Home Blog Page 125

દુધી નો હલવો બનાવવાની રીત | Dudhi no halvo banavani rit

ઘરે જો જલ્દી થી બની જતી અને સૌ ને પસંદ આવતી વાનગી છે દુધી નો હલવો, આજે અમે દુધી નો હલવો બનાવવાની રીત – dudhi no halvo banavani rit લાવ્યા છીએ જે રીત ખુબજ સરળ પણ છે, dudhi halwa recipe in gujarati

દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ દૂધી
  • ૩-૪ ચમચા ઘી
  • ૧ ચપટી બેકિંગ સોડા
  • ૪-૫ બદામ જીની સુધારેલી
  • ૧ ચમચી ચિરોંજી
  • ૧ ચમચો ઘી( ડ્રાય ફ્રુટ રોસ્ટ કરવા)
  • ૨ કપ ફુલ ક્રીમ દૂધ
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૨ ચમચી એલચી પાવડર
  • ૪-૫ કાજું સમારેલા
  • ૧-૨ ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
  • ગુલાબ ની પાંખડી સજાવવા માટે

Dudhi no halvo banavani rit

એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.

દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.

એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.

દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.

પછી તેમાં ૧/૨ કપ ખાંડ નાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચી પાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.

એક પ્લેટ માં ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.

દુધી નો હલવો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi halwa recipe in Gujarati

દુધી નો હલવો બનાવવાની રીત - dudhi no halvo banavani rit - dudhi halwa recipe in gujarati

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

આજે અમે દુધી નો હલવો બનાવવાની રીત – dudhi no halvo banavani rit લાવ્યા છીએ જે રીત ખુબજ સરળ પણ છે, dudhi halwa recipe in gujarati
4.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 3-4 ચમચા ઘી
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 4-5 બદામ જીણી સુધારેલી
  • 1 ચમચી ચિરોંજી
  • 1 ચમચો ઘી( ડ્રાય ફ્રુટરોસ્ટ કરવા)
  • 2 કપ ફુલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • 4-5 કાજું સમારેલા
  • 1-2 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
  • ગુલાબ ની પાંખડી સજાવવા માટે

Instructions

દુધી નો હલવો બનાવવાની રીત – dudhi no halvo banavani rit – dudhi halwa recipe in gujarati

  • એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.
  • દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.
  • એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધલઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.
  • દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.
  • પછી તેમાં ૧/૨ કપ ખાંડનાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચીપાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.
  • એક પ્લેટ માં ડ્રાય ફ્રુટની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

મીઠાઈ ની વાત આવે અને જલેબીના આવે એવું ના બને, પરંતુ જલેબી બજારમાંથી લેવા કરતા ઘરે સરળતાથી બની જાય તો? ચાલો આજે જલ્દી થી બની જતી જલેબી બનાવવાની રીત – જલેબી ની રેસીપી લાવ્યા છીએ, jalebi banavani rit, jalebi recipe in gujarati

જલેબી બનાવવા માટે જરૂરી સામગ્રી

જલેબી ના ઘોળ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ મેંદો
  • ૧ ચમચી ઘી
  • તરવા માટે ઘી
  • ૧/૨ કપ પાણી
  • ૧/૨ પાઉચ ઇનો
  • ૨-૩ ચમચા ડ્રાય ફ્રુટ ની કતરણ

જલેબી ની ચાસણી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ૧ કપ
  • પાણી ૧ કપ
  • એલચી પાવડર ૧/૨ ચમચી
  • કેસર ૧ ચપટી
  • ૧ ચપટી પીળો ફૂડ કલર

Jalebi recipe in gujarati | જલેબી બનાવવાની રીત

એક બાઉલમાં અડધો કપ ચારેલો મેંદો લઈ તેમાં એક ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરવું,પછી તેમાં થોડું કરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જવું જેથી ગાંઠો ન પડે. હવે આ ઘોળને દસ મિનિટ માટે એક સાઇડ મૂકી દેવું.

હવે આપણે ચાસણી ની તૈયારી કરશું.

ચાસણી બનાવવા માટે એક કડાઈમાં 1 કપ ખાંડ લઈ તેમાં એક કપ પાણી ઉમેરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું. હવે તેમાં એલચી પાવડર, એક ચપટી કેસર, એક ચપટી જલેબી નો પીળો રંગ ઉમેરી દો. હવે આ ચાસણીને ધીમા તાપે ત્રણ મિનિટ સુધી બરાબર હલાવી હલાવીને મધ જેવી ઘાટી ચાસણી થાય ત્યાં સુધી ચઢાવો. ચાસણી તૈયાર છે.

હવે જલેબી ના મિશ્રણ માં ૧/૨ પાઉચ ઇનો નાખી ને હલાવી ને ફેટી લો. મિશ્રણ ને બરાબર મિક્સ ને એક થેલી માં અથવા સોસ ની બોટલમાં ભરી લો.

જો થેલી માં ભરતા હોય તો ખૂણામાંથી એક કાણું પાડવું.,હવે આપણે જલેબી ને તરિસુ.

જલેબી તરવા માટે એક છીછરી કડાઈ લો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં થોડુંક મિશ્રણ નાખી જુઓ જો મિશ્રણ તરત ઉપર આવે તો બાકીના મિશ્રણ માંથી એક એક કરીને  ગોળ ગોળ જલેબી બનાવવી.

બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. પછી ગરમાગરમ જલેબી ચાસણીમાં નાખી દેવી,  ચાસણીમાં બોરી તરત જ બહાર કાઢી લેવી જેથી જલેબી ક્રિસ્પી થશે. ચાસણીમાંથી બહાર કાઢી એક ચારણી ઉપર ૧૦-૧૫ મિનિટ રાખવી.

જલેબી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ થી સજાવી પીરસો.

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જલેબી ની રેસીપી

જલેબી બનાવવાની રીત - જલેબી ની રેસીપી - jalebi banavani rit - jalebi recipe in gujarati

જલેબી બનાવવાની રીત | જલેબી ની રેસીપી | jalebi banavani rit | jalebi recipe in gujarati

જલ્દી થી બની જતી જલેબી બનાવવાની રીત, જલેબી ની રેસીપી શીખીએ, jalebi banavani rit, jalebi recipe in gujarati.
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 3 વ્યક્તિ

Ingredients

જલેબી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2-3 ચમચા ડ્રાય ફ્રુટ નીકતરણ

જલેબી ના ઘોળ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ½ કપ મેંદો
  • 1 ચમચી ઘી
  • તરવા માટે ઘી
  • ½ કપ પાણી
  • ½ પાઉચ ઇનો

જલેબી ની ચાસણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • ½ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી કેસર ૧
  • 1 ચપટી પીળો ફૂડ કલર

Instructions

જલેબી બનાવવાની રીત | જલેબી ની રેસીપી | jalebi banavani rit | jalebi recipe in gujarati

  • એક બાઉલમાં અડધો કપચારેલો મેંદો લઈ તેમાં એક ચમચી ઘી નાખી બરાબર મિક્સ કરવું,પછી તેમાં થોડું કરીથોડું થોડું કરી પાણી ઉમેરતા જવું જેથી ગાંઠો ન પડે. હવે આ ઘોળને દસ મિનિટ માટે એકસાઇડ મૂકી દેવું.

જલેબી ની ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે એકકડાઈમાં 1 કપ ખાંડ લઈ તેમાં એક કપપાણી ઉમેરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
  • હવે તેમાં એલચી પાવડર,એક ચપટી કેસર, એક ચપટી જલેબી નો પીળો રંગ ઉમેરી દો.
  • હવે આ ચાસણીને ધીમાતાપે ત્રણ મિનિટ સુધી બરાબર હલાવી હલાવીને મધ જેવી ઘાટી ચાસણી થાય ત્યાં સુધી ચઢાવો, ચાસણી તૈયાર છે.

જલેબી બનાવવાની રીત

  • હવે જલેબી ના મિશ્રણ માં૧/૨ પાઉચ ઇનો નાખી ને હલાવી ને ફેટી લો. મિશ્રણ ને બરાબર મિક્સ ને એક થેલી માંઅથવા સોસ ની બોટલમાં ભરી લો.
  • જો થેલી માં ભરતા હોય તો ખૂણામાંથી એક કાણું પાડવું.
  • હવે આપણે જલેબી ને તરિસુ.
  • જલેબી તરવા માટે એક છીછરી કડાઈ લો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં થોડુંક મિશ્રણ નાખી જુઓ જોમિશ્રણ તરત ઉપર આવે તો બાકીના મિશ્રણ માંથી એક એક કરીને  ગોળ ગોળ જલેબી બનાવવી.
  • બંને બાજુ ગોલ્ડન બ્રાઉનથાય ત્યાં સુધી તળવી. પછી ગરમાગરમ જલેબી ચાસણીમાં નાખી દેવી.
  •  ચાસણીમાં બોરી તરત જ બહાર કાઢી લેવી જેથી જલેબી ક્રિસ્પી થશે. ચાસણી માંથી બહાર કાઢી એક ચારણી ઉપર ૧૦-૧૫ મિનિટ રાખવી.
  • જલેબી ઉપર ડ્રાયફ્રુટ નીકતરણ થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

બાસુંદી એ તહેવારોમાં અથવા ફરાળમાં વપરાતી લોકપ્રિય વાનગી છે અને ઘણા લોકો બાસુંદી બનાવવાની રેસીપી શોધતા પણ હોય છે તો ચાલો બાસુંદી બનાવવાની રીત શીખીએ જે ખુબજ સરળ છે, basundi recipe in gujarati, basundi banavani rit gujarati ma.

બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • ૨ લીટર દૂધ
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૨ ચમચા જીણા કાપેલા કાજું
  • ૨ ચમચા જીણા કાપેલા પિસ્તા
  • ૧/૨ કપ ખાંડ
  • ૮-૧૦ કેસર
  • ૨ ચમચા જીણા કાપેલા બદામ

Basundi banavani rit gujarati ma

સૌપ્રથમ એક કડાઈમાં બે લીટર દૂધ લઇ તેને ગરમ કરવા મૂકો. દૂધ એક ઉકાળો આવે એટલે એમાં ઝીણા સુધારેલા કાજુ ઝીણા સુધારેલા અથવા કાપેલા પિસ્તા ઝીણા કાપેલા બદામ નાખી ધીમા તાપે દૂધ ઉકળવા દો.

દૂધ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. 30 મિનિટ સુધી ધીમા તાપે દૂધને ઉકળવા દેવું. પછી તેમાં અડધો કપ ખાંડ નાખવી અને આઠ-દસ કેસરના તાંતણા નાખવા, પછી તેને 5 મીનિટ સુધી અથવા ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું.

પછી તેમાં એલચીનો પાઉડર નાખો,હવે દૂધ ઘટ્ટ થઈ ગયું હશે એટલે તેને સર્વિંગ બાઉલમાં અથવા કપમાં ગરમ ગરમ પીરસો.

 જો ઠંડી બાસુંદી પસંદ હોય તો તેને ફ્રિજમાં રાખી બે-ત્રણ કલાક પછી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી પીરસો.

બાસુંદી બનાવવાની રીત | બાસુંદી ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Basundi recipe in gujarati

basundi recipe in gujarati - basundi banavani rit gujarati ma - બાસુંદી ની રેસીપી - બાસુંદી બનાવવાની રીત

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

બાસુંદી બનાવવાની રીત શીખીએ જે ખુબજ સરળ છે, basundi recipe in gujarati, basundi banavani rit gujarati ma.
4.67 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 45 minutes
Total Time: 55 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર દૂધ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 2 ચમચા જીણા કાપેલા કાજું
  • 2 ચમચા જીણા કાપેલા પિસ્તા
  • ½ કપ ખાંડ
  • 2 ચમચા જીણા કાપેલા બદામ
  • 8-10 કેસર

Instructions

બાસુંદી ની રેસીપી – બાસુંદી બનાવવાની રીત – basundi recipe in gujarati – basundi banavani rit gujarati ma

  • સૌપ્રથમ એક કડાઈમાં બે લીટર દૂધ લઇ તેને ગરમ કરવા મૂકો. દૂધએક ઉકાળો આવે એટલે એમાં ઝીણા સુધારેલા કાજુ ઝીણા સુધારેલા અથવા કાપેલા પિસ્તા ઝીણા કાપેલા બદામ નાખી ધીમા તાપે દૂધ ઉકળવા દો.
  • દૂધ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. 30 મિનિટ સુધીધીમા તાપે દૂધને ઉકળવા દેવું. પછી તેમાં અડધો કપ ખાંડ નાખવી અને આઠ-દસ કેસરના તાંતણા નાખવા, પછીતેને 5મીનિટ સુધી અથવા ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. પછી તેમાં એલચીનોપાઉડર નાખો.
  • હવે બાસુંદી ઘટ્ટ થઈ ગઈ હશે એટલે તેને સર્વિંગ બાઉલમાં અથવાકપમાં ગરમ ગરમ પીરસો.
  •  જો ઠંડી બાસુંદીપસંદ હોય તો તેને ફ્રિજમાં રાખી બે-ત્રણ કલાક પછી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી પીરસો. તૈયાર છે બાસુંદી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મોહનથાળ. મોહન થાળ આમ તો દરેક ગુજરાતીની મનપસંદ મીઠાઈ છે જે બનાવવામાં ખૂબજ સરળ અને સ્વાદમાં એકદમ સારી લાગે છે પહેલાના સમયમાં ઘરમાં કોઇ પણ પ્રસંગ હોય તો મોહનથાળ ખૂબ જ બનાવતા કેમકે તેમાં ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય છે તો ચાલો મોહનથાળ બનાવવાની રીત શીખીએ, mohanthal banavani rit , mohanthal recipe in gujarati

મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ કરકરો ચણા નો લોટ
  • ½ કપ દૂધ
  • 1 કપ ખાંડ
  • 1 કપ ઘી
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 8-10 કેસર ના તાતના
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • ચાંદી ની વરખ       

Mohanthal banavani rit

મોહન થાળ બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં કરો ચણાનો લોટ લ્યો ,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડે બરાબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુ બરોબર મિક્સ કરો ,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો

પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તો ચારણી વડે ચારી લ્યોજેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય

હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવા મુકો ,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણ નાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપ દૂધ થોડું થોડું  કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો

બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાં એક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો,

ખાંડ ઉકળી ને  એકતારી ચાસણી કરો , ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા નાખી દો

ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલા બેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો , ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો

શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલા વાસણમાં નાખી દયો ,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો

ત્યારબાદ ઉપરથી ચાંદીની વરખ અને બદામની કતરણ ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશ કરી લ્યો

હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવા દો , ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.

મોહનથાળ બનાવવાની રીત  

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mohanthal recipe in Gujarati | મોહનથાળ બનાવવાની રીત

મોહનથાળ બનાવવાની રીત - mohanthal banavani rit - mohanthal recipe in gujarati - મોહન થાળ બનાવવાની રીત

મોહનથાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

ઓછી સામગ્રીમાં ઝડપથી બની જાય તેવી મોહનથાળ બનાવવાની રીત શીખીએ,mohanthal banavanirit , mohanthal recipe in gujarati.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
backing time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ કરકરો ચણા નો લોટ
  • ½ કપ દૂધ
  • 1 કપ ખાંડ
  • 1 કપ ઘી
  • 8-10 કેસર ના તાતના
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • ચાંદી ની વરખ       

Instructions

મોહનથાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

  • મોહનથાળ બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં કરો ચણાનોલોટ લ્યો ,ત્યારબાદ તેમાં ૩ ચમચી ઘી નાખી હાથ વડેબરાબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી ફરીથી બધુબરોબર મિક્સ કરો ,બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયારમિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો
  • પંદરથી વીસ મિનિટ 12 ચણાના મિશ્રણને મિક્સર જારમાં લઈ બરોબર પીસી લ્યો અથવા તોચારણી વડે ચારી લ્યોજેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય
  • હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવામુકો ,ઘી ગરમ થાય એટલે તેમાં ચણા વાળું મિશ્રણનાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપદૂધ થોડું થોડું  કરી નાખો ને શેકતા જઈ હલાવતા જઈ બરોબર શેકો
  • બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથીઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાંએક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો,
  • ખાંડ ઉકળી ને  એકતારી ચાસણી કરો ,ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા નાખી દો
  • ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલાબેસનના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો , ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો
  • શેકીને તૈયાર થયેલી આ મિશ્રણને ગ્રીસ કરેલાવાસણમાં નાખી દયો ,ત્યારબાદ મિશ્રણ ને એકસરખું પાથરી દયો
  • ત્યારબાદ ઉપરથી ચાંદીની વરખ અને બદામની કતરણ ,કાજુની કતરણ, પીસ્તા ની કતરણ લગાડી ગાર્નિશકરી લ્યો
  • હવે તૈયાર મોહનથાળની બેથી ત્રણ કલાક ઠંડુ થવાદો , ઠંડુ થઈ જાય ત્યારબાદ મનગમતી સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે મોહનથાળ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in Gujarati

સાબુદાણા એ સ્ટાર્સ થી ભરપુર હોય છે અને ફરાળી વાનગીઓ બનાવવા વપરાય છે. ફરાળી વાનગીઓમાં સાબુદાણાનું નામ આવે એટલે ખીચડી નોજ વિચાર આવે. પરંતુ આજે આપણે સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું, sabudana vada recipe in gujarati, sabudana vada banavani rit.

સાબુદાણા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ સાબુદાણા
  • ૧/૨ કપ પાણી
  • ૨ બટેટા બાફેલા
  • ૧/૨ કપ સમારેલા ધાણા
  • ૧/૨ કપ સીંગદાણા અધકચરા ખાંડેલા
  • ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ લીંબુ નો રસ
  • તેલ તળવા માટે

sabudana vada recipe in gujarati

સૌપ્રથમ એક ચારણીમાં અડધો કપ સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવા. આ સાબુદાણાને એક બાઉલમાં લઈ અડધો કપ પાણી નાખી ચારથી પાંચ કલાક રહેવા દો.

સાબુદાણા ચાર-પાંચ કલાક પછી પલડી જાય એટલે તેને એક કોરા કપડા ઉપર પાંચ મિનિટ માટે ફેલાવી દો જેથી સાબુદાણા છુટા છુટા થશે.

હવે એક બાઉલમાં સાબુદાણા લઇ તેમાં બાફેલા બટેટાને છીણી ને નાખો પછી તેમાં સમારેલા ધાણા, અધ કચરા ખાન્ડેલા સીંગદાણા, આદુ મરચાની પેસ્ટ અને મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો અને તેમાંથી કટલેટ અથવા ગોળા જેવા આકાર ના વડા બનાવી તૈયાર કરી લો.

એક કડાઈમાં તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ફુલ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તરી લો.

એક સર્વિંગ પ્લેટ માં વડાને ચટણી સાથે પીરસો.

સાબુદાણા વડા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana vada banavani rit

સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું - sabudana vada recipe in gujarati - sabudana vada banavani rit

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

આજે આપણે સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું, sabudana vada recipe in gujarati, sabudana vada banavani rit.
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
soaking time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

સાબુદાણા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાબુદાણા
  • ½ કપ પાણી
  • 2 બટેટા બાફેલા
  • ½ કપ સમારેલા ધાણા
  • ½ કપ સીંગદાણા અધ કચરા ખાંડેલા
  • 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 લીંબુ નો રસ
  • તેલ તળવા માટે

Instructions

સાબુદાણા વડા બનાવવાનીરીત – sabudanavada recipe in gujarati –  sabudana vada banavani rit

  • સૌપ્રથમએક ચારણીમાં અડધો કપ સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવા.
  • આ સાબુદાણાને એક બાઉલમાં લઈ અડધો કપ પાણી નાખી ચારથી પાંચ કલાક રહેવા દો.
  • સાબુદાણા ચાર-પાંચ કલાક પછી પલડી જાય એટલે તેને એક કોરા કપડા ઉપર પાંચ મિનિટ માટે ફેલાવી દોજેથી સાબુદાણા છુટા છુટા થશે.
  • હવે એક બાઉલમાં સાબુદાણાલઇ તેમાં બાફેલા બટેટાને છીણી ને નાખો પછી તેમાં સમારેલા ધાણા, અધ કચરા ખાન્ડેલા સીંગદાણા, આદુ મરચાની પેસ્ટ અને મીઠું અને લીંબુનો રસનાખી બરાબર મિક્સ કરો અને તેમાંથી કટલેટ અથવા ગોળા જેવા આકાર ના વડા બનાવી તૈયાર કરી લો.
  • એક કડાઈમાં તેલ ગરમ મૂકીદો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ફુલ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીવડા તરી લો.
  • એક સર્વિંગ પ્લેટ માંવડાને ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ગુલાબજાંબુ બનાવવાની રીત ગુજરાતીમાં. મિત્રો શું તમને ખબર છે આપણે જે ગુલાબ જાંબુ ને મીઠાઈ તરીકે ઓળખીએ છીએ અને ખાઈએ છીએ એ નામનું વેસ્ટ ઇન્ડીઝમાં એક ફળ પણ મળે છે જે ફળ ને તોડતા તેમાંથી ગુલાબ જેવી સુગંધ આવે છે ને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ તો થઇ ફળ ની વાત હવે આજ આપને તો મીઠાઈ ની વાત કરતા હતા જે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીશું માવા માંથી બનતા ગુલાબ જાંબુ ની રેસીપી , ગુલાબ જાંબુ બનાવવાની રીત, gulab jamun recipe in Gujarati, gulab jamun banavani rit.

ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ મોરો માવો
  • 3 ચમચી મેંદો
  • 1 ½ કપ ખાંડ
  • 3 કપ પાણી
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચી ગુલાબજળ
  • ½ લીંબુ નો રસ
  • 2 ચમચી સોજી
  • ¼ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી દૂધ
  • તેલ/ ઘી તરવા માટે

Gulab jamun recipe in gujarati

ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ મૂકો

ત્યારબાદ તેમાં દોઢ કપ ખાંડ નાખી બરોબર હલાવી ખાંડ ઓગાળી એક તારની ચાસણી થવા દેવી,ચાસણી થવા આવે એટલે તેમાં એલચીનો ભૂકો અને ગુલાબજળ નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકી દો

હવે બીજા એક વાસણમાં મોરો માવો,  મેંદો,  સોજી અને બેકિંગ પાઉડર લઈ હાથ વડે બરોબર મિક્સ કરો, જો મિશ્રણ કઠણ લાગે તો તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરો (જો જરૂર લાગે તોજ દૂધ ઉમેરો નહિતર ના ઉમેરવું)મિશ્રણ બરોબર મિક્સ થઇ ને સ્મૂથ કરો

હવે તેના નાના નાના લૂઆ તૈયાર કરો, દરેક લુઆ ની વચ્ચે કાજુ નો કટકો ,કિસમિસ અથવા પિસ્તા મૂકી બંધ કરી ગોળ આકાર આપી દો , હવે તૈયાર ગોલાની એક બાજુ મૂકી દયો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ને નવશેકું ગરમ કરો

તેલ/ ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા માવાના ગોળા એક-એક કરી ઉમેરતા જાઓ , બધાજ ગોળા ને  સાવ ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો, તળેલા જાંબુને ખાંડની ચાસણીમાં નાખતા જાઓ

ચાસણીમાં નાખેલા જાંબુ ને ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાક ચાસણી માં ડૂબેલા રહેવા દેવા જેથી જાંબુ ની અંદર ચાસણી બરોબર જાય , ૪ થી ૫ કલાક બાદ જો તમને ગરમ ગરમ પીરસવા હોય તો ચાસણીને ફરી થોડી ગરમ કરી લો

અથવા ઠંડા પીરસવા હોય તો ફ્રીજ માં મૂકી ઠંડા-ઠંડા પીરસી શકો છો

Gulab Jambu recipe notes

  • જો ગુલાબ જાંબુ ફરાળી બનાવવા હોય તો મેંદા અને સોજી ની જગ્યાએ તમે દુધના પાવડર નું અથવા તો સાઉં ના લોટ અથવા રાજગરા નો લોટનો ઉપયોગ કરવો
  • જાંબુ ની વચ્ચે કાજુ નો કટકો કિસમિસ અથવા પિસ્તા મૂકવાથી જાંબુ બરોબર અંદર સુધી ચડી જશે તેમજ ચાસણીમાં નાખવાથી ચાસણી પણ બરોબર અંદર સુધી જશે

Gulab jamun banavani rit | ગુલાબજાંબુ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone can cook with me ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી

ગુલાબ જાંબુ - ગુલાબ જાંબુ બનાવવાની રીત - ગુલાબજાંબુ બનાવવાની રીત - gulab jamun recipe in gujarati - gulab jamun banavani rit

ગુલાબ જાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | ગુલાબજાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી

આજે આપણે માવા માંથી બનતા ગુલાબ જાંબુ ની રેસીપી , ગુલાબજાંબુ બનાવવાની રીત શીખીશું, gulab jamun recipe in Gujarati, gulab jamun banavani rit gujarati ma lavya chie.
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ મોરો માવો
  • 3 ચમચી મેંદો
  • 1 ½ કપ ખાંડ
  • 3 કપ પાણી
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચી ગુલાબ જળ
  • ½ લીંબુ નો રસ
  • 2 ચમચી સોજી
  • ¼ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી દૂધ
  • તેલ/ ઘી તરવા માટે

Instructions

ગુલાબ જાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

  • ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ મૂકો
  • ત્યારબાદ તેમાં દોઢ કપ ખાંડ નાખી બરોબર હલાવીખાંડ ઓગાળી એક તારની ચાસણી થવા દેવી
  • ચાસણી થવા આવે એટલે તેમાં એલચીનો ભૂકો અને ગુલાબ જળ નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકી દો
  • હવે બીજા એક વાસણમાં મોરો માવો,  મેંદો,  સોજી અને બેકિંગ પાઉડર લઈ હાથ વડે બરોબર મિક્સ કરો
  • જો મિશ્રણ કઠણ લાગે તો તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરો (જો જરૂર લાગે તોજ દૂધ ઉમેરો નહિતર ના ઉમેરવું ) મિશ્રણ બરોબર મિક્સ થઇ ને સ્મૂથ કરો
  • હવે તેના નાના નાના લૂઆ તૈયાર કરો
  • દરેક લુઆ ની વચ્ચે કાજુ નો કટકો ,કિસમિસ અથવા પિસ્તા મૂકી બંધ કરી ગોળ આકાર આપી દો
  • હવે તૈયાર ગોલાની એક બાજુ મૂકી દયો

ગુલાબજાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ને નવશેકું ગરમ કરો
  • તેલ/ ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાંતૈયાર કરેલા માવાના ગોળા એક-એક કરી ઉમેરતા જાઓ
  • બધાજ ગોળા ને  સાવ ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
  • તળેલા જાંબુને ખાંડની ચાસણીમાં નાખતા જાઓ
  • ચાસણીમાં નાખેલા જાંબુ ને ઓછામાં ઓછા ચાર થીપાંચ કલાક ચાસણી માં ડૂબેલા રહેવા દેવા જેથી જાંબુ ની અંદર ચાસણી બરોબર જાય
  • ૪ થી ૫ કલાક બાદ જો તમને ગરમ ગરમ પીરસવા હોયતો ચાસણીને ફરી થોડી ગરમ કરી લો અથવા ઠંડા પીરસવા હોય તો ફ્રીજ માં મૂકી ઠંડા-ઠંડા પીરસી શકો છો

gulab jamun recipe notes

  • જો ગુલાબજાંબુ ફરાળી બનાવવા હોય તો મેંદા અને સોજી ની જગ્યાએ તમે દુધના પાવડર નું અથવા તો સાઉં ના લોટ અથવા રજગરા નો લોટનો ઉપયોગ કરવો
  • જાંબુ ની વચ્ચે કાજુ નો કટકો કિસમિસ અથવા પિસ્તા મૂકવાથી જાંબુ બરોબર અંદર સુધી ચડી જશે તેમજ ચાસણીમાં નાખવાથી ચાસણી પણ બરોબર અંદર સુધી જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત શીખીશું. જે સુરતની famous વાનગી છે અને આપણે એમ કહી શકીએ કે જો તમારા ઘરમાં ખમણ ના ઢોકળા બચી ગયા હોય તો તેને અલગ સ્વાદ આપી તમે એક નવી જ વાનગી નો આનંદ માણી શકો છો જે બનવામાં ખૂબ જ ઝડપી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો આજે બનાવતા શીખો સેવ ખમણી, sev khamani recipe in gujarati, gujarati sev khamani banavani rit

સેવ ખમણી બનાવવા જરૂરી સામગ્રી

સેવ ખમણી નું ખમણ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • 1-2 ચમચી ખાંડ
  • 2-3 ચમચી આદુ ,લસણ ,મરચા ની પેસ્ટ
  • 1 લીંબુ નો રસ       
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી તેલ
  • 1 ½ કપ પાણી
  • ઇનો 1 ચમચી

સેવ ખમણી ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ તેલ
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 1 દાડી મીઠો લીમડા ના પાન
  • ¼ ચમચી હળદર
  • ½ લીંબુ નો રસ
  • 1 ચમચી ખાંડ

ખમણી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ લીલા ધાણા
  • ½ કપ દાડમ ના દાણા
  • 1 કપ જીની સેવ

sev khamani recipe in gujarati

સૌપ્રથમ એક વાસણમાં બેસન લ્યો, બેસન માં સ્વાદ મુજબ મીઠું, હળદર, ખાંડ, આદુ લસણ મરચાની પેસ્ટ, તેલ નાખી મિક્સ કરો ,હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી ને મીડિયમ ઘટ્ટ મિશ્રણ  બનાવો, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેને એક બાજુ 10 મિનિટ ઢાંકી ને મૂકી દેવું

ત્યારબાદ ગેસ પર ઢોકરિયા માં પાણી ગરમ કરવા મૂકો, હવે એક થાળી માં થોડું તેલ લગાડી તૈયાર કરો , હવે બેસન ના મિશ્રણમાં 1 ચમચી ઇનો નાખો ને બરોબર મિકસ કરો,  તૈયાર બેસન વાળું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં નાખી દયો

હવે તૈયાર થાળી ઢોકળીયા મૂકી 15 મિનિટ સુધી ચડવા દયો , 15 મિનિટ પછી ચાકુ વડે ચેક કરી લ્યો ,બરોબર ચડી ગયું હોય તો તેને બહાર કાઢી ઠંડું થવા દો , ઠંડું થાય એટલે તનો હાથ વડે અથવા ચમચા વડે ભૂકો કરો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ, તલ ને મીઠો લીમડો નાખી મિક્સ કરો , હવે તેમાં ½ ચમચી હળદર નાખો ત્યાર એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો હવે

તેમાં અડધો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખી બરાબર હલાવો, ત્યારબાદ તેમાં ભૂકો કરેલ ખમણ નાંખી બરોબર મિક્સ કરો , હવે તેમાં સુધારેલા લીલા ધાણા ઝીણી સેવ અને દાડમના દાણા નાખીને મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરી નાખો

સર્વિંગ પ્લેટમાં દાડમ ના દાણા સજાવી પીરસો

સેવ ખમણી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meghna’s Food Magic ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત | gujarati sev khamani banavani rit

સેવ ખમણી બનાવવાની રીત - sev khamani recipe in gujarati - ગુજરાતી સેવ ખમણી

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

આજે આપણે ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે,sev khamani recipe in gujarati, gujarati sev khamani banavani rit
4.70 from 13 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું

Ingredients

સેવ ખમણી નું ખમણ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • 1-2 ચમચી ખાંડ
  • 2-3 ચમચી આદુ ,લસણ ,મરચા ની પેસ્ટ
  • 1 લીંબુ નો રસ       
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી તેલ
  • 1 ½ કપ પાણી
  • 1 ચમચી ઇનો
  • સ્વાદ મુજબ મીઠું

સેવખમણી ના વઘાર માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ તેલ
  • 1 ચમચી રાઈ
  • 1-2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 1 દાડી મીઠો લીમડા ના પાન
  • ¼ ચમચી હળદર
  • ½ લીંબુ નો રસ
  • 1 ચમચી ચમચી ખાંડ

સેવ ખમણી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ¼ કપ લીલા ધાણા
  • ½ કપ દાડમ ના દાણા
  • 1 કપ જીણી સેવ

Instructions

સેવ ખમણીબનાવવાની રીત – sev khamani recipe in gujarati – sev khamani banavani rit

  • સેવ ખમણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન લ્યો,બેસન માં સ્વાદ મુજબ મીઠું, હળદર, ખાંડ, આદુ લસણ મરચાની પેસ્ટ, તેલનાખી મિક્સ કરો
  • હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી ને મીડિયમઘટ્ટ મિશ્રણ  બનાવો, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેને એક બાજુ 10 મિનિટ ઢાંકી ને મૂકી દેવું
  • હવે ગેસ પર ઢોકરિયા માં પાણી ગરમ કરવા મૂકો, હવે એક થાળી માં થોડું તેલ લગાડી તૈયાર કરો
  • હવે બેસન ના મિશ્રણમાં 1 ચમચી ઇનો નાખો ને બરોબર મિકસ કરો,  તૈયાર બેસન વાળું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માંનાખી દયો
  • હવે તૈયાર થાળી ઢોકળીયા મૂકી 15 મિનિટ સુધી ચડવા દયો , 15 મિનિટ પછીચાકુ વડે ચેક કરી લ્યો ,બરોબર ચડી ગયું હોય તો તેને બહાર કાઢી ઠંડું થવા દો
  • ઠંડું થાય એટલે તનો હાથ વડે અથવા ચમચા વડે ભૂકોકરો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે તેમાં એક ચમચી રાઈ, તલ ને મીઠો લીમડો નાખી મિક્સકરો
  • હવે તેમાં ½ ચમચી હળદર નાખો ત્યાર એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો હવે
  • તેમાં અડધો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખીબરાબર હલાવો, ત્યારબાદ તેમાં ભૂકો કરેલ ખમણ નાંખી બરોબર મિક્સ કરો
  • હવે તેમાં સુધારેલા લીલા ધાણા ઝીણી સેવ અને દાડમના દાણા નાખીને મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરી નાખો
  • સર્વિંગ પ્લેટમાં સેવ ખમણી નાખી ઉપરથી સેવ અનેદાડમ ના દાણા સજાવી પીરસો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.