Home Blog Page 118

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી પાક બનાવવાની રીત શીખીશું.  શિયાળો આવતા જ વસાણા યુક્ત વાનગીઓ ખવા ની બધા ચાલુ કરતાં હોય છે એમાં પણ હાડકા ને મજબૂત કરતા વસાણા બધા ઘણા ખાવા નું વિચારતા હોય છે મેથી આમ તો સ્વાદ માં કડવી હોય છે પરંતુ ગુણોથી ભરપુર છે બધા ને મેથી તેના કડવા સ્વાદ ના કારણે ભાવતી નથી પણ  મેથીમાં  રહેલ ઔસધિય ગુણ ના કારણે તેને ખાવી ખૂબ સારી છે જે હાડકા મજબૂત કરે છે  તો આજ આપણે એ મેથીના ની કડવાહટ  ને મીઠાસ માં ભેળવી એક મીઠાઈ બનાવીએ જે મેથી પાવડર માંથી બનશે પણ કડવી નહિ મીઠી ને ટેસ્ટી લાગશે તો મેથી પાકની મીઠાઈ બનાવવાની રીત, મેથી પાક બનાવવાની રીત , મેથી પાક બનાવવાની રેસીપી , methi pak in gujarati, methi pak recipe in gujarati,methi pak banavani rit recipe શીખીએ.

મેથી પાક બનાવવા જરૂરી સામગ્રી | methi pak banava jaruri samgri

  • મેથી પાવડર 100 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ગોળ 400 ગ્રામ
  • ઘઉં નો લોટ 50 ગ્રામ
  • ચણા નો કરકરો લોટ 50 ગ્રામ
  • અડદ નો લોટ 2-3 ચમચી
  • ગુંદ 50 ગ્રામ
  • સૂકા નારિયળનું છીણ 100 ગ્રામ
  • સુંઠ પાવડર 50 ગ્રામ
  • ગંઠોડા પાવડર 2 ચમચી
  • કાચલું 2 ચમચી
  • ખસખસ 4-5 ચમચી
  • બદામ ની કતરણ 100 ગ્રામ

Methi pak in gujarati | Methi pak recipe in gujarati

ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યોહવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં એક બે ચમચા ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉં નો લોટ ને અડદ નો લોટ નાખી ને હલાવતા રહો

લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન થાય એટલે શેકેલો લોટ એક વાસણમાં કાઢી લ્યો, હવે ગેસ પર મીડીયમ તાપે એજ કડાઈમાં માં ત્રણ ચાર ચમચા ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચણા નો કરકરો લોટ નાખો ને હલાવતા રહી શેકો ને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એને પહેલા જે વાસણમાં ઘઉં નો શેકલો લોટ કાઢ્યો તો એમાં કાઢી લ્યો

હવે ગેસ પર મિડીયમ  તાપે એજ કડાઈમાં બાકી રહેલું ઘી નાખો ને ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલો ગોળ નાખી ચમચા વડે હલાવતા રહો ને ગોળ ને ઘી માં ઓગળી લ્યો ,ગોળ ઘી માં ઓગળી જાય એટલે એમાં પહેલા શેકી મૂકેલ ઘઉં ચણા લોટ. ને નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એ મિશ્રણમાં મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાચલુ, સૂકા નારિયળ નું છીણ, ખસખસ, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો , હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરો

ગ્રીસ કરેલી થાળી માં તૈયાર મેથી પાક નાખી એક સરખો પાથરી લ્યો ને ઉપર થી ખસખસ ને બદામ ની કતરણ છાંટો ,પાંચ દસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર પછી ચાકુ થી કટકા કરી મેથી પાક ને ઠંડો થવા 5-6 કલાક મૂકી દયો ત્યાર પછી તેના પીસ કાઢી ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લ્યો મેથીપાક.

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi pak banavani rit | methi pak banavani recipe

મેથી પાક બનાવવાની રીત - મેથી પાક બનાવવાની રેસીપી - methi pak in gujarati - methi pak recipe in gujarati -methi pak banavani rit recipe

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati

આજ આપણે એ મેથીના ની કડવાહટ  ને મીઠાસ માં ભેળવી એક મીઠાઈ બનાવી એજે મેથી પાવડર માંથી બનશે પણ કડવી નહિ મીઠી ને ટેસ્ટી લાગશે તો મેથી પાકની મીઠાઈ બનાવવાની રીત, મેથી પાક બનાવવાની રીત , મેથી પાક બનાવવાની રેસીપી,મેથી પાક બનાવવાની રીત , methi pak in gujarati, methi pak recipe in gujarati, methi pak banavani rit, methi pak banavani recipe શીખીએ .
4.17 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 9 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથી પાક બનાવવા જરૂરી સામગ્રી | methi pak banava jaruri samgri

  • 100 ગ્રામ મેથી પાવડર
  • 250 ગ્રામ ઘી
  • 400 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ ઘઉંનો લોટ
  • 50 ગ્રામ ચણાનો કરકરો લોટ
  • 2-3 ચમચી અડદનો લોટ
  • 50 ગ્રામ ગુંદ
  • 100 ગ્રામ સૂકા નારિયળનું છીણ
  • 50 ગ્રામ સુંઠ પાવડર
  • 2 ચમચી ગંઠોડા પાવડર
  • 2 ચમચી કાચલું
  • 4-5 ચમચી ખસખસ
  • 100 ગ્રામ બદામની કતરણ

Instructions

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak in gujarati | methi pak banavani rit | methi pak recipe in gujarati

  • ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો
  •  ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો
  • હવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં એક બે ચમચા ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ને અડદ નો લોટ નાખી ને હલાવતા રહો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન થાય એટલે શેકેલોલોટ એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર મીડીયમ તાપે એજ કડાઈમાં માં ત્રણ ચાર ચમચા ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાંચણા નો કરકરો લોટ નાખો ને હલાવતા રહી શેકો ને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એને પહેલા જે વાસણમાં ઘઉં નો શેકલો લોટ કાઢ્યો તો એમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર મિડીયમ  તાપે એજ કડાઈમાં બાકી રહેલું ઘી નાખોને ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલો ગોળ નાખી ચમચા વડે હલાવતા રહો ને ગોળને ઘી માં ઓગળી લ્યો
  • ગોળઘી માં ઓગળી જાય એટલે એમાં પહેલા શેકી મૂકેલ ઘઉં ચણા લોટ. ને નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એ મિશ્રણમાં મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાચલુ,સૂકા નારિયળ નું છીણ, ખસખસ, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો
  • હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરો
  • ગ્રીસ કરેલી થાળી માં તૈયાર મેથી પાક નાખી એક સરખો પાથરી લ્યો ને ઉપર થી ખસખસ ને બદામ ની કતરણ છાંટો
  • પાંચદસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર પછી ચાકુ થી કટકા કરી મેથી પાક ને ઠંડો થવા 5-6 કલાક મૂકી દયો ત્યાર પછીતેના પીસ કાઢી ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લ્યો મેથી પાક.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya banavani rit |adadiya pak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી ફેમસ વસાણા થી ભરપુર એવું તલનું કચરિયું બનાવવાની રીત શીખીશું. શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબજ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે જે વધારે પડતી બજાર માંથી તૈયાર લઈ આવી ખવાતી હોય છે પહેલા ના સમયે તો કચરિયું હાથે થી કચરી ને તૈયાર કરાતું પરંતુ હવે તો મશીન યુગ માં મશીન માં તૈયાર થાય છે તો આજ આપણે એ ખુબ સરળ રીતે ને ખૂબ જડપી બનાવતા શીખીશું તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત , kala tal nu kachariyu banavani rit, kachariyu recipe in gujarati.

કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri

  • કાળા તલ 2 કપ
  • ગોળ જીણો સુધારેલો 1 કપ
  • ખજૂર ના કટકા ½ કપ
  • શેકેલા નારિયળ નું છીણ ¼ કપ
  • મગત્તરી ના બીજ 3-4 ચમચી
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બદામ ના કટકા 3-4 ચમચી
  • ગંઠોડા પાવડર 1 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી
  • તલ નું તેલ 5-6 ચમચી

કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો

તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થી તલ ને પીસી લ્યો, તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નું તેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી 1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો

હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂર ના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો ,બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો

ત્યાર બાદ થોડું થોડુ કરી 3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ ,બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ ના કટકા, નારિયળ નું છીણ, ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી 2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું

Kachariyu recipe Notes

  • કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
  • ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
  • કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે

કચરિયું બનાવવાની રીત |  kachariyu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nutri Shaastra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachariyu recipe in gujarati | kachariyu banavani recipe

કચરિયું બનાવવાની રીત , કાળા તલ નું કચરિયું બનાવવાની રીત, kala tal nu kachariyu banavani rit, kachariyu banavani rit, kachariyu recipe in gujarati

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી ફેમસ વસાણા થી ભરપુર એવુંતલનું કચરિયું બનાવવાની રીત શીખીશું. શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબજ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે જે વધારે પડતી બજાર માંથી તૈયાર લઈ આવી ખવાતી હોય છે પહેલા ના સમયે તો કચરિયું હાથે થી કચરી ને તૈયાર કરાતું પરંતુહવે તો મશીન યુગ માં મશીન માં તૈયાર થાય છે તો આજ આપણે એ ખુબ સરળ રીતે ને ખૂબ જડપી બનાવતા શીખીશું તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત , kala tal nu kachariyu banavani rit,kachariyu banavani rit, kachariyu recipe in gujarati.
4.67 from 3 votes
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 વાસણ

Ingredients

કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri

  • 2 કપ કાળાતલ
  • 1 કપ ગોળ જીણો સુધારેલો
  • ½ કપ ખજૂર ના કટકા
  • ¼ કપ શેકેલા નારિયળ નું છીણ
  • 3-4 ચમચી મગત્તરી ના બીજ
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બદામ ના કટકા
  • 1 ચમચી ગંઠોડા પાવડર
  • 1 ચમચી સુંઠ પાવડર
  • 5-6 ચમચી તલ નું તેલ

Instructions

કચરિયું બનાવવાની રીત | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત |  kala tal nu kachariyu banavani rit

  • કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો
  • તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થીતલ ને પીસી લ્યો
  • તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નુંતેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો
  • હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂરના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો
  • બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ થોડું થોડુ કરી3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ નાકટકા, નારિયળ નું છીણ,ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું

kachariyu recipe in gujarati notes

  • કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
  • ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
  • કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અડદીયા બનાવવાની રીત | adadiya banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિયાળા માં ખવાતા ગુજરાત ના ફેમસ અડદીયા બનાવવાની રીત શીખીશું. શિયાળામાં  અડદિયા  ખૂબ ખવાતા હોય છે કેમ કે તે એનર્જી થી ભરપુર ને સ્વસ્થ્ય વર્ધક હોય છે બજારમાં મળતા અડદિયા ખૂબ મસાલા વાળા હોય છે જે ક્યારે એક બે ખાધા પછી ભાવે નહિ પણ આજ આપણે ઘરે ઓછા મસાલા વાળા અડદિયા બનાવી ને ઘણો લાંબા સમય સુધી ખાઈ શકીએ એવા અડદિયા ની રીત, અડદિયા પાક બનાવવાની રીત રેસીપી, adadiya pak banavani rit recipe in gujarati , શીખીએ.

અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | અડદિયા પાક બનાવવા જરૂરી સામગ્રી | Adadiya banava jaruri samgri | Adadiya  pak banava jaruri samgri

  • અડદ દાળ નો લોટ 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ખાંડ 150 ગ્રામ
  • મોરો માવો 100 ગ્રામ
  • ગુંદર 50 ગ્રામ
  • કાજુ ના કટકા ½ કપ
  • બદામ ના કટકા ½ કપ
  • કીસમીસ ¼ કપ
  • ખસખસ 3-4 ચમચી
  • સૂકું નારિયળ છીણેલું ¼ કપ
  • અડદિયા નો ગરમ મસાલો 2-3 ચમચી
  • દૂધ 2 ચમચી

અડદીયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક રેસીપી

અડદિયા બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળ નો લોટ લ્યો તેમાં બે ચમચી નવશેકું દૂધ ને બે ચમચી ઘી નાખો ,હવે બને હાથ વડે દૂધ ને લોટ ને મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે લોટ ને સેજ દબવી નાખો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકી ધાબો આપો( ધાબો આપવાથી લાડવા એકદમ દાણેદાળ બનશે)

હવે મોરો માવો લઈ તેને જીણો સુધારી લ્યો અથવા તો છીણી લ્યો ત્યાર બાદ માવો ગેસ પર એક કડાઈ માં લ્યો ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ સુધી શેકો ( માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો) શેકેલો માવો એક વાસણમાં કાઢી લ્યો

હવે એક કડાઇમાં પાંચ છ ચમચી જેટલું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો તારેલો ગુંદ એક વાસણમાં કાઢી લ્યો, હવે અડદ નો લોટ જે ધાબો આપવા મૂકેલ તેને ચારણી વડે ચારી લ્યો

ત્યાર બાદ એક કડાઈમાં બાકી રહેલું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં અડદ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ( લોટ શેકાવા ની સુગંધ આવે ને લોટ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો) ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને થોડી થોડી વારે ચમચા વડે હલાવતા રહો જેથી તરીયા માં રહેલ લોટ બરી ના જાય

હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખો ને ચમચા વડે હલાવતા થી ખાંડ ને ઓગળી એની એક તારી ચાસણી બનાવો ( ખાંડ પણ તમને ગમતી મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો)(ચાસણી એક તાર બની. કે નહિ ચેક કરવા ચાસણી થોડી ઘટ્ટ થાય એટલે એક બે ટપકા એક નાની ડીશ માં મૂકો ને સેજ ઠંડા થાય એટલે ડીશ એક બાજુ નમાવો જો ચાસણી ફેલાય નહીં તો બરોબર બની ગઈ છે અથવા તો અગુઠા ને આંગળી વચ્ચે ચાસણી લઈ હાથ વડે ચેક કરી શકો છો)

ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરો , હવે ગેસ પર ધીમા તાપે ફરી શેકેલો અડદ નો લોટ વારી કડાઈ ને મૂકો તેમાં શેકેલો માવો નાખી બને ને બરોબર મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કાજુ ના કટકા, બદામના કટકા, કીસમીસ, પીસ્તા કટકા, થોડી ખસખસ, છીણેલું નારિયેળ ને તરેલો ગુંદ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી નાખો

છેલ્લે તેમાં અડદિયા નો ગરમ મસાલો નાખી મિક્સ કરો (બજાર જેવા વધારે મસાલા વાળા બનાવવા વધુ ગરમ મસાલો નાખી શકો છો અથવા તો ગરમ મસાલો તમે વધુ ઓછો નાખી શકો છો )ત્યાર બાદ એમાં તૈયાર કરેલી એક તાર ચાસણી નાખી બધું બરોબર મિક્સ કરો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

હવે જો તમને લગ્ન પ્રસંગમાં મળતા ગરમ ગરમ અડદિયા પાક ખાવો હોય તો આમજ ગરમ ગરમ પીરસો શકો છો અથવા તો જો તમારે અડદિયા ના કટકા કરવા હોય તો એક ઘી લગાડેલી થાળી માં અડદિયા નું મિશ્રણ નાખી ચમચા વડે બધી બાજુ બરોબર દબાવી ને ઉપર થી થોડી ખસખસ ને મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી દયો ને બે ત્રણ કલાક ઠંડા થવા માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી તેના પીસ કરી લ્યો તો તૈયાર છે અડદિયા.

અથવા તો , જો અડદિયા ના લાડવા બનાવવા હોય તો મિશ્રણ ને પાંચ સાત મિનિટ ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ માંથી હાથ વડે અથવા તો લાડવા ના સંચા વડે લાડવા બનાવી લ્યો ને ઉપર થી થોડી ખસખસ ને ડ્રાય ફ્રુટ મૂકી દયો ને ઠંડા થવા મૂકો તો તૈયાર છે અડદિયા.

adadiya pak recipe NOTES

  • અડદિયા નો ગરમ મસાલો તૈયાર બજાર માં મળે છે અથવા તો મસાલો તમે ઘર પણ બનાવી શકો છો
  • જો ખાંડ ની ચાસણી થોડી કડક એટલે કે એક તાર થી વધારે લાગે તો એમાં એક બે ચમચી દૂધ નાખી ને ચાસણી બરોબર કરી શકો છો
  • અડદિયા માં ખસખસ ખુબજ સરસ લાગે છે જો તમને પસંદ ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે

અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya pak banavani rit | adadiya pak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

અડદીયા બનાવવાની રીત | adadiya banavani rit |  adadiya banavani recipe

અડદિયા બનાવવાની રીત - અડદિયા પાક બનાવવાની રીત - અડદિયા પાક રેસીપી - અડદિયા પાક બનાવવાની રીત રેસીપી - adadiya banavani rit - adadiya banavani recipe - adadiya pak banavani rit - adadiya pak banavani recipe

અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત રેસીપી | અડદિયા પાક રેસીપી | adadiya pak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિયાળા માં ખવાતા ગુજરાત ના ફેમસ અડદિયા બનાવવાની રીત શીખીશું. શિયાળામાં  અડદિયા ખૂબ ખવાતા હોય છે કેમ કે તે એનર્જીથી ભરપુર ને સ્વસ્થ્ય વર્ધક હોય છે બજારમાં મળતા અડદિયા ખૂબ મસાલા વાળા હોય છે જે ક્યારેએક બે ખાધા પછી ભાવે નહિ પણ આજ આપણે ઘરે ઓછા મસાલા વાળા અડદિયા બનાવી ને ઘણો લાંબાસમય સુધી ખાઈ શકીએ એવા અડદિયા ની રીત,અડદિયા પાક બનાવવાની રીત રેસીપી, adadiya pak banavani rit recipe in gujarati , શીખીએ.
4.75 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 9 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | અડદિયા પાક બનાવવા જરૂરી સામગ્રી | Adadiya banava jaruri samgri

  • 250 ગ્રામ અડદ દાળ નો લોટ
  • 250 ગ્રામ ઘી
  • 150 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ મોરો માવો
  • 50 ગ્રામ ગુંદર
  • ½ કપ કાજુ ના કટકા
  • ½ કપ બદામ ના કટકા
  • ¼ કપ કીસમીસ
  • 3-4 ચમચી ખસખસ
  • ¼ કપ સૂકું નારિયળ છીણેલું
  • 2-3 ચમચી અડદિયા નો ગરમ મસાલો
  • 2 ચમચી દૂધ

Instructions

અડદીયા બનાવવાની રીત| અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક રેસીપી | adadiya banavani rit

  • અડદિયા બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળ નો લોટ લ્યો તેમાં બે ચમચી નવશેકું દૂધ ને બે ચમચીઘી નાખો
  • હવે બને હાથ વડે દૂધ ને લોટ ને મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે લોટ ને સેજ દબવીનાખો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકી ધાબો આપો( ધાબો આપવાથી લાડવા એકદમ દાણેદાળબનશે)
  • હવે મોરો માવો લઈ તેને જીણો સુધારી લ્યો અથવા તો છીણી લ્યો ત્યાર બાદ માવો ગેસ પર એક કડાઈમાં લ્યો ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ સુધી શેકો ( માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો)શેકેલો માવો એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એક કડાઇમાં પાંચ છ ચમચી જેટલું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરી ગુંદને ગોલ્ડન તરી લ્યો તારેલો ગુંદ એક વાસણમાં કાઢી લ્યો
  • હવે અડદ નો લોટ જે ધાબો આપવા મૂકેલ તેને ચારણી વડે ચારી લ્યો
  • ત્યાર બાદ એક કડાઈમાં બાકી રહેલું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં અડદ નો લોટ નાખીધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ( લોટ શેકાવા ની સુગંધ આવે નેલોટ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો) ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો ને થોડી થોડી વારે ચમચા વડે હલાવતા રહો જેથી તરીયા માં રહેલ લોટ બરી ના જાય
  • હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખો ને ચમચા વડે હલાવતાથી ખાંડ ને ઓગળી એની એક તારી ચાસણી બનાવો ( ખાંડ પણ તમને ગમતી મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો) (ચાસણીએક તાર બની કે નહિ ચેક કરવા ચાસણી થોડી ઘટ્ટ થાય એટલે એક બે ટપકા એક નાની ડીશ માં મૂકો ને સેજ ઠંડા થાય એટલે ડીશ એક બાજુ નમાવો જો ચાસણી ફેલાય નહીં તો બરોબર બની ગઈ છે અથવા તો અગુઠા ને આંગળી વચ્ચે ચાસણી લઈ હાથ વડે ચેક કરી શકોછો)
  • ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરો
  • હવે ગેસ પર ધીમા તાપે ફરી શેકેલો અડદ નો લોટ વારી કડાઈ ને મૂકો તેમાં શેકેલો માવો નાખીબને ને બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એમાં કાજુ ના કટકા, બદામના કટકા, કીસમીસ, પીસ્તા કટકા,થોડી ખસખસ, છીણેલું નારિયેળ ને તરેલો ગુંદ નાખીમિક્સ કરો અને ગેસ બંધ કરી નાખો
  • છેલ્લે તેમાં અડદિયા નો ગરમ મસાલો નાખી મિક્સ કરો (બજાર જેવા વધારે મસાલા વાળા બનાવવા વધુ ગરમ મસાલો નાખી શકો છો અથવા તો ગરમમસાલો તમે વધુ ઓછો નાખી શકો છો )ત્યાર બાદ એમાં તૈયાર કરેલી એકતાર ચાસણી નાખી બધું બરોબર મિક્સ કરો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
  • હવેજો તમને લગ્ન પ્રસંગમાં મળતા ગરમ ગરમ અડદિયા પાક ખાવો હોય તો આમજ ગરમ ગરમ પીરસો શકો છો અથવાતો
  • જો તમારેઅડદિયા ના કટકા કરવા હોય તો એક ઘી લગાડેલી થાળી માં અડદિયા નું મિશ્રણ નાખી ચમચા વડેબધી બાજુ બરોબર દબાવી ને ઉપર થી થોડી ખસખસ ને મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી દયો ને બે ત્રણકલાક ઠંડા થવા માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી તેના પીસ કરી લ્યો તો તૈયાર છે અડદિયા અથવાતો
  • જો અડદિયાના લાડવા બનાવવા હોય તો મિશ્રણ ને પાંચ સાત મિનિટ ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ માંથી હાથ વડે અથવા તો લાડવા ના સંચા વડે લાડવા બનાવી લ્યો ને ઉપર થી થોડી ખસખસ ને ડ્રાયફ્રુટ મૂકી દયો ને ઠંડા થવા મૂકો તો તૈયાર છે અડદિયા.

adadiya pak recipe in gujarati notes

  • અડદિયા નો ગરમ મસાલો તૈયાર બજાર માં મળે છે અથવા તો મસાલો તમે ઘર પણ બનાવી શકો છો
  • જો ખાંડ ની ચાસણી થોડી કડક એટલે કે એક તાર થી વધારે લાગે તો એમાં એક બે ચમચી દૂધ નાખી ને ચાસણી બરોબર કરી શકો છો
  • અડદિયા માં ખસખસ ખુબજ સરસ લાગે છે જો તમને પસંદ ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ખજૂર પાક બનાવવાની રીત રેસીપી | khajur pak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂરપાક બનાવવાની રીત શીખીશું. શિયાળામાં ને દિવાળી પર કે ઘરમાં નાનો પ્રસંગ હોય ત્યારે ખુબ ઓછી સામગ્રી થી ખૂબ ઝડપી બનતી જો કોઈ મીઠાઈ છે તો એ છે ખજૂરપાક. કહેવાય છે કે ખજૂર એનર્જીથી ભરપુર, સ્કિન માટે લાભકારક, પાચનશક્તિ માટે લાભકારક જેવા અનેક લાભકારી ગુણધર્મો યુક્ત હોવાથી ખાસ શિયાળામાં ખજૂરપાક ખવાતો હોય છે તો ચાલો આજ આપણે ખજૂર પાક બનાવવાની રીત રેસીપી, ખજૂર પાક ની રેસીપી, khajur pak banavani rit,  khajur pak recipe in gujarati શીખીએ.

ખજૂર પાક બનાવવા જરૂરી સામગ્રી – khajur pak banava jaruri samgri

  • ખજૂર 500 ગ્રામ
  • કાજુ ના કટકા 50 ગ્રામ
  • બદામ ના કટકા 50 ગ્રામ
  • પિસ્તા ના કટકા 50 ગ્રામ
  • ખસખસ 4-5 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • ઘી 5-6 ચમચી

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી

ખજૂરપાક બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર ના ઠર્યા કાઢી ને સાફ કરો , ખજૂર બરોબર સાફ કર્યા પછી તેના ચાકુ વડે કટકા કરી લ્યો ,  મિક્સર જાર માં કટકા નાખી ખજૂર ને પીસી લ્યો

ગેસ પર એક કડાઈમાં ખસખસ ને એક બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ખસખસ શેકાઈ જાય એટલે એને બીજા એક વાસણમાં કાઢી લ્યો , હવે ગેસ પર મુકેલી કડાઈમાં એક બે ચમચી ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ને પિસ્તા ના કટકા ને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકો ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એક કડાઇમાં ત્રણ – ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે મિક્સર જાર માં પીસેલા ખજૂર ની પેસ્ટ તેમાં નાખી ધીમા તાપે હલાવતા રહો ,ખજૂર ની પેસ્ટ ગરમ થઇ ને સોફ્ટ થાય ત્યાં સુધી પાંચ સાત મિનિટ સુધી શેકો

ખજૂર પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં શેકેલી ખસખસ માંથી એકાદ બે ચમચી ખસખસ ને એલચી પાવડર નાખો , ત્યાર બાદ એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી બે ત્રણ ચમચી ગાર્નિશ માટે એક બીજા વાસણ માં મૂકી બાકીના શેકેલા કાજુ કટકા, પીસ્તા કટકા, બદામ કટકા ને ખજુર ના પેસ્ટ માં નાખી મિક્સ કરો

હવે ગેસ બંધ કરી ખજૂર ડ્રાય ફ્રૂટ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો , મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તમે તેમાંથી લાડુ બનાવી ને લાડુ ને ખસખસ ને ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માં ફેરવી ગાર્નિશ કરી શકો છો

અથવા તો થાળીને ઘી થી ગ્રીસ કરી એમાં મિશ્રણ બરોબર એકસરખું ફેલાવી પાથરી ઉપર થી ખસખસ ને ડ્રાય ફ્રુટ છાંટી ચાકુ વડે કટકા કરી એક બાજુ બિલકુલ ઠંડા થાય પછી પીસ કાઢી શકો છો , અથવા તો

ખજૂરપાક ના મિશ્રણ ને લંબગોળ સિલેન્ડર આકાર આપી રોલ બનાવો ત્યાર બાદ તૈયાર રોલ ને ખસખસ ને ડ્રાય ફ્રુટ ને થાળીમાં કે પ્લેટ ફ્રોમ પર પાથરી તેના પર ખજૂર રોલ ફેરવી ગાર્નિશ કરો રોલ બરોબર તૈયાર થાય એટલે પ્લાસ્ટિકમાં કે બટરપેપરમાં કે એલ્યુમિનિયમ ફોઇલ માં બરોબર ટાઇટ વિટી બને બાજુ થી પેક કરી ફ્રીઝ માં એક બે કલાક માટે મૂકો

ખજૂર રોલ ઠંડો થઈ જાય એટલે બારે કાઢી પ્લાસ્ટિક, બટર પેપર, કે એલ્યુમિનિયમ ફૉઇલ માંથી કાઢી ધારદાર ચાકુ થી તેના કટકા કરી શકો છો , તૈયાર  ખજૂરપાક ને ડબ્બામાં ભરી બારે 8-10 દિવસ ને ફ્રીજમાં 15 -20દિવસ સુધી ખાઈ શકો છો

khajur pak recipe Notes

  • ખજૂર ને પીસવા માટે પાણી નો ઉપયોગ ના કરવો

ખજૂર પાક બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khajur pak banavani rit | khajur pak recipe in gujarati

ખજૂર પાક બનાવવાની રીત - ખજૂર પાક ની રેસીપી - ખજૂર પાક બનાવવાની રેસીપી - khajur pak banavani rit - khajur pak recipe in gujarati

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર પાક બનાવવાની રીત શીખીશું. શિયાળામાં ને દિવાળી પર કે ઘરમાં નાનો પ્રસંગ હોય ત્યારે ખુબ ઓછી સામગ્રી થી ખૂબ ઝડપી બનતી જો કોઈ મીઠાઈ છે તો એ છે ખજૂરપાક. કહેવાય છે કે ખજૂર એનર્જીથી ભરપુર, સ્કિન માટે લાભકારક, પાચનશક્તિ માટે લાભકારક જેવા અનેક લાભકારી ગુણધર્મો યુક્ત હોવાથી ખાસ શિયાળામાં ખજૂરપાક ખવાતો હોય છે તો ચાલો આજ આપણે ખજૂર પાક બનાવવાની રીત રેસીપી, ખજૂર પાક ની રેસીપી, khajur pak banavani rit,  khajur pak recipe in gujarati શીખીએ.
4.75 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

ખજૂર પાક બનાવવા જરૂરી સામગ્રી– khajur pak banava jaruri samgri

  • 500 ગ્રામ ખજૂર
  • 50 ગ્રામ કાજુ ના કટકા
  • 50 ગ્રામ બદામ ના કટકા
  • 50 ગ્રામ પિસ્તા ના કટકા
  • 4-5 ચમચી ખસખસ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 5-6 ચમચી ઘી

Instructions

ખજૂર પાક બનાવવાની રીત| ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી| khajur pak banavani rit

  • ખજૂર પાક બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર ના ઠર્યા કાઢી ને સાફ કરો
  • ખજૂર બરોબર સાફ કર્યા પછી તેના ચાકુ વડે કટકા કરી લ્યો
  •  મિક્સર જાર માં કટકા નાખી ખજૂર ને પીસી લ્યો
  • ગેસપર એક કડાઈમાં ખસખસ ને એક બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ખસખસ શેકાઈ જાય એટલે એને બીજા એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર મુકેલી કડાઈમાં એક બે ચમચી ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ને પિસ્તા નાકટકા ને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકો ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એક કડાઇમાં ત્રણ – ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે મિક્સર જાર માં પીસેલા ખજૂર ની પેસ્ટતેમાં નાખી ધીમા તાપે હલાવતા રહો
  • ખજૂરની પેસ્ટ ગરમ થઇ ને સોફ્ટ થાય ત્યાં સુધી પાંચ સાત મિનિટ સુધી શેકો
  • ખજૂર પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં શેકેલી ખસખસ માંથી એકાદ બે ચમચી ખસખસ ને એલચી પાવડરનાખો
  • ત્યારબાદ એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી બે ત્રણ ચમચી ગાર્નિશ માટે એક બીજા વાસણ માં મૂકી બાકીના શેકેલા કાજુ કટકા, પીસ્તા કટકા, બદામ કટકા ને ખજુર ના પેસ્ટ માં નાખી મિક્સ કરો
  • હવે ગેસ બંધ કરી ખજૂર ડ્રાય ફ્રૂટ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો
  • મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તમે તેમાંથી લાડુ બનાવી ને લાડુ ને ખસખસ ને ડ્રાય ફ્રુટ ના મિશ્રણમાં ફેરવી ગાર્નિશ કરી શકો છો
  • અથવા તો થાળીને ઘી થી ગ્રીસ કરી એમાં મિશ્રણ બરોબર એકસરખું ફેલાવી પાથરી ઉપર થી ખસખસ નેડ્રાય ફ્રુટ છાંટી ચાકુ વડે કટકા કરી એક બાજુ બિલકુલ ઠંડા થાય પછી પીસ કાઢી શકો છો
  • અથવા તો ખજૂર પાક ના મિશ્રણ ને લંબગોળ સિલેન્ડર આકાર આપી રોલ બનાવો ત્યાર બાદ તૈયાર રોલ ને ખસખસ ને ડ્રાયફ્રુટ ને થાળીમાં કે પ્લેટ ફ્રોમ પર પાથરી તેના પર ખજૂર રોલ ફેરવી ગાર્નિશ કરો રોલ બરોબર તૈયાર થાય એટલે પ્લાસ્ટિકમાં કે બટરપેપરમાં કે એલ્યુમિનિયમ ફોઇલ માં બરોબર ટાઇટવિટી બને બાજુ થી પેક કરી ફ્રીઝ માં એક બે કલાક માટે મૂકો
  • ખજૂર રોલ ઠંડો થઈ જાય એટલે બારે કાઢી પ્લાસ્ટિક, બટર પેપર, કે એલ્યુમિનિયમ ફૉઇલ માંથી કાઢી ધારદાર ચાકુથી તેના કટકા કરી શકો છો
  • તૈયાર  ખજૂરપાક ને ડબ્બામાં ભરી બારે 8-10 દિવસ ને ફ્રીજમાં 15 -20દિવસ સુધી ખાઈ શકો છો

khajur pak recipe in gujarati notes

  • ખજૂર ને પીસવા મટે પાણી નો ઉપયોગ ના કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાસ્તા બનાવવાની રીત | pasta banavani rit | pasta recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કહેવામાં આવતી રીક્વેસ્ટ પાસ્તા બનાવતા શીખવાડો – પાસ્તા બનાવવાની રીત શીખવાડો ને આજ આપણે વેજ પાસ્તા બનાવવાની રીત શીખીશું. પાસ્તા આમ તો એક ઈટાલીયન વાનગી છે જે સોજી માંથી બનતા હોય છે ને આજ કલ તો બજાર માં અલગ અલગ આકાર ને રંગ ના  19-20 પ્રકારના પાસ્તા બજાર માં મળતા હોય છે જે હાલ ભારત માં ખુબ જ શોખ થી ખવાય છે નાના મોટા બધા ને પાસ્તા ભાવતા હોય છે પાસ્તા આમ તો ખૂબ જ સરળ અને ઝડપી બની જતા હોય છે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે અને આ પાસ્તા તમે તમારા  કે તમારા બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો તો આજ આપણે ઘર માંથી જ મળતી સામગ્રી માંથી પાસ્તા બનાવવાની રેસીપી, pasta banavani rit -| pasta recipe in gujarati , pasta recipes in gujarati language શીખીશું.

પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri

  • પાસ્તા 1 કપ
  • બીન્સ જીની સુધારેલ ¼ કપ
  • કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
  • ડુંગરી જીની સુધારેલ 1 કપ
  • ટમેટા જીણા સુધારેલ 2 કપ
  • લીલા મરચાં જીણા સુધારેલ 2-3
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • મકાઈ દાણા ½ કપ
  • તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
  • ટોમેટો કેચઅપ 2-3 ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
  • સુકી મેથી ના પાન 1 ચમચી
  • ચીઝ ક્યૂબ 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પાસ્તા બનાવવાની રેસીપી | pasta recipe in gujarati language

પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં 1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો , પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને 1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો , પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો

ત્યાર બાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો , ત્યાર બાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ  એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી  ગયા હસે તો તરત તૂટી જસે  નહિતર 2-3 મીનીટ બીજા ચડવો

પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપર થી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય , હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો , ત્યાર બાદ એમાં જીની સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો,ત્યાર બાદ એમાં જીના સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો.

ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો) , ત્યાર બાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા), ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સ હર્બસ, ટમેટો કેચઅપ નાખી મિક્સ કરો

બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો , ત્યાર બાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તા ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

Pasta recipe Tips

  • પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
  • આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
  • શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો

Pasta banavani rit Video | પાસ્તા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pasta recipe in gujarati language

પાસ્તા બનાવવાની રીત - પાસ્તા બનાવવાની રેસીપી - pasta banavani rit - pasta recipe in gujarati language

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કહેવામાં આવતી રીક્વેસ્ટ પાસ્તા બનાવતા શીખવાડો – પાસ્તા બનાવવાની રીત શીખવાડો ને આજ આપણે વેજ પાસ્તા બનાવવાની રીત શીખીશું. પાસ્તા આમ તો એક ઈટાલીયન વાનગી છે જે સોજી માંથી બનતા હોય છે ને આજ કલ તો બજારમાં અલગ અલગ આકાર ને રંગ ના  19-20 પ્રકારના પાસ્તા બજાર માં મળતા હોય છે જે હાલ ભારત માં ખુબ જ શોખ થી ખવાય છે નાના મોટા બધા ને પાસ્તા ભાવતા હોય છે પાસ્તા આમ તો ખૂબ જ સરળ અને ઝડપી બની જતા હોયછે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે અને આ પાસ્તા તમે તમારા  કે તમારા બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો તો આજ આપણે ઘર માંથી જ મળતી સામગ્રી માંથી પાસ્તા બનાવવાની રેસીપી, pasta banavani rit , pasta recipes in gujarati language શીખીશું.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • ચારણી
  • કડાઈ

Ingredients

પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri

  • પાસ્તા 1 કપ
  • બીન્સજીની સુધારેલ ¼ કપ
  • કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
  • ડુંગરી જીણી સુધારેલ 1 કપ
  • ટમેટા જીણા સુધારેલ 2 કપ
  • લીલા મરચાં જીણા સુધારેલ 2-3
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • મકાઈ દાણા ½ કપ
  • તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
  • ટોમેટો કેચઅપ 2-3 ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
  • સુકી મેથી ના પાન 1 ચમચી
  • ચીઝ ક્યૂબ 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા2-3 ચમચી

Instructions

પાસ્તા બનાવવાની રીત -પાસ્તા બનાવવાની રેસીપી –  pasta banavani rit – pasta recipe in gujarati language

  • પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો
  • પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો
  • પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો
  • ત્યારબાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ  એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી  ગયા હસેતો તરત તૂટી જસે  નહિતર 2-3 મીનીટ બીજા ચડવો
  • પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપરથી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય
  • હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો
  • ત્યારબાદ એમાં જીણી સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં જીણા સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો)
  • ત્યારબાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા),ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સહર્બસ, ટમેટો કેચ અપ નાખી મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
  • ત્યારબાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તાને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

Notes

  • પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
  • આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
  • શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન મસાલા ખીચડી કેવી રીતે બનાવી ? ,મસાલા ખીચડી કેવી રીતે બનાવાય ? નો ઉકેલ આજ વેજ મસાલા ખીચડી બનાવવાની રીત શીખવશું.  જે ખૂબ જ હેલ્થી હોય છે ને ડાયટીંગ માટે સૌ થી સારો વિકલ્પ છે લીલા શાક ને દાળ ના કારણે સારી માત્રા માં પ્રોટીન વિટામિન મળે છે ને ખીચડી બનાવવી એકદમ સરળ ને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને કહેવાય છે કે ખીચડી એક હલકો ફુલકો ખોરાક છે જેથી પચી પણ ખૂબ જડપથી જાય છે ને બીમારી માં તો ખીચડી અમૃત સમાન માનવા માં આવે છે તો ચાલો આજ બનાવતા શીખીએ dal khichdi recipe , masala khichdi banavani rit , masala khichdi recipe in gujarati language.

મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichi banava jaruri samgri

  •  મગ દાળ 1 કપ
  • ચોખા ½ કપ
  • બટકા ના કટકા 1 કપ
  • ગાજર ના કટકા ½ કપ
  • વટાણા ½ કપ
  • ફુલાવર ના કટકા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ટમેટા પીસેલા/ જીના સુધારેલ
  • આદુ છીણેલું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 7-8
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • જરૂર મુજબ પાણી

Masala khichdi banavani rit | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત

વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો , મગ ચોખા ને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો , હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો

ત્યાર બાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળ ચોખા પર પણ નિર્ભર કરે છે) , ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો

ત્યાર બાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો , બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો , ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો , તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો , ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો

ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી 4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સ કરો ,હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો

ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો , ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલા ધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો

Masala khichdi notes

  • દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
  • ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
  • જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી

મસાલા ખીચડી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Swad ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala khichdi recipe in gujarati language

વેજ મસાલા ખીચડી બનાવવાની રીત - મસાલા ખીચડી બનાવવાની રીત - masala khichdi banavani rit - masala khichdi recipe in gujarati language

વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન મસાલા ખીચડી કેવી રીતે બનાવી ? , વેજ મસાલા ખીચડી કેવી રીતેબનાવાય ? નો ઉકેલ આજ વેજ મસાલા ખીચડી બનાવવાની રીત શીખવશું.  જે ખૂબ જ હેલ્થી હોય છે ને ડાયટીંગમાટે સૌ થી સારો વિકલ્પ છે લીલા શાક ને દાળ ના કારણે સારી માત્રા માં પ્રોટીન વિટામિન મળે છે ને ખીચડી બનાવવી એકદમ સરળ ને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને કહેવાય છે કે ખીચડી એક હલકો ફુલકો ખોરાક છે જેથી પચી પણ ખૂબ જડપથી જાય છે ને બીમારી માં તો ખીચડી અમૃત સમાન માનવા માં આવે છે તો ચાલો આજ બનાવતા શીખીએ dal khichdi recipe , masala khichdibanavani rit , masala khichdi recipe in gujarati language.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichdi banava jaruri samgri

  • 1 કપ  મગ દાળ
  • ½ કપ ચોખા
  • 1 કપ બટકાના કટકા
  • ½ કપ ગાજરના કટકા
  • ½ કપ વટાણા
  • 1 કપ ફુલાવર ના કટકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ટમેટા પીસેલા/ જીણા સુધારેલ
  • 1 ચમચી આદુ છીણેલું
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • જરૂર મુજબ પાણી

Instructions

મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

  • વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો
  • મગ ચોખાને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો
  • હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો
  • ત્યારબાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળચોખા પર પણ નિર્ભર કરે છે)
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો
  • ત્યારબાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો
  • ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો
  • ત્યારબાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર,લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સકરો
  • હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો
  • ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલાધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો

masala khichdi recipe in gujarati notes

  • દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
  • ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
  • જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

કઢી બનાવવાની રીત | ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અપ્પમ બનાવવાની રીત | Appam banavani rit | Appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છે પણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી  બસ 10-15 મિનિટ માં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો ને ટેસ્ટી નાસ્તો જે  તમારી પસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી  અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તો પણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.

અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri

  • સોજી 2 કપ
  • દહીં 1 કપ
  • ડુંગરી જીની સુધારેલ 1 કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
  • ગાજર જીણું સમારેલું ½ કપ
  • લીલા મરચાં સુધારેલ 2-3
  • આદુ નું છીણ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-6
  •  જરૂર મુજબ પાણી

અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા ધાણા સુધારેલ 1 કપ
  • દડિયા ડાર /સિંગદાણા 3-4 ચમચી
  • લીલા મરચા 2-3
  • આમલી નો પ્લપ 1 ચમચી /લીંબુ રસ 1 ચમચી
  • લીલું નારિયળ/સૂકું નારિયળ 3-4 કટકા
  • મીઠું સ્વાદ મુજબ

Appam banavani rit | Appam recipe in gujarati

અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો , ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો

હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો  ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ , સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ  નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને  મિશ્રણને બરોબર મિક્સ કરો , મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો ,મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ.

હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો

તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો , હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો , હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો , તેમાં થોડું થોડું તેલ નાખી અપમ પાત્ર ને તેલ થી ગ્રીસ કરો ,

ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમપાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો, ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી  ચઢાવો

બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો.

Appam recipe NOTES

  • શાક તમને ગમતા નાખી શકો છો
  • વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
  • સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
  • વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો

અપ્પમ ની ચટણી બનાવવાની રીત

સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Appam banavani recipe | અપ્પમ બનાવવાની રીત

અપ્પમ બનાવવાની રીત - અપમ બનાવવાની રીત - appam banavani recipe - appam banavani rit - appam recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છેપણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી  બસ 10-15 મિનિટમાં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો નેટેસ્ટી નાસ્તો જે  તમારીપસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તોપણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri

  • 2 કપ સોજી
  • 1 કપ દહીં
  • 1 કપ ડુંગરી જીણી સુધારેલ
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ ગાજર જીણું સમારેલું
  • 2-3 લીલા મરચાં સુધારેલ
  • 1 ચમચી આદુનું છીણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 5-6 મીઠા લીમડા ના પાન
  •  જરૂર મુજબ પાણી

અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલ 1 કપ
  • 3-4 ચમચી દડિયા ડાર /સિંગદાણા3-4
  • 2-3 ચમચી લીલા મરચા
  • 1 ચમચી આમલી નો પ્લપ 1 ચમચી/લીંબુ રસ
  • 3-4 લીલું નારિયળ/સૂકું નારિયળ કટકા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અપ્પમ બનાવવાની રીત – અપમ બનાવવાની રીત – appam banavani recipe – appam banavani rit – appam recipe in gujarati

  • અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો
  • ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો
  • હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો  ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ, સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ  નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને  મિશ્રણને બરોબર મિક્સ કરો
  • મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો
  • મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ
  • હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો
  • હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો
  • હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો
  • ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમ પાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો
  • ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી  ચઢાવો
  • બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો

અપ્પમની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો

Notes

શાક તમને ગમતા નાખી શકો છો
વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit

ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.