Home Blog Page 131

રસગુલ્લા બનાવવાની રીત | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન રસગુલ્લા બનાને કી રેસિપી, રસગુલ્લા કૈસે બનાતે હૈ ના નિરાકરણ માટે,  આપણે રસગુલા – રસગુલ્લા બનાવવાની રીત રેસીપી શીખીશું. રસગુલ્લા આમ તો બંગાળી મીઠાઈ છે પરંતુ સર્વે ને ભાવતી મીઠાઈ છે જે ખુબજ ઓછી સામગ્રી માંથી બનતા ને એકદમ સહેલા છે તો ચાલો રસગુલ્લાની રેસીપી, rasgulla banavani rit, rasgulla recipe in gujarati શીખીએ.

રસગુલ્લા બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 1 કિલો
  • ખાંડ 500 ગ્રામ
  • 1 લીંબુ નો રસ
  • મેંદો 1 ચમચી
  • પાણી 1 લીટર
  • 1-2 એલચી

રસગુલ્લા બનાવવાની રીત

રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક લીટર દૂધ ગરમ કરવા મૂકો ,દૂધ ગરમ ત્યાં સુધીમાં એક વાટકામાં ૧ લીંબુનો રસ નીચોવી લો રસ જેટલું પાણી નાખી લીંબુના રસને ડાયલૂંટ કરી લ્યો

હવે દૂધ ઉકળવા માંડે એટલે ગેસ બંધ કરી ગેસ પર થી નીચે ઉતરી દૂધને  બે મિનિટ ઠંડુ થવા દો , બે મિનીટ પછી થોડો થોડો કરીને લીંબુના રસ વાળુ પાણી નાખતા જાવ અને ધીમે ધીમે હલાવતા જાવ દૂધ અને પાણી બંને છૂટા કરી લ્યો

હવે એક ચારણીમાં મલ મલ નું કપડું મૂકી તેમાં તૈયાર પનીર વાળુ પાણી નાખી પનીર પાણી અલગ કરી લ્યો , ત્યાર બાદ તેમાં એકથી બે ગ્લાસ ઠંડુ પાણી નાખી પનીર ઠંડુ કરો જેથી પનીર ઘણું ટાઇટ ન થાય લીંબુની ખટાશ તેમાંથી નીકળી જાય આમ 1-2 વાર પાણી નાખી પનીર ધોઇ લેવું

ત્યારબાદ ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં 1 લીટર જેટલું પાણી નાખી ફૂલ તાપે હલાવતા જઈ ખાંડ ઓગળી લ્યો ને ઉકળવા મુકો , હવે તૈયાર પનીરને એકવાર બે-ત્રણ વાર નીચોવી લો ત્યારબાદ વજન રાખી પાંચ મિનિટ નીતરવા મૂકો

પાંચ મિનિટ બાદ પનીરને કપડામાંથી કાઢી મોટી થાળીમાં લ્યો, થાળીમાં લીધા બાદ તેને હાથ વડે બે-ત્રણ મિનિટ મસળો , ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો અથવા આરા લોટ ઉમેરી ફરીથી ચાર પાંચ મિનિટ મોડો મસળી લ્યો

પનીર મસળી ને એકદમ સ્મુધ થઈ જાય એટલે તેની હથેળી વડે નાની નાની ગોળીઓ બનાવી લો , ગોળી બનાવતા વખતે ધ્યાન રાખો કે તેમાં ક્યાંક ક્રેક ના રહી જાય

હવે તૈયાર ગોળીઓ ને એક એક કરીને ગેસ પર ફૂલ તાપે ઉકળતી ખાંડની ઉકળતાં ચાસણીના પાણીમાં નાખતા જાઓ, બધી ગોળીઓ નખાઈ જાય ત્યારબાદ પાંચ-સાત મિનિટ ફુલ તાપે ઉકળવા દો

ત્યારબાદ થોડી હવા નીકળે તે રીતે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ ચડાવો, પછી ઢાંકણ ખોલી બધીજ ગોળીઓ ને હલકા હાથે ચમચા વડે હલાવી ને ઉથલાવી લેવી ,  ત્યાર બાદ ફરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ફુલ તાપે ચડાવો

પછી ગેસ બંધ કરી ચાસણીમાં એક કપ ગરમ પાણી નાખો જેથી ચાસણી ઘટ્ટ ના રહે , હવે રસગુલ્લા ઠંડા થવા એક્સાઈડ મૂકી દેવા, રસગુલ્લા ઠંડા થઈ જાય એટલે તેને ફ્રીઝ માં મૂકી ઠંડા કરો અને ઠંડા થઇ જાય એટલે મજા માણો ઠંડા ઠંડા  રસગુલ્લા

NOTES

દૂધની ફાળવવા માટે તમે લીંબુ દહીં નો ઉપયોગ કરી શકો છો

રસગુલ્લા ચડતા હોય ત્યારે જો ચાસણી ઘટ્ટ થઈ ગઈ હોય એવું લાગે તો તેમાં કપ અડધો કપ જેટલો ગરમ પાણી નાખી ચાસણી ફરીથી પાતળી કરી લેવી જેથી કરીને ચાસણી રસગુલા માં અંદર સુધી જાય

ખાંડની ચાસણી જુઓ પહેલી લાગતી હોય તે કચરાવાળી લાગતી હોય તો તેમાં એક બે ચમચી દૂધ નાખી ચમચી વડે બધો જ કચરો કાઢી શકો છો

Rasgulla banavani rit | રસગુલ્લા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Taste Unfold ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rasgulla recipe in gujarati

રસગુલ્લા બનાવવાની રીત - rasgulla banavani rit - rasgulla recipe in gujarati - રસગુલ્લાની રેસીપી - રસગુલ્લા બનાને કી રેસિપી - રસગુલ્લા કૈસે બનાતે હૈ

રસગુલ્લા બનાવવાની રીત | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

રસગુલ્લા આમ તો બંગાળી મીઠાઈ છે પરંતુ સર્વેને ભાવતી મીઠાઈ છે જે ખુબજ ઓછી સામગ્રી માંથી બનતા ને એકદમ સહેલા છે તો ચાલો,રસગુલા-રસગુલ્લા બનાવવાની રીત રેસીપી, rasgulla banavani rit, rasgulla recipe in gujarati શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

રસગુલ્લા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો દૂધ
  • 500 ગ્રામ ખાંડ
  • 1 લીંબુ નો રસ
  • 1 ચમચી મેંદો
  • 1 લીટર પાણી
  • 1-2 એલચી

Instructions

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલ્લાની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

  • રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક લીટર દૂધગરમ કરવા મૂકો
  • દૂધ ગરમ ત્યાં સુધીમાં એક વાટકામાં ૧ લીંબુનોરસ નીચોવી લો રસ જેટલું પાણી નાખી લીંબુના રસને ડાયલૂંટ કરી લ્યો
  • હવે દૂધ ઉકળવા માંડે એટલે ગેસ બંધ કરી ગેસ પરથી નીચે ઉતરી દૂધને  બે મિનિટ ઠંડુ થવા દો
  • બે મિનીટ પછી થોડો થોડો કરીને લીંબુના રસ વાળુપાણી નાખતા જાવ અને ધીમે ધીમે હલાવતા જાવ દૂધ અને પાણી બંને છૂટા કરી લ્યો
  • હવે એક ચારણીમાં મલ મલ નું કપડું મૂકી તેમાંતૈયાર પનીર વાળુ પાણી નાખી પનીર પાણી અલગ કરી લ્યો
  • ત્યાર બાદ તેમાં એકથી બે ગ્લાસ ઠંડુ પાણી નાખીપનીર ઠંડુ કરો જેથી પનીર ઘણું ટાઇટ ન થાય લીંબુની ખટાશ તેમાંથી નીકળી જાય આમ 1-2 વાર પાણી નાખી પનીર ધોઇ લેવું
  • હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં 1 લીટર જેટલું પાણી નાખી ફૂલ તાપે હલાવતા જઈ ખાંડ ઓગળી લ્યોને ઉકળવા મુકો
  • હવે તૈયાર પનીરને એકવાર બે-ત્રણ વાર નીચોવી લો ત્યારબાદ વજન રાખી પાંચ મિનિટ નીતરવા મૂકો
  • પાંચ મિનિટ બાદ પનીરને કપડામાંથી કાઢી મોટીથાળીમાં લ્યો
  • થાળીમાં લીધા બાદ તેને હાથ વડે બે-ત્રણ મિનિટ મસળો
  • ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો અથવા આરા લોટઉમેરી ફરીથી ચાર પાંચ મિનિટ મોડો મસળી લ્યો
  • પનીર મસળી ને એકદમ સ્મુધ થઈ જાય એટલે તેની હથેળીવડે નાની નાની ગોળીઓ બનાવી લો
  • ગોળી બનાવતા વખતે ધ્યાન રાખો કે તેમાં ક્યાંકક્રેક ના રહી જાય
  • હવે તૈયાર ગોળીઓ ને એક એક કરીને ગેસ પર ફૂલતાપે ઉકળતી ખાંડની ઉકળતાં ચાસણીના પાણીમાં નાખતા જાઓ
  • બધી ગોળીઓ નખાઈ જાય ત્યારબાદ પાંચ-સાત મિનિટ ફુલ તાપે ઉકળવા દો
  • ત્યારબાદ થોડી હવા નીકળે તે રીતે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ ચડાવો
  • પછી ઢાંકણ ખોલી બધીજ ગોળીઓ ને હલકા હાથે ચમચાવડે હલાવી ને ઉથલાવી લેવી
  •  ત્યાર બાદ ફરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ફુલ તાપે ચડાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી ચાસણીમાં એક કપ ગરમ પાણીનાખો જેથી ચાસણી ઘટ્ટ ના રહે
  • હવે રસગુલ્લા ઠંડા થવા એક્સાઈડ મૂકી દેવા
  • રસગુલ્લા ઠંડા થઈ જાય એટલે તેને ફ્રીઝ માં મૂકીઠંડા કરો અને ઠંડા થઇ જાય એટલે મજા માણો ઠંડા ઠંડા  રસગુલ્લા

rasgulla recipe notes

  • દૂધની ફાળવવા માટે તમે લીંબુ દહીં નો ઉપયોગ કરી શકો છો
  • રસગુલ્લા ચડતા હોય ત્યારે જો ચાસણી ઘટ્ટ થઈ ગઈ હોય એવું લાગે તો તેમાં કપ અડધો કપ જેટલો ગરમ પાણી નાખી ચાસણી ફરીથી પાતળી કરી લેવી જેથી કરીને ચાસણી રસગુલા માં અંદર સુધી જાય
  • ખાંડની ચાસણી જુઓ પહેલી લાગતી હોય તે કચરાવાળી લાગતી હોય તો તેમાં એક બે ચમચી દૂધ નાખી ચમચી વડે બધો જ કચરો કાઢી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

ચોખાની ખીર બનાવવાની રીત | ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati language

દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit

ઘણા લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન દુધી ના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત રેસીપી બતાવો,  એકદમ પોચા અને ટેસ્ટી દુધી ના મુઠીયા બનાવવાની રીત લવ્યા છીએ જે ઘર ના દરેક વ્યક્તિ ને પસંદ આવશે ,dudhi na muthiya banavani rit, dudhi na muthiya gujarati recipe, dudhi muthiya recipe in gujarati language.

દુધી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી ૪ ગ્લાસ
  • દૂધી ૨૫૦ ગ્રામ
  • લીલા ધાણા ૧/૪ કપ સુધારેલા
  • આદું મરચાં લસણ ની પેસ્ટ ૧.૫ ચમચો
  • ખાંડ ૧ ચમચો
  • મીઠું ૧.૫ ચમચી
  • હિંગ ૧/૪ ચમચી
  • હળદર પાઉડર ૧/૨ ચમચી
  • ધાણજીરૂ પાઉડર ૧ ચમચી
  • વરિયાળી ૧ ચમચી
  • ૧/૨ લીંબુ નો રસ
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • ૧/૨ કપ ચણા નો લોટ
  • ૧ ચમચો તેલ ( મોણ માટે)
  • ૧/૪  કપ જુવાર / જાર નો લોટ

મુઠીયા ના વઘાર માટે જરૂરી  સામગ્રી

  • તેલ ૨-૩ ચમચી
  • રાઈ ૧ ચમચી
  • સફેદ તલ ૧ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • ૧ સૂકું લાલ મરચું
  • ૫-૬ મીઠા લીમડા ના પાન
  • લીલા ધાણા ૨-૩ ચમચી સુધારેલા

દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit

સૌપ્રથમ ગેસ પર એક એવું વાસણ મુકવું કે જેમાં તમે ચારણી અથવા જારી વારો વાસણ મૂકી મુઠીયા બાફી શકો. આ વાસણમાં ચાર ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠીયા ની લોટની તૈયારી કરી લઈએ.

એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ,લીલા સુધારેલા ધાણા, ખાંડ, મીઠું, હિંગ, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, વળીયારી, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ, ચણાનો લોટ, એક ચમચો તેલ, ૧/૪ કપ જુવારનો લોટ નાખી વ્યવસ્થિત લોટ બાંધી લેવો.

જો જરૂરત પડે તો જ વધારે લોટ નાખો.

હવે બાંધેલા લોટને સિલિન્ડર આકાર જેવા મુઠીયા વારી લેવા અને ગેસ પર ગરમ કરવા મૂકી રાખેલા વાસણ માં ચારણી માં મુઠીયા બાફવા મૂકવા.

 શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. ૨૫ મિનિટ પછી ગેસ બંધ કરી દો. અને ચાલુ થી ચેક કરી લો બરાબર બફાઈ ગયા છે.

બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા. જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા.

દુધી ના મુઠીયા વઘારવાની રીત | dudhi na muthiya vagharvani rit

એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ, લીમડા ના પાન,સૂકું લાલ મરચું નાખો અને તેમાં બાફેલા મુઠીયા ના કટકા નાખી બરાબર હલાવી લો.

જો તમને ક્રીસ્પી મુઠીયા કરવા હોય તો ૨-૩ મિનિટ ધીમા સેકવા.

હવે તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરીને ચટણી સાથે પીરસો.

Dudhi muthiya recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દુધી ના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત રેસીપી | dudhi na muthiya recipe in gujarati language

દુધી ના મુઠીયા બનાવવાની રીત - dudhi na muthiya banavani rit - દુધી ના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત રેસીપી - મુઠીયા બનાવવાની રીત રેસીપી - dudhi muthiya recipe in gujarati

દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati | dudhi na muthiya recipe in gujarati language

એકદમ પોચા અને ટેસ્ટી દુધી ના મુઠીયા બનાવવાની રીત લવ્યા છીએ જે ઘર ના દરેક વ્યક્તિ ને પસંદ આવશે,dudhi na muthiya banavani rit, dudhi na muthiya gujarati recipe, dudhi muthiya recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

દુધી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી ૪ ગ્લાસ
  • દૂધી ૨૫૦ ગ્રામ
  • લીલા ધાણા ૧/૪ કપ સુધારેલા
  • આદું મરચાં લસણ ની પેસ્ટ ૧.૫ ચમચો
  • ખાંડ ૧ ચમચો
  • મીઠું ૧.૫ ચમચી
  • હિંગ ૧/૪ ચમચી
  • હળદર પાઉડર ૧/૨ ચમચી
  • ધાણ જીરૂ પાઉડર ૧ ચમચી
  • વરિયાળી ૧ ચમચી
  • ૧/૨ લીંબુ નો રસ
  • ઘઉં નો લોટ ૧/૨ કપ
  • ૧/૨ કપ ચણા નો લોટ
  • ૧ ચમચો તેલ ( મોણ માટે)
  • ૧/૪  કપ જુવાર / જાર નો લોટ

મુઠીયાના વઘાર માટે જરૂરી સામગ્રી

  • તેલ ૨-૩ ચમચી
  • રાઈ ૧ ચમચી
  • સફેદ તલ ૧ચમચી
  • હિંગ ૧ ચપટી
  • ૧ સૂકું લાલ મરચું
  • ૫-૬ મીઠા લીમડા ના પાન
  • લીલા ધાણા ૨-૩ ચમચી સુધારેલા

Instructions

દુધી ના મુઠીયા બનાવવાની રીત – dudhi na muthiya banavani rit – dudhi muthiya recipe in gujarati – dudhi na muthiya recipe in gujarati language

  • સૌ પ્રથમ ગેસ પર એક એવું વાસણ મુકવું કે જેમાં તમે ચારણી અથવા જારી વારો વાસણ મૂકી મુઠીયા બાફી શકો. આ વાસણમાં ચાર ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠીયા ની લોટની તૈયારી કરી લઈએ.
  • એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ,લીલા સુધારેલા ધાણા, ખાંડ, મીઠું, હિંગ, હળદર પાવડર,ધાણાજીરું પાવડર, વળીયારી, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ, ચણાનો લોટ, એક ચમચો તેલ, ૧/૪ કપ જુવાર નો લોટ નાખી વ્યવસ્થિત લોટ બાંધી લેવો.
  • જો જરૂરત પડે તો જ વધારે લોટ નાખો.
  • હવે બાંધેલા લોટને સિલિન્ડર આકાર જેવા મુઠીયા વારી લેવા અને ગેસ પર ગરમ કરવા મૂકી રાખેલાવાસણ માં ચારણી માં મુઠીયા બાફવા મૂકવા.
  •  શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. ૨૫ મિનિટ પછીગેસ બંધ કરી દો. અને ચાલુ થી ચેક કરી લો બરાબરબફાઈ ગયાછે.
  • બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા. જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા.

દુધી ના મુઠીયા વઘારવાની રીત | dudhi na muthiya vagharvani rit

  • એકકડાઈ માં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ,હિંગ, લીમડા ના પાન,સૂકું લાલ મરચું નાખો અને તેમાં બાફેલા મુઠીયા ના કટકા નાખી બરાબર હલાવી લો.
  • જો તમને ક્રીસ્પી મુઠીયા કરવા હોય તો ૨-૩ મિનિટ ધીમા સેકવા.
  • હવે તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરીને ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ના ભજીયા બનાવાની રેસીપી | ડુંગળી ના પકોડા બનાવવાની રીત | dungri na pakoda banavani rit | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati

ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | કચોરી બનાવવાની રીત | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે ઘણા લોકો ને મુજ્વતો પ્રશ્ન કચોરી કેવી રીતે બનાવાય ? – કચોરી કેવી રીતે બનાવવાની અને ઘણા લોકો કચોરી બનાવતા શીખવાડો ની રીક્વેસ્ટ કરે છે તો આપણે નિરાકરણ કરીશું ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી શીખીશું . કચોરી આમ તો રાજસ્થાનની વધારે પ્રખ્યાત છે પરંતુ હવે રાજસ્થાન સિવાય બીજા રાજ્યોમાં પણ કચોરી ખાવાના શોખીનો ઘણા વધી ગયા છે આજકાલ અલગ અલગ પ્રકારની ઘણી કચોરી બજારમાં મળતી હોય છે જેમકે સુકી કચોરી, ડુંગળી વાળી કચોરી, બટાકા વાળી કચોરી ,મીઠી કચોરી , મગની દાળની કચોરી . આજે આપણે ટ્રેડિશનલ મગદાળની ખસતા કચોરી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોઈશું, khasta kachori banavani rit gujarati ma, khasta kachori recipe in gujarati.

ખસ્તા કચોરી બનાવવા જરૂરી સામગ્રી

તરવા માટે તેલ

કચોરી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ પિગડેલું ઘી
  • ½ ચમચી અજમો
  • 2 કપ મેંદો નો લોટ
  • ½ ચમચી મીઠું
  • જરૂર મુજબ પાણી

કચોરી નું પુરણ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ½ કપ 2-3 કલાક પલાળેલી ફોતરા વગરની મગ દાળ
  • બેસન 4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ખાંડ પીસેલી 1 ½ ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી

khasta kachori banavani rit gujarati ma

કચોરી નો લોટ બાંધવા ની રીત

ખસતા કચોરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું ને હાથ વડે મસડેલ અજમો ઉમેરો , ત્યાર બાદ તેમાં પીગળેલું ઘી નાખી બંને હાથ વડે બરોબર મસળીને ઘી અને મેદાની મિક્સ કરી લ્યો

મેંદો ને ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હાથ વડે મૂઠી વારી લીધા બાદ લોટ છૂટો ન પડે એટલું હોય તો બરોબર નહિતર થોડું ઘી નાખી મસળી લેવો

ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટને ચાર પાંચ મિનિટ હાથ વડે મસળો ત્યાર બાદ ભીનું કપડું નિતારી તેના પર ઢાંકી એક બાજુ મૂકી દો

કચોરી નું પુરણ બનાવવાની રીત  | કચોરી નો મસાલો બનાવવાની રીત

પલાળેલી મગ દાળ નું બધુ પાણી નિતારી ને મિક્સરમાં અધ્ધ કચરી પીસી લેવી , સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરો

ત્યારબાદ તેમાં આખા ધાણા ,વરીયાળી નાખી શેકો, ત્યારબાદ તેમાં બેસન નાખી શેકો , બેસન શેકાવા ની સુગંધ આવે એટલે તેમાં લાલ મરચાનો ભૂકો, મરી પાઉડર, ધાણા-જીરુનો ભૂકો, ગરમ મસાલો, સંચળ નાખી બધા મસાલા શેકી લો

ત્યારબાદ પીસેલી મગદાળ નાખી બરોબર મિક્સ કરો , હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખો, કસૂરી મેથી ને હાથમાં મસળી નાખી દેવી

ત્યારબાદ  હિંગને પાણીમાં પલાળી એ પાણી નાખો ,ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો

તૈયાર મસાલા ની બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો પુરાણ બરોબર ઠંડુ થઈ જવા દેવું , ત્યારબાદ બાંધેલા લોટને ફરીથી ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળી જે સાઈઝ ની કચોરી બનાવી હોય એ સાઈઝના લુવા બનાવી લો

હવે એક એક લુવા ને આંગળીઓ વડે ફેલાવતા જઈ પુરી આકારનું બનાવી લો એ વાત ધ્યાન રાખવી કે પુરી વચ્ચે થી ઓછી પાતળી કરવી , હવે તૈયાર પુરીમાં તૈયાર કરેલો પૂરણ મૂકી લોટને બધી બાજુથી બરોબર પેક થાય તે રીતે પેક કરી પોટલી બનાવી લેવી

ત્યારબાદ પોટલી ને હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લો, આમ બધી જ કચોરીઓ તૈયાર કરી લો , ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો, તેલ નવશેકુ ગરમ થાય એટલે તેમાં એક એક કરી કચોરી નાખી દયો

કચેરીઓ ને ધીમા તાપે તરવા દેવી ને વારે વારે ના અડવી, કચોરી તરી ને ઉપર આવે એટલે તેને ઉથલાવી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી

તૈયાર કચેરીઓ ને આંબલીની ચટણી, લીલી ચટણી, સેવ, ડુંગળી સાથે ગરમાગરમ પીરસો

NOTES

  • જો કચોરીનો પુરણ ડ્રાય અને તેલ વાળુ બનાવેલું હશે તો તૈયાર કરેલી કસોટીઓ ઘણો લાંબા સમય સુધી પણ રાખી શકશો
  • તેલ ફૂલ તાપ ના રાખવું નહિતર કચોરી ખસતા નહિ બને
  • જો ખાંડ ના નાખવી હોય તો ના નાખવી

ખસ્તા કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khasta kachori recipe in gujarati.

kachori banavani rit gujarati ma - khasta kachori banavani rit - gujarati kachori banavani rit - ખસ્તા કચોરી બનાવવાની રીત - કચોરી બનાવવાની રીત - કચોરી ની રેસીપી

ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

આજે આપણે ટ્રેડિશનલ મગદાળની ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોઈશું, khastakachori banavani rit gujarati ma, khasta kachori recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

ખસ્તા કચોરી બનાવવા જરૂરી સામગ્રી

  • તરવામાટે તેલ

કચોરી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ પિગડેલું ઘી
  • ½ ચમચી અજમો
  • 2 કપ મેંદો નો લોટ
  • ½ ચમચી મીઠું
  • જરૂર મુજબ પાણી

કચોરી નું પુરણ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ½ કપ 2-3 કલાક પલાળેલી ફોતરા વગરની મગ દાળ
  • બેસન 4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજી રુંપાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ખાંડ પીસેલી 1 ½ ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી

Instructions

ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

  • કચોરી બનાવવા આપને નીચેના સ્ટેપ્સ ને ફોલો કરશું

કચોરી નો લોટ બાંધવા ની રીત

  • ખસતા કચોરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું ને હાથ વડે મસડેલ અજમો ઉમેરો
  • ત્યાર બાદ તેમાં પીગળેલું ઘી નાખી બંને હાથ વડે બરોબર મસળીને ઘી અને મેદાની મિક્સ કરી લ્યો
  • મેંદો ને ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હાથ વડે મૂઠી વારી લીધા બાદ લોટ છૂટો ન પડે એટલું હોય તો બરોબર નહિતર થોડું ઘી નાખી મસળી લેવો
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો
  • બાંધેલા લોટને ચાર પાંચ મિનિટ હાથ વડે મસળો ત્યાર બાદ ભીનું કપડું નિતારી તેના પર ઢાંકી એક બાજુ મૂકી દો

કચોરી નું પુરણ બનાવવાની રીત  | કચોરી નો મસાલો બનાવવાની રીત

  • પલાળેલી મગ દાળ નું બધુ પાણી નિતારી ને મિક્સરમાં અધ્ધ કચરી પીસી લેવી
  • સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરો
  • ત્યારબાદ તેમાં આખા ધાણા ,વરીયાળી નાખી શેકો
  • ત્યારબાદ તેમાં બેસન નાખી શેકો
  • બેસન શેકાવા ની સુગંધ આવે એટલે તેમાં લાલ મરચાનો ભૂકો, મરી પાઉડર, ધાણા-જીરુનો ભૂકો, ગરમ મસાલો, સંચળ નાખી બધા મસાલા શેકી લો
  • ત્યારબાદ પીસેલી મગદાળ નાખી બરોબર મિક્સ કરો
  • હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખો, કસૂરી મેથી ને હાથમાં મસળી નાખી દેવી
  • ત્યારબાદ  હિંગને પાણીમાં પલાળી એ પાણી નાખો
  • ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો
  • તૈયાર મસાલા ની બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો પુરાણ બરોબર ઠંડુ થઈ જવા દેવું

કચોરી બનાવવાની રીત | kachori banavani rit

  • ત્યારબાદ બાંધેલા લોટને ફરીથી ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળી જે સાઈઝ ની કચોરી બનાવી હોય એ સાઈઝના લુવા બનાવી લો
  • હવે એક એક લુવા ને આંગળીઓ વડે ફેલાવતા જઈ પુરી આકારનું બનાવી લો એ વાત ધ્યાન રાખવી કે પુરી વચ્ચે થી ઓછી પાતળી કરવી
  • હવે તૈયાર પુરીમાં તૈયાર કરેલો પૂરણ મૂકી લોટને બધી બાજુથી બરોબર પેક થાય તે રીતે પેક કરી પોટલી બનાવી લેવી
  • ત્યારબાદ પોટલી ને હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લો
  • આમ બધી જ કચોરીઓ તૈયાર કરી લો
  • ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો
  • તેલ નવશેકુ ગરમ થાય એટલે તેમાં એક એક કરી કચોરી નાખી દયો
  • કચેરીઓ ને ધીમા તાપે તરવા દેવી ને વારે વારે ના અડવી
  • કચોરી તરી ને ઉપર આવે એટલે તેને ઉથલાવી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
  • તૈયાર કચેરીઓ ને આંબલીની ચટણી, લીલી ચટણી, સેવ, ડુંગળી સાથે ગરમાગરમ પીરસો

Notes

જો કચોરીનો પુરણ ડ્રાય અને તેલ વાળુ બનાવેલું હશે તો તૈયાર કરેલી કસોટીઓ ઘણો લાંબા સમય સુધી પણ રાખી શકશો
તેલ ફૂલ તાપ ના રાખવું નહિતર કચોરી ખસતા નહિ બને
જો ખાંડ ના નાખવી હોય તો ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ના ભજીયા બનાવાની રેસીપી | ડુંગળી ના પકોડા બનાવવાની રીત | dungri na pakoda banavani rit | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

ડુંગળી ના ભજીયા બનાવાની રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ક્રિસ્પી ડુંગરી ના પકોડા બનાવવાની રીત, ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે દરેકના ઘરમાં અલગ-અલગ પ્રકારના ભજીયા ગોલા પકોડા બનતા હોય છે આજે આપણે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ક્રિસ્પી બને એવા ડુંગળીના ક્રિસ્પી પકોડા બનાવતા શીખીશું તો ચાલો બનાવીએ ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી, ડુંગળી ના પકોડા બનાવવાની રીત, dungri na bhajiya banavani rit gujarati ma, dungri na bhajiya recipe in gujarati.

ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | ડુંગરી ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 કપ
  • ચોખાનો લોટ 2-3 ચમચી
  • ડુંગરી 2-3 લાંબી સુધારેલ
  • 1-2 મરચા જીણા સુધારેલ
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ચપટી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ        

ડુંગળી ના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma

સૌપ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો

ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરી લો અને લાંબી સુધારી લેવી

તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો

હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો

બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો

જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો

હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો

હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર

 ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.

dungri na bhajiya banavani video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dindigul Food Court ને Subscribe કરજો

ડુંગળી ના પકોડા બનાવવાની રીત | dungri na bhajiya recipe in gujarati

ડુંગળી ના ભજીયા બનાવાની રેસીપી - ડુંગળી ના પકોડા બનાવવાની રીત - dungri na pakoda banavani rit - dungri na bhajiya banavani rit gujarati ma - dungri na bhajiya recipe in gujarati

ડુંગળીના ભજીયા બનાવાની રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati

ચાલો શીખીએ ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી, ડુંગળી ના પકોડા બનાવવાની રીત , dungri na bhajiya banavani ritgujarati ma, dungri na bhajiya recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 કપ
  • ચોખાનો લોટ 2-3 ચમચી
  • ડુંગરી 2-3 લાંબી સુધારેલ
  • 1-2 મરચા જીણા સુધારેલ
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ચપટી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati

  • સૌ પ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો
  • ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરીલો અને લાંબી સુધારી લેવી
  • તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો
  • હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો
  • બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો
  • જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો
  • હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો
  • હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર
  •  ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | shaadi cake banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે સાદી સિમ્પલ કેક બનાવવાની રીત – shaadi cake banavani rit recipe, મિત્રો કેક નું નામ આવતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે આજકાલ તો કેક બર્થ ડે માં, એનિવર્સરી માં ,એંગેજમેન્ટ માં એમ વિવિધ પ્રસંગોમાં જોવા મળે છે તેમજ એક ને વિવિધ પ્રકારની સજાવટ વાળા કેક પણ ખૂબ જોવા મળે છે પરંતુ આજે આપણે ખુબ જ સરસ રીતે ઘરમાં મળતી વસ્તુઓ માંથી કેક બનાવી તેને ગાર્નીશ કરવાની રીત શીખીશું તો ચાલો બનાવતા શીખીએ કેક બનાવવાની રેસીપી, cake banavani rit gujarati ma, cake recipe in gujarati language.

કેક બેઝ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • મેંદો 1 કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • તેલ ⅓ કપ
  • દહીં ⅓ કપ
  • દૂધ ½ કપ
  • વેનીલા એસેન્શ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ચપટી મીઠું

કેક ના ડેકોરેશન માટે ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી

  • કોકો પાઉડર ⅓ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • દૂધ 1 કપ
  • માખણ 2-3 ચમચી

cake banavani rit gujarati ma | cake recipe in Gujarati

કેક બનાવવાની રીત રેસીપી મા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ મૂકો ,તેમાં એક બે કપ જેટલું મીઠું નાખી બરોબર ફેલાવી નાખવું

ત્યારબાદ તેના પર કાઠો અથવા વાટકો મૂકી દો, (જો કૂકર મૂક્યું હોય તો તેના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી ને ઢાંકવું) કડાઈ પર મોટું વાસણને ઢાંકી દેવુ

ત્યાર બાદ ગેસ ધીમા તાપે ગરમ કરવા મૂકો ,હવે જેમાં કેક બનાવવા નો હોય તે કેક ટીન અથવા તપેલી લ્યો તેમાં નીચે બટર પેપર મૂકો અથવા વાસણને તેલ વડે ગ્રીસ કરી કોરો લોટ છાંટી તૈયાર કરી લો વધારે નો લોટ થપથપાવી કાઢી લ્યો તૈયાર કેટી ને એક બાજુ મૂકી દો

હવે એક વાસણમાં દહીં ,પીસેલી ખાંડ , વેનિલા એસેંશ ,તેલ લઈ બરોબર મિક્સ કરો, ખાંડ બરાબર ઓગળી ત્યારબાદ ચારણીમાં મેંદો, કોકો પાવડર ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બેટર વારા વાસણમાં માં ચારી લ્યો

હવે ચમચા વડે કટ અને ફોલ્ડ કરી કેક ના આ મિશ્રણને બરાબર મિક્સ કરો અથવા ગમે તે એક બાજુ હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરતા જાઓ, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ હળવા હાથે મિક્સ કરતા બધુ દૂધ ઉમેરાઈ જાય અને બરોબર મિક્સ થઈ કરી લ્યો

ત્યારબાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા ટીન માં નાખી દયો, ત્યારબાદ તેમને એક થી બે વખત થપથપાવી લેવું જેથી હવા ના રહે

હવે ગેસ પર મૂકેલ વાસણ નું ઢાંકણ ખોલી તેમાં કેક ના મિશ્રણ વાળું ટીન મૂકી દીધો અને ઢાંકણ ઢાંકી દયો , હવે કેક ને 25થી 30 મિનિટ ધીમા તાપે ચડવા દયો

25 મિનિટ બાદ ટૂથ પિક થી  ચેક કરી લેવું ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયો છે નહિતર બીજી 5 મિનિટ ચડાવો ,કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક વાળું બહાર કાઢી લ્યો

હવે કેક ને ઠંડો થવા એક કપડું ઢાંકી ઠંડુ થવા મૂકી દેવો

 ચોકલેટ  ગનાશ બનાવવાની રીત

કેક બનાવવાની રીત પછી ચોકલેટ ગનાશ બનાવવા સૌ પ્રથમ એક વાસણ કોકો પાવડર અને કોર્ન ફ્લોર ને ચમચી વડે બરાબર મિક્સ કરો , ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરો

હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગંથા ન પડે તેનું ધ્યાન રાખી હલાવતા જાવ , બધું દૂધ નાખી મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ પર ધીમા તાપે આ મિશ્રણને ઘટ્ટ થવા સુધી હલાવતા રહી ચડાવો

મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી માખણ નાંખી બરોબર મિક્સ કરો , ગેસ બંધ કરી ચોકલેટ ગનાસ ને ઠંડો થવા દો

કેક અને ચોકલેટ ગનાશ બંને ઠંડા થઈ જાય એટલે કેક ને ચાકુ વડે પહેલા બધી બાજુ થી ટીન થી અલગ કરી ટિન માંથી બહાર કાઢી લો , ત્યારબાદ કેક ને કોઈ જારીવાળા વાસણમાં કે સ્ટેન્ડ પર મૂકી નીચે મોટી પ્લેટ મૂકી દીધો

હવે કેક પર તૈયાર ચોકલેટ ગનાસ નાખો ગનાસ બધી બાજુ બરોબર લાગે એ વાતનું ધ્યાન રાખવું ,ત્યાર બાદ ચોકલેટ ની કતરણ થી વધારે ગાર્નિશ કરી સકો છો અથવા તમને ગમે એવો સજાવી સકો છો

ત્યારબાદ કેકની એકથી બે કલાક ફ્રીજમાં ઠંડુ થવા દેવું એક બે કલાક બાદ કેક તૈયાર છે તો મજા માણો કેક

cake recipe notes

કેક બનાવવાની રેસીપી મા કેક ચડતો હોય ત્યારે હંમેશા ગેસ ધીમો રાખો નહીંતર ઉપરથી ફાટી જઇ શકે છે

જોકે બરોબર ન ચડ્યો હોય તો ઠંડુ થઇ ગયા બાદ બેસી સકે છે એટલે બરોબર ચડાવો

કેક માં સુગંધ આવવા દેવા માટે વેનિલા એસેન્સ પણ વાપરી શકો છો

સાદી કેક બનાવવાની રીત | સાદી સિમ્પલ કેક બનાવવાની રીત | shaadi cake banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone Can Cook with Dr.Alisha ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી

કેક બનાવવાની રીત - કેક બનાવવાની રેસીપી - સાદી કેક બનાવવાની રીત - shaadi cake banavani rit recipe - સાદી સિમ્પલ કેક બનાવવાની રીત - cake banavani rit gujarati ma - cake recipe in gujarati language

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | shaadi cake banavani rit recipe in gujarati ma

 ઘરે કેક બનાવવાની રીત રેસીપી લાવ્યા છે જે ખુબજ સરળ છે તો ચાલો શીખીએ સાદી સિમ્પલ કેક બનાવવાની રીત , shaadicake banavani rit recipe, cake banavani rit gujarati ma, cakerecipe in gujarati language.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કુકર
  • કેક ટીન અથવા તપેલી

Ingredients

કેક બેઝ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • મેંદો 1 કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • તેલ ⅓ કપ
  • દહીં ⅓ કપ
  • દૂધ ½ કપ
  • વેનીલા એસેન્શ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ચપટી મીઠું

કેક ના ડેકોરેશન માટે ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી

  • કોકો પાઉડર ⅓ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • દૂધ 1 કપ
  • માખણ 2-3 ચમચી

Instructions

કેક બનાવવાની રીત – કેક બનાવવાની રેસીપી – shaadi cake banavani rit recipe in gujarati ma

  • કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ મૂકો
  • તેમાં એક બે કપ જેટલું મીઠું નાખી બરોબર ફેલાવી નાખવું
  • ત્યારબાદ તેના પર કાઠો અથવા વાટકો મૂકી દો , (જો કૂકર મૂક્યું હોય તો તેના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી ને ઢાંકવું) કડાઈ પર મોટું વાસણને ઢાંકી દેવુ
  • ત્યાર બાદ ગેસ ધીમા તાપે ગરમ કરવા મૂકો
  • હવે જેમાં કેક બનાવવા નો હોય તે કેક ટીન અથવા તપેલી લ્યો તેમાં નીચે બટર પેપર મૂકો અથવા વાસણને તેલ વડે ગ્રીસ કરી કોરો લોટ છાંટી તૈયાર કરી લો વધારે નો લોટ થપથપાવી કાઢી લ્યો તૈયાર કેટી ને એક બાજુ મૂકી દો
  • હવે એક વાસણમાં દહીં ,પીસેલી ખાંડ , વેનિલા એસેંશ ,તેલ લઈ બરોબર મિક્સ કરો
  • ખાંડ બરાબર ઓગળી ત્યારબાદ ચારણીમાં મેંદો, કોકો પાવડર ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું લઇ બેટર વારા વાસણમાં માં ચારી લ્યો
  • હવે ચમચા વડે કટ અને ફોલ્ડ કરી કેક ના આ મિશ્રણને બરાબર મિક્સ કરો અથવા ગમે તે એક બાજુ હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરતા જાઓ
  • મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈ હળવા હાથે મિક્સ કરતા બધુ દૂધ ઉમેરાઈ જાય અને બરોબર મિક્સ થઈ કરી લ્યો
  • ત્યારબાદ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા ટીન માં નાખી દયો
  • ત્યારબાદ તેમને એક થી બે વખત થપથપાવી લેવું જેથી હવા ના રહે
  • હવે ગેસ પર મૂકેલ વાસણ નું ઢાંકણ ખોલી તેમાં કેક ના મિશ્રણ વાળું ટીન મૂકી દીધો અને ઢાંકણ ઢાંકી દયો
  • હવે કેક ને 25થી 30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
  • 25 મિનિટ બાદ ટૂથ પિક થી  ચેક કરી લેવું ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયો છે નહિતર બીજી 5 મિનિટ ચડાવો
  • કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કેક વાળું બહાર કાઢી લ્યો
  • હવે કેક ને ઠંડો થવા એક કપડું ઢાંકી ઠંડુ થવા મૂકી દેવો

 ચોકલેટ  ગનાશ બનાવવાની રીત – chocolate ganash recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણ કોકો પાવડર અને કોર્ન ફ્લોર ને ચમચી વડે બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરો
  • હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગંથા ન પડે તેનું ધ્યાન રાખી હલાવતા જાવ
  • બધું દૂધ નાખી મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ પર ધીમા તાપે આ મિશ્રણને ઘટ્ટ થવા સુધી હલાવતા રહી ચડાવો
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી માખણ નાંખી બરોબર મિક્સ કરો
  • ગેસ બંધ કરી ચોકલેટ ગનાસ ને ઠંડો થવા દો
  • કેક અને ચોકલેટ ગનાશ બંને ઠંડા થઈ જાય એટલે કેક ને ચાકુ વડે પહેલા બધી બાજુ થી ટીન થી અલગ કરી ટિન માંથી બહાર કાઢી લો
  • ત્યારબાદ કેક ને કોઈ જારીવાળા વાસણમાં કે સ્ટેન્ડ પર મૂકી નીચે મોટી પ્લેટ મૂકી દીધો
  • હવે કેક પર તૈયાર ચોકલેટ ગનાસ નાખો ગનાસ બધી બાજુ બરોબર લાગે એ વાતનું ધ્યાન રાખવું
  • ત્યાર બાદ ચોકલેટ ની કતરણ થી વધારે ગાર્નિશ કરી સકો છો અથવા તમને ગમે એવો સજાવી સકો છો
  • ત્યારબાદ કેકની એકથી બે કલાક ફ્રીજમાં ઠંડુ થવા દેવું એક બે કલાક બાદ કેક તૈયાર છે તો મજા માણો કેક

Notes

કેક ચડતો હોય ત્યારે હંમેશા  ગેસ ધીમો રાખો નહીંતર ઉપરથી ફાટી જઇ શકે છે
જોકે બરોબર ન ચડ્યો હોય તો ઠંડુ થઇ ગયા બાદ બેસી સકે છે એટલે બરોબર ચડાવો
કેક માં સુગંધ આવવા દેવા માટે વેનિલા એસેન્સ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

ચોખાની ખીર બનાવવાની રીત | ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati language

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક  ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે  અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય  એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.

ફાફડા બનાવવા જરૂરી સામગ્રી | fafada recipe ingredients

  • 1 કપ બેસન
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • 2 ચપટી બેકિંગ પાઉડર/ બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું   
  • 1-2 ચમચી તેલ
  • 4-5 ચમચી પાણી
  • તરવા માટે તેલ

ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani rit gujarati ma

ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસન લઈ ચારણી વિચારી લો

ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અને એકથી બે ચમચી જેટલું તેલ નાખો

ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો

લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)

ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથી લોટને મસળી લો

ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવા પેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો

હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા

તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો

ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવા પાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળ આગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો

હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો

લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાં થી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટો કરી લો

તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો

એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો

આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમ પીરસો.

fafda recipe notes

  • એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું

fafda recipe in gujarati | fafda gathiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With ND ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kathiyawadi fafda banavani rit | ફાફડા બનાવવાની રીત

ફાફડા બનાવવાની રીત - ફાફડા બનાવવાની રેસીપી - fafda recipe in gujarati - fafda gathiya banavani rit gujarati ma - fafda banavani recipe

ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani recipe | fafda recipe in gujarati | fafda gathiya banavani rit gujarati ma

આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક  ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે  અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય  એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.
4.72 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળા પેન

Ingredients

ફાફડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બેસન
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી ચમચી હળદર
  • 2 ચપટી બેકિંગ પાઉડર/ બેકિંગ સોડા
  • 1-2 ચમચી તેલ
  • 4-5 ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું   
  • તરવા માટે તેલ

Instructions

ફાફડા બનાવવાની રેસીપી – fafda recipe in gujarati – fafda gathiya banavani rit gujarati ma

  • ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસનલઈ ચારણી વિચારી લો
  • ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અનેએકથી બે ચમચી જેટલું તેલ નાખો
  • ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો
  • લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડુંકરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથીલોટને મસળી લો
  • ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવાપેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો
  • હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા
  • તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો
  • ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવાપાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળઆગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો
  • હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો
  • લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાંથી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટોકરી લો
  • તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો
  • એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો
  • આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમપીરસો.

fafada recipe notes

  • એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સમોસા કેવી રીતે બનાવવા એવો પ્રશ્ન ઘણી બધી વ્યક્તિ ને થતો હોય તો  આજ  શીખીશું સમોસા બનાવવાની રીત જે ખુબજ સરળ છે . આજકાલ સમોસા અલગ-અલગ પ્રકારના બનતા હોય છે જેમકે પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા , કચ્છી સમોસા તેમાં સૌથી વધારે ફેમસ હોય તો તે પંજાબી સમોસા છે જે ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં બનતા હોય છે જે બનાવવા એક દમ સરળ છે ને સ્વાદ માં ખુબજ ટેસ્ટી બનતા હોય છે આજે આપણે બનાવતા શીખીશું પંજાબી સમોસા બનાવવાની રીત, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma

સમોસા બનાવવા જરૂરી સામગ્રી

સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 2 કપ મેંદો
  • ½ ચમચી અજમો
  • ¼ કપ તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ પાણી

સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • ½ ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરૂ
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ધાણજીરું પાવડર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાવડર
  • 8-10 કાજુ કટકા
  • 8-10 કીસમીસ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • તરવા માટે તેલ

પંજાબી સમોસા બનાવવાની રીત | સમોસા બનાવવાની રીત

સમોસા લોટ બાંધવાની રીત

 એક વાસણમાં મેંદાનો લોટ લો

તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો

બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો

બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો

લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ

સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો

તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો

ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો

હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો

ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો

મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો

મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું

સમોસા બનાવવાની રીત | samosa banavani rit gujarati ma

હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો

 તેને તેલ લગાડી વેલણ વડે વણી ને  લંબગોળ આકારમાં વાળી લો, હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો

એક ભાગમા જ્યાં  કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો

હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો

આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો

હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો ,તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ

સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો

બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો

punjabi samosa recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો

punjabi samosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

punjabi samosa recipe in gujarati

સમોસા બનાવવાની રીત - પંજાબી સમોસા બનાવવાની રીત - સમોસા નો મસાલો બનાવવાની રીત - samosa no masalo banavani rit - punjabi samosa recipe in gujarati - samosa banavani rit gujarati ma

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

સમોસા કેવી રીતે બનાવવા નો જવાબ લાવ્યા છીએ તો ચાલો જોઈએ સમોસા બનાવવાની રીત , પંજાબી સમોસા બનાવવાની રીત, સમોસાનો મસાલો બનાવવાની રીત – samosa no masalo banavani rit, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma .
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Baking time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 2 કપ મેંદો
  • ½ ચમચી અજમો
  • ¼ કપ કપ તેલ
  • ½ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • ½ ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરૂ
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ધાણજીરું પાવડર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાવડર
  • 8-10 કાજુ કટકા
  • 8-10 કીસમીસ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • તરવા માટે તેલ

Instructions

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

  • સમોસા બનાવવાની રીત મા આપને પેલે સમોસા નો લોટ બાંધતા શીખીશું પછી સમોસા નો મસાલો બનાવતા શીકીશું

સમોસા લોટ બાંધવાની રીત | samosa no lot bandhvani rit

  •  એક વાસણમાં મેંદાનો લોટ લો
  • તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
  • બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો
  • બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો
  • લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો
  • લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ

સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit

  • સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો
  • હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો
  • મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો
  • મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું

સમોસા બનાવવા ની રીત | samosa banavani rit gujarati ma

  • હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો
  •  તેને તેલ લગાડી વેલણ વડે વણી ને  લંબગોળ આકારમાં વાળી લો
  • હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો
  • એક ભાગમા જ્યાં  કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો
  • હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો
  • આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો
  • હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ
  • સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો
  • બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો

samosa recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit