Home Blog Page 129

મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત | methi na gota banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે મેથીના ગોટા મેથીની સાથે ખવાતી ચટણી – કઢી બનાવવા ની રીત શીખીશું. આમ તો ભજીયા કે ગોટા વધારે પડતાં ચોમાસામાં ખવાતા હોય છે પરંતુ શિયાળો આવતાં જ ખૂબ સારા પ્રમાણ માં લીલી મેથી બજારમાં મળે છે ને મેથી સ્વાસ્થ માટે ખુબજ ગુણકારી છે એટલે શિયાળા માં ભરપૂર માત્ર માં અલગ અલગ રીતે ઉપયોગ થાય છે તેમાં પણ તેના ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો ચાલો આજ આપને બજાર જેવાજ મેથી ગોટા ને એની સાથે પીરસાતી ચટણી( કઢી) બનાવવાની રીત શીખીએ , મેથી ના ગોટા સાથે કઢી  બનાવવાની રીત, ગોટા ની રેસીપી, ગોટા ની ચટણી બનાવવાની રીત, methi na gota banavani rit recipe in gujarati, methi na gota ni kadhi banavani rit.

મેથી ગોટા બનાવવા માટે જરૂરી  સામગ્રી | methi na gota banava jaruri samgree

  • બેસન 2 કપ
  • જીણી સોજી ½ કપ
  • મેથી 2 કપ
  • લીલા ધાણા 1 કપ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • અધકચરા મરી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • તલ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 1 ચમચી આદુ, લસણ, મરચા ની પેસ્ટ
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગોટા ની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી | gota ni chatni banava jaruri samgree

  • બેસન ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • 2-3 ચમચી ખાંડ / ગોળ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 લીંબુ નો રસ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 ગ્લાસ પાણી

મેથી ના ગોટા બનાવવાની રીત | methi na gota banavani rit

મેથીના ગોટા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસનની બરોબર ચારણી વડે ચારી ને લ્યો , ત્યારબાદ તેમાં જીની સોજી નાખો  અને બરોબર મિક્સ કરો

હવે તેમાં એક ચમચી અધકચરા મરી પાવડર, એક ચમચી આખા ધાણા, એક ચમચી તલ, પા ચમચી હળદર ,એક ચમચી લાલ મરચાનો ભૂકો, પા ચમચી હિંગ, એક ચમચી  ખાંડ, આદુ લસણ મરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું  નાખી બધું બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં ત્રણ ચાર  લીલા મરચા ઝીણા સુધારેલા નાખો ત્યારબાદ સાફ કરી ધોઈને નિતારી લીલી મેથી સુધારેલી અને સાફ કરી ધોઈ ને નિતરેલા લીલા ધાણા સુધારેલા નાખી બધુ બરોબર મિક્સ કરો

બધું જ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો , મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને ચાર પાંચ મિનિટ એક બાજુ મૂકી દો , હવે મિશ્રણ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેના પર બે ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે તેમા હાથ વડે અથવા ચમચી વડે થોડું થોડું કરી મિશ્રણ નાખતા જઈ ગોટા બનાવી લ્યો, બધાજ ગોટા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

ગોટા ની ચટણી બનાવવાની રીત | ગોટા ની કઢી બનાવવાની રીત | gota ni chatni banavani rit

એક વાસણ માં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખતા જઈ બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરો

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠો લીમડો નાખી એક બે મિનિટ સાંતળો ત્યાર બાદ એમાં બેસન નું ગોળું નાખી હલાવતા રહી ઘટ્ટ કઢી તૈયાર કરો

હવે ગરમ ગરમ મેથી ના ગોટા ને ચટણી (કઢી) સાથે મજા માણો

gota banava mate tips

  • કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો
  • જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા

મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi na gota recipe in gujarati

મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત - ગોટા બનાવવાની રીત - મેથી ના ગોટા બનાવવાની રીત - ગોટા ની રેસીપી - methi na gota ni kadhi - ગોટા ની ચટણી - methi na gota banavani rit recipe in gujarati

મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત | ગોટા બનાવવાની રીત | મેથી ના ગોટા બનાવવાની રીત | methi na gota banavani rit recipe in gujarati

આજ આપણે બજાર જેવાજ મેથી ગોટા ને એની સાથે પીરસાતી ચટણી – કઢી બનાવવાની રીત શીખીએ , મેથી ના ગોટા બનાવવાની રીત, ગોટા ની રેસીપી, ગોટા ની ચટણી બનાવવાની રીત, methina gota banavani rit recipe in gujarati, methi na gota ni kadhi banavani rit.
4 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

મેથી ના ગોટા બનાવવા માટે જરૂરી  સામગ્રી – methi na gota banava jaruri samgree

  • બેસન 2 કપ
  • જીણી સોજી ½ કપ
  • મેથી 2 કપ
  • લીલા ધાણા 1 કપ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • અધકચરા મરી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • તલ 1 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 1 ચમચી આદુ, લસણ, મરચા ની પેસ્ટ
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગોટા ની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી | gota ni chatni banava jaruri samgree

  • બેસન ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • 2-3 ચમચી ખાંડ / ગોળ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 લીંબુ નો રસ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 ગ્લાસ પાણી

Instructions

મેથી ના ગોટા બનાવવાની રીત – methi na gota banavani rit – methi na gota recipe in gujarati

  • મેથી ના ગોટા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસનની બરોબર ચારણી વડે ચારી ને લ્યો
  • ત્યારબાદ તેમાં જીણી સોજી નાખો  અને બરોબર મિક્સ કરો
  • હવે તેમાં એક ચમચી અધકચરા મરી પાવડર, એક ચમચી આખા ધાણા, એક ચમચી તલ, પા ચમચી હળદર ,એક ચમચી લાલ મરચાનો ભૂકો, પા ચમચી હિંગ, એક ચમચી  ખાંડ, આદુ લસણમરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ત્રણ ચાર  લીલા મરચા ઝીણા સુધારેલા નાખો ત્યારબાદ સાફ કરી ધોઈને નિતારી લીલી મેથી સુધારેલી અને સાફ કરી ધોઈ ને નિતરેલા લીલા ધાણા સુધારેલાનાખી બધુ બરોબર મિક્સ કરો
  • બધુંજ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણતૈયાર કરો
  • મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને ચાર પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
  • હવે મિશ્રણ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેના પર બે ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે તેમા હાથ વડે અથવા ચમચી વડેથોડું થોડું કરી મિશ્રણ નાખતા જઈ ગોટા બનાવી લ્યો
  • બધા જ ગોટા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

ગોટા ની ચટણી બનાવવાની રીત – ગોટા ની કઢી બનાવવાની રીત – gota ni chatni banavani rit

  • એક વાસણમાં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખતા જઈ બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠો લીમડો નાખી એક બે મિનિટ સાંતળો ત્યાર બાદ એમાં બેસનનું ગોળું નાખી હલાવતા રહી ઘટ્ટ કઢી તૈયાર કરો
  • હવે ગરમ ગરમ મેથી ના ગોટા ને ચટણી (કઢી) સાથે મજા માણો

Notes

કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો
જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit recipe in gujarati

 નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન ઈડલી કેવી રીતે બનાવાય નો ઉત્તર  આપણે સાઉથ ઈન્ડિયન રીત ના ઈડલી સંભાર અને નાળિયેર ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે આજ આપને ઘરે જ બહાર મળતી એક દમ સોફ્ટ ને ફૂલેલી ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એક દમ પરફેક્ટ માપ સાથે બનાવવા ની રીત શીખીએ, ઈડલી બનાવવાની રેસીપી,  ઇડલી ની રેસીપી બતાવો , ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી , ઈડલી નો સંભાર બનાવવાની રીત – idli no sambharo banavani rit,  idli sambar recipe in gujarati , idli sambar banavani rit recipe gujarati ma

ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ઉસના ચોખા/  ચોખા 1 ½ કપ
  • ½ મેથી દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સંભાર બનાવવા માટે જરૂરી સામગ્રી

  • તુવેર દાળ ⅓ કપ
  • હળદર ¼ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • 2 ડુંગરી ના કટકા
  • 2 ટમેટા ના કટકા
  • 1 સરગવાની સિંગ ના કટકા
  • ⅓ કપ કોળુ/ પંપકીન કટકા
  • 1 રીંગણા ના કટકા
  • દૂધી ના કટકા ⅓ કપ
  • 2-3 ચમચી આમલી નો રસ/1 લીંબુનો રસ
  • ગોળ 1-2 ચમચી

સંભાર વઘાર માટે જરૂરી  સામગ્રી

  • તેલ 1 ચમચી
  • અડદ દાળ ¼ ચમચી
  • ચણા દાળ ¼ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 2-3 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું

સંભાર મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • 2-3 મરી
  • મેથી દાણા 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • 5-6 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ નારિયળ છીણ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • લસણ 2-3 કણી
  • આદુ 1 નાનો ટુકડો
  • 1-2 ડુંગરી સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું

ઈડલી માટે નારિયળ ચટણી બનાવવા માટેની સામગ્રી – idli ni chatni banava jaruri samgree

  • લીલા નારિયેળના કટકા 1 કપ
  • શેકેલી ચણા દાળ/દાળિયા 1/3 કપ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • જીરૂ પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

નારિયળ ચટણી વઘારવા માટે ની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન

ઈડલી બનાવવાની રીત | idli banavani rit recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં અડદની દાળ લ્યો , અડદની દાળ ને પાણીવાળી બરોબર ધોઈને સાફ કરી લો ત્યારબાદ પાણી નાખી ચાર-પાંચ કલાક પલાળવા મૂકી દો

હવે બીજા એક વાસણમાં ઉસના ચોખા/ ચોખા લો તેમાં અડધી ચમચી મેથી દાણા નાખો , ચોખાને પાણી બરોબર ધોઇ લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ચોખા ને ચાર-પાંચ કલાક પલળવા દેવા

ચોખા અને અડદની દાળ બરોબર પલળી જાય એટલે પહેલા અડદ ની દાળ ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો , હવે ચોખા ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી દાળ સાથે નાખી બરોબર મિક્સ કરી હલાવી લ્યો

હવે મિશ્રણ ને ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ સાત થી આઠ કલાક આથો આપવા મૂકી દો , ઈડલીના મિશ્રણમાં બરોબર આથો આવી જાય એટલે મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરાબર મિક્સ કરી લો

ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો પાણી ઉકળે ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડમાં ઘી અથવા તેલ લગાડી ગ્રીસ કરો હવે ગ્રીસ કરેલ સ્ટન્ડમાં તૈયાર ઇડલીનું મિશ્રણ નાખો

ઈડલી સ્ટેશનને ઢોકળીયામાં મૂકો અને પંદરથી વીસ મિનિટ ચડવા દો ઈડલી  બરાબર ચડી જાય એટલે સ્ટેન્ડ ને ધોકરિયા માંથી કાઢી ઠંડી થવા દો ઈડલી થોડી ઠંડી થાય એટલે તેને ઈડલી સ્ટેન્ડમાં થી કાઢી લઇ ગરમ ગરમ પીરસો

સાંભળ નો મસાલો બનાવવાની રીત | sambhar no masalo banavani rit

સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ મૂકો કડાઈમાં ૧ થી ૨ ચમચી તેલ નાખો

તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરુ અને હિંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં ચણાની દાળ, અડદની દાળ નાખી દાળ ને બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં મરી, મેથી દાણા નાખો અને તેની એકાદ મિનિટ શેકો

ત્યારબાદ તેમાં આખા ધાણા,  સૂકા લાલ મરચા અને નારિયેળનું છીણ નાખી બેથી ત્રણ મિનિટ શેકો , ત્યારબાદ તેમાં મીઠો લીમડો લસણની કળી, આદુ નો કટકો અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો

બધી જ સામગ્રીને બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી સામગ્રીની ઠંડી થવા મૂકો સામગ્રી થોડી ઠંડી થાય એટલે એક મિક્સર જારમાં લઈ સ્મૂથ પેસ્ટ બનાવી દો તો તૈયાર છે સાંભળ મસાલો

સાંભર બનાવવાની રીત | sambhar banavani rit | sambhar recipe in gujarati

સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં પોણો કપ ધોઈ પલાળેલી તુવેર દાળ નાખો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરના ઢાંકણ ઢાંકી ૩ થી ૪ સીટી થવા દો

સીટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી હવા નીકળવા દેવા એક બાજુ મૂકો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો

ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી અને સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચાંનો ભૂકો નાખો અને જરૂર મુજબ 2-3 ગ્લાસ પાણી નાખી બધુ બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં સરગવાની સિંગ ના કટકા, રીંગણા ના કટકા, કોળુ ના કટકા, દૂધી ના કટકા નાખી બરાબર મિક્સ કરો , બધા જ શાક ને પાણી ઉકળવા માંડે એટલે તેમાં થોડો ગોળ અને આમલીનો રસ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સાંભાર મસાલો નાખો

બધું બરોબર મિક્સ થઇ ને ઉકળવા માંડે એટલે તેમાં બાફેલી દાળ નાખી મિક્સ કરો , સાંભળ ઉકાળો સાંભળ બરોબર ઉકળે ત્યારે તેના ઉપર વઘારીયા માં એકાદ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો તેમાં હિંગ મીઠો લીમડો સુકા મરચા, પા ચમચી  અડદની દાળ ,પા ચમચી ચણાની દાળ નાખી વઘાર તૈયાર કરો

વઘાર ને ઉકળતાં સાંભર નાખી દઈ હલાવી લ્યો તો સાંભળ તૈયાર છે

નારીયલ ની ચટણી બનાવવા રીત | ઈડલી ની ચટણી બનાવવાની રીત | idli ni chatni banavani rit

નારીયલ ની ચટણી બનાવવા સૌપ્રથમ એક જ મિક્સર જાર માં  ૧ કપ લીલા નારીયલ ના કટકા ,ચણાદાળ અથવા દાળિયા દાળ નાખો એકથી બે લીલા સુધારેલા મરચા ,જીરુંનો ભૂકો, મરીનો ભૂકો ,સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો

 ચટણીના વઘાર ની રીત

 સૌ પ્રથમ એક વઘરિયામાં  એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઈ ,અડધી ચમચી ચણાદાળ ,અડધી ચમચી અડદ દાળ નાખી શેકો ત્યારબાદ તેમાં હિંગ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને નારીયલ ની ચટણી પર રેડી દો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે લીલા નારીયલ ની ચટણી

idli sambhar notes

  • જો સંભાર માં મીઠાસ ના ભાવે તો ન નાખવી
  • દાળ ચોખા નો રેસિયો 1:3 રાખવા થી ઈડલી સારી બનશે
  • તમે રેડીમેટ મળતા સંભાર મસાલા નો ઉપયોગ કરી શકો છો
  • શાક તમને ગમતા વધુ ઓછા કરી શકો છો

ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma

ઈડલી બનાવવાની રેસીપી - ઇડલી ની રેસીપી બતાવો - ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી - ઈડલી નો સંભાર બનાવવાની રીત - idli no sambharo banavani rit - idli sambar recipe in gujarati - idli sambar banavani rit recipe gujarati ma

ઈડલી સંભાર બનાવવાની રેસીપી | idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન ઈડલી કેવી રીતે બનાવાય નો ઉત્તર  આપણે સાઉથ ઈન્ડિયન રીત ના ઈડલી સંભાર અને નાળિયેરચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓમાત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે આજ આપને ઘરેજ બહાર મળતી એક દમ સોફ્ટ ને ફૂલેલી ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એક દમ પરફેક્ટમાપ સાથે બનાવવા ની રીત શીખીએ, ઈડલી બનાવવાની રેસીપી,  ઇડલી ની રેસીપી બતાવો , ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી , ઈડલી નો સંભાર બનાવવાની રીત – idli no sambharo banavani rit,  idli sambar recipe in gujarati ,idli sambar banavani rit recipe gujarati ma.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting & fermentation: 12 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • ઈડલી સ્ટેન્ડ
  • મિક્સર
  • કડાઈ

Ingredients

ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ઉસના ચોખા/  ચોખા 1 ½ કપ
  • ½ મેથી દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સંભાર બનાવવા માટે જરૂરી સામગ્રી

  • તુવેર દાળ ⅓ કપ
  • હળદર ¼ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • 2 ડુંગરી ના કટકા
  • 2 ટમેટા ના કટકા
  • 1 સરગવાની સિંગ ના કટકા
  • ⅓ કપ કોળુ/ પંપકીન કટકા
  • 1 રીંગણા ના કટકા
  • દૂધી ના કટકા ⅓ કપ
  • 2-3 ચમચી આમલી નો રસ/1લીંબુનો રસ
  • ગોળ 1-2 ચમચી

સંભાર વઘાર માટે જરૂરી  સામગ્રી

  • તેલ 1 ચમચી
  • અડદ દાળ ¼ ચમચી
  • ચણા દાળ ¼ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 2-3 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું

સંભાર મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • 2-3 મરી
  • મેથી દાણા 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • 5-6 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ નારિયળ છીણ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • લસણ 2-3 કણી
  • આદુ 1 નાનો ટુકડો
  • 1-2 ડુંગરી સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું

ઈડલી માટે નારિયળ ચટણી બનાવવા માટેની સામગ્રી- idli ni chatni banava jaruri samgree

  • લીલા નારિયેળના કટકા 1 કપ
  • શેકેલી ચણા દાળ/દાળિયા 1/3 કપ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • જીરૂ પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

નારિયળ ચટણી વઘારવા માટે ની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન

Instructions

ઈડલી સંભાર બનાવવાની રેસીપી | ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma

  • આજ આપને ઘરે જ બહાર મળતી એક દમ સોફ્ટ ને ફૂલેલી ઈડલી નેએની સાથે પીરસતો સંભાર ને ચટણી એક દમ પરફેક્ટ માપ સાથે બનાવવા ની રીત શીખીએ

ઈડલી નું ખીરું બનાવવાની રીત – idli nu khiru banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં અડદની દાળ લ્યો
  •  અડદની દાળ ને પાણી વાળી બરોબર ધોઈને સાફ કરી લો ત્યારબાદ પાણી નાખી ચાર-પાંચ કલાક પલાળવા મૂકી દો
  • હવે બીજા એક વાસણમાં ઉસના ચોખા/ ચોખા લો તેમાં અડધી ચમચી મેથી દાણા નાખો
  • ચોખાને પાણી બરોબર ધોઇ લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ચોખા ને ચાર-પાંચ કલાક પલળવા દેવા
  • ચોખા અને અડદની દાળ બરોબર પલળી જાય એટલે પહેલા અડદ ની દાળ ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો
  • હવે ચોખા ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યોને પીસેલી દાળ સાથે નાખી બરોબર મિક્સ કરી હલાવી લ્યો
  • હવે મિશ્રણ ને ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ સાત થીઆઠ કલાક આથો આપવા મૂકી દો

ઈડલી બનાવવાની રીત | idli banavani rit recipe in gujarati

  • ઈડલીના મિશ્રણમાં બરોબર આથો આવી જાય એટલે મિશ્રણમાંસ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરાબર મિક્સ કરી લો
  • ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખી ગેસ પર ગરમ કરવામૂકો પાણી ઉકળે ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડમાં ઘી અથવા તેલ લગાડી ગ્રીસ કરો હવે ગ્રીસ કરેલ સ્ટન્ડમાં તૈયાર ઇડલીનું મિશ્રણ નાખો
  • ઈડલી સ્ટેશનને ઢોકળીયામાં મૂકો અને પંદરથી વીસ મિનિટ ચડવા દો ઈડલી  બરાબર ચડી જાય એટલે સ્ટેન્ડ ને ધોકરિયા માંથી કાઢી ઠંડી થવા દો ઈડલી થોડી ઠંડી થાય એટલે તેને ઈડલી સ્ટેન્ડમાં થી કાઢી લઇ ગરમ ગરમ પીરસો

સાંભળ નો મસાલો બનાવવાની રીત

  • સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ મૂકો કડાઈમાં ૧થી ૨ ચમચી તેલ નાખો
  • તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરુ અને હિંગનોવઘાર કરો ત્યારબાદ તેમાં ચણાની દાળ, અડદની દાળ નાખી દાળ ને બેથીત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં મરી, મેથી દાણા નાખો અને તેનીએકાદ મિનિટ શેકો
  • ત્યારબાદ તેમાં આખા ધાણા,  સૂકા લાલ મરચા અનેનારિયેળનું છીણ નાખી બેથી ત્રણ મિનિટ શેકો
  • ત્યારબાદ તેમાં મીઠો લીમડો લસણની કળી, આદુ નો કટકો અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને બે ત્રણમિનિટ શેકો
  • બધી જ સામગ્રીને બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી સામગ્રીની ઠંડી થવા મૂકો સામગ્રી થોડી ઠંડી થાય એટલે એક મિક્સર જારમાં લઈ સ્મૂથપેસ્ટ બનાવી દો તો તૈયાર છે સાંભળ મસાલો

ઈડલી નો સંભાર બનાવવાની રીત – idli no sambharo banavani rit

  • સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં પોણો કપ ધોઈ પલાળેલીતુવેર દાળ નાખો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી કૂકરના ઢાંકણ ઢાંકી ૩ થી ૪ સીટી થવા દો
  • સીટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી હવાનીકળવા દેવા એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો
  • ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરીઅને સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચાં નો ભૂકો નાખો અને જરૂર મુજબ 2-3 ગ્લાસ પાણી નાખી બધુ બરોબર મિક્સકરો
  • ત્યારબાદ તેમાં સરગવાની સિંગ ના કટકા, રીંગણા ના કટકા, કોળુ ના કટકા,દૂધી ના કટકા નાખી બરાબર મિક્સ કરો
  • બધા જ શાક ને પાણી ઉકળવા માંડે એટલે તેમાં થોડોગોળ અને આમલીનો રસ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સાંભાર મસાલો નાખો
  • બધું બરોબર મિક્સ થઇ ને ઉકળવા માંડે એટલે તેમાંબાફેલી દાળ નાખી મિક્સ કરો
  • સાંભળ ઉકાળો સાંભળ બરોબર ઉકળે ત્યારે તેના ઉપરવઘારીયા માં એકાદ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો તેમાં હિંગ મીઠો લીમડો સુકા મરચા, પાચમચી  અડદની દાળ,પા ચમચી ચણાની દાળ નાખી વઘાર તૈયાર કરો
  • વઘાર ને ઉકળતાં સાંભર નાખી દઈ હલાવી લ્યો તોસાંભળ તૈયાર છે

નારીયલ ની ચટણી બનાવવા રીત – ઈડલી ની ચટણી બનાવવા રીત

  • નારીયલ ની ચટણી બનાવવા સૌપ્રથમ એક જ મિક્સર જાર માં  ૧ કપ લીલા નારીયલ ના કટકા ,ચણાદાળ અથવા દાળિયા દાળ નાખોએકથી બે લીલા સુધારેલા મરચા ,જીરુંનો ભૂકો, મરીનો ભૂકો ,સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ બે ત્રણચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો

 ચટણીના વઘાર માટે ની રીત

  •  સૌ પ્રથમ એક વઘરિયામાં  એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઈ ,અડધી ચમચી ચણાદાળ ,અડધી ચમચી અડદ દાળ નાખી શેકો ત્યારબાદ તેમાં હિંગ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને નારીયલની ચટણી પર રેડી દો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે લીલા નારીયલ ની ચટણી

Notes

જો સંભાર માં મીઠાસ ના ભાવે તો ન નાખવી
દાળ ચોખા નો રેસિયો 1:3 રાખવા થી ઈડલી સારી બનશે
તમે રેડીમેટ મળતા સંભાર મસાલા નો ઉપયોગ કરી શકો છો
શાક તમને ગમતા વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઢોસા બનાવવાની રીત | મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit |Masala dosa recipe in Gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati

નમસ્તે મિત્રો આજે ઘૂઘરા કેસે બનાતે હૈ એવા પ્રશ્ન પૂછતા મિત્રો ને ઘૂઘરા બનાવવાની રીત શીખવીશું. ઘૂઘરા મીઠા ને ખરા(તીખા) એમ બે પ્રકાર ના બને છે મીઠા ઘૂઘરા માં પણ માવા વાળા, ડ્રાય ફ્રુટ વાળા, ચોકલેટ વાળા ને ટ્રેડિશનલ સોજી ના સ્ટફિંગ વાળા એમ અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાળા બનતા હોય છે આજ આપણે ટ્રેડિશનલ રીત વાળા ઘૂઘરા બનાવશું જેને તમે એક વાર બનાવ્યા બાદ ઘણા લાંબા સમય સુધી ખાઈ શકો છો તો ચાલો તીખા મસાલેદાર ઘૂઘરા બનાવવાની રીત, ghughra recipe in gujarati language , ghughra banavani rit ,tikha ghughra banavani rit  શીખીએ.

ઘૂઘરા બનાવવા જરૂરી સામગ્રી | ghughra banava jaruri samgree

  1. મેંદા નો લોટ 1 કપ
  2. સોજી 4-5 ચમચી
  3. સૂકા નારિયળ નું છીણ 2-3 ચમચી
  4. પીસેલી ખાંડ 4-5 ચમચી
  5. બદામ ની કતરણ 2-3 ચમચી
  6. કાજુ ની કતરણ 2-3 ચમચી
  7. પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  8. કીસમીસ 1-2 ચમચી
  9. એલચી પાવડર ¼ ચમચી
  10. ઘી ½ કપ તરવા માટે ઘી / તેલ

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit

ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો , હવે કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ઘી ને ગરમ કરો

ઘી બરોબર ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ચમચા વડે હલાવી ધીમા તાપે સોજી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ( સોજી શેકાવા આવે ત્યારે તેમાં કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખી ને સોજી સાથે શેકી લેસો તો ઘૂઘરા માં ડ્રાય ફ્રૂટ વધુ સારા લાગશે)

હવે તેમાં સૂકા નારિયળ નું છીણ નાખી બે ત્રણ મિનિટ શેકો , ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલું મિશ્રણ બીજા વાસણ માં કાઢી લઈ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો , મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં એલચી નો પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો( મીઠાસ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો)

ત્યાર બાદ તેમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, કીસમીસ  નાખી મિક્સ કરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લ્યો , હવે એક વાસણમાં ચારણી વડે મેંદો ચારી ને લ્યો

મેંદા માં એક બે ચમચી જેટલું ઘી નું મોણ નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો( લોટ ને મૂઠી બંધ કરતા લોટ છૂટો ના પડે એટલું  મોણ નાખવું ) , ત્યાર બાદ થોડું થોડુ કરી નોર્મલ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળવો જેથી લોટ નરમ બને

હવે બાંધેલા લોટ માંથી નાની પૂરી બની સકે એટલે નાના લુવા બનાવી લેવા , બનેલા લુવા માંથી પાતળી પુરી બનાવી લેવી , થોડી પુરી બની જાય ત્યાર પછી એક પુરી લઈ વચ્ચે સ્ટફિંગ ની એક બે ચમચી મૂકી પુરી ની બધી કિનારી પ્ર દૂધ ની આંગળી કે પાણી ની આંગળી લગાવી બીજી બાજુ થી પુરી ને બરોબર બંધ કરી અર્ધ ગોળ કરવી

હવે એક બાજુ થી હાથ ની મદદ થી કિનારીઓ ને થોડી થોડી વાર્તા જાઓ , આમ બધા જ ઘૂઘરા તૈયાર કરી લેવા , ઘૂઘરા તૈયાર થાય એટલે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો

ઘી કે તેલ ગરમ થાય એટલે એક એક કરી થોડા થોડા ઘૂઘરા નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા ,આમ બધા ઘૂઘરા તારાઈ જાય એટલે ઘૂઘરા ને ઠંડા થવા દેવા બિલકુલ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરી મૂકી શકો છો ને જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો

Ghughra tips

  • ઘૂઘરા ઘી તરેલાં માં વધારે સારા લાગે છે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • તમે એના સ્ટફિંગ માટે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો
  • આપણે આ ઘૂઘરા માં માવા નો ઉપયોગ નથી કરતા એટલે તેને વધુ દિવસ સાચવી શકાય છે
  • તમે હાથ વડે ઘૂઘરા બનાવવા ના ફાવે તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો

Ghughra recipe in gujarati language

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tikha ghughra banavani rit | ઘૂઘરા બનાવવાની રીત

ઘૂઘરા બનાવવાની રીત - ghughra banavani rit -ghughra recipe in gujarati language - tikha ghughra banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

નમસ્તે મિત્રો આજે ઘૂઘરા કેસે બનાતે હૈ એવા પ્રશ્ન પૂછતા મિત્રો ને ઘૂઘરા બનાવવાની રીત શીખવીશું. ઘૂઘરા મીઠા ને ખરા(તીખા) એમ બેપ્રકાર ના બને છે મીઠા ઘૂઘરા માં પણ માવા વાળા, ડ્રાય ફ્રુટ વાળા,ચોકલેટ વાળા ને ટ્રેડિશનલ સોજી ના સ્ટફિંગ વાળા એમ અલગ અલગ પ્રકારનીસ્ટફિંગ વાળા બનતા હોય છે આજ આપણે ટ્રેડિશનલ રીત વાળા ઘૂઘરા બનાવશું જેને તમે એક વારબનાવ્યા બાદ ઘણા લાંબા સમય સુધી ખાઈ શકો છો તો ચાલો તીખા મસાલેદાર ઘૂઘરા બનાવવાની રીત, ghughra recipe in gujarati language , ghughra banavanirit ,tikha ghughra banavani rit  શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘૂઘરા બનાવવા જરૂરી સામગ્રી – ghughrabanava jaruri samgree

  • 1 કપ મેંદાનો લોટ
  • 4-5 ચમચી સોજી
  • 2-3 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 4-5 ચમચી પીસેલી ખાંડ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • 1-2 ચમચી કીસમીસ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ½ કપ ઘી
  • તરવા માટે ઘી / તેલ

Instructions

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | tikha ghughra banavani rit

  • ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો
  • હવે કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ઘી ને ગરમ કરો
  • ઘી બરોબર ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ચમચા વડે હલાવી ધીમા તાપે સોજી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ( સોજી શેકાવા આવે ત્યારે તેમાં કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખી ને સોજી સાથે શેકી લેસો તોઘૂઘરા માં ડ્રાય ફ્રૂટ વધુ સારા લાગશે)
  • હવે તેમાં સૂકા નારિયળ નું છીણ નાખી બે ત્રણ મિનિટ શેકો
  • ત્યારબાદ ગેસ બંધ કરી શેકેલું મિશ્રણ બીજા વાસણ માં કાઢી લઈ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં એલચી નો પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો( મીઠાસ તમારા ટેસ્ટમુજબ વધુ ઓછી કરી શકો છો)
  • ત્યારબાદ તેમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, કીસમીસ  નાખી મિક્સ કરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે એક વાસણમાં ચારણી વડે મેંદો ચારી ને લ્યો
  • મેંદામાં એક બે ચમચી જેટલું ઘી નું મોણ નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો( લોટ ને મૂઠી બંધ કરતા લોટ છૂટોના પડે એટલું  મોણ નાખવું)
  • ત્યારબાદ થોડું થોડુ કરી નોર્મલ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને ચારપાંચ મિનિટ મસળવો જેથી લોટ નરમ બને
  • હવે બાંધેલા લોટ માંથી નાની પૂરી બની સકે એટલે નાના લુવા બનાવી લેવા
  • બનેલા લુવા માંથી પાતળી પુરી બનાવી લેવી
  • થોડીપુરી બની જાય ત્યાર પછી એક પુરી લઈ વચ્ચે સ્ટફિંગ ની એક બે ચમચી મૂકી પુરી ની બધી કિનારી પર દૂધ ની આંગળી કે પાણી ની આંગળી લગાવી બીજી બાજુ થી પુરી ને બરોબર બંધ કરી અર્ધગોળ કરવી
  • હવે એક બાજુ થી હાથ ની મદદ થી કિનારીઓ ને થોડી થોડી વાર્તા જાઓ આમ બધાજ ઘૂઘરા તૈયાર કરી લેવા
  • ઘૂઘરા તૈયાર થાય એટલે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો
  • ઘી કે તેલ ગરમ થાય એટલે એક એક કરી થોડા થોડા ઘૂઘરા નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા
  • આમ બધા ઘૂઘરા તારાઈ જાય એટલે ઘૂઘરા ને ઠંડા થવા દેવા બિલકુલ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરી મૂકી શકો છો ને જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો

ghughra recipe in gujarati notes

  • ઘૂઘરા ઘી તરેલાં માં વધારે સારા લાગે છે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • તમે એના સ્ટફિંગ માટે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો
  • આપણે આ ઘૂઘરા માં માવા નો ઉપયોગ નથી કરતા એટલે તેને વધુ દિવસ સાચવી શકાય છે
  • તમે હાથ વડે ઘૂઘરા બનાવવા ના ફાવે તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

મુઠીયા બનાવવાની રીત | દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરસી પુરી બનાવવાની રીત | Farsi puri banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે આવેલ રીક્વેસ્ટ ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત બતાવો તો આજ શીખીશું farsi puri ni recipe . દિવાળી, સાતમ આઠમ કે ક્યાંક બારે ફરવા જવું હોય ત્યારે સૌ થી વધુ બનતો નાસ્તો એટલે ફરસી પુરી રેસીપી જે બનાવવી ખુબજ સરળ ને ખાવા માં ખુબજ ટેસ્ટી હોય છે ફરસી પૂરી અલગ અલગ રીતે બનતી હોય છે આપને આજ પડ વારી ફરસી પૂરી બનાવતા શીખીશું તો ચાલો આજ આપણે farsi puri banavani rit gujarati ma , farsi puri recipe in gujarati language video જોઈએ.

ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી | Farsi puri recipe ingredients

  1. મેંદા નો લોટ 2 કપ
  2. સોજી 2 ચમચી
  3. કાળા તલ ¼ ચમચી
  4. જીરૂ ½ ચમચી
  5. અજમો 1 ચમચી
  6. કસુરી મેથી 1 ચમચી
  7. તેલ 2 ચમચી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ઘી 2 ચમચી
  10. કોર્ન ફ્લોર 2-3 ચમચી
  11. 1 ચમચી કલોંજી/ડુંગરી ના બીજ( ઓપશનલ છે)
  12. જરૂર મુજબ પાણી

Farsi puri recipe in gujarati | Farsi puri banavani rit gujarati ma

ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ને ચારણી વડે ચારી ને લ્યો , ત્યાર બાદ એમાં બે ચમચી સોજી નાખો( સોજી નાખવા થી પુરી સારી ક્રિસ્પી બને છે)

હવે મેંદા ના લોટ ને સોજી માં 1 ચમચી અજમો હાથ થી મસળી ને નાખો , ત્યાર બાદ એમાં પા ચમચી કાળા તલ, અડધી ચમચી હાથ થી મસળી ને જીરું નાખો,એક ચમચી જેટલી કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખો(એક ચમચી કલોનજી પણ નાખી સકો છો ક્લોંજી થી પુરી નો સ્વાદ વધુ સારો લાગશે પરંતુ જો તમે ડુંગરી ના ખાતા હો તો કાલોંજી નાખવી નહિ)

બધી જ કોરી સામગ્રી ને હાથ વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર વઘરીયા માં કે કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરો ને ગરમ તેલ ને કોરી સામગ્રી માં નાખી ચમચી વડે મિક્સ કરવી( તેલ ઘણું ગરમ હોઇ સીધો હાથ ના નાખવો નહિતર બરી જવાશે) લોટ ને તેલ સેજ ઠંડા થાય એટલે બને ને હાથ વડે  મિક્સ કરી લેવા

હવે લોટ માં થોડું થોડું કરી નોર્મલ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ હાથ થી મસળવો જેથી લોટ સોફ્ટ બને , લોટ બંધાઈ જાય એટલે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ રેસ્ટ આપવા મૂકવો

હવે એક વાટકી માં બે ચમચી ઘી લ્યો તેમાં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નો લોટ અથવા મેંદા નો લોટ લ્યો , હવે ઘી ને લોટ ને ચમચી વડે હલાવી ને બરોબર મિક્સ કરો ને તૈયાર સ્લડી ને એક બાજુ મૂકો

લોટ ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટ ને પાંચ મિનિટ મસળી લેવો , લોટ મસળી લીધા પછી તેના એક સરખા 6 કે 8 ભાગ કરી લુવા તૈયાર કરી લેવા

હવે એક એક લુવા ને વેલણ વડે વણી લઈ મોટી મોટી રોટલી બનાવતા જઈ એક બાજુ મૂકતા જવી( રોટલી બનાવતા સમયે જો જરૂર લાગે તો વેલણ પાટલા પર તેલ લગાવી સકો કે કોરો લોટ લઈ સકો છો)

બધી જ રોટલી તૈયાર થઈ જાય એટલે એક રોટલી પાટલા પર લઈ તેની પર તૈયાર કરેલી સલ્ડી ને હાથ વડે બધી બાજુ લાગે એમ લગાડવી ( જેમ આપને રોટલી પર ઘી લગાવી એ તેમ લગાવો) હવે તેના પર બીજી વણેલી રોટલી મૂકો ને બીજી રોટલી પર પણ સ્લડિ ને બધી બાજુ લગાવો ત્યાર બાદ તેના પર ત્રીજી વણેલી રોટલી મૂકો અને તેના પર પણ સ્લડી લગાવો

હવે રોટલી ને એક બાજુ થી ગોળ રોલ જેમ વારતા જઈ ટાઇટ રોલ બનાવો છેલ્લે ફરી થોડી સલ્ડી લગાવી રોલ ને બરોબર બંધ કરો , બધીજ રોટલી ના આવી રીતે રોલ બનાવો

બધા રોલ બની જાય એટલે ચાકુ વડે જે સાઈઝ ની પુરી બનાવી હોય એ સિઝેના રોલ માંથી  કટકા કરી લ્યો ને બધા જ કટકા ને હાથ વડે સેજ દબાવી લુવા નો આકાર આપો . આમ બધા લુવા થઈ જાય એટલે એની મીડીયમ જાડી પુરી વણી લ્યો બધી જ પુરી આમ વણી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ પર મકો ને થોડી  થોડી કરી ને બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી

તરેલી પુરી ને એક વાસણ માં કાઢી ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરી ને 15-20 દિવસ મજા માણો ફરસી પૂરી

Farsi puri recipe notes

  • ગેસ નો તાપ સાવ ધીમો ના રાખવો નહિતર પુરી માં તેલ રહી જસે અને જો ફૂલ તાપ રાખશો તો પુરી અંદર થી કાચી રહી જસે
  • તમે ચાહો તો મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકો છો કે પછી અડધો મેંદા નો લોટ ને અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Try and Taste – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farsi puri banavani rit gujarati ma | ફરસી પુરી રેસીપી

ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત - ફરસી પુરી બનાવવાની રીત - ફરસી પુરી રેસીપી - farsi puri recipe in gujarati - farsi puri banavani rit gujarati ma

ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજ આપણે ખસ્તા પડવાળી ફરસી પુરી બનાવવાની રીત શીખીશું. દિવાળી, સાતમ આઠમ કે ક્યાંક બારે ફરવા જવું હોય ત્યારેસૌ થી વધુ બનતો નાસ્તો એટલે ફરસી પુરી રેસીપી જે બનાવવી ખુબજ સરળ ને ખાવા માં ખુબજ ટેસ્ટી હોય છે ફરસી પૂરી અલગ અલગ રીતે બનતી હોય છે આપણે આજ પડ વારી ફરસી પૂરી બનાવતા શીખીશું તો ચાલો આજ આપણે farsi puri ni recipe , farsi puri banavani rit gujarati ma , farsi puri recipe in gujarati language video જોઈએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી – Farsi puri recipe ingredients

  • 2 કપ મેંદા નો લોટ
  • 2 ચમચી સોજી
  • ¼ ચમચી કાળા તલ
  • ½ ચમચી જીરૂ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી કસુરી મેથી
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી ઘી
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી કલોંજી/ડુંગરી ના બીજ( ઓપશનલછે)
  • જરૂર મુજબ પાણી

Instructions

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri banavani rit | farsi puri banavani rit gujarati ma | farsi puri recipe

  • ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ને ચારણી વડે ચારી ને લ્યો
  • ત્યારબાદ એમાં બે ચમચી સોજી નાખો( સોજી નાખવા થી પુરી સારી ક્રિસ્પી બને છે)
  • હવે મેંદા ના લોટ ને સોજી માં 1 ચમચી અજમો હાથ થી મસળી ને નાખો
  • ત્યારબાદ એમાં પા ચમચી કાળા તલ, અડધી ચમચી હાથ થી મસળી ને જીરું નાખો,એક ચમચી જેટલી કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખો (એક ચમચી કલોનજીપણ નાખી સકો છો ક્લોંજી થી પુરી નો સ્વાદ વધુ સારો લાગશે પરંતુ જો તમે ડુંગરી ના ખાતાહો તો કાલોંજી નાખવી નહિ)
  • બધી જ કોરી સામગ્રી ને હાથ વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર વઘરીયા માં કે કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરો ને ગરમતેલ ને કોરી સામગ્રી માં નાખી ચમચી વડે મિક્સ કરવી( તેલ ઘણું ગરમ હોઇ સીધો હાથ ના નાખવો નહિતર બરી જવાશે) લોટ ને તેલ સેજ ઠંડા થાય એટલે બને ને હાથ વડે  મિક્સ કરી લેવા
  • હવે લોટ માં થોડું થોડું કરી નોર્મલ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ હાથ થી મસળવો જેથી લોટ સોફ્ટ બને
  • લોટ બંધાઈ જાય એટલે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ રેસ્ટ આપવા મૂકવો
  • હવે એક વાટકી માં બે ચમચી ઘી લ્યો તેમાં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નો લોટ અથવા મેંદા નોલોટ લ્યો 
  • હવે ઘી ને લોટ ને ચમચી વડે હલાવી ને બરોબર મિક્સ કરો ને તૈયાર સ્લડી ને એક બાજુ મૂકો
  • લોટ ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ફરી લોટ ને પાંચ મિનિટ મસળી લેવો
  • લોટ મસળી લીધા પછી તેના એક સરખા 6 કે 8 ભાગ કરી લુવા તૈયાર કરી લેવા
  • હવે એક એક લુવા ને વેલણ વડે વણી લઈ મોટી મોટી રોટલી બનાવતા જઈ એક બાજુ મૂકતા જવી( રોટલી બનાવતા સમયે જો જરૂરલાગે તો વેલણ પાટલા પર તેલ લગાવી સકો કે કોરો લોટ લઈ સકો છો)
  • બધીજ રોટલી તૈયાર થઈ જાય એટલે એક રોટલી પાટલા પર લઈ તેની પર તૈયાર કરેલી સલ્ડી ને હાથ વડે બધી બાજુ લાગે એમ લગાડવી ( જેમ આપને રોટલી પર ઘી લગાવી એ તેમ લગાવો) હવે તેના પરબીજી વણેલી રોટલી મૂકો ને બીજી રોટલી પર પણ સ્લડિ ને બધી બાજુ લગાવો ત્યાર બાદ તેનાપર ત્રીજી વણેલી રોટલી મૂકો અને તેના પર પણ સ્લડી લગાવો
  • હવે રોટલી ને એક બાજુ થી ગોળ રોલ જેમ વારતા જઈ ટાઇટ રોલ બનાવો છેલ્લે ફરી થોડી સલ્ડી લગાવીરોલ ને બરોબર બંધ કરો
  • બધી જ રોટલી ના આવી રીતે રોલ બનાવો
  • બધારોલ બની જાય એટલે ચાકુ વડે જે સાઈઝ ની પુરી બનાવી હોય એ સિઝેના રોલ માંથી  કટકા કરી લ્યો ને બધા જ કટકા ને હાથ વડે સેજ દબાવી લુવા નો આકાર આપો
  • આમ બધાલુવા થઈ જાય એટલે એની મીડીયમ જાડી પુરી વણી લ્યો બધી જ પુરી આમ વણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ પર મકો નેથોડી  થોડી કરી ને બધી પુરી ને બને બાજુગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી
  • તરેલી પુરી ને એક વાસણ માં કાઢી ને ઠંડી થવા દયો પુરી ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ મજામાણો ફરસી પૂરી

farsi puri recipe in gujarati notes

  • ગેસ નો તાપ સાવ ધીમો ના રાખવો નહિતર પુરી માં તેલ રહી જસે અને જો ફૂલ તાપ રાખશો તો પુરી અંદર થી કાચી રહી જસે
  • તમે ચાહો તો મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ વાપરી શકો છો કે પછી અડધો મેંદા નો લોટ ને અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati

ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | કચોરી બનાવવાની રીત | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મઠીયા બનાવવાની રીત | Mathiya banavani rit | Mathiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે પાતળા મઠિયા બનાવવાની રીત રેસીપી શીખીશું. દિવાળી કે સાતમ આઠમ આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારના નાસ્તાઓ બનાવવામાં આવે છે ને આ નાસ્તાઓ ૧૦-૧૫ દિવસ સુંધી ચાલે એટલા બનાવતા હોય છે આજ કાલ બજાર માં બધીજ પ્રકાર ના નાસ્તાઓ તૈયાર જ મળતા હોય છે પણ જે ઘરે બનાવેલા હોય અને જે આપના દાદી નાની ના હાથ ના સ્વાદ ઘરે બનાવેલા નાસ્તા માં હોય એવો બજાર માં મળતા નાસ્તા માં થોડી આવે તો આજ આપને એવો જ એક નાસ્તો કે જે થોડી મહેનત માંગે છે પણ ખાવા માં એક દમ ટેસ્ટી ને ક્રિસ્પી બનતા હોય એવા જાડા અને પાતળા મઠીયા બનાવવાની રીત – mathiya banavani rit, mathiya recipe in gujarati language જોઈશું.

મઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  1. મઠ નો લોટ 1 ½ કપ
  2. અડદ નો લોટ ½ કપ
  3. ખાંડ 3-4 ચમચી
  4. ¼  ચમચી ખાવા નો સોડા/ બેકિંગ સોડા
  5. 2-3 ચમચી ઘી / તેલ
  6. અજમો 1 ચમચી
  7. 1 ચમચી સફેદ મરચા નો ભૂકો/ સફેદ મરી પાઉડર
  8. સ્વાદ મુજબ મીઠું / ½ ચમચી મીઠું
  9. ½ કપ પાણી
  10. તરવા માટે તેલ

Mathiya banavani rit

સૌ પ્રથમ આપણે મઠિયા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ મઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું

મઠિયા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે તેમાં ચાર ચમચી ખાંડ નાખો, સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાંખી મિક્સ કરો

હવે પાણી માં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો, પાણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણી ને નવશેકું થવા એક બાજુ મૂકી દયો , હવે કંથરોટ લ્યો  , તેમાં પહેલા મઠ નો લોટ ચારી લ્યો , ત્યાર બાદ એમાંજ અડદ નો લોટ ચારી લ્યો

ત્યારબાદ બને લોટ ને મિક્સ કરી લ્યો , ત્યાર બાદ એક ચમચી અજમો બને હાથ ની હથેળી વચ્ચે મસળી ને લોટ માં નાખી મિક્સ કરો , હવે લોટ માં એક બે ચમચી ઘી નાખી ઘી ને લોટ ને હાથ વડે બરોબર મિક્સ કરો ( ઘી ની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો પણ ઘી સારો ટેસ્ટ આવે છે)

હવે લોટ માં જે પાણી નેવસેકુ કરવા મૂકેલ એ થોડું થોડુ કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો(મઠ નો લોટ ને અડદ નો લોટ ચીકણા હોવા થી તેમાં પાણી નાખતા તે હાથમાં તથા વાસણ માં ચિપકસે તો તેને થોડી થોડી વારે ચમચી થી અલગ કરતા રહેવું)

બાંધેલા લોટ ને ધસ્તા વડે વાસણ માં કે પછી લોટ ને પ્લેટફોર્મ પર મૂકી 8-10 મિનિટ સુધી કુટવો , લોટ ને કૂટવા થી લોટ સોફ્ટ થશે ને મઠિયાં પોચા ને ક્રિસ્પી બને છે

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી

લોટ ને 8-10 મિનિટ કુટિયા પછી  તેમાં એક ચમચી ઘી/ તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા

હવે બાંધેલા લોટ ના લાંબા રોલ બનાવી પુરી માટે બનાવીએ  સાઈઝ ના ચાકુ વડે લુવા બનાવી લ્યો

હવે એક એક કરી ને વેલણ વડે પાટલા પર સાવ પાતળી મઠિયાં પુરી બનાવતા જાઓ( પુરી પાતળી વણવી જેથી તર્યા બાદ ક્રિસ્પી લાગે જો જાડી વનસો તો પુરી તર્યા પછી પોચી લાગશે) ને બનેલી પુરી ને વાસણમાં એક પર એક મૂકતા જાઓ

( પુરી બનાવતી વખતે પાટલા પર ને વેલણ પર તેલ લગાડી શકો જેથી વણવી શહેલી પડે અથવા મઠ નો મેંદા નો લોટ નો અટામણ તરી કે પણ ઉપયોગ કરી સકો છો )

બધી પુરી વણાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો , તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને તૈયાર કરેલ મઠિયાં પુરી ને બને બાજુ ગોલ્ડન થવા સુંધી તરી લ્યો

તરેલી પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાં ભરી ને 10-15 દિવસ સુંધી મજા માણો

Mathiya recipe in gujarati notes

જો તમારે બધીજ મઠિયાં ને એક સાથે ના તરવી હોય તો તમે વનેલી પુરી ને સેજ વધારે સૂકવી ને સુકાયેલી પુરી ભેગી કરી એર ટાઇટ ડબ્બામાં મૂકી ને ફ્રીઝ માં 10-15 દિવસ મૂકી સકો છો ને 10-15 દિવસ પછી તરી શકો છો.

પાતળા મઠીયા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mathiya banavani rit | Mathiya recipe in gujarati language

મઠીયા બનાવવાની રેસીપી - મઠીયા બનાવવાની રીત - પાતળા મઠીયા બનાવવાની રીત - mathiya banavani rit - mathiya recipe in gujarati language

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે પાતળા મઠિયાં બનાવવાની રીત રેસીપી શીખીશું જેમા એક દમ ટેસ્ટી નેક્રિસ્પી બનતા હોય એવા પાતળા મઠિયાં બનાવવાની રીત -mathiya banavani rit , mathiya recipe in gujarati language જોઈશું.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ
  • 1 ધસ્તો

Ingredients

મઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ મઠ નો લોટ
  • ½ કપ અડદ નો લોટ
  • 3-4 ચમચી ખાંડ
  • ¼  ચમચી ચમચી ખાવા નો સોડા/ બેકિંગ સોડા
  • 2-3 ચમચી ઘી / તેલ
  • 1 ચમચી ચમચી
  • 1 ચમચી સફેદ મરચા નો ભૂકો/ સફેદ મરી પાઉડર
  • ½ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું /½ ચમચી મીઠું
  • તરવા માટે તેલ

Instructions

મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya recipe in gujarati language

  • મઠીયા બનાવવાની રીત મા પહેલા આપણે પહેલા મઠીયા નો લોટ બનાવતા શીખીશું પછી મઠીયા બનાવીશું

મઠિયાં બનાવવા માટે ના લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે તેમાં ચાર ચમચી ખાંડ નાખો, સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાંખી મિક્સ કરો
  • હવે પાણી માં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો, પાણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણીને નવશેકું થવા એક બાજુ મૂકી દયો
  • હવે કંથરોટ લ્યો  , તેમાં પહેલા મઠ નો લોટ ચારીલ્યો , ત્યાર બાદ એમાંજ અડદ નો લોટ ચારી લ્યો
  • હવે બને લોટ ને મિક્સ કરી લ્યો , ત્યાર બાદ એક ચમચી અજમો બને હાથ ની હથેળી વચ્ચે મસળી નેલોટ માં નાખી મિક્સ કરો
  • હવે લોટ માં એક બે ચમચી ઘી નાખી ઘી ને લોટ ને હાથ વડે બરોબર મિક્સ કરો ( ઘી ની જગ્યાએ તમે તેલ પણ વાપરીશકો છો પણ ઘી સારો ટેસ્ટ આવે છે)
  • હવે લોટ માં જે પાણી નેવસેકુ કરવા મૂકેલ એ થોડું થોડુ કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો(મઠ નો લોટ ને અડદ નો લોટ ચીકણા હોવા થી તેમાં પાણી નાખતા તે હાથમાં તથા વાસણ માં ચિપકસે તો તેને થોડી થોડી વારે ચમચીથી અલગ કરતા રહેવું)
  • બાંધેલા લોટ ને ધસ્તા વડે વાસણ માં કે પછી લોટ ને પ્લેટફોર્મ પર મૂકી 8-10 મિનિટ સુધી કુટવો
  • લોટ ને કૂટવા થી લોટ સોફ્ટ થશે ને મઠિયાં પોચા ને ક્રિસ્પી બને છે
  • લોટ ને 8-10 મિનિટ કુટિયાપછી  તેમાં એક ચમચી ઘી/તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા

મઠીયા બનાવવાની રીત – mathiya banavani rit

  • લોટને 8-10 મિનિટ કુટિયાપછી  તેમાં એક ચમચી ઘી/તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા
  • હવે બાંધેલા લોટ ના લાંબા રોલ બનાવી પુરી માટે બનાવીએ  સાઈઝ ના ચાકુ વડે લુવા બનાવી લ્યો
  • હવે એક એક કરી ને વેલણ વડે પાટલા પર સાવ પાતળી મઠિયાં પુરી બનાવતા જાઓ( પુરી પાતળી વણવી જેથી તર્યાબાદ ક્રિસ્પી લાગે જો જાડી વનસો તો પુરી તર્યા પછી પોચી લાગશે) ને બનેલી પુરી ને વાસણમાં એક પર એક મૂકતા જાઓ( પુરી બનાવતીવખતે પાટલા પર ને વેલણ પર તેલ લગાડી શકો જેથી વણવી શહેલી પડે અથવા મઠ નો મેંદા નો લોટનો અટામણ તરી કે પણ ઉપયોગ કરી સકો છો )
  • બધી પુરી વણાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને તૈયાર કરેલ મઠિયાં પુરી ને બને બાજુ ગોલ્ડન થવા સુંધીતરી લ્યો
  • તરેલી પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાં ભરી ને 10-15 દિવસ સુંધી મજા માણો

mathiya recipe in gujarati notes

  • જો તમારે બધીજ મઠિયાં ને એક સાથે ના તરવી હોય તો તમે વનેલી પુરી ને સેજ વધારે સૂકવી ને સુકાયેલી પુરી ભેગી કરી એર ટાઇટ ડબ્બામાં મૂકી ને ફ્રીઝ માં 10-15 દિવસ મૂકી સકો છો ને 10-15 દિવસ પછી તરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા દૂધ બનાવવાની રીત – masala dudh banavani rit શીખીશું. મિત્રો બજારમાં મસાલા  દૂધ  બનાવવા માટે ના મસાલા ખૂબ જ મોંઘી હોય છે આજે આપણે બજાર કરતા સસ્તા ને ફક્ત પાંચથી દસ મિનિટમાં  બની જતા ને એક વાર તૈયાર કર્યા પચ્છી પાંચ છ મહિના સુધી વાપરી શકાય તેવો  દૂધ નો મસાલો બનાવવાની રીત શીખીશું. જે મસાલો તમે ઘરના સભ્યો માટે,  મહેમાન માટે , તેમજ ઘરમાં આવતા નાના મોટા પ્રસંગ માટે અને તહેવારોમાં ઉપયોગમાં લઈ શકો તેઓ મસાલો બનાવવાની એકદમ સરળ રીત શીખીશું તો ચાલો masala doodh banavani rit recipe in gujarati.

મસાલા દૂધ બનાવવા જરૂરી સામગ્રી

  1. દૂધ 1 ગ્લાસ
  2. ખાંડ 2-3 ચમચી
  3. કાજુ ⅓ કપ
  4. બદામ ⅓ કપ
  5. પિસ્તા ¼ કપ
  6. જાવેત્રી 2-3 કટકા
  7. વરિયાળી 1 ચમચી
  8. એલચી 5-6
  9. જાયફળ પાવડર ¼ ચમચી
  10. કેસર 1 ગ્રામ

masala dudh banavani rit | masala doodh banavani rit

મસાલા દૂધ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો

કડાઈ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ ,પિસ્તા, આખી એલચી , જાવિત્રી નાખી ચમચા વડે હલાવતા રહો ધીમા તાપે પાંચથી સાત મિનિટ શેકો

બધા ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં વરિયાળી નાંખી બેથી ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લેવી , શેકેલી બધી જ વસ્તુઓ બીજા એક વાસણમાં કાઢી લેવા

હવે શેકેલા ડ્રાયફ્રુટ બધા ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જાર માં શેકેલા ડ્રાયફ્રુટ,  કેસર અને જાયફળનો પાવડર નાખો ( જો તમે ચાહો તો 1 ચમચી હળદર ઉમેરી શકો)

હવે મિક્સરમાં  બધી સામગ્રીને દર્દરી પીસી લેવા, મસાલો તૈયાર થઈ જાય એટલે  એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવો

મસાલા દૂધ બનાવવા ની રીત

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ દૂધ ગરમ કરવા મૂકો તેમાં બે થી ત્રણ ચમચી ખાંડ ( ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ ખડી સાકર કે મધ વાપરી શકો) નાખી અને તૈયાર કરેલ દૂધ ૧ મોટો ચમચો નાખી બધી સામગ્રી બરોબર ઉકાળો દૂધ બરાબર ઊકળે એટલે ગરમાગરમ પીરસો મસાલા દૂધ.

masala dudh recipe in gujarati notes

  • નાના બાળકને દિવસમાં એક વખત આ મસાલા દૂધ આપવાથી ઘણું ગુણ કારી થાય છે
  • આ મસાલા દૂધ તમે દિવાળી પર મહેમાન આવવાના હોય તે પહેલા  દૂધ તૈયાર કરી રાખી શકો છો અને તૈયાર દૂધ ને ગરમ અથવા ઠંડું આવેલા મહેમાન ને આપી શકો છો
  • ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પણ પ્રસંગની શરૂઆત થતાં પહેલા આ મસાલા દૂધ તૈયાર કરી મૂકી શકો છો
  • આ તૈયાર મસાલામાં તમે એક ચમચી જેટલી હળદર નાખી તેને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવી શકો છો

મસાલા દૂધ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર KG’S Kitchen  ને Subscribe કરજો

masala doodh recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત - masala dudh banavani rit - masala doodh recipe - masala dudh recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala dudh recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા દૂધ બનાવવાની રીત – masala dudh banavani rit શીખીશું. મિત્રો બજારમાંમસાલા  દૂધ  બનાવવા માટે ના મસાલા ખૂબ જ મોંઘીહોય છે આજે આપણે બજાર કરતા સસ્તા ને ફક્ત પાંચથી દસ મિનિટમાં  બની જતા ને એક વાર તૈયાર કર્યા પચ્છીપાંચ છ મહિના સુધી વાપરી શકાય તેવો દૂધ નો મસાલો બનાવવાની રીત શીખીશું. જેમસાલો તમે ઘરના સભ્યો માટે,  મહેમાન માટે , તેમજ ઘરમાં આવતા નાના મોટા પ્રસંગ માટેઅને તહેવારોમાં ઉપયોગમાં લઈ શકો તેઓ મસાલો બનાવવાની એકદમ સરળ રીત શીખીશું તો ચાલો masala doodh banavani rit recipe in gujarati.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 9 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

મસાલા દૂધ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ગ્લાસ દૂધ
  • 2-3 ચમચી ખાંડ
  • કપ કાજુ
  • કપ બદામ
  • ¼ કપ પિસ્તા
  • 2-3 કટકા જાવેત્રી
  • 1 ચમચી વરિયાળી
  • 5-6 એલચી
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • 1 ગ્રામ કેસર

Instructions

masala dudh banavani rit | masala doodh recipe | masala dudh recipe in gujarati notes

  • મસાલા દૂધ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ ,પિસ્તા, આખી એલચી, જાવિત્રી નાખી ચમચા વડે હલાવતા રહો ધીમા તાપે પાંચ થી સાત મિનિટ શેકો
  • બધાડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં વરિયાળી નાંખી બેથી ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લેવી , શેકેલી બધી જ વસ્તુઓ બીજા એક વાસણમાં કાઢી લેવા
  • હવે શેકેલા ડ્રાયફ્રુટ બધા ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જાર માં શેકેલા ડ્રાયફ્રુટ,  કેસર અને જાયફળનો પાવડર નાખો ( જો તમે ચાહો તો1 ચમચી હળદર ઉમેરી શકો)
  • હવે મિક્સરમાં  બધી સામગ્રીને દર્દરી પીસી લેવા,મસાલો તૈયાર થઈ જાય એટલે એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવો

મસાલા દૂધ બનાવવા ની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ દૂધ ગરમ કરવા મૂકો તેમાં બે થી ત્રણ ચમચી ખાંડ ( ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ ખડી સાકર કે મધ વાપરી શકો) નાખી અને તૈયાર કરેલ દૂધ ૧ મોટો ચમચો નાખી બધી સામગ્રી બરોબર ઉકાળો દૂધ બરાબર ઊકળે એટલે ગરમાગરમ પીરસો મસાલા દૂધ.

Notes

નાના બાળકને દિવસમાં એક વખત આ મસાલા દૂધ આપવાથી ઘણું ગુણ કારી થાય છે
આ મસાલા દૂધ તમે દિવાળી પર મહેમાન આવવાના હોય તે પહેલા  દૂધ તૈયાર કરી રાખી શકો છો અને તૈયાર દૂધ ને ગરમ અથવા ઠંડું આવેલા મહેમાન ને આપી શકો છો
ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પણ પ્રસંગની શરૂઆત થતાં પહેલા આ મસાલા દૂધ તૈયાર કરી મૂકી શકો છો
આ તૈયાર મસાલામાં તમે એક ચમચી જેટલી હળદર નાખી તેને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

સુરતી ઘારી બનાવવાની રીત | surti ghari banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સુરતી ઘારી બનાવવાની રીત – surti ghari banavani rit શીખીશું. ઘારી એક સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે જે વધારે પડતી સુરતમાં બને છે અને સુરતના લોકો ની પ્રિય મીઠાઈ છે જે આજકાલ વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે આ મીઠાઈ ને બનાવી તમે ૧૦થી ૧૫ દિવસ સુધી રાખી શકો છો વાર તહેવાર કે ઘરના નાના મોટા પ્રસંગમાં પણ બનાવી શકો છો તો ચાલો ghari banavani recipe, surti ghari recipe in gujarati શીખીએ.

ઘારી ની સ્ટફિંગ બનાવવા માટે ની જરૂરી સામગ્રી

  1. મોરો માવો 1 કપ
  2. ખાંડ ⅓ કપ
  3. બદામ પીસેલી ¼ કપ
  4. પિસ્તા પીસેલા ¼ કપ
  5. ચણા નો લોટ 2 ચમચી
  6. ઘી 1 ચમચી
  7. એલચી પાવડર ¼ ચમચી
  8. 8-10 કેસર તાંતણા 1 ચમચી માં પલાળેલી

ઘારી નું ઉપર નું પડ કરવા માટેની સામગ્રી

  1. મેંદો 1 કપ
  2. ઘી 2 -3 ચમચી
  3. જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટે ની સામગ્રી

  1. ઘી 4-5 ચમચી
  2. પીસેલી ખાંડ 3 ચમચી
  3. બદામ પિસ્તા ની કતરણ 2-3 ચમચી

સુરતી ઘારી બનાવવાની રીત | ghari banavani rit

ઘારી નું સ્ટફિંગ બનાવવા ની રીત

ઘારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મોરા માવા ને શેકવા માટે નાખો

માવો માંથી ઘી છૂટુ થવા લાગે ત્યાં સુંધી શેકી લેવો માવો બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા એક વાસણમાં કાઢી લેવો

હવે ગેસ પર  એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો, ચણાનો લોટ ને ધીમા તાપે બરોબર શેકી લેવો

ચણાના લોટ શેકાવાની  સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પીસેલી બદામ અને પીસેલા પિસ્તા ને એલચી પાવડર નાખો ને મિક્સ કરો, બદામ પિસ્તા ને બેથી ત્રણ મિનિટ શેકી લેવા, હવે શેકેલું મિશ્રણ ને  શેકેલા માવા સાથે મિક્સ કરો, સ્ટફિંગ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા એક બાજુ મૂકી દેવું

સ્ટફિંગ મિશ્રણ બિલકુલ  ઠંડુ થાય છે એટલે તેમાં પલાળેલી કેસર ના તાંતણા  ને પીસેલી ખાંડ નાખી મિક્સ કરો , હવે તૈયાર સ્ટફિંગ ના નાના લુવા કે ગોળ કૂકી કટ્ટર થી ઘારી નો આકાર આપી ને સ્ટફિંગ ઘારી તૈયાર કરી લેવી

ધારીના પડ માટે નું કોટીંગ બનાવવા ની રીત

એક વાસણમાં મેંદા નો લોટ લ્યો લોટમાં એકથી બે ચમચી મોણ નાખી બરોબર મિક્સ કરો લોટ અને મોણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધી લો

લોટ બંધાઈ જાય એટલે તેને એક ચમચી ઘી નાખી ફરી મસળી લેવો , હવે બાંધેલા લોટ માંથી પુરી બને એટલા લુવા બનાવી તેની મીડીયમ પાતળી  પૂરી વણી લો

 (પુરી વળતી વખતે ધ્યાન રાખવું કે પુરી બહુ જાડી ન હોય તેમ જ સાવ પાતળી પણ ના બનાવવી કેમકે જો પુરી ઘણી જાડી હશે તો અંદરથી કાચી રહી જશે અને જો બહુ પાતળી હશે તો તરતી વખતે તૂટી જવાની શક્યતા રહે છે એટલે મીડીયમ પાતળી પૂરી તૈયાર કરવી)

 પુરી તૈયાર થઇ જાય એટલે તેમાં ધારીના મિશ્રણના લુવા બનાવેલા હતા તેને લઈ પુરી વચ્ચે મૂકી એક બાજુ થી બંધ કરતા જાઓ ( આપણે બટાકાપરોઠા બનાવ જેમ પુરણ ભરને પરોઠા નો લુવો બંધ કરીએ  તેમ જ ઘારી ને બંધ કરવી)

ધારીને બધી  બાજુથી પ્રોપર બંધ કરીને વધારા નો જે ઉપર બાજુ લોટ  રહે તેને કાઢી લેવો અને જ્યાંથી લોટ વધારાનો કાઢ્યો હોય ત્યાં આંગળી વડે સેજ દબાવી દેવું જેથી ઘારી તરતી વખતે છૂટી ન પડે કે  ટૂંકી ન જાય ,આમ બધી ઘારી ને તૈયાર કરી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ,ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં એક એક કરી  ઘારી નાખી બંને બાજુ બે-ત્રણ મિનિટ તરી લેવી  આમ બધી જ ઘારી ને તરી લેવી

તારેલી ઘારી ને થાળી માં 1-2 કલાક ઠંડી થવા મૂકવી

ઘારી ના ગાર્નિશ માટેની રીત

ઘારી બિલકુલ ઠંડી ત્યાં સુધીમાં એક વાસણ ઘી અને પીસેલી ખાંડ લ્યો ને  બંનેને બરોબર મિક્સ કરો હવે ઘી ખાંડ ના મિશ્રણ માં ઠંડી થયેલી ઘારી નાખી બધી બાજુ થી બરોબર કોટિંગ કરી લો

કોટીગ કરેલી ઘારી ને  થાળીમાં મૂકો તેના પર બદામ પિસ્તાની કતરણ મૂકો, હવે તૈયાર ઘારી ને એક બે કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો બે કલાક બાદ ઘારી ખાવા માટે તૈયાર છે

surti ghari recipe in gujarati | surti ghari banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Di ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘારી બનાવવાની રીત | ghari recipe in gujarati

ghari banavani rit - ghari banavani recipe - surti ghari recipe in gujarati - સુરત ઘારી બનાવવાની રીત - ઘારી બનાવવાની રીત

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit | ghari banavani recipe | surti ghari recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સુરતી ઘારી બનાવવાની રીત – surti ghari banavani rit શીખીશું. ઘારી એક સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે જે વધારે પડતી સુરતમાં બને છે અને સુરતના લોકો ની પ્રિય મીઠાઈ છે જે આજકાલ વર્લ્ડમાં ખૂબ જ ફેમસછે આ મીઠાઈ ને બનાવી તમે ૧૦થી ૧૫ દિવસ સુધી રાખી શકો છો વાર તહેવાર કે ઘરના નાના મોટા પ્રસંગમાં પણ બનાવી શકો છો તો ચાલો ghari banavani recipe, surti ghari recipe in gujarati શીખીએ.
4.60 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘારી ની સ્ટફિંગ બનાવવા માટે ની જરૂરી સામગ્રી

  • 1 કપ મોરો માવો 1
  • કપ ખાંડ
  • ¼ કપ બદામ પીસેલી
  • ¼ કપ પિસ્તા પીસેલા
  • 2 ચમચી ચણા નો લોટ
  • 1 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાવડર
  • 8-10 ચમચી કેસર તાંતણા 1 ચમચી માં પલાળેલી

ઘારી નું ઉપર નું પડ કરવા માટેની સામગ્રી

  • 1 કપ મેંદો
  • 2-3 ચમચી ઘી
  • જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટે ની સામગ્રી

  • 4-5 ચમચી ઘી ચમચી
  • 3 ચમચી પીસેલી ખાંડ
  • 2-3 ચમચી બદામ પિસ્તા ની કતરણ

Instructions

સુરતી ઘારી બનાવવાની રીત – ઘારી બનાવવાની રીત – ghari banavani rit –  ghari banavani recipe –  surti ghari recipe in gujarati

    ઘારી નું સ્ટફિંગ બનાવવા ની રીત

    • ઘારી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મોરા માવા ને શેકવા માટે નાખો
    • માવો માંથી ઘી છૂટુ થવા લાગે ત્યાં સુંધી શેકી લેવો માવો બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા એક વાસણમાં કાઢી લેવો
    • હવે ગેસ પર એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો, ચણાનો લોટ ને ધીમા તાપે બરોબર શેકી લેવો
    • ચણા ના લોટ શેકાવાની  સુગંધ આવવા માંડે અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પીસેલી બદામ અને પીસેલા પિસ્તા ને એલચી પાવડર નાખો ને મિક્સ કરો
    • બદામ પિસ્તા ને બેથી ત્રણ મિનિટ શેકી લેવા, હવે શેકેલું મિશ્રણ ને  શેકેલા માવા સાથે મિક્સ કરો, સ્ટફિંગ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા એક બાજુ મૂકીદેવું
    • સ્ટફિંગ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય છે એટલે તેમાં પલાળેલી કેસરના તાંતણા ને પીસેલી ખાંડ નાખી મિક્સ કરો
    • હવે તૈયાર સ્ટફિંગ ના નાના લુવા કે ગોળ કૂકી કટ્ટર થી ઘારીનો આકાર આપી ને સ્ટફિંગ ઘારી તૈયાર કરી લેવી

    ધારી ના પડ માટે નું કોટીંગ બનાવવા ની રીત

    • એક વાસણમાં મેંદા નો લોટ લ્યો લોટમાં એકથી બે ચમચી મોણ નાખી બરોબર મિક્સ કરો લોટ અને મોણ બરોબરમિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ મીડીયમ નરમ લોટ બાંધી લો
    • લોટ બંધાઈ જાય એટલે તેને એક ચમચી ઘી નાખી ફરી મસળી લેવો
    • હવે બાંધેલા લોટ માંથી પુરી બને એટલા લુવા બનાવી તેની મીડીયમ પાતળી  પૂરી વણી લો  (પુરી વળતી વખતે ધ્યાન રાખવું કે પુરીબહુ જાડી ન હોય તેમ જ સાવ પાતળી પણ ના બનાવવી કેમકે જો પુરી ઘણી જાડી હશે તો અંદરથીકાચી રહી જશે અને જો બહુ પાતળી હશે તો તરતી વખતે તૂટી જવાની શક્યતા રહે છે એટલે મીડીયમપાતળી પૂરી તૈયાર કરવી)
    •  પુરી તૈયાર થઇ જાય એટલે તેમાં ધારીના મિશ્રણના લુવા બનાવેલા હતા તેને લઈ પુરી વચ્ચે મૂકી એક બાજુ થી બંધ કરતા જાઓ ( આપણે બટાકાપરોઠા બનાવ જેમ પુરણ ભરને પરોઠા નો લુવો બંધ કરીએ  તેમ જ ઘારી ને બંધ કરવી)
    • ધારી ને બધી બાજુથી પ્રોપર બંધ કરીને વધારા નોજે ઉપર બાજુ લોટ  રહેતેને કાઢી લેવો અને જ્યાંથી લોટ વધારાનો કાઢ્યો હોય ત્યાં આંગળી વડે સેજ દબાવી દેવુંજેથી ઘારી તરતી વખતે છૂટી ન પડે કે  ટૂંકી ન જાય ,આમ બધી ઘારી ને તૈયાર કરી લેવી
    • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ,ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં એક એક કરી  ઘારી નાખી બંનેબાજુ બે-ત્રણ મિનિટ તરી લેવી  આમ બધી જ ઘારી ને તરી લેવી
    • તારેલી ઘારી ને થાળી માં 1-2 કલાક ઠંડી થવા મૂકવી

    ઘારી ના ગાર્નિશ માટેની રીત

    • ઘારી બિલકુલ ઠંડી ત્યાં સુધીમાં એક વાસણ ઘી અને પીસેલી ખાંડ લ્યો ને  બંનેને બરોબર મિક્સ કરો હવે ઘી ખાંડ ના મિશ્રણ માં ઠંડી થયેલી ઘારી નાખી બધી બાજુ થી બરોબર કોટિંગ કરી લો
    • કોટીગ કરેલી ઘારી ને  થાળીમાં મૂકો તેના પર બદામ પિસ્તાનીકતરણ મૂકો, હવે તૈયાર ઘારી ને એક બે કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો બે કલાક બાદ ઘારીખાવા માટે તૈયાર છે
    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

    આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

    ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

    મેસુબ બનાવવાની રીત | મૈસુક બનાવવાની રીત | mesub recipe in gujarati | mesuk recipe | mesuk pak banavani rit | Mesuk banavani rit