Home Blog Page 12

Paneer Cheese Cigar roll banavani rit

નમસ્તે મિત્રો પનીર ચીઝ સિગાર રોલ એક સ્ટાર્ટર વાનગી છે જે હોટલ રેસ્ટોરન્ટ માં કે પાર્ટી માં સોસ સાથે કે ડીપ સાથે સર્વ થતી હોય છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યાર સુંધી આ રોલ તમે બહાર જ મજા લીધી હસે આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું. જે સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી બહાર ની ખાવાની ભૂલી જસો. તો ચાલો Paneer Cheese Cigar roll banavani rit – પનીર ચીઝ સિગાર રોલ બનાવવાની રીત શીખીએ.

પનીર ચીઝ સિગાર રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું પનીર 1 કપ
  • છીણેલું પ્રોસેસ ચીઝ ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • લીલા ધાણા / પાર્સલે 1-2 ચમચી
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સ્પ્રિંગ રોલ સીટ / મેંદા ની પાતળી રોટલી 3-4
  • મેંદા નો લોટ ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Paneer Cheese Cigar roll banavani rit

પનીર ચીઝ સિગાર રોલ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં છીણેલું પનીર લ્યો એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવાના હોય એ સાઇઝ માટેનું મિશ્રણ લ્યો અને એને લાંબા રોલ નો આકાર આપી દયો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવીને તૈયાર કરી લ્યો.

એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં થોડું થોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને મેંદા ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.

હવે તૈયાર સ્પ્રિંગ રોલ સીટ અથવા મેંદા ની પાતળી રોટલી લ્યો એના પર મેંદા ની સ્લરી લગાવી લ્યો અને એક બાજુ તૈયાર કરેલ પનીર ચીઝ રોલ મૂકી એક બને બાજુ થી અંદર ની બાજુ વાળી અને એક બાજુથી ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો અને છેલ્લે કિનારી પર પાતળી મેંદા ની સલરી લગાવી પેક કરી લ્યો.

આમ બધા જ રોલ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી વાર પછી ફેરવી ફેરવી બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો અને તરેલા રોલ ને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ડીપ સાથે સર્વ કરો પનીર ચીઝ સિગાર રોલ.

Paneer Cheese Cigar roll NOTES

  • રોલ માટેનું સ્ટફિંગ તમે પાલક, મકાઈના દાણા કે બીજી સામગ્રી નાખી ને પણ બનાવી શકો છો.
  • સીટ તમે પહેલેથી  મેંદા ના લોટ માંથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી શકો છો અને જ્યારે રોલ બનાવવા હોય ત્યારે વાપરી શકો છો.

પનીર ચીઝ સિગાર રોલ બનાવવાની રીત

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer Cheese Cigar roll recipe

Paneer Cheese Cigar roll - પનીર ચીઝ સિગાર રોલ - Paneer Cheese Cigar roll banavani rit - પનીર ચીઝ સિગાર રોલ બનાવવાની રીત

Paneer Cheese Cigar roll banavani rit

નમસ્તેમિત્રો પનીર ચીઝ સિગાર રોલ એક સ્ટાર્ટર વાનગી છે જે હોટલ રેસ્ટોરન્ટ માં કે પાર્ટીમાં સોસ સાથે કે ડીપ સાથે સર્વ થતી હોય છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારસુંધી આ રોલ તમે બહાર જ મજા લીધી હસે આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું. જે સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યાપછી બહાર ની ખાવાની ભૂલી જસો. તો ચાલો Paneer Cheese Cigar roll banavani rit – પનીર ચીઝસિગાર રોલ બનાવવાની રીત શીખીએ.
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીર ચીઝ સિગાર રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ છીણેલું પનીર
  • ½ કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી લીલા ધાણા / પાર્સલે
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 સ્પ્રિંગ રોલ સીટ/ મેંદા ની પાતળી રોટલી
  • ½ કપ મેંદા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Paneer Cheese Cigar roll banavani rit

  • પનીર ચીઝ સિગાર રોલ બનાવવા સૌથી પહેલા એક વાસણમાંછીણેલું પનીર લ્યો એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખો સાથે લીલા મરચા સુધારેલા,લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવાના હોય એ સાઇઝ માટેનુંમિશ્રણ લ્યો અને એને લાંબા રોલ નો આકાર આપી દયો. આમ બધા મિશ્રણમાંથી રોલ બનાવીને તૈયાર કરી લ્યો.
  • એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં થોડુંથોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને મેંદા ની સ્લરી બનાવી એક બાજુમૂકો.
  • હવે તૈયાર સ્પ્રિંગ રોલ સીટ અથવા મેંદા નીપાતળી રોટલી લ્યો એના પર મેંદા ની સ્લરી લગાવી લ્યો અને એક બાજુ તૈયાર કરેલ પનીર ચીઝરોલ મૂકી એક બને બાજુ થી અંદર ની બાજુ વાળી અને એક બાજુથી ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવીલ્યો અને છેલ્લે કિનારી પર પાતળી મેંદા ની સલરી લગાવી પેક કરી લ્યો.
  • આમ બધા જ રોલ બનાવી તૈયાર કરી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમકરી એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી વાર પછી ફેરવી ફેરવી બધી બાજુ થી ગોલ્ડન તરીલ્યો અને તરેલા રોલ ને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા રોલ નેતરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ડીપ સાથે સર્વ કરો પનીર ચીઝ સિગાર રોલ.

Paneer Cheese Cigar roll NOTES

  • રોલ માટેનું સ્ટફિંગ તમે પાલક,મકાઈના દાણા કે બીજી સામગ્રી નાખી ને પણ બનાવી શકો છો.
  • સીટ તમે પહેલેથી  મેંદા ના લોટ માંથી તૈયાર કરી ફ્રીઝમાં મૂકી શકો છો અને જ્યારે રોલ બનાવવા હોય ત્યારે વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાના ભેળ બનાવવાની રીત | Makhana bhel banavani rit

મિત્રો સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે રોજ રોજ શું બનાવી ને ખવડાવું એ દરેક ઘર ની સમસ્યા છે રોજ રોજ તરેલ કે મમરા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે મખાના માંથી હેલ્થી અને ટેસ્ટી નાસ્તો મખાના ભેળ બનાવી ને તૈયાર કરીશું જે બધાને પસંદ આવશે તો ચાલો  Makhana bhel banavani rit શીખીએ.

મખાના ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 2-4 ચમચી
  • મખાના 1 ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • બટાકા નો ચેવડો ½ કપ
  • ફરસી પૂરી 7-8
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • દાડમ દાણા 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • તીખી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Makhana bhel banavani rit

મખાના ભેળ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં બે ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે મખાના નાખી ધીમા તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, એક ચમચી ઘી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહો સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને બીજા વાસણમાં રાખેલા મખાના માં નાખી દયો.

એમાં બટાકા નો ચેવડો નાખો સાથે ચાર પાંચ ફરશી પૂરી ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો પછી એમાં સંચળ, ચાર્ટ મસાલો નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, દાડમ દાણા, લીલા ધાણા સુધારેલા, આંબલી ની ચટણી, તીખી ચટણી નાખી બરોબર મિક્સ કરી તરત જ સર્વ કરો અને મજા લ્યો મખાના ભેળ.

Makhana bhel recipe

  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
  • બટાકા નો ચેવડો મીઠો અથવા તીખો જે તમને પસંદ હોય એ વાપરી શકો છો.

મખાના ભેળ બનાવવાની રીત

Video Credit : Youtube/ Rajshri Food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makahan bhel recipe

મખાના ભેળ - Makahan bhel - મખાના ભેળ બનાવવાની રીત - Makahan bhel banavani rit - Makahan bhel recipe

Makahan bhel banavani rit

મિત્રોસાંજ ની હલકી ફુલકી ભૂખ માટે રોજ રોજ શું બનાવી ને ખવડાવું એ દરેક ઘર ની સમસ્યા છેરોજ રોજ તરેલ કે મમરા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે મખાના માંથી હેલ્થી અને ટેસ્ટીનાસ્તો મખાના ભેળ બનાવી ને તૈયાર કરીશું જે બધાને પસંદ આવશે તો ચાલો  Makahanbhel banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખાના ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-4 ચમચી ઘી
  • કપ મખાના
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ કપ સીંગદાણા
  • ½ કપ બટાકા નો ચેવડો
  • 7-8 ફરસી પૂરી
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ચમચી દાડમ દાણા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • તીખી ચટણી જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Makhana bhel banavani rit

  • મખાના ભેળ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માંબે ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે મખાના નાખી ધીમા તાપે હલાવતા રહો અને ક્રિસ્પીથાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, એક ચમચી ઘી નાખો અને સ્વાદ મુજબમીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી લ્યોઘી ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહો સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણાબરોબર શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને બીજા વાસણમાં રાખેલા મખાના માં નાખીદયો.
  • એમાં બટાકા નો ચેવડો નાખો સાથે ચાર પાંચ ફરશીપૂરી ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો પછી એમાં સંચળ,ચાર્ટ મસાલો નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલીડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, દાડમ દાણા,લીલા ધાણા સુધારેલા, આંબલી ની ચટણી, તીખી ચટણી નાખી બરોબર મિક્સ કરી તરત જ સર્વ કરો અને મજા લ્યો મખાના ભેળ.

Makhana bhel NOTES

  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
  • બટાકા નો ચેવડો મીઠો અથવા તીખો જે તમને પસંદહોય એ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચકરી બનાવવાની રીત | chakli recipe in gujarati | chokha na lot ni chakri banavani rit

કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત | Kanchipuram Idli banavani rit

સાઉથ માં દરેક જગ્યાએ ઈડલી અલગ અલગ પ્રકારની બનાવી ને મજા લેતા હોય છે અને કાંચિપુરમ ઈડલી એ તમિલનાડુ માં ખૂબ પ્રખ્યાત છે. આ ઈડલી ને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકો છો જે બનાવવી ખૂબ સરળ છે અને સ્વાદ માં રેગ્યુલર ઈડલી થી થોડી અલગ લાગશે તો ચાલો કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત – Kanchipuram Idli banavani rit શીખીએ.

કાંચિપુરમ ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા 1 કપ
  • અડદ દાળ 1 કપ
  • દહી 4-5 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • કાજુ ના કટકા ¼ કપ
  • રાઈ 1 ચમચી
  • અધ કચરા પીસેલા મરી 1 ચમચી
  • જીરું અધ કચરા પીસેલા 1 ચમચી
  • આદુ છીણેલું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Kanchipuram Idli banavani rit

કાંચિપુરમ ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ત્યાર બાદ બીજા વાસણમાં અડદ દાળ લ્યો એને પણ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો.

દાળ અને ચોખા બને બરોબર પલાળી લીધા બાદ પહેલા ચોખાનું પાણી નિતારી મિક્સર જાર માં નાખી અને પીસી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ચમચી  પાણી અથવા પીસવા માટે જરૂરી પાણી નાખી બરોબર પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અડદ દાળ નું પાણી નિતારી મિક્સર જારમાં નાખો અને એને પણ પીસી લ્યો

દાળ ને પીસવા  જરૂર પડે તો થોડું પાણી નાખી પીસી લ્યો અને એને ચોખાના મિશ્રણમાં નાખી દયો હવે બને ને બરોબર હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. અને ઈડલી ના મિશ્રણ થી થોડું ઘટ્ટ રહે એટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ગરમ જગ્યાએ આઠ થી દસ કલાક રાખી દયો .

દસ કલાક પછી મિશ્રણ નું ઢાંકણ ખોલી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એને ઈડલી ના મિશ્રણ માં નાખી દયો અને એજ વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો.

રાઈ તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી અધ કચરા પીસેલા મરી, જીરું, આદુ ની કતરણ, હિંગ, મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને વઘાર ને ઈડલી ના મિશ્રણ માં નાખો અને એના પર સૂંઠ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ કપ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જેમાં ઈડલી બનાવી છે એને તેલ થી ગ્રીસ કરી લ્યો અને ઈડલી નું મિશ્રણ એમાં નાખો અને ત્યાર બાદ ઈડલી ના વાટકા ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.

પચીસ  મિનિટ પછી તૈયાર ઈડલી ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો કાંચિપુરમ ઈડલી.

Kanchipuram Idli recipe notes

  • મિશ્રણ રેગ્યુલર ઈડલી થી થોડું વધારે ઘટ્ટ રાખવાનું હોય છે

કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત

Video Credit : Youtube/ HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kanchipuram Idli recipe

કાંચિપુરમ ઈડલી - Kanchipuram Idli - કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત - Kanchipuram Idli banavani rit - Kanchipuram Idli recipe

કાંચિપુરમ ઈડલી | Kanchipuram Idli

સાઉથ માં દરેક જગ્યાએ ઈડલી અલગ અલગ પ્રકારની બનાવી નેમજા લેતા હોય છે અને કાંચિપુરમ ઈડલી એ તમિલનાડુ માં ખૂબ પ્રખ્યાત છે. આ ઈડલી ને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકો છો જે બનાવવી ખૂબસરળ છે અને સ્વાદ માં રેગ્યુલર ઈડલી થી થોડી અલગ લાગશે તો ચાલો કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત – Kanchipuram Idli banavanirit શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 વાટકા

Ingredients

કાંચિપુરમ ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 1 કપ અડદ દાળ
  • 4-5 ચમચી દહી
  • 2-3 ચમચી ઘી
  • ¼ કપ કાજુના કટકા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી અધ કચરા પીસેલા મરી
  • 1 ચમચી જીરું અધ કચરા પીસેલા
  • 1 ચમચી આદુ છીણેલું
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • ½ ચમચી હિંગ
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Kanchipuram Idli banavani rit

  • કાંચિપુરમ ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો. ત્યાર બાદ બીજા વાસણમાં અડદદાળ લ્યો એને પણ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી ત્રણ ચાર કલાક પલાળી મૂકો.
  • દાળ અને ચોખા બને બરોબર પલાળી લીધા બાદ પહેલા ચોખાનું પાણી નિતારી મિક્સર જાર માં નાખી અને પીસી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ચમચી  પાણી અથવા પીસવા માટે જરૂરી પાણીનાખી બરોબર પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અડદ દાળ નું પાણી નિતારી મિક્સર જારમાં નાખો અને એને પણ પીસી લ્યો
  • દાળને પીસવા  જરૂર પડે તો થોડું પાણી નાખી પીસીલ્યો અને એને ચોખાના મિશ્રણમાં નાખી દયો હવે બને ને બરોબર હાથ થી કે ચમચા થી બરોબરમિક્સ કરી લ્યો. અને ઈડલી ના મિશ્રણ થી થોડું ઘટ્ટ રહે એટલુંપાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ગરમ જગ્યાએ આઠ થી દસ કલાક રાખી દયો.
  • દસ કલાક પછી મિશ્રણ નું ઢાંકણ ખોલી એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે વઘરીયા માં ઘી ગરમ કરીલ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધીશેકી લ્યો ત્યાર બાદ એને ઈડલી ના મિશ્રણ માં નાખી દયો અને એજ વઘરીયા માં તેલ ગરમ કરીલ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો.
  • રાઈત તડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી અધ કચરા પીસેલા મરી, જીરું, આદુ ની કતરણ, હિંગ, મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને વઘાર ને ઈડલી ના મિશ્રણ માં નાખો અનેએના પર સૂંઠ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ કપ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં જેમાં ઈડલી બનાવી છે એને તેલ થી ગ્રીસ કરી લ્યો અને ઈડલી નું મિશ્રણએમાં નાખો અને ત્યાર બાદ ઈડલી ના વાટકા ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને વીસ થી પચીસ મિનિટચડવા દયો.
  • પચીસ  મિનિટ પછી તૈયાર ઈડલી ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો કાંચિપુરમ ઈડલી.

Kanchipuram Idli recipe notes

  • મિશ્રણ રેગ્યુલર ઈડલી થી થોડું વધારે ઘટ્ટ રાખવાનું હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કરમદા નું અથાણું બનાવવાની રીત | Karamda nu athanu banavani rit

નમસ્તે મિત્રો કરમદા એક ખાટું ફળ છે જે પાકેલા હોય ત્યારે ગુલાબી રંગ ના હોય છે અને ઔષધીય ગુણો થી ભરપુર છે કેન્સર જેવી બિમારીઓ માં પણ ઉપયોગી થાય છે અને એના સિવાય પણ ઘણા ગુણો રહેલા છે તો ચાલો આજ કરમદા નું અથાણું બનાવવાની રીત – Karamda nu athanu banavani rit શીખીએ.

કરમદા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • લસણની 20-25 કણી ની પેસ્ટ (ઓપ્શનલ છે )
  • કરમદા 500 ગ્રામ
  • જીરું 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • આખા ધાણા 4 ચમચી
  • મરી 1 ચમચી
  • સરસો 1 -2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • વિનેગર 1-2 ચમચી
  • ગરમ કરી ઠંડુ કરેલ સરસો તેલ 200 એમ. એલ.
  • મીઠું સ્વાદ મુજબ

Karamda athanu recipe in gujarati

કરમદા નું અથાણું બનાવવા સૌપ્રથમ કરમદા ને સાફ કરી ખરાબ કરમદા અલગ કરી લીધા બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો બરોબર સાફ કરી લીધા બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો,

ત્યાર બાદ ચાકુથી બે ભાગ માં કટકા કરી એમાં રહેલા બીજ ને અલગ કરી લ્યો. આમ બધા જ કરમદા માંથી બીજ અલગ કરી લ્યો. અને ત્યાર બાદ કપડા માં ફેલાવી પંખા નીચે અથવા તડકા માં એક થી બે કલાક સૂકવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં જીરું, આખા ધાણા. મેથી દાણા, વરિયાળી, મરી નાખી ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.

પંખા નીચે સૂકવેલા કે પછી તડકા માં સૂકવેલા કરમદા ને એક મોટા વાસણમાં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, સંચળ, પીસી રાખેલ મસાલો, લસણ ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું,  વિનેગર અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

એક બે દિવસ અથાણાં ને સવાર સાંજ હલાવી મિક્સ કરતા રહો. બે દિવસ પછી સાફ અને કરી બરણી માં તૈયાર અથાણાં ને ભરી લ્યો અને તરત અથવા અઠવાડિયા માં મજા લ્યો કરમદા નું અથાણું.

Karamda athanu recipe NOTES

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

કરમદા નું અથાણું બનાવવાની રીત

Video Credit : Youtube/ Deepa food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Deepa food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Karamda nu athanu banavani rit

કરમદા નું અથાણું - Karamda nu athanu - કરમદા નું અથાણું બનાવવાની રીત - Karamda nu athanu banavani rit - Karamda athanu recipe in gujarati

Karamda nu athanu banavani rit

નમસ્તેમિત્રો કરમદા એક ખાટું ફળ છે જે પાકેલા હોય ત્યારે ગુલાબી રંગ ના હોય છે અને ઔષધીયગુણો થી ભરપુર છે કેન્સર જેવી બિમારીઓ માં પણ ઉપયોગી થાય છે અને એના સિવાય પણ ઘણા ગુણોરહેલા છે તો ચાલો આજ કરમદા નું અથાણું બનાવવાની રીત – Karamda nu athanu banavanirit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 25 minutes
Total Time: 45 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

કરમદા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 20-25 લસણની કણી ની પેસ્ટ (ઓપ્શનલ છે )
  • 500 ગ્રામ કરમદા
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી મેથી દાણા
  • 2 ચમચી વરિયાળી
  • 4 ચમચી આખા ધાણા
  • 1 ચમચી મરી
  • 1-2 ચમચી સરસો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી સંચળ
  • 1-2 ચમચી વિનેગર
  • 200 એમ. એલ. ગરમ કરી ઠંડુ કરેલ સરસો તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Karamda nu athanu banavani rit

  • કરમદા નું અથાણું બનાવવા સૌપ્રથમ કરમદા નેસાફ કરી ખરાબ કરમદા અલગ કરી લીધા બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો બરોબર સાફકરી લીધા બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો,
  • ત્યાર બાદ ચાકુથી બે ભાગ માં કટકા કરી એમાંરહેલા બીજ ને અલગ કરી લ્યો. આમ બધા જ કરમદા માંથી બીજ અલગ કરી લ્યો. અને ત્યાર બાદકપડા માં ફેલાવી પંખા નીચે અથવા તડકા માં એક થી બે કલાક સૂકવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં જીરું,આખા ધાણા. મેથી દાણા, વરિયાળી, મરી નાખી ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન શેકી લ્યો મસાલા બરોબર શેકાઈજાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાંનાખી પીસી પાઉડર બનાવી લ્યો.
  • પંખા નીચે સૂકવેલા કે પછી તડકા માં સૂકવેલાકરમદા ને એક મોટા વાસણમાં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ચીલી ફ્લેક્સ, સંચળ, પીસીરાખેલ મસાલો, લસણ ની પેસ્ટ, સ્વાદ મુજબમીઠું,  વિનેગર અને સરસોનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • એક બે દિવસ અથાણાં ને સવાર સાંજ હલાવી મિક્સકરતા રહો. બે દિવસ પછી સાફ અને કરી બરણી માં તૈયાર અથાણાં ને ભરી લ્યો અને તરત અથવાઅઠવાડિયા માં મજા લ્યો કરમદા નું અથાણું.

Karamda athanu recipe NOTES

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મગદાળ ના વડા બનાવવાની રીત | Magdal na vada banavani rit

કેમ છો બધા અત્યાર સુંધી આપણે અલગ અલગ ઘણી દાળ માંથી વડા બનાવી મજા લીધી છે પણ આજ આપણે મગ ની ફોતરા વાળી દાળ માંથી ખૂબ ઝડપથી અને બહાર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી વડા બનાવતા શીખીશું. તો ચાલો Magdal na vada banavani rit – મગદાળ ના વડા બનાવવાની રીત શીખીએ.

મગદાળ ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું બટાકા 1
  • મગ ની દાળ ½ કપ
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • પૌવા ½ કપ
  • લસણ ની કણી 7-8
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • બેસન ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Magdal na vada banavani rit

મગદાળ ના વડા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ દાળ ને એક પાણીથી ઘસી ઘસી ને ધોઇ ને એક બે પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી એમાંથી વધારા નું પાણી નિતારી લ્યો. હવે નીતરેલી મગ દાળ નાખી ને ઢાંકણ બંધ કરી દાળ ને દરદરી પીસી લ્યો. હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

હવે ખંડણી માં લસણ, આદુ, લીલા મરચા, જીરું, આખા ધાણા, વરિયાળી નાખી ને ધાસ્તા થી ફૂટી લ્યો અને એક બાજુ મૂકો. અને ત્યાર બાદ પૌવા ને પીસી ને પાઉડર બનાવી લ્યો. બટાકા ને છીણી લ્યો અને ધોઇ સાફ કરી પાણી માં પલાળી લ્યો અને ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લ્યો.

પલાળેલી મગ દાળ માં પીસેલા મસાલા, નીતારેલ બટાકા નું છીણ, લાંબી સુધારેલ ડુંગળી, ફૂટી રાખેલ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા લીલાં ધાણા, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં પીસેલા પૌવા અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી હથેળી વચ્ચે દબાવી દબાવી વડા બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા નાખી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો મગદાળ ના વડા.

Magdal vada recipe notes

  • લીલાં શાકભાજી તમારી પસંદ ના નાખી શકો છો.
  • લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.

મગદાળ ના વડા બનાવવાની રીત

Video Credit : Youtube/ Rasoi Ghar

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Magdal vada recipe in gujarati

મગદાળ ના વડા - Magdal na vada - મગદાળ ના વડા બનાવવાની રીત - Magdal na vada banavani rit - Magdal vada recipe in gujarati

Magdal na vada banavani rit

કેમ છો બધા અત્યાર સુંધી આપણે અલગ અલગ ઘણી દાળ માંથી વડા બનાવી મજા લીધી છે પણ આજ આપણે મગની ફોતરા વાળી દાળ માંથી ખૂબ ઝડપથી અને બહાર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટીવડા બનાવતા શીખીશું. તો ચાલો Magdal na vada banavanirit – મગદાળ ના વડા બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મગદાળ ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ મગ ની દાળ
  • 1 છીણેલું બટાકા
  • 1 લાંબી સુધારેલ ડુંગળી
  • ½ કપ પૌવા
  • 7-8 લસણ ની કણી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી સફેદ તલ
  • ½ કપ બેસન
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Magdal na vada banavani rit

  • મગદાળ ના વડા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ દાળને એક પાણીથી ઘસી ઘસી ને ધોઇ ને એક બે પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી એમાંથીવધારા નું પાણી નિતારી લ્યો. હવે નીતરેલી મગ દાળ નાખી ને ઢાંકણ બંધ કરી દાળ ને દરદરીપીસી લ્યો. હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરીઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • હવે ખંડણી માં લસણ,આદુ, લીલા મરચા, જીરું,આખા ધાણા, વરિયાળી નાખી ને ધાસ્તા થી ફૂટી લ્યોઅને એક બાજુ મૂકો. અને ત્યાર બાદ પૌવા ને પીસી ને પાઉડર બનાવી લ્યો. બટાકા ને છીણી લ્યો અને ધોઇ સાફ કરી પાણી માં પલાળી લ્યો અને ડુંગળી ને પણ લાંબી લાંબી સુધારી લ્યો.
  • પલાળેલી મગ દાળ માં પીસેલા મસાલા,નીતારેલ બટાકા નું છીણ, લાંબી સુધારેલ ડુંગળી,ફૂટી રાખેલ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, હળદર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા લીલાંધાણા, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ એમાં પીસેલા પૌવા અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી હથેળી વચ્ચે દબાવી દબાવી વડા બનાવી લ્યો. તેલ ગરમથાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ વડા નાખી વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરીલ્યો. આમ બધા વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો મગદાળ ના વડા.

Magdal vada recipe notes

  • લીલાં શાકભાજી તમારી પસંદ ના નાખી શકો છો.
  • લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream

જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ નો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત – Jambu Malai Ice Cream banavani rit શીખીએ.

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • બીજ કાઢેલા જાંબુ નો પલ્પ 150 ગ્રામ
  • ખાંડ 150 ગ્રામ  + ½ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ક્રીમ 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી ને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અને સાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.

મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ, મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડર નાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણ ચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછી જામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.

એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનો પલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બા થોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પ નાખો આમે એક બે લેયર કરી લ્યો.

હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.

Jambu Malai Ice Cream recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.

Jambu Malai Ice Cream banavani rit

Video Credit : Youtube/ Chef Neha Deepak Shah

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jambu Malai Ice Cream recipe

જાંબુ મલાઈ આઈસક્રીમ - Jambu Malai Ice Cream - જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત - Jambu Malai Ice Cream banavani rit - Jambu Malai Ice Cream recipe

જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream

જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાંઆવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત -Jambu Malai Ice Cream banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 એર ટાઈટ ડબ્બા

Ingredients

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ બીજ કાઢેલા જાંબુ નો પલ્પ
  • 150 ગ્રામ  ખાંડ 150 + ½ કપ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 કપ ક્રીમ
  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડર

Instructions

Jambu Malai Ice Cream banavani rit

  • જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપીને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અનેસાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવીલ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવાદયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
  • મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ,મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડરનાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછીજામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.
  • એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનોપલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બાથોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પનાખો આમે એક બે લેયર કરી લ્યો.
  • હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધકરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાયએટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.

Jambu Malai Ice Cream recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરીશકો છો.
  • મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit

કેમ છો મિત્રો આજે આપણે બજારમાં મળતી અને આજ કાલ બધા જેને પસંદ કરે છે બોબા કૉફી બનાવવાની રીત શીખીશું. આમ તો આ બોબા કૉફી બનાવવા માટે અમુક પ્રકારના ખાસ સામગ્રી થી બનાવવામાં આવે છે પણ આજ આપણે એને આપણી દેસી રીતે બનાવતા શીખીશું. જે દેસી સામગ્રી થી તૈયાર થાય છે પણ ટેસ્ટી બજાર જેટલી જ લાગશે. તો ચાલો Boba Coffee banavani rit – બબલ કોફી – બોબા કૉફી બનાવવાની રીત શીખીએ.

બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • પીસેલા સાબુદાણા નો લોટ ½ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • કોકો પાઉડર 1 ચમચી
  • છીણેલો ગોળ 3-4 ચમચી
  • વેનીલા એસેન્સ ¼ ચમચી
  • કોફી 1 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • દૂધ 250 એમ. એલ.
  • પાણી જરૂર મુજબ

બોબા કૉફી બનાવવાની રીત

બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલા સાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો.

ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી  એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્ન ફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવા દયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢી લ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.

એક વાટકા માં બે ચાર ચમચી પાણી , કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો  અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણ ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.

હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા , તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખો અને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.

Boba Coffee recipe notes

  • અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉન સુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરી શકો છો.

Boba Coffee banavani rit

Video Credit : Youtube/ The Terrace Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Boba Coffee recipe

Boba Coffee - બોબા કૉફી - Boba Coffee banavani rit - બોબા કૉફી બનાવવાની રીત - Boba Coffee recipe

બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit

કેમ છોમિત્રો આજે આપણે બજારમાં મળતી અને આજ કાલ બધા જેને પસંદ કરે છે બોબા કૉફી બનાવવાનીરીત શીખીશું. આમ તો આ બોબા કૉફી બનાવવા માટે અમુક પ્રકારના ખાસ સામગ્રી થી બનાવવામાંઆવે છે પણ આજ આપણે એને આપણી દેસી રીતે બનાવતા શીખીશું. જે દેસી સામગ્રી થી તૈયાર થાયછે પણ ટેસ્ટી બજાર જેટલી જ લાગશે. તો ચાલો Boba Coffee banavani rit – બબલ કોફી – બોબા કૉફી બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1  મોટું વાસણ
  • 2 સર્વીંગ ગ્લાસ
  • 1 મિક્સર

Ingredients

બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ પીસેલા સાબુદાણા નો લોટ
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી કોકો પાઉડર
  • 3-4 ચમચી છીણેલો ગોળ
  • ¼ ચમચી વેનીલા એસેન્સ
  • 1 ચમચી કોફી
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 250 એમ. એલ. દૂધ 250
  • પાણી જરૂર મુજબ

Instructions

Boba Coffee banavani rit

  • બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલાસાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળને ઓગળી લ્યો.
  • ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી  એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્નફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી નેગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવાદયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢીલ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
  • એક વાટકા માં બે ચાર ચમચી પાણી ,કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકીઠંડુ કરી લ્યો  અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.
  • હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા ,તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખોઅને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.

Boba Coffee recipe notes

  • અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉનસુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરીશકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati