક્સ કરતા જાવ મિક્સ કરતા વખતે ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ન બને
  • હવે તૈયાર મિશ્રણને ઢાંકણ ઢાંકી અડધો કલાકથીકલાક એક બાજુ મૂકી દો, અડધા મિશ્રણ ને એક વાર બરોબરમિક્સ કરી લ્યો
  • ગેસ પર નોન સ્ટીક તવી ગરમ મૂકો તવી ગરમ થાયએટલે એમાં કડછી વડે અથવા વાટકી વળે મિશ્રણ રેડી નાખો મિશ્રણ પોતાની રીતે ફેલાય એટલુંજ ફેલવું વધુ પાતળું ના કરવું
  • 1-2 મિનિટ ફૂલ તાપે પ્રથમ પુડલામાં જારી પડે એટલે કે કાણા પડે ત્યાંસુધી ફૂલ તાપે ચડાવો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી ધીમા  તાપે ચડાવો
  • ઉપરની બાજુ બરોબર ચડી જાય એટલે તેના પર એકાદચમચી ઘી/તેલ રેડી બીજી બાજુ પણ શેકી લો
  • આમ એક પછી એક બધા જ પુડલા  શેકી તૈયાર લેવા ,મીઠા પુડલા ને તમે દહીં સાથે પીરસી શકો છો

Notes

મીઠાશ તમારી મરજી મુજબ ઓછી વધુ કરી સકો છો
એલચી કે વરિયાળી ન નાખવી હોય તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત.  ચાઈનીઝ વાનગીઓ માં ફ્રાઈડ રાઈસ,સ્પ્રિંગ રોલ, ગ્રેવી મન્ચુરિયન, ડ્રાય મન્ચુરિયન જે વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે પરંતુ વધારે પડતાં ડ્રાય મન્ચુરિયન બધાને ખૂબ જ ભાવતા હોય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીશું ડ્રાય મંચુરિયન બનાવવાની રીત,Dry manchurian banavani rit,dry manchurian recipe in Gujarati

Dry Manchurian recipe in Gujarati

ડ્રાય મંચુરિયન બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ગાજર છીણેલું
  • 1 કપ પાનગોબી છીણેલી
  • 2-3 ચમચી બીન્સ જીની સુધારેલ
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સુધારેલું
  • 2-3 ચમચી લીલી ડુંગળી ના પાન
  • ½ ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2-3 ચમચી મેંદો
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

ડ્રાય મંચુરિયન ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ¼ કપ જીની સુધારેલ ડુંગરી
  • ¼ કપ જીના સમારેલા કેપ્સીકમ
  • 2 ચમચી વિનેગર
  • 2 ચમચી સોયા સોસ
  • 3 ચમચી રેડ ચીલી સોસ
  • 2 ચમચી ટોમેટો કેચઅપ
  • ½ ચમચી મરી ભૂકો
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Dry Manchurian recipe in Gujarati

મનચુરીયન બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સૌ પ્રથમ છીણેલું ગાજર ,છીણેલી કોબી, સાવ જીની સુધારેલ બિન્સ, જીના સુધારેલા કેપ્સીકમ ,લસણની પેસ્ટ ,આદુની પેસ્ટ , જીની સુધારેલ બેથી ત્રણ ચમચી લીલી ડુંગરી ના પાન અથવા સુખી ડુંગરી , મેંદો,  કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેના નાના ગોળા કરી લો ,ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ,બધા જ ગોળા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી કાઢી લો ,

હવે વઘાર માટે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી સાંતળો , ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ને 1-2 ચમચી કેપ્સીકમ નાખી 2 થી 3 મિનિટ શેકો

ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ ,રેડ ચીલી સોસ ,ટોમેટો સોસ અને સ્વાદ મુજબ થોડું મીઠું ને મરી ભૂકો નાખી બરોબર મિક્સ કરો , પછી તેમાં પા કપ જેટલું પાણી નાખી બધી જ સામગ્રીને બેથી ત્રણ મિનિટ ચડાવો,ત્યારબાદ તેમાં જે મન્ચુરિયન બોલ તારી ને રાખ્યા છે તે નાખો અને હળવા હાથે બધું જ મિક્સ કરી લો

છેલ્લે સર્વિસમાં પીરસતી વખતે ઉપરથી લીલી ડુંગળીના પાન છાંટી ગરમાગરમ સોસ સાથે પીરસો ડ્રાય મંચુરિયન

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | Dry manchurian banavani rit

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત - ડ્રાય મંચુરિયન બનાવવાની રીત - Dry manchurian recipe in Gujarati - Dry manchurian banavani rit

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | Dry manchurian recipe in Gujarati | Dry manchurian banavani rit

આજે આપણે બનાવતા શીખીશું ડ્રાય મંચુરિયન બનાવવાની રીત, Dry manchurian banavani rit,Dry manchurian recipe in Gujarati
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

ડ્રાય મંચુરિયન બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ગાજર છીણેલું
  • 1 કપ પાનગોબી છીણેલી
  • 2-3 ચમચી બીન્સ જીની સુધારેલ
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સુધારેલું
  • 2-3 ચમચી લીલી ડુંગળી ના પાન
  • ½ ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2-3 ચમચી મેંદો
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

ડ્રાય મંચુરિયન ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ¼ કપ જીની સુધારેલ ડુંગરી
  • ¼ કપ જીના સમારેલા કેપ્સીકમ
  • 2 ચમચી ચમચી વિનેગર
  • 2 ચમચી સોયા સોસ
  • 3 ચમચી રેડ ચીલી સોસ
  • 2 ચમચી 2 ચમચી ટોમેટો કેચઅપ
  • ½ ચમચી ½ ચમચી મરી ભૂકો
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | Dry manchurian recipe in Gujarati | Dry manchurian banavani rit

  • મનચુરીયન બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સૌપ્રથમ છીણેલું ગાજર ,છીણેલી કોબી, સાવ જીની સુધારેલ બિન્સ, જીના સુધારેલા કેપ્સીકમ,લસણની પેસ્ટ ,આદુની પેસ્ટ , જીની સુધારેલ બેથી ત્રણ ચમચી લીલી ડુંગરી ના પાન અથવા સુખી ડુંગરી, મેંદો,  કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેના નાના ગોળાકરી લો ,ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ,બધા જ ગોળા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી કાઢી લો
  • હવે વઘાર માટે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટનાખી સાંતળો
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ને 1-2 ચમચી કેપ્સીકમ નાખી 2 થી 3મિનિટ શેકો
  • ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ ,રેડ ચીલી સોસ ,ટોમેટો સોસ અને સ્વાદ મુજબ થોડું મીઠું ને મરી ભૂકો નાખી બરોબર મિક્સ કરો
  • પછી તેમાં પા કપ જેટલું પાણી નાખી બધી જ સામગ્રીનેબેથી ત્રણ મિનિટ ચડાવો,ત્યારબાદ તેમાં જે મન્ચુરિયનબોલ તારી ને રાખ્યા છે તે નાખો અને હળવા હાથે બધું જ મિક્સ કરી લો
  • છેલ્લે સર્વિસમાં પીરસતી વખતે ઉપરથી લીલી ડુંગળીનાપાન છાંટી ગરમાગરમ સોસ સાથે પીરસો ડ્રાય મંચુરિયન

Notes

જો લીલી ડુંગરી ના હોય તો સુખી ડુંગરી વાપરી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

ઘરે જલ્દી થી નાસ્તો બનાવવાની ઈચ્છા થાય ત્યારે  જટપટ બની જતી વાનગી સોજી નો ઉપમા બનાવવાની રીત અમે લાવ્યા છીએ જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ, upma banavani rit, upma recipe in gujarati

ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ કપ સોજી
  • ૨ ચમચા તેલ
  • રાઈ ૧ ચમચી
  • ચણા દાળ ૧/૨ ચમચી
  • અડદ દાળ ૧/૨ ચમચી
  • ૧ સૂકું લાલ મરચું
  • ૬-૭ મીઠા લીમડા ના પાન
  • ૧/૨ ડુંગળી સુધારેલી
  • ૨ લીલા મરચા સુધારેલા
  • ૧ ઇંચ આદુ સુધારેલું
  • ૩ કપ પાણી
  • ખાંડ ૧/૨ ચમચી
  • મીઠું ૧/૨ ચમચી
  • ૧ ચમચી ઘી
  • ૧/૨ લીંબુ નો રસ
  • ૨ ચમચા સમારેલા લીલાં ધાણા

Upma recipe in Gujarati

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.

રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો, હવે તેમાં સમારેલા લીલાં મરચાં, આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.

એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો, લીલા ધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો

ઉપમા બનાવવાની રીત કેવી લાગી જરૂર થી જણાવજો

ઉપમા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Upma banavani rit | ઉપમા બનાવવાની રીત

ઉપમા બનાવવાની રીત - upma banavani rit - upma recipe in Gujarati

ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati

જટપટ બની જતી વાનગી સોજી નો ઉપમા બનાવવાની રીત અમે લાવ્યા છીએ જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ, upma banavani rit, upma recipe in Gujarati
5 from 2 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ સોજી
  • 2 ચમચા તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી ચણાદાળ
  • ½ ચમચી અડદ દાળ
  • 1 સૂકું લાલ મરચું
  • 6-7 મીઠા લીમડા ના પાન
  • ½ સુધારેલી ડુંગળી
  • 2 સુધારેલા ૨ લીલા મરચા
  • 1 ઇંચ આદુ સુધારેલું
  • 3 કપ પાણી
  • ½ ચમચી ખાંડ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી ઘી
  • ½ લીંબુ નો રસ
  • 2 ચમચા સમારેલા લીલાં ધાણા

Instructions

ઉપમા બનાવવાની રીત | upma banavani rit | upma recipe in Gujarati

  • સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાંસુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
  • રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
  • હવે તેમાં સમારેલા લીલાં મરચાં,આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
  • એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધીધીમા તાપે ચડવા દો.
  • લીલાધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in Gujarati

નમસ્તે મિત્રો ,આજે આપણે ઘણી બધી વ્યક્તિ મેં મુજ્વતો પ્રશ્ન ફાડા લાપસી કેવી રીતે બનાવવાની તેનું નિરાકરણ કરવા ગોળ ની  ફાડા લાપસી બનાવવાની રીત લાવ્યા છીએ. આ એક ગુજરાતી વાનગી છે અને ગુજરાત માં ફાડા લાપસી નું ખુબ જ મહત્વ છે . આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવા જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ ઘી
  • ૧ કપ ઘઉં ના ફાડા
  • ૪ કપ પાણી
  • ૧ તજ નો ટુકડો
  • ૨ એલચી
  • ૩ લવિંગ
  • ૧૦ નંગ કાજુ ના ટુકડા
  • ૫-૬ બદામ ના ટુકડા
  • ૧ કપ ગોળ
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૨ ચમચી ખસખસ- કાજુ – પિસ્તા – બદામ ની કતરણ( સજાવા માટે)

ફાડા લાપસી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકો , ગેસ ની આંચ મધ્યમ તાપે રાખવી.

ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ, કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બે મિનિટ બરાબર સેકો, ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણી નાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે

 બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ , બધું પાણી નાખી દીધા બાદ તેને  એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવે એટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.

વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈ માં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો , ગોળ નાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો.

હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ, પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.

Fada lapsi recipe in Gujarati | ફાડા લાપસી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fada lapsi banavani rit | લાપસી બનાવવાની રીત

ફાડા લાપસી બનાવવાની રીત - Fada lapsi recipe in gujarati - Fada lapsi banavani rit

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati
3.75 from 4 votes
Prep Time: 5 minutes
Cook Time: 45 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Ingredients

ગોળની ફાડા લપસી બનાવવા જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ ઘી
  • ૧ કપ ઘઉં ના ફાડા
  • ૪ કપ પાણી
  • ૧ તજ નો ટુકડો
  • ૨ એલચી
  • ૩ લવિંગ
  • ૧૦ નંગ કાજુ ના ટુકડા
  • ૫-૬ બદામ ના ટુકડા
  • ૧ કપ ગોળ
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૨ ચમચી ખસખસ, કાજુ, પિસ્તા, બદામ ની કતરણ( સજાવા માટે)

Instructions

ફાડા લાપસી બનાવવાની રીત – લાપસી બનાવવાની રીત – Fada lapsi recipe in gujarati – Fada lapsi banavani rit

  • લાપસી બનાવવાની રીત મા સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર નાથાય ત્યાં સુધી શેકો.
  • ગેસની આંચ મધ્યમ તાપે રાખવી.
  • ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ,કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બેમિનિટ બરાબર સેકો.
  • ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણીનાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
  •  બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરીગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ.
  • બધું પાણી નાખી દીધા બાદ તેને  એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવેએટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
  • વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈમાં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો
  •  ગોળનાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો
  • હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ,પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit

તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પીઝા. પીઝા નું નામ આવતા જ નાનાથી મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પીઝા ખાવા ની જેટલી મજા આવતી હોય છે પરંતુ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે ઘરે બહાર જેવા પીઝા આપણે બનાવી ન શકીએ પણ આજે આપણે બનાવતા શીખીશું ઈસ્ટ વગર ઓવન વગર પીઝા તો ચાલો શીખીએ તવા પીઝા બનાવવાની રીત, Tawa pizza recipe in Gujarati,Tawa pizza banavani rit.

તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼  કપ મેંદો
  • 1-2 ચમચી સોજી
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¾  ચમચી સોડા
  • 2 ચમચી દહીં
  • ½ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ

પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • ટામેટા 2 કપ જીના સમારેલા
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • જીણી સુધારેલ ½ ડુંગરી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ½ મરી પાઉડર
  • 2-3 પાન બ્રેજિલ

ટોપિંગ માટે જરૂરી સામગ્રી

  • ડુંગરી ½ સુધારેલ
  • કેપ્સીકમ  ½  સુધારેલ
  • ટમેટા  ½  સુધારેલ
  • મશરૂમ ના કટકા ¼ કપ
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઓરેગાનો ½ ચમચી
  • તેલ 1 ચમચી
  • 1 ½ કપ મોઝરેલા ચીઝ

Tawa pizza recipe in Gujarati

તવા પીઝા નો બેઝ બનાવવાની રીત

પીઝાનો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદો સોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો , ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો

ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટ લોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકી દો

તવા પીઝા નો સોસ બનાવવાની રીત

પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ નાખો

ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો , તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો

ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢી ત્યાં સુધી ચડાવો , ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવા દો

મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનો અધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો

તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત                               

પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો

ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો શેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો , અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી ના સાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો

હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝા નો  બેસ( રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો , ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો

હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથી ત્રણ મિનિટ ચડાવો , પછી તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેને ઉથલાવી લ્યો

હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદ તેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો , ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો

તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝા કટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો

NOTES

  • પીઝા બેઝ ને હેલ્થી બનાવવા મેંદા સાથે ઘઉં નો લોટ ,ઓટ્સ નો લોટ પણ વાપરી સકો છો
  • બ્રેજિલ ના પાન ના  હોય તો તેની જગ્યાએ તુલસીના પાન પણ લઈ શકો છો અથવા બ્રેજીલ નો ઉપયોગ ટાળી શકો છો
  •  જો તમે મશરૂમના ના ખાતા હોવ તો મશરૂમને પણ ટાળી શકો છો
  •  તેમજ તમને મનગમતા ટોપિગ કરી સકો છો
  •  ઓલિવ કે જેલિપીનોસ પણ મૂકી સકો છો

Tawa pizza banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

તવા પીઝા બનાવવાની રીત

તવા પીઝા બનાવવાની રીત - Tawa pizza banavani rit - tawa pizza recipe in Gujarati

તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati

યીસ્ટ અને ઓવન વગર તવા પીઝા બનાવવાની રીત જે ખુબજ સરળ છે,Tawa pizza banavani rit , Tawa pizza recipe in Gujarati
4.86 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
backing time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 નોન સ્ટીક પેન

Ingredients

તવા પીઝા બનાવવા જરૂરી સામગ્રી

  •  કપ મેંદો
  • 1-2 ચમચી સોજી
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¾  ચમચી સોડા
  • 2 ચમચી દહીં
  • ½ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ

તવા પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ટામેટા જીણા સમારેલા
  • 1 ચમચી લસણ પેસ્ટ
  • 1 ચમચી ઓરેગાનો
  • ½ જીણી સુધારેલ ડુંગરી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ મરી પાઉડર
  • 2-3 પાન બ્રેજિલ

ટોપિંગ માટે જરૂરી સામગ્રી

  • ½ સુધારેલ ડુંગરી
  • ½  કેપ્સીકમ સુધારેલ
  • ½  ટમેટા સુધારેલ
  • ¼ કપ મશરૂમના કટકા
  • ચમચી મરી પાઉડર ¼
  • ચમચી ઓરેગાનો ½ ચમચી
  • ચમચી તેલ1 ચમચી
  • 1 ½ કપ મોઝરેલા ચીઝ

Instructions

તવા પીઝા બનાવવાની રીત | Tawa pizza banavani rit | tawa pizza recipe in Gujarati

  • તવા પીઝા બનાવવા ખુબજ સરળ છે ફક્ત નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરો અને સરળતાથી પીઝા બનાવો

તવા પીઝા નો બેઝ બનાવવાની રીત

  • પીઝા નો બેઝ બનાવવાના સૌ પ્રથમ એક વાસણમાં મેંદોસોજી મીઠું,બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા ,ખાંડ નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખીમીડીયમ નરમ લોટ બાંધી લો હવે બાંધેલા લોટને પાંચથી સાત મિનિટ હાથ વડે મસળો
  • ત્યારબાદ તેલ વાળા હાથ કરી ફરી બે ત્રણ મિનિટલોટ ને મસળો ત્યાર બાદ મસળેલા લોટની એક વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુમૂકી દો

તવા પીઝા નો સોસ બનાવવાની રીત

  • પીઝાનો સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાંબે-ત્રણ ચમચી તેલ ગરમ કરો
  • તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સનાખો
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી બેથીત્રણ મિનિટ શેકો
  • ત્યારબાદ તેમાં ડુંગળી નાખો ડુંગળીને બે-ત્રણ મિનિટ શેક્યા બાદ તેમાં મીઠું ઓરેગાનો, મરીનો ભૂકો અને બ્રેઝર ના પાન નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ અડધો કપ પાણી નાખી ટમેટા અધકચરા ચઢીત્યાં સુધી ચડાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને થોડું ઠંડુ થવાદો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેનોઅધકચરો પેસ્ટ બનાવી તૈયાર કરી લો તૈયાર સોસ ને એક બાજુ મૂકી દો

તવા પીઝા નું ટોપિંગ બનાવવાની રીત                                  

  • પીઝાના ટોપિંગ માટે એક કઢાઈમાં એક ચમચી તેલગરમ કરો
  • તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલી ડુંગળી, કેપ્સીકમ ,મશરૂમ , ટમેટા નાખી ફુલ તાપે બેથી ત્રણ મિનિટ શેકો
  • ત્યારબાદ તેમાં મરી પાવડર ,ઓરેગાનો અને સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યોશેકેલા ટોપીંગ ને એક વાસણમાં કાઢી લ્યો
  • અડધો કલાક બાદ બાંધેલા લોટમાંથી તમારી તવી નાસાઈઝ પ્રમાણે નાના મોટા લુઆ બનાવી લ્યો
  • હવે એક લુવો લઈ હાથ વડે અથવા વેલણ વડે પીઝાનો  બેસ(રોટલો) તૈયાર કરો અને તેમાં કાટા ચમચી થી કા કરો
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈ અથવા તવી ગરમ કરો ગરમથાય એટલે ગેસ ધીમો કરી તેને તેલ વડે ગ્રીસ કરો
  • હવે તૈયાર રોટલાની તેના પર મૂકો રોટલો બેથીત્રણ મિનિટ ચડાવો
  • હવે તેને ઉપરની બાજુ પર થોડું તેલ લગાડી તેનેઉથલાવી લ્યો
  • હવે ઉપરની બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાડો ત્યારબાદતેના પર મોઝરેલા ચીઝ છાંટો ત્યારબાદ તેના પર શેકીને એક બાજુ મુકેલ ટોપિંગ મૂકો
  • ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ઢાંકણઢાંકી ચારથી પાંચ મિનિટ અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી પીઝા ને ચડાવો
  • તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ ડીશમાં કાઢી પીઝાકટર વડે કટકા કરી પીઝાનો આનંદ માણો

Notes

પીઝા બેઝ ને હેલ્થી બનાવવા મેંદા સાથે ઘઉં નો લોટ ,ઓટ્સ નો લોટ પણ વાપરી સકો છો
બ્રેજિલ ના પાન ના  હોય તો તેની જગ્યાએ તુલસીના પાન પણ લઈ શકો છો અથવા બ્રેજીલ નો ઉપયોગ ટાળી શકો છો
 જો તમે મશરૂમના ના ખાતા હોવ તો મશરૂમને પણ ટાળી શકો છો
 તેમજ તમને મનગમતા ટોપિગ કરી સકો છો
 ઓલિવ કે હલિપીનોસ પણ મૂકી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit

ગાર્લિક બ્રેડ બનાવવાની રીત| કુકરમા ગાર્લિક બ્રેડ બનાવવાની રીત | Stuffed garlic bread recipe in Gujarati