Home Blog Page 109

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakora recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube આજે આપણે સ્ટફડ પનીરના પકોડા બનાવવાની રીત શીખીશું. પનીર સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે ને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત્ર છે આપણે પનીર ને ઘણા પંજાબી શાક તો ખાઈએ છીએ ને જો એક જ પ્રકારના શાક ખાઈ ને કે બનાવી ને કંટાળી ગયા હો તો આજ આપણે પનીર પકોડા રેસીપી , પનીર ના પકોડા રેસીપી બનાવશું જે બનાવવા ખૂબ જ સરળ છે ને જટપટ તૈયાર પણ થઈ જાય છે તો ચાલો સ્ટફડ પનીરના પકોડા બનાવવાની રીત paneer na pakoda ni recipe, stuffed paneer pakora recipe in gujarati , stuffed paneer pakoda banavani rit શીખીએ.

સ્ટફડ પનીર પકોડા બનાવવા માટેની સામગ્રી | stuffed paneer pakora ingredient

  • પનીર 200 ગ્રામ
  • બેસન 1 કપ
  • મેંદો 3 ચમચી/ચોખા નો લોટ 3 ચમચી (ઓપ્શનલ)
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • સ્ટફિંગ માટે લીલી ચટણી , ટમેટા સોસ , સેજવાન સોસ

સ્ટફિંગ માટેની ચટણી માટેની સામગ્રી

  • પુદીનો ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • તીખા લીલા મરચા 2-3
  • લસણ ની કણીઓ 5-6
  • લીંબૂ નો રસ 1 ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • શેકેલા જીરું નો પાવડર ½ ચમચી
  • આદુ નો ટુકડો 1 નાનો
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી બનાવવાની રીત

સ્ટફડ પનીર પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એમાં જે સ્ફિંગ કરવા ની છે તે લીલી ચટણી તૈયાર કરી લઈએ

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બરોબર સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા , ફુદીનો, લીલા મરચા, લસણ ની કણી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ, શેકેલું જીરું પાઉડર ,લીંબુનો રસ, ખાંડ ને આદુનો ટુકડો નાખી પીસી ને ચટણી બનાવી લ્યો ચટણી ને ઘણી પાતળી ના કરવી ઘટ્ટ જ રહેવા દેવી નકર સ્ટફિંગ કરવા સમયે બહાર નીકળી જસે

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakora recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને મેંદા ને ચારણીથી ચારી ને લ્યો ( મેંદા ની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો મેંદો કે ચોખાનો લોટ નાખવા થી પકોડા ક્રિસ્પી બને છે આ ઓપ્શનલ છે તમે ચાહો તો ન નાખો)

હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,  લીલા ધાણા સુધારેલા,અજમો નાખી કરો હવે એમાં થોડું થોડું કરી પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું

( મિશ્રણ સાવ પાતળું ના બનાવવું કેમ કે નહિતર એ પનીર પ્ર બરોબર કોટિંગ નહિ થાય એટલે મિશ્રણ ને ઘટ્ટ જ રાખવું)

હવે પનીરના મોટા ટુકડા માંથી નાના મીડીયમ સાઇઝ ના ચોરસ ટુકડા કરો (આ ટુકડા ના સાવ પાતળા રાખવા નહિ ઘણા જાડા કેમ કે જો પાતળા રાખશો તો તરતી વખતે તૂટી જસે ને જો ઘણા જાડા જસે તો ખાલી પનીર નો જ સ્વાદ આવશે)

હવે ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી એક પનીરની સલાઇસ પર તૈયાર કરેલ લીલી ચટણી મૂકો એના પર પનીર ની બીજી સલાઈસ મૂકો

અથવા એક પનીર ની સ્લાઈસ પર ટમેટા સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો ને એક પનીર ની સ્લાઈસ પર સેજવાન સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો આમ પનીર ને બે સ્લાઈસ વચ્ચે લીલી ચટણી કે ટમેટા સોસ કે સેજવાન સોસ મૂકી પનીર તૈયાર કરી લ્યો તૈયાર પનીર એક બાજુ મૂકો

હવે બેસન નું મિશ્રણ તૈયાર કરેલ હતું એમાં બેકિંગ સોડા (ઓપ્શનલ છે ન નાખો ને ગરમ તેલ નાખી દયો તો પણ ચાલે) નાખી મિક્સ કરી લ્યો ને હવે તેલ ગરમ થઇ ગયું હસે એનો ગેસ મીડીયમ તાપ કરી નાખો ને તૈયાર કરેલ પનીર ના ટુકડા ને બેસન ના મિશ્રણ માં બધી બાજુ બરોબર ડીપ કરી ગરમ તેલ માં નાખતા જાઓ આમ જેટલા નાખી શકો એટલા નાખો

નાખ્યા પછી બે ત્રણ સેકન્ડ પછી જારા ની મદદ થી બધી બાજુ ફેરવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવા પકોડા બરોબર તરી લીધા બાદ એને તેલ માંથી કાઢી બીજા પકોડા નાખી એને પણ તરી લેવા આમ બધા પકોડા તૈયાર થઈ જાય એટલે થોડો ચાર્ટ મસાલો છાંટી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો

Paneer pakoda recipe notes – stuffed paneer pakoda banavani rit notes

  • પનીર બજારમાં તૈયાર મળે એ વાપરો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • પનીર ઘરે બનાવવા બે કિલો ફૂલ ફેટ દૂધ ને ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરો ને એમાં અડધો કપ દહી નાખી ચમચા વડે મિક્સ કરો ને દૂધ ફાટી જાય એટલે કોટન કે મલમલ ના કપડામાં નાખી પાણી નીતરો ને ચોરસ કે લંબચોરસ આકાર આપી ચારણી માં મૂકો ઉપર વજન મૂકી બે ત્રણ કલાક રહેવા દયો તો આમ ઘરે પનીર તૈયાર કરી શકો છો
  • આ પનીર પકોડા તમે ઘરમાં નાની મોટી પાર્ટી માં તૈયાર કરી ને રાખી શકો છો
  • બેસન ના મિશ્રણ મા 2-૩ ટીપા લીંબુ ના રસ ના નાખવાથી પકોડા પર તેલ રહેશે નહિ અને ક્રીશ્પી બનશે

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | પનીર પકોડા રેસીપી |  પનીર ના પકોડા રેસીપી | paneer na pakoda ni recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

stuffed paneer pakora recipe in gujarati | stuffed paneer pakoda banavani rit

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત - stuffed paneer pakora recipe in gujarati - પનીર પકોડા રેસીપી - પનીર ના પકોડા રેસીપી - paneer na pakoda ni recipe - stuffed paneer pakora recipe in gujarati - stuffed paneer pakoda banavani rit

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

આજે આપણે સ્ટફડ પનીરના પકોડા બનાવવાની રીત શીખીશું. પનીર સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે ને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત્ર છે આપણે પનીર ને ઘણા પંજાબી શાક તો ખાઈએ છીએ ને જો એક જ પ્રકારના શાક ખાઈ ને કે બનાવી ને કંટાળી ગયા હો તો આજ આપણે પનીર પકોડા રેસીપી , પનીર ના પકોડા રેસીપી બનાવશું જે બનાવવા ખૂબ જ સરળ છે ને જટપટ તૈયાર પણ થઈ જાય છે તો ચાલો સ્ટફડ પનીરના પકોડા બનાવવાનીરીત paneer na pakoda ni recipe, stuffed paneer pakora recipe in gujarati , stuffed paneer pakoda banavani rit શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સ્ટફડ પનીર પકોડા બનાવવા માટેની સામગ્રી | stuffed paneer pakora ingredient

  • 200 ગ્રામ પનીર
  • 1 કપ બેસન
  • 3 ચમચી મેંદો /ચોખા નો લોટ(ઓપ્શનલ)
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • સ્ટફિંગ માટે લીલી ચટણી , ટમેટા સોસ , સેજવાન સોસ

સ્ટફિંગ માટેની ચટણી માટેની સામગ્રી

  • ½ કપ પુદીનો
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 5-6 કણી લસણની
  • ચમચી લીંબૂનો રસ
  • ½ ચમચી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી શેકેલા જીરું નો પાવડર
  • 1 નાનો આદુનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

લીલી ચટણી બનાવવાની રીત

  • સ્ટફડ પનીર પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એમાં જે સ્ફિંગ કરવા ની છે તે લીલી ચટણી તૈયાર કરીલઈએ
  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બરોબર સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા , ફુદીનો, લીલા મરચા, લસણ ની કણી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબમીઠું, સંચળ, શેકેલું જીરું પાઉડર,લીંબુનો રસ, ખાંડ ને આદુનો ટુકડો નાખી પીસી ને ચટણી બનાવી લ્યો ચટણી ને ઘણી પાતળી ના કરવી ઘટ્ટ જ રહેવા દેવી નકર સ્ટફિંગ કરવા સમયે બહાર નીકળી જસે

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત – stuffed paneer pakoda banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને મેંદા ને ચારણીથી ચારી ને લ્યો ( મેંદા ની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈશકો છો મેંદો કે ચોખાનો લોટ નાખવા થી પકોડા ક્રિસ્પી બને છે આ ઓપ્શનલ છે તમે ચાહો તોન નાખો)
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,  લીલા ધાણા સુધારેલા,અજમો નાખી કરો હવે એમાં થોડું થોડું કરી પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું ( મિશ્રણ સાવ પાતળું ના બનાવવું કેમ કે નહિતર એ પનીર પ્ર બરોબર કોટિંગ નહિ થાય એટલે મિશ્રણ ને ઘટ્ટ જ રાખવું
  • હવે પનીરના મોટા ટુકડા માંથી નાના મીડીયમ સાઇઝ ના ચોરસ ટુકડા કરો (આ ટુકડા ના સાવ પાતળા રાખવા નહિ ઘણા જાડા કેમ કે જો પાતળા રાખશો તો તરતી વખતે તૂટી જસે ને જો ઘણા જાડા જસે તો ખાલી પનીર નો જ સ્વાદ આવશે)
  • હવે ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી એક પનીર ની સલાઇસ પર તૈયાર કરેલ લીલી ચટણી મૂકો એના પર પનીર ની બીજી સલાઈસ મૂકો
  • અથવા એક પનીર ની સ્લાઈસ પર ટમેટા સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો ને એક પનીર ની સ્લાઈસ પર સેજવાન સોસ મૂકો એના પર બીજી પનીર ની સ્લાઈસ મૂકો આમ પનીર ને બે સ્લાઈસ વચ્ચે લીલી ચટણી કે ટમેટા સોસ કે સેજવાન સોસ મૂકી પનીર તૈયાર કરી લ્યો તૈયાર પનીર એક બાજુમૂકો
  • હવે બેસન નું મિશ્રણ તૈયાર કરેલ હતું એમાં બેકિંગ સોડા (ઓપ્શનલ છે ન નાખો ને ગરમ તેલ નાખી દયો તો પણ ચાલે) નાખી મિક્સ કરી લ્યો ને હવે તેલ ગરમ થઇ ગયું હસે એનો ગેસ મીડીયમ તાપ કરી નાખો ને તૈયાર કરેલ પનીર ના ટુકડા ને બેસન ના મિશ્રણ માં બધી બાજુ બરોબર ડીપ કરી ગરમ તેલ માં નાખતા જાઓ આમ જેટલા નાખી શકો એટલા નાખો
  • નાખ્યા પછી બે ત્રણ સેકન્ડ પછી જારા ની મદદ થી બધી બાજુ ફેરવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવા પકોડા બરોબર તરી લીધા બાદ એને તેલ માંથી કાઢી બીજા પકોડા નાખી એને પણતરી લેવા આમ બધા પકોડા તૈયાર થઈ જાય એટલે થોડો ચાર્ટ મસાલો છાંટી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો

stuffed paneer pakoda recipe notes

  • પનીર બજારમાં તૈયાર મળે એ વાપરો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • પનીર ઘરે બનાવવા બે કિલો ફૂલ ફેટ દૂધ ને ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરો ને એમાં અડધો કપ દહી નાખી ચમચા વડે મિક્સ કરો ને દૂધ ફાટી જાય એટલે કોટન કે મલમલ ના કપડામાં નાખી પાણી નીતરો ને ચોરસ કે લંબચોરસ આકાર આપી ચારણી માં મૂકો ઉપર વજન મૂકી બે ત્રણ કલાક રહેવા દયો તો આમ ઘરે પનીર તૈયાર કરી શકો છો
  • આ પનીર પકોડા તમે ઘરમાં નાની મોટી પાર્ટી માં તૈયાર કરી ને રાખી શકો છો
  • બેસન ના મિશ્રણ મા 2-૩ ટીપા લીંબુ ના રસ ના નાખવાથી પકોડા પર તેલ રહેશે નહિ અને ક્રીશ્પી બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વઘારેલો રોટલો બનાવવાની રીત | વઘારેલો બાજરીનો રોટલો | vagharelo rotlo banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

ચોખાના પાપડ બનાવવાની રીત | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe | chokha na papad banavani rit

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

ભાંગ બનાવવાની રીત |  bhang banavani rit | bhang banavani recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Bengal’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ભાંગ બનાવવાની રીત શીખીશું. ભાંગ ને ઠંડાઈ તરીકે પણ ઓળખાય છે ભાંગ ને ભગવાન શંકર ની મહાશિવરાત્રી ના પ્રસાદીના રૂપમાં લેવામાં આવે છે ને એમાં ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આજ આપણે ભાંગ કે ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવશું તો ચાલો ભાંગ બનાવવાની રેસીપી , bhang banavani rit , bhang banavani recipe, bhang recipe in gujarati,bhang recipe for shivratri શીખીએ.

ભાંગ બનાવવા જરૂરી સામગ્રી | bhang banava jaruri samgri ingredients  

  • સુકા ગુલાબના પાન 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • મગતરી ના બીજ 1 ચમચી
  • મરી 5-6
  • કાજુ 75 ગ્રામ /આશરે 15-20
  • બદામ 50 ગ્રામ /આશરે 8-10
  • મીઠું દહી 100 ગ્રામ
  • કલાકંદ મીઠાઈ ના કટકા 7-8/ આશરે મીઠો માવો 100 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • ગુલાબજળ 2 ચમચી
  • દૂધ 2 લીટર / કિલો
  • નારિયેળનું પાણી ½ ગ્લાસ
  • બરફના ટૂકડા 8-10

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit

 ભાંગ બનવવવા સૌ પ્રથમ એક વાસણમાં કાજુ , બદામ ને એક બે કપ પાણી નાખી બાર કલાક પલાળી રાખો

બીજા એક વાસણમાં સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને લ્યો એમાં અડધો કપ  જેટલું પાણી નાખી બાર કલાક સુધી પલાળી રાખો

મીઠું દહી બનાવવા એક કડાઈમાં પા કપ ખાંડ ને ગરમ કરો ને ખાંડ ઓગળીને બ્રાઉન રંગ ની થાય એટલે એમાં સો ગ્રામ દૂધ નાખી ઉકાળો દૂધ ઉકળી જાય એટલે એને ઠંડુ થવા દયો દૂધ નવશેકું રહે ત્યારે એમાં પા ચમચી દહીં નું મેરવાણ નાખી ઢાંકી ને ચાર પાંચ કલાક એક બાજુ મૂકો પાંચ કલાક પછી તૈયાર છે મીઠું દહી

એક જારમાં કલાકંદ/ મીઠો માવો, મીઠું દહી, ખાંડ , એલચી પાઉડર, ગુલાબજળ ને જરૂર મુજબ એક બે કપ દૂધ નાખી પીસી લ્યો

હવે બાર કલાક પલળી મૂક્યા પછી મિક્સર જારમાં પાણી નિતારી કાજુ ને બદામ ની પીસી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ દૂધ નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ને એક બાજુ મૂકો

બીજા મિક્સર જારમાં  સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને પલાળી રાખેલ હતા એનું પાણી નિતારી પીસી ને પેસ્ટ બનાવો જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી સમૂથ પેસ્ટ બનાવી લ્યો

હવે માટી નું કે કાંચ કે સ્ટીલ નું મોટું વાસણ લ્યો એમાં દૂધ ને કલાકંદ ,મીઠા દહી વાળુ મિશ્રણ નાખો હવે એના પર ઝીણી ગરણી મૂકો કે ઝીણી જારી વાળુ કપડું બંધી નાખો ને એમાં પીસેલા ગુલાબ ખસખસ વળી પેસ્ટ નાંખી ને ગાળી લ્યો ને એમાંજ કાજુ બદામ વાળી પેસ્ટ પણ ગાળી લ્યો ને થોડું થોડું કરી અડધું દૂધ નાખતા જઈ ને બધું ગાળી લ્યો હવે ગરણી કે કપડું હટાવી નાખો

હવે બાકી નું બચેલું દૂધ નાખી દયો ને હવે એમાં બરફ ના ટુકડા નાખી જેણી વડે જેરી લ્યો ને ઠંડી ઠંડી સર્વ કરો કેસર થી ગાર્નિશ કરી ને ભાંગ

Bhang recipe notes

  • ભાંગ ને ક્યારે ચાંદી, કાસા, પીતળ કે લોખંડ ના વાસણમાં બનાવી કે પીરસવી નહિ નહિતર નુકશાન કરશે
  • ખસખસ નું માપ ઓછું રાખવું નહિતર શેહત માટે નુકશાનકારક થાય
  • અમે અહી રેસીપી મા ભાંગ ગોળી કે ભાંગ ના પાન નો ઉપયોગ કરેલ નથી અને અમે તેને સપોર્ટ કરતા નથી તેનું પાછળ નું મુખ્ય કારણ તેનું સેવન ઘણી વાર આપણા સ્વાસ્થ્ય ને નુકશાન કારક છે અને અનેક જગ્યાએ તેનું સેવન કરવું ગુનો બને છે

bhang banavani recipe | bhang recipe for shivratri

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર The Bengal’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bhang recipe in gujarati | ભાંગ બનાવવાની રીત

ભાંગ બનાવવાની રીત - bhang banavani rit - bhang banavani recipe - bhang recipe in gujarati

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe

આજે આપણે ભાંગ બનાવવાની રીત શીખીશું. ભાંગ ને ઠંડાઈ તરીકે પણ ઓળખાય છે ભાંગ ને ભગવાન શંકર ની મહાશિવરાત્રી ના પ્રસાદીનારૂપમાં લેવામાં આવે છે ને એમાં ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આજ આપણે ભાંગકે ભાંગ ના પાન નો ઉપયોગ કર્યા વગર બનાવશું તો ચાલો ભાંગ બનાવવાની રેસીપી , bhang banavani rit , bhang banavani recipe – bhang recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 12 minutes
Total Time: 52 minutes
Servings: 11 વ્યક્તિ

Equipment

  • મોટી તપેલી

Ingredients

ભાંગ બનાવવા જરૂરી સામગ્રી | bhangbanava jaruri ingredients  

  • સુકા ગુલાબના પાન 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • મગતરીના બીજ 1 ચમચી
  • મરી 5-6
  • કાજુ 75 ગ્રામ /આશરે 15-20
  • બદામ 50 ગ્રામ /આશરે 8-10
  • મીઠું દહી 100 ગ્રામ
  • કલાકંદ મીઠાઈ ના કટકા 7-8/ આશરે મીઠો માવો 100 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • ગુલાબ જળ 2 ચમચી
  • દૂધ 2 લીટર / કિલો
  • નારિયેળનું પાણી ½ ગ્લાસ
  • બરફના ટૂકડા 8-10

Instructions

ભાંગ બનાવવાની રીત- bhang banavani rit – bhang banavani recipe – bhang recipe in gujarati

  •  ભાંગ બનવવવા સૌ પ્રથમ એક વાસણમાં કાજુ, બદામ ને એક બે કપ પાણી નાખી બાર કલાક પલાળી રાખો
  • બીજા એક વાસણમાં સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને લ્યો એમાં અડધો કપ  જેટલું પાણી નાખી બાર કલાક સુધી પલાળીરાખો
  • મીઠું દહી બનાવવા એક કડાઈમાં પા કપ ખાંડ ને ગરમ કરો ને ખાંડ ઓગળીને બ્રાઉન રંગ ની થાય એટલે એમાં સો ગ્રામ દૂધ નાખી ઉકાળો દૂધ ઉકળી જાય એટલે એને ઠંડુ થવા દયો દૂધ નવશેકું રહે ત્યારે એમાં પા ચમચી દહીં નું મેરવાણ નાખી ઢાંકી ને ચાર પાંચ કલાક એક બાજુ મૂકો પાંચ કલાક પછી તૈયાર છે મીઠું દહી
  • એક જારમાં કલાકંદ/ મીઠો માવો,મીઠું દહી, ખાંડ , એલચી પાઉડર,ગુલાબજળ ને જરૂર મુજબ એક બે કપ દૂધ નાખી પીસી લ્યો
  • હવે બાર કલાક પલળી મૂક્યા પછી મિક્સર જારમાં પાણી નિતારી કાજુ ને બદામ ની પીસી લ્યો નેજરૂર લાગે તો અડધો કપ દૂધ નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ને એક બાજુ મૂકો
  • બીજા મિક્સર જારમાં  સૂકા ગુલાબના પાન, વરિયાળી, ખસખસ, મરી, મગતરી ના બીજ ને પલાળી રાખેલ હતા એનું પાણી નિતારી પીસી ને પેસ્ટ બનાવો જરૂરલાગે તો એક બે ચમચી દૂધ નાખી સમૂથ પેસ્ટ બનાવી લ્યો
  • હવે માટી નું કે કાંચ કે સ્ટીલ નું મોટું વાસણ લ્યો એમાં દૂધ ને કલાકંદ ,મીઠા દહી વાળુ મિશ્રણ નાખો હવે એના પર ઝીણી ગરણી મૂકો કે ઝીણી જારી વાળુ કપડું બંધી નાખો ને એમાં પીસેલા ગુલાબ ખસખસ વળી પેસ્ટ નાંખી ને ગાળી લ્યો ને એમાંજ કાજુ બદામ વાળી પેસ્ટ પણ ગાળી લ્યો ને થોડું થોડું કરી અડધું દૂધ નાખતા જઈ ને બધું ગાળી લ્યો હવે ગરણી કે કપડું હટાવી નાખો
  • હવે બાકી નું બચેલું દૂધ નાખી દયો ને હવે એમાં બરફ ના ટુકડા નાખી જેણી વડે જેરી લ્યો નેઠંડી ઠંડી સર્વ કરો કેસર થી ગાર્નિશ કરી ને ભાંગ

Notes

  • ભાંગ ને ક્યારે ચાંદી, કાસા, પીતળ કે લોખંડ ના વાસણમાં બનાવી કે પીરસવી નહિ નહિતર નુકશાન કરશે
  • ખસખસ નું માપ ઓછું રાખવું નહિતર શેહત માટે નુકશાનકારક થાય
  • અમે અહી રેસીપી મા ભાંગ ગોળી કે ભાંગ ના પાન નો ઉપયોગ કરેલ નથી અને અમે તેને સપોર્ટ કરતા નથી તેનું પાછળ નું મુખ્ય કારણ તેનું સેવન ઘણી વાર આપણા સ્વાસ્થ્ય ને નુકશાન કારક છે અને અનેક જગ્યાએ તેનું સેવન કરવું ગુનો બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | rab banavani rit | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | shrikhand banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube  આજે આપણે શ્રીખંડ બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં જ આપણે ઠંડી ઠંડી વાનગીઓ , જ્યુસ, શરબત કે ઠંડાપીણા ખૂબ શોખથી ખાઈએ છીએ આવીજ એક ઠંડી મીઠાઈ છે શ્રીખંડ જે દરેક લગ્ન પ્રસંગમાં કે પ્રસંગ માં ઉનાળામાં જોવા મળતી હોય છે તો આજે એજ ખૂબ જ ટેસ્ટી ને ઠંડી વાનગી ઘરે શ્રીખંડ બનાવવાની રેસીપી – શ્રીખંડ ની રેસીપી – shrikhand banavani rit – shrikhand recipe gujarati – shrikhand recipe in gujarati – શીખંડ બનાવવાની રીત શીખીએ.

શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી | shrikhand recipe ingredients

  • દહીં 1 ½ કપ
  • પીસેલી ખાંડ ¾ કપ
  • દૂધ બે ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • પિસ્તાની કતરણ 2-3 ચમચી
  • બદામની કતરણ 2-3 ચમચી
  • ચારવળી 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તજ પાઉડર 1 ચપટી ( ઓપ્શનલ)

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી

શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં લટકાવેલ દહી લ્યો એને હાથથી અથવા ચમચા થી બરોબર મિક્સ કરો

જો તમે દહી બજારનું ના વાપરવું હોય તો ઘરે એક કિલો ફૂલ ક્રીમ  દૂધ ને ગરમ કરો ત્યાર બાદ નવશેકું રહે   એટલે એમાં એક ચમચી દહીં નું મેરવાણ નાખી પાંચ છ કલાક દહી જમવા મૂકો.

દહી જામી જાય એટલે એક કોટન ના કપડામાં નાખી બાંધી ને ચારણી પર મૂકો ને ચારણી તપેલી પર મૂકી દયો ને આ તપેલી ને ફ્રીઝ માં 5-6 કલાક મૂકી દયો આમ ફ્રીજમા મૂકવાથી દહી નું પાણી પણ નીતરી જસે ને દહી ઠંડુ પણ થઈ જશે

એક વાટકામાં એક બે ચમચી ગરમ દૂધ લ્યો એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી કેસર વાળુ દૂધ તૈયાર કરવું

હવે એમાં  પીસેલી ખાંડ નાખો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એક ઝીણી ચારણી માં મૂકી ચમચા વડે દબાવી ચારી લ્યો (આમ કરવાથી દહી સમૂથ બની જસે

હવે એમાં દૂધમાં પલાળેલી કેસર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં કાજુની કતરણ, પીસ્તા કતરણ,બદામ કતરણ ને ચારવલી નાખી બરોબર મિક્સ કરો

છેલ્લે એમાં એલચી પાઉડર ને તજ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ત્રણ ચાર કલાક ફ્રીઝ માં મૂકો ને ઠંડુ થવા દયો શ્રીખંડ ઠંડુ થાય એટલે ઉપર થી કાજુ બદામ પિસ્તાની કતરણ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો

shrikhand recipe notes

  • અહી જે ડ્રાય ફ્રુટ નાખો છો એને ડ્રાય રોસ્ટ અથવા અડધી ચમચી ઘીમાં શેકી ઠંડા કરી નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો તમે આખી ખાંડ લેશો તો તે જપતે નહિ ઓગળે એટલે પીસેલી ખાંડ નાખવી
  • તમે ચપટી ફૂડ કલર પણ નાખી શકો
  • તમે દહી ને ચારણી માં ચારિયા વગર હેન્ડ બ્લેન્ડર થી પણ મિક્સ કરી સમૂથ બનાવી શકો છો

શ્રીખંડ ની રેસીપી | શ્રીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શીખંડ બનાવવાની રીત | shrikhand recipe gujarati | shrikhand recipe in gujarati

શ્રીખંડ બનાવવાની રીત - શ્રીખંડ બનાવવાની રેસીપી - શ્રીખંડ ની રેસીપી - shrikhand banavani rit - shrikhand recipe gujarati - shrikhand recipe in gujarati - શીખંડ બનાવવાની રીત

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | shrikhand banavani rit | shrikhand recipe gujarati

આજે આપણે શ્રીખંડ બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં જ આપણે ઠંડી ઠંડી વાનગીઓ , જ્યુસ, શરબત કે ઠંડાપીણા ખૂબ શોખથી ખાઈએ છીએ આવીજ એક ઠંડી મીઠાઈ છે શ્રીખંડ જે દરેક લગ્ન પ્રસંગમાં કે પ્રસંગ માં ઉનાળામાં જોવા મળતી હોય છે તો આજે એજ ખૂબ જ ટેસ્ટી ને ઠંડી વાનગી ઘરે શ્રીખંડ બનાવવાની રેસીપી – શ્રીખંડ ની રેસીપી- shrikhand banavani rit – shrikhand recipe gujarati – shrikhand recipe in gujarati – શીખંડ બનાવવાની રીત શીખીએ
4.20 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 25 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી | shrikhand recipe ingredients

  • 1 ½ કપ દહીં
  • ¾ કપ પીસેલી ખાંડ
  • 2 ચમચી દૂધ
  • 2-3 ચમચી કાજુની કતરણ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 2-3 ચમચી બદામની કતરણ
  • 1 ચમચી ચારવળી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચપટી તજ પાઉડર ( ઓપ્શનલ)
  • 8-10 કેસરના તાંતણા

Instructions

શ્રીખંડ બનાવવાની રીત | shrikhand recipe in gujarati | શીખંડ બનાવવાની રીત

  • શ્રીખંડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં લટકાવેલ દહી લ્યો એને હાથથી અથવા ચમચા થી બરોબર મિક્સ કરો
  • જો તમે દહી બજારનું ના વાપરવું હોય તો ઘરે એક કિલો ફૂલ ક્રીમ  દૂધ ને ગરમ કરો ત્યાર બાદ નવશેકું રહે   એટલે એમાં એક ચમચી દહીં નું મેરવાણનાખી પાંચ છ કલાક દહી જમવા મૂકો
  • દહી જામી જાય એટલે એક કોટન ના કપડામાં નાખી બાંધી ને ચારણી પર મૂકો ને ચારણી તપેલી પર મૂકી દયો ને આ તપેલી ને ફ્રીઝ માં5-6 કલાક મૂકી દયો આમ ફ્રીજમા મૂકવાથી દહી નું પાણી પણ નીતરી જસે નેદહી ઠંડુ પણ થઈ જશે
  • એક વાટકામાં એક બે ચમચી ગરમ દૂધ લ્યો એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી કેસર વાળુ દૂધ તૈયાર કરવું
  • હવે એમાં  પીસેલી ખાંડ નાખો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એક ઝીણી ચારણી માં મૂકી ચમચા વડે દબાવીચારી લ્યો (આમ કરવાથી દહી સમૂથ બની જસે
  • હવે એમાં દૂધમાં પલાળેલી કેસર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં કાજુની કતરણ, પીસ્તા કતરણ,બદામ કતરણ ને ચારવલી નાખી બરોબર મિક્સ કરો
  • છેલ્લે એમાં એલચી પાઉડર ને તજ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ત્રણ ચાર કલાક ફ્રીઝ માં મૂકો ને ઠંડુ થવા દયો શ્રીખંડ ઠંડુ થાય એટલે ઉપર થી કાજુ બદામ પિસ્તાની કતરણ છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો

shrikhand banavani rit notes

  • અહી જે ડ્રાય ફ્રુટ નાખો છો એને ડ્રાય રોસ્ટ અથવા અડધી ચમચી ઘીમાં શેકી ઠંડા કરી નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો તમે આખી ખાંડ લેશો તો તે જપતે નહિ ઓગળે એટલે પીસેલી ખાંડ નાખવી
  • તમે ચપટી ફૂડ કલર પણ નાખી શકો
  • તમે દહી ને ચારણી માં ચારિયા વગર હેન્ડ બ્લેન્ડર થી પણ મિક્સ કરી સમૂથ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠી સેવ બનાવવાની રીત | gujarati mithi sev recipe | mithi sev banavani rit

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati | churma na ladoo banavani recipe | churma na ladva banavani recipe

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Happily Veg  YouTube channel on YouTube  આજે આપણે શક્કરિયાં ના ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત – શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત શીખીશું. ગુલાબજાંબુ તો આપને ઇન્સ્ટન્ટ, માવા માંથી, સોજી માંથી બનાવીને ખાધા હસે પણ આજ આપણે વ્રત ઉપવાસ ખાઈ શકાય કે એમજ પણ ખાવા હોય તો જટપટ બનાવી ને મજા લઇ શકીએ છીએ તો ચાલો શક્કરિયાં ના ફરાળી ગુલાબ જાંબુ રેસીપી, farali gulab jamun recipe In gujarati , farali gulab jamun banavani rit, sweet potato gulabjamun Recipe in Gujarati  શીખીએ.

ફરાળી ગુલાબજાંબુ બનાવવા જરૂરી સામગ્રી | farali gulab jamun recipe ingredients

  • શક્કરિયાં 2-3
  • દૂધ પાઉડર 20-22 ચમચી અથવા  જરૂર પ્રમાણે
  • ઘી 2-3 ચમચી
  • ચાસણી બનાવવા માટેની સામગ્રી
  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • ગુલાજળ ½ ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • તરવા માટે તેલ /ઘી

શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati

શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવા માટે શક્કરિયાં હમેશા ના ઘણા જાડા મોટા લેવા કે ના સાવ પાતળા લેવા હવે શક્કરિયાં ને પાંચ મિનિટ પાણી માં પલાળી રાખો ત્યાર બાદ હાથ થી ઘસી ને એના પર ની માટી ધૂળ ને ધોઇ ને સાફ કરો

હવે ગેસ પર કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ કરો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલા શક્કરિયાં મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી બાફી લ્યો 

શક્કરિયાં બફાય છે ત્યાં સુંધી એની ચાસણી તૈયાર કરી લ્યો એ માટે ગેસ પર એક તપેલીમાં ખાંડ ને પાણી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ મિડીયમ કરી ચાસણી ને થોડી વાર ઉકાળો.

જ્યાં સુંધી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો અડવા થી થોડી ચીકણી લાગે ત્યાં સુધી થવા દયો ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર ને ગુલાબ જળ (ઓપેશનલ છે) નાખી મિક્સ કરો ને ચાસણીને એક બાજુ મૂકો

શક્કરિયાં બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દયો શક્કરિયાં ઠંડા થાય એટલે એની છાલ કાઢી નાખો ને છીણી વડે છીણી લ્યો ને વચ્ચે આવતા રેસા ને કાઢી નાખો

છીણેલ શક્કરિયાં ની પેસ્ટ એક વાસણમાં લ્યો ને એમાં થોડો થોડો કરી ને આશરે 20-25 ચમચી જેટલો મિલ્ક પાઉડર નાખી મિક્સ કરતા જઈ ને મિડીયમ લોટ જેવું મિશ્રણ બનાવો (મિલ્ક પાઉડર શક્કરિયાં માં રહેલ ભીનાશ પ્રમાણે વધુ ઓછો લાગશે)

મિલ્ક પાઉડર ને શક્કરિયાં ને બરોબર મિક્સ કરી લીધા બાદ છેલ્લે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરો ને હાથ પર ઘી લગાવી જે સાઇઝ ના જાંબુ બનાવવા હોય એ સાઇઝ ના ગોળ ગોલા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં એક એક કરી તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ ગોલા અલગ અલગ નાખવા જેટલા એક વાર માં કડાઈમાં સમાય એટલાં નાખો બીજા બીજી વાર નાખવા

ગોલા નાખ્યા બાદ પંદર વીસ સેકન્ડ પછી ચમચી કે જારા થી ઉથલાવવા અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી બધી બાજુ થી ગોલા બરોબર ગોલ્ડન બ્રાઉન થાય જાંબુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે જારા થી કાઢી ચાસણીમાં નાખી દયો

આમ બધા જાંબુ ને તરી લ્યો ને ચાસણીમાં ડૂબે એમ બોળી બે ત્રણ કલાક રાખો

હવે જો તમારે ગરમ ગરમ ગુલાજાંબુ ખાવા હોય તો જાંબુ માંથી થોડી ચાસણી અલગ કરી લ્યો ને એને ગેસ પર ગરમ કરી લ્યો ને એ ચાસણી પછી જાંબુ માં નાખો તો ગુલાજાંબુ ગરમ થઇ જસે ને જો ઠંડા ખાવા હોય તો બે કલાક પછી જાંબુ વાળુ વાસણ ફ્રીજમાં મૂકી દયો ને બે કલાક પછી ઠંડા ગુલાજાંબુ ખાઈ શકો છો

તો તૈયાર છે ફરાળી શક્કરિયાં ના ગુલાજાંબુ

Farali gulab jambu recipe notes

  •  શક્કરિયાં ને ચારણી માં બાફવા થી એમાં પાણી નહિ જાય ને શક્કરિયાં સાવ ગરી નહિ જાય
  • ખાંડ ને પાણી માં ઓગડાઓ ત્યારે હલાવતા રહેલું નહિતર ખાંડ નીચે બેસી જસે ને બરી શકે છે
  • તમે ગોલા બનાવતી વખતે વચ્ચે પિસ્તા, કાજુ કે બદામ ના ટુકડા કે કીસમીસ મુકો શકો છો જેથી તરવા સમય અંદર સુંધી ચડે બરોબર ને ચાસણી પણ અંદર સુંધી પહોંચે
  • જાંબુ ને તેલ માં પણ તારી શકો છો અથવા જો ઘી માં તરો છો તો તરી લીધા બાદ બચેલ ઘી ને ઠંડુ થાય પછી એક બરણી કે ડબ્બા માં ભરી લ્યો ને બીજી વાર કઈ તરવું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો અથવા બચેલા ઘી ને લોટ બાંધતી વખતે મોણ તરીકે ઉપયોગમાં લઈ શકો

ફરાળી ગુલાબ જાંબુ રેસીપી | ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Happily Veg ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | farali gulab jamun banavani rit | sweet potato gulabjamun Recipe in Gujarati

શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત - ફરાળી ગુલાબ જાંબુ રેસીપી - farali gulab jamun recipe In gujarati - farali gulab jamun banavani rit - sweet potato gulabjamun Recipe in Gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત -શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – sweet potato gulabjamun Recipe in Gujarati

આજે આપણે શક્કરિયાં ના ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત – શક્કરીયાના ગુલાબ જાંબુ બનાવવાની રીત શીખીશું. ગુલાબજાંબુ તો આપને ઇન્સ્ટન્ટ,માવા માંથી, સોજી માંથી બનાવીને ખાધા હસે પણ આજઆપણે વ્રત ઉપવાસ ખાઈ શકાય કે એમજ પણ ખાવા હોય તો જટપટ બનાવી ને મજા લઇ શકીએ છીએ તોચાલો શક્કરિયાં ના ફરાળી ગુલાબ જાંબુ રેસીપી,farali gulab jamun recipe In gujarati , farali gulab jamun banavani rit, sweet potato gulabjamun Recipe in Gujarati  શીખીએ.
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

ફરાળી ગુલાબજાંબુ બનાવવા જરૂરી સામગ્રી | farali gulab jamun recipe ingredients

  • 2-3 શક્કરિયાં
  • 20-22 દૂધ પાઉડર ચમચી અથવા  જરૂર પ્રમાણે
  • 2-3 ચમચી ઘી

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ખાંડ 2
  • 2 કપ પાણી 2 કપ
  • ½ ચમચી ગુલાજળ ½ ચમચી
  • ½ ચમચી એલચી પાઉડર ½ ચમચી
  • તરવા માટે તેલ /ઘી

Instructions

ફરાળી ગુલાબ જાંબુ રેસીપી – ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત – farali gulab jamun banavani rit

  • શક્કરિયા ના ગુલાબજાંબુ બનાવવા માટે શક્કરિયાં હમેશા ના ઘણા જાડા મોટા લેવા કે ના સાવ પાતળા લેવા હવે શક્કરિયાં ને પાંચ મિનિટ પાણી માં પલાળી રાખો ત્યાર બાદ હાથ થી ઘસી ને એનાપર ની માટી ધૂળ ને ધોઇ ને સાફ કરો
  • હવે ગેસ પર કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ કરો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણીમૂકી એમાં સાફ કરેલા શક્કરિયાં મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી બાફી લ્યો 
  • શક્કરિયાં બફાય છે ત્યાં સુંધી એની ચાસણી તૈયાર કરી લ્યો એ માટે ગેસ પર એક તપેલીમાં ખાંડ ને પાણી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ મિડીયમ કરી ચાસણી ને થોડી વાર ઉકાળો
  • જ્યાં સુંધી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો અડવા થી થોડી ચીકણી લાગે ત્યાં સુધી થવા દયો ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર ને ગુલાબ જળ (ઓપેશનલ છે) નાખી મિક્સ કરો ને ચાસણીને એક બાજુ મૂકો
  • શક્કરિયાં બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દયો શક્કરિયાં ઠંડા થાય એટલે એની છાલ કાઢી નાખો ને છીણી વડે છીણી લ્યો ને વચ્ચે આવતા રેસા ને કાઢી નાખો
  • છીણેલ શક્કરિયાં ની પેસ્ટ એક વાસણમાં લ્યો ને એમાં થોડો થોડો કરી ને આશરે 20-25 ચમચી જેટલો મિલ્ક પાઉડર નાખી મિક્સ કરતા જઈ ને મિડીયમ લોટ જેવું મિશ્રણ બનાવો (મિલ્ક પાઉડર શક્કરિયાં માં રહેલ ભીનાશ પ્રમાણે વધુ ઓછો લાગશે)
  • મિલ્ક પાઉડર ને શક્કરિયાં ને બરોબર મિક્સ કરી લીધા બાદ છેલ્લે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરોને હાથ પર ઘી લગાવી જે સાઇઝ ના જાંબુ બનાવવા હોય એ સાઇઝ ના ગોળ ગોલા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં એક એક કરી તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ ગોલા અલગ અલગ નાખવા જેટલા એક વાર માં કડાઈમાં સમાય એટલાં નાખો બીજા બીજી વાર નાખવા
  • ગોલા નાખ્યા બાદ પંદર વીસ સેકન્ડ પછી ચમચી કે જારા થી ઉથલાવવા અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી બધી બાજુ થી ગોલા બરોબર ગોલ્ડન બ્રાઉન થાય જાંબુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે જારાથી કાઢી ચાસણીમાં નાખી દયો
  • આમ બધા જાંબુ ને તરી લ્યો ને ચાસણીમાં ડૂબે એમ બોળી બે ત્રણ કલાક રાખો
  • હવે જો તમારે ગરમ ગરમ ગુલાજાંબુ ખાવા હોય તો જાંબુ માંથી થોડી ચાસણી અલગ કરી લ્યો ને એને ગેસ પર ગરમ કરી લ્યો ને એ ચાસણી પછી જાંબુ માં નાખો તો ગુલાજાંબુ ગરમ થઇ જસે ને જો ઠંડા ખાવા હોય તો બે કલાક પછી જાંબુ વાળુ વાસણ ફ્રીજમાં મૂકી દયો ને બે કલાક પછી ઠંડાગુલાજાંબુ ખાઈ શકો છો
  • તો તૈયાર છે ફરાળી શક્કરિયાં ના ગુલાજાંબુ

sweet potato gulabjamun Recipe in Gujarati notes

  • શક્કરિયાં ને ચારણી માં બાફવા થી એમાં પાણી નહિ જાય ને શક્કરિયાં સાવ ગરી નહિ જાય
  • ખાંડ ને પાણી માં ઓગડાઓ ત્યારે હલાવતા રહેલું નહિતર ખાંડ નીચે બેસી જસે ને બરી શકે છે
  • તમે ગોલા બનાવતી વખતે વચ્ચે પિસ્તા, કાજુ કે બદામ ના ટુકડા કે કીસમીસ મુકો શકો છો જેથી તરવા સમય અંદર સુંધી ચડે બરોબર ને ચાસણી પણ અંદર સુંધી પહોંચે
  • જાંબુ ને તેલ માં પણ તારી શકો છો અથવા જો ઘી માં તરો છો તો તરી લીધા બાદ બચેલ ઘી ને ઠંડુ થાય પછી એક બરણી કે ડબ્બા માં ભરી લ્યો ને બીજી વાર કઈ તરવું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો અથવા બચેલા ઘી ને લોટ બાંધતી વખતે મોણ તરીકે ઉપયોગમાં લઈ શકો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત શીખીશું. કારેલા ભરેલા નુ શાક નું નામ સાંભળીને બધાનું મોઢું બગડી જાય ભાગ્યેજ કોઈ હસે જેને કારેલા ભાવતા હસે કેમ કે કારેલા ટેસ્ટ માં કડવા હોય છે એટલે કોઈને  ખાવાનું પસંદ કરતા નથી પણ આજ આપણે એજ કારેલા ને ખુબ ટેસ્ટી બનાવશું જે એક વાર બનાવ્યા પછી ઘરમાં બધા બીજી વાર બનાવવાનું કહે તેવા સ્વાદિષ્ટ લાગશે તો એક વાર ચોક્કસ બનાવો આ રીતે ભરેલા કારેલા. તો ચાલો કારેલાનું શાક બનાવવાની રીત , bharela karela nu shaak recipe banavani rit gujarati recipe, akha bharela karela nu shaak , શીખીએ.

ભરેલા કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela karela nu shaak ingredients

  • કારેલા 400 ગ્રામ
  • મોટી ડુંગળી 1 ઝીણી સુધારેલી
  • આખા સૂકા ધાણા 2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ડુંગળીના બીજ 1 ચમચી / કલોંજી/મગ્રોડા
  • મેથીદાણા ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe

ભરેલા કારેલા બનાવવા સૌપ્રથમ કારેલા ને પાણીથી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો ને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ને બને બાજુ ની દાડી કાપી લ્યો કારેલા ની છાલ ને ફેકવી નહિ એક વાસણમાં રાખવી એ આપણે મસાલામાં વાપરવાની છે

હવે જે સાઈડ કારેલું સેજ વરેલું હોય એ બાજુ ચાકુ થી વચ્ચે લાંબો ઊભો કટ કરીએ વાતનું ધ્યાન રાખવું કે કારેલા ને આખો કટ નથી મારવા નો વચ્ચે ના ભાગમાં કટ કરવા ને આંગળી કે ચમચી ની મદદ થી અંદર રહેલા બીજ ને કાઢી લેવા આ બીજ પણ છાલ સાથે એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં /ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ઉકાળો અને છોલેલા કારેલા પર થોડુ થોડુ મીઠુ છાંટો ને હાથ વડે બહારની બાજુ મીઠા ને ઘસો

આમ બધા કારેલા ઘસી લ્યો ને ચારણીમાં મૂકો હવે આ ચારણી ને ગેસ પર મુકેલ કડાઇના કાંઠા પર ચારણી મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ સુંધી 70-80% બાફી લ્યો કારેલા બાફી લીધા બાદ એને બહાર કાઢી લ્યો ને ઠંડા થવા દયો

હવે ગેસ પર બીજી કડાઈમાં સૂકા ધાણા, વરિયાળી ને જીરું ને ધીમા તાપે શેકો ત્રણે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો અને એમાં મગ્રોડા (કાલોંજી) ને મેથી નાખી એક મિનિટ શેકો  ને શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો શેકેલા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં દર્દરા પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો

હવે એજ કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં કારેલા ની છાલ ને બીજ નાખી ત્રણ ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને બે મિનિટ શેકો

ત્યાર બાદ લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો જ્યારે ડુંગરીનું બધું પાણી બરી જવા આવે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ને પીસી રાખેલ મસાલો નાખો અને આમચૂર પાઉડર નાખી  ને બે મિનિટ શેકો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલા ને ઠંડો થવા દયો

મસાલો થોડો ઠંડો થાય એટલે એમાં લીંબુનો રસ નાખી બધું બરોબર મિક્સ કરો ને તૈયાર મસાલા ને બાફી રાખેલા કારેલા માં ક્ટ કરેલ ત્યાંથી બરોબર રીતે ભરી લ્યો બધા કરેલા આમ ભરીને તૈયાર કરો

હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા કારેલા મૂકો એ વાત નું ધ્યાન રાખો કે જે જગ્યાએ થી ભરેલા છે એ ભાગ ઉપર રહે ને ધીમા તાપે તેલમાં બધી બાજુ થી શેકી લેવા કરેલા શેકાઈને બરોબર ચડી જાય એટલે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો

akha bharela karela nu shaak recipe notes

  • અહી જો તમે ચાહો તો કારેલા ના બીજ ને પીસી ને પણ નાખી શકો છો ને ના નાખો તો પણ ચાલે
  • મીઠું માપસર વાપરવું કેમ કે ને ત્રણ વાર અલગ અલગ રીતે નાખવાનું છે તો એ વાતનું ધ્યાન રહે કે મીઠું વધારે ના થઈ જાય
  • અહી તમે ડુંગરી વધારે પણ નાખી શકો છો
  • ખટાસ માટે તમે કેરી નો ઉપયોગ પણ કરી શકો

કારેલા ભરેલા નુ શાક |  bharela karela nu shaak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bharela karela nu shaak gujarati recipe | bharela karela nu shaak banavani rit | akha bharela karela nu shaak

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત - bharela karela nu shaak recipe - કારેલા ભરેલા નુ શાક - bharela karela nu shaak recipe - bharela karela nu shaak gujarati recipe - bharela karela nu shaak banavani rit - akha bharela karela nu shaak

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત શીખીશું. કારેલા ભરેલા નુ શાક નું નામ સાંભળીને બધાનું મોઢું બગડી જાય ભાગ્યે જ કોઈ હસે જેને કારેલા ભાવતા હસે કેમ કે કારેલા ટેસ્ટ માં કડવા હોય છે એટલે કોઈને  ખાવાનું પસંદ કરતા નથી પણ આજ આપણે એજ કારેલા ને ખુબ ટેસ્ટી બનાવશું જે એક વાર બનાવ્યા પછી ઘરમાં બધા બીજી વાર બનાવવાનું કહે તેવા સ્વાદિષ્ટ લાગશે તો એક વાર ચોક્કસ બનાવો આ રીતે ભરેલા કારેલા. તો ચાલો કારેલાનું શાક બનાવવાની રીત , bharela karela nu shaak recipe , bharela karela nu shaak banavani rit , akha bharela karela nu shaak , bharela karela nu shaak gujarati recipe શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોકરિયું
  • 1 કડાઈ

Ingredients

ભરેલા કારેલાનું શાક બનાવવા જરૂરી સામગ્રી – bharela karela nu shaak ingredients

  • 400 ગ્રામ કારેલા
  • 1 મોટી ડુંગળી ઝીણી સુધારેલી
  • 2 ચમચી આખા સૂકા ધાણા
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ડુંગળીના બીજ / કલોંજી/મગ્રોડા
  • ¼ ચમચી મેથી દાણા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

  • ભરેલા કારેલા બનાવવા સૌપ્રથમ કારેલા ને પાણીથી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કપડાથી કોરા કરીલ્યો ને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ને બને બાજુ ની દાડી કાપી લ્યો કારેલા ની છાલને ફેકવી નહિ એક વાસણમાં રાખવી એ આપણે મસાલામાં વાપરવાની છે
  • હવે જે સાઈડ કારેલું સેજ વરેલું હોય એ બાજુ ચાકુ થી વચ્ચે લાંબો ઊભો કટ કરીએ વાતનું ધ્યાન રાખવું કે કારેલા ને આખો કટ નથી મારવા નો વચ્ચે ના ભાગમાં કટ કરવા ને આંગળી કે ચમચીની મદદ થી અંદર રહેલા બીજ ને કાઢી લેવા આ બીજ પણ છાલ સાથે એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં /ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ઉકાળોઅને છોલેલા કારેલા પર થોડુ થોડુ મીઠુ છાંટો ને હાથ વડે બહારની બાજુ મીઠા ને ઘસો
  • આમ બધા કારેલા ઘસી લ્યો ને ચારણીમાં મૂકો હવે આ ચારણી ને ગેસ પર મુકેલ કડાઇના કાંઠા પર ચારણીમૂકો અને ઢાંકી ને પંદર મિનિટ સુંધી70-80% બાફી લ્યો કારેલા બાફી લીધા બાદ એને બહાર કાઢી લ્યો ને ઠંડા થવા દયો
  • હવે ગેસ પર બીજી કડાઈમાં સૂકા ધાણા, વરિયાળી ને જીરું ને ધીમા તાપે શેકો ત્રણે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો અને એમાં મગ્રોડા (કાલોંજી) ને મેથી નાખી એકમિનિટ શેકો  ને શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો શેકેલા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં દર્દરા પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો
  • હવે એજ કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં કારેલા ની છાલ ને બીજ નાખી ત્રણ ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને બે મિનિટ શેકો
  • ત્યાર બાદ લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો જ્યારે ડુંગરીનું બધું પાણી બરી જવા આવે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ને પીસી રાખેલ મસાલો નાખો અને આમચૂર પાઉડર નાખી  ને બે મિનિટ શેકો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલા ને ઠંડો થવા દયો
  • મસાલો થોડો ઠંડો થાય એટલે એમાં લીંબુનો રસ નાખી બધું બરોબર મિક્સ કરો ને તૈયાર મસાલા ને બાફી રાખેલા કારેલા માં ક્ટ કરેલ ત્યાંથી બરોબર રીતે ભરી લ્યો બધા કરેલા આમ ભરીને તૈયાર કરો
  • હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા કારેલા મૂકો એ વાતનું ધ્યાન રાખો કે જે જગ્યાએ થી ભરેલા છે એ ભાગ ઉપર રહે ને ધીમા તાપે તેલમાં બધી બાજુથી શેકી લેવા કરેલા શેકાઈને બરોબર ચડી જાય એટલે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો

bharela karela nu shaak recipe in gujarati notes

  • અહી જો તમે ચાહો તો કારેલા ના બીજ ને પીસી ને પણ નાખી શકો છો ને ના નાખો તો પણ ચાલે
  • મીઠું માપસર વાપરવું કેમ કે ને ત્રણ વાર અલગ અલગ રીતે નાખવાનું છે તો એ વાતનું ધ્યાન રહે કે મીઠું વધારે ના થઈ જાય
  • અહી તમે ડુંગરી વધારે પણ નાખી શકો છો
  • ખટાસ માટે તમે કેરી નો ઉપયોગ પણ કરી શકો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jdskitchen Channel  YouTube channel on YouTube  આજે આપણે મસાલા ભાખરી બનાવવાની રીત – masala bhakri banavani rit શીખીશું. ભાખરી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે અને આ ભાખરી ને તમે દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો ને બટાકા ના રસા વાળા શાક સાથે ખૂબ સારી લાગતી હોય છે સાથે ચા કે અથાણાં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો મસાલા ભાખરી રેસીપી – masala bhakri recipe in gujarati – gujarati masala bhakri recipe – masala bhakhri banavani rit  શીખીએ.

મસાલા ભાખરી બનાવવા જરૂરી સામગ્રી | masala bhakri ingredients

  • ઘઉંનો કરકરો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • લીલી મેથી 1 કપ
  • તેલ 4-5 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા ને આદુ ની પેસ્ટ 1 ચમચી
  • દહીં 3-4 ચમચી /છાસ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

masala bhakri recipe in gujarati | gujarati masala bhakri recipe

મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો જેથી એમાં રહેલ કાકરી સાફ થઈ જાય ત્યાર બાદ ધોયેલી મેથી ને નીતરવા દયો જેથી એનું પાણી નીકળી જાય

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને  તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ સાફ કરી નીતરવા મુકેલી મેથી નાખી બે ત્રણ મિનિટ શેકો ને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો

ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉં ના લોટ ને ચારણીથી ચારી ને લ્યો હવે એમાં બે ત્રણ ચમચી તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જે મેથી શેકી હતી એ નાખી દયો ને ફરી બધું બરોબર મિક્સ કરો

હવે એમાં એક એક ચમચી દહીં  નાખતા જઈ કઠણ લોટ બાંધો ને બધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ મૂકો જેથી બધા મસાલા બરોબર મિક્સ થઇ જાય

દસ મિનિટ પછી પાછો લોટ ને મસળો ને એમાંથી મિડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો  ને લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી પુરી સાઇઝ ની મીડીયમ જાડી ભાખરી વણી લ્યો  આમ બધી  ભાખરીઓ વણી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકો તવી ને તેલ થી ગ્રીસ કરો ને જેટલી ભાખરી સમય એટલી ભાખરી થોડા અંતરથી મૂકો ને એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ થોડી ચડાવો

હવે દરેક ભાખરી ને કપડા થી દબાવી ને બને બાજુ શેકો ભાખરી થોડી શેકાઈ જાય એટલે એને તેલ લગાવી તવિથા થી દબાવી ને શેકો બને બાજુ ભાખરી ચડી જાય એટલે એને તવી પર થી ઉતારી બીજી ભાખરી શેકવા નાખો આમ બધી ભાખરી શેકી લ્યો

તૈયાર મસાલા ભાખરી ને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડી થાય ત્યાં બાદ પણ ખાઈ શકો છો

Masala bhakri recipe notes

  • આ ભાખરીમાં મોણ સેજ વધારે નાખવાથી ભાખરી બહાર થી કિસ્પી ને અંદર થી સોફ્ટ થશે એટલે મોટી ઉમરના વ્યક્તિ પણ ખાઈ શકાશે
  • દહીં ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકાય
  • નાના બાળકો માટે બનાવતા હો તો મરચા વગર પણ સારી લાગશે
  • અહી તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Jdskitchen Channel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gujarati masala bhakri recipe | masala bhakhri banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત - masala bhakri banavani rit - masala bhakri recipe in gujarati - gujarati masala bhakri recipe - gujarati masala bhakri recipe - masala bhakhri banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati

આજે આપણે મસાલા ભાખરી બનાવવાની રીત – masala bhakri banavani rit શીખીશું. ભાખરી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે અને આ ભાખરી ને તમે દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો ને બટાકાના રસા વાળા શાક સાથે ખૂબ સારી લાગતી હોય છે સાથે ચા કે અથાણાં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો મસાલા ભાખરી રેસીપી – masala bhakri recipe in gujarati – gujarati masala bhakri recipe – masala bhakhri banavani rit  શીખીએ
4 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

મસાલા ભાખરી બનાવવા જરૂરી સામગ્રી | masala bhakri ingredients

  • 1 કપ ઘઉંનો કરકરો લોટ
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ લીલી મેથી
  • 4-5 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લીલા મરચા ને આદુ ની પેસ્ટ
  • 3-4 ચમચી દહીં /છાસ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati

  • મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો જેથી એમાં રહેલ કાકરી સાફ થઈ જાય ત્યાર બાદ ધોયેલી મેથી ને નીતરવા દયો જેથી એનું પાણી નીકળી જાય
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને  તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ સાફ કરી નીતરવા મુકેલી મેથી નાખી બે ત્રણ મિનિટ શેકો ને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો
  • ત્યારબાદ એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉં ના લોટ ને ચારણીથી ચારી ને લ્યો હવે એમાંબે ત્રણ ચમચી તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાંજે મેથી શેકી હતી એ નાખી દયો ને ફરી બધું બરોબર મિક્સ કરો
  • હવે એમાં એક એક ચમચી દહીં  નાખતા જઈ કઠણ લોટ બાંધો ને બધેલાલોટ ને બે મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ મૂકો જેથી બધા મસાલા બરોબર મિક્સ થઇ જાય
  • દસ મિનિટ પછી પાછો લોટ ને મસળો ને એમાંથી મિડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો  ને લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી પુરી સાઇઝ ની મીડીયમ જાડી ભાખરી વણી લ્યો  આમ બધી  ભાખરીઓ વણી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો તવી ને તેલ થી ગ્રીસ કરો ને જેટલી ભાખરી સમય એટલી ભાખરી થોડાઅંતરથી મૂકો ને એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ થોડી ચડાવો
  • હવે દરેક ભાખરી ને કપડા થી દબાવી ને બને બાજુ શેકો ભાખરી થોડી શેકાઈ જાય એટલે એને તેલ લગાવી તવિથા થી દબાવી ને શેકો બને બાજુ ભાખરી ચડી જાય એટલે એને તવી પર થી ઉતારી બીજી ભાખરીશેકવા નાખો આમ બધી ભાખરી શેકી લ્યો
  • તૈયાર મસાલા ભાખરી ને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડી થાય ત્યાં બાદ પણ ખાઈ શકો છો

masala bhakri recipe in gujarati notes

  • આ ભાખરીમાં મોણ સેજ વધારે નાખવાથી ભાખરી બહાર થી કિસ્પી ને અંદર થી સોફ્ટ થશે એટલે મોટી ઉમરના વ્યક્તિ પણ ખાઈ શકાશે
  • દહીં ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકાય
  • નાના બાળકો માટે બનાવતા હો તો મરચા વગર પણ સારી લાગશે
  • અહી તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

લસણીયા બટાકા બનાવવાની રીત | લસણીયા બટાકા ની રેસીપી | લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati | lasaniya batata recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઘારેલો રોટલો બનાવવાની રીત | વઘારેલો બાજરીનો રોટલો | vagharelo rotlo

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bindiya plus Kitchen YouTube channel on YouTube  આજે આપણે વઘારેલો રોટલો બનાવવાની રીત – વઘારેલો બાજરીનો રોટલો શીખીશું. તમે બચેલા ભાત  કે રોટલી માંથી આપણે વઘારેલા ભાત ને વઘારેલી રોટલી બનાવીને ખાઈ છીએ પણ આજ આપણે બચેલા રોટલા ને વધારી ને બનાવશું જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને સવાર સાંજના હળવા નાસ્તામાં ખાઈ શકાય છે તો ચાલો વઘારેલા રોટલા ની રેસીપી, vagharelo rotlo recipe – vagharelo rotlo banavani rit – vagharelo rotlo gujarati recipe,vagharelo bajri no rotlo recipe in gujarati  શીખીએ.

વઘારેલો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | vagharelo rotlo ingredients

  • બાજરાના રોટલા 2
  • દહીં 1 કપ
  • ડુંગરી 1 સુધારેલ
  • ટમેટું 1 સુધારેલ
  • લસણ ની ચટણી 1 ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • લસણ ની કણીઓ 5-6 કટકા કરેલ
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ધાણાજીરું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • તેલ 2-3 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘારેલો રોટલો બનાવવાની રીત | વઘારેલો બાજરીનો રોટલો | વઘારેલા રોટલા ની રેસીપી |

વઘારેલો રોટલો બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં બાજરાના રોટલા ના કટકા કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો

હવે એમાં સુધારેલી લસણ ની કણીઓ નાખી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ટમેટા ને ચડાવો

ટમેટા ચડી જાય એટલે એમાં લસણની ચટણી , હળદર, લાલ મરચાનો પાઉડર ને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ચડાવો

બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ ને બિલકુલ ધીમો કરી નાખો અને હવે એમાં બ્લેન્ડ થી કે જરની વડે વાલોવેલું ખાટું દહીં નાખી મિક્સ કરો ને સાથે એક કપ જેટલું પાણી નાખી બરોબર હલાવતા રહો મિક્સ કરવું

આ મિશ્રણમાં એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહી મિક્સ કરો ઉભરો આવે એટલે એમાં કટકા કરેલ રોટલા નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો મીઠું નાખવું જરૂર મુજબ ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

પાંચ મિનિટ ચડાવેલ રોટલા નું ઢાંકણ ખોલી ચમચા વડે મિક્સ કરવું ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવો તો તૈયાર છે વઘારેલ રોટલો

vagharelo rotlo notes

  • મીઠું નાખવામાં ધ્યાન રાખવું કેમ કે રોટલા માં મીઠું હોય જ છે એટલે ચાખ્યા પછી જ મીઠું નાખવું
  • રોટલા ના કટકા મીડીયમ કરવા ના ઘણા મોટા ના ઘણા નાના  કેમ કે જો નાના કરશો તો ચડાવ્યા પછી રોટલો દહી સાથે ગરી જસે ને લોચો બની જશે ને મોટા કરશો તો કટકા અલગ અલગ થઈ જશે

vagharelo bajri no rotlo recipe in gujarati | વઘારેલો રોટલો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Bindiya plus Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vagharelo rotlo banavani rit | vagharelo rotlo gujarati recipe

વઘારેલો રોટલો બનાવવાની રીત - વઘારેલો બાજરીનો રોટલો - vagharelo rotlo recipe - વઘારેલા રોટલા ની રેસીપી - vagharelo rotlo banavani rit - vagharelo rotlo gujarati recipe - vagharelo bajri no rotlo recipe in gujarati

વઘારેલો રોટલો બનાવવાની રીત | વઘારેલો બાજરીનો રોટલો | vagharelo bajri no rotlo recipe in gujarati

આજે આપણે વઘારેલો રોટલો બનાવવાની રીત – વઘારેલો બાજરીનો રોટલો શીખીશું. તમે બચેલા ભાત  કે રોટલી માંથી આપણે વઘારેલા ભાતને વઘારેલી રોટલી બનાવીને ખાઈ છીએ પણ આજ આપણે બચેલા રોટલા ને વધારી ને બનાવશું જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને સવાર સાંજના હળવા નાસ્તામાં ખાઈ શકાય છે તો ચાલો વઘારેલા રોટલા ની રેસીપી, vagharelo rotlo recipe – vagharelo rotlo banavani rit – vagharelo rotlo gujarati recipe , vagharelo bajri no rotlo recipe in gujarati  શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

વઘારેલો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | vagharelo rotlo ingredients

  • બાજરાના રોટલા 2
  • દહીં 1 કપ
  • ડુંગરી 1 સુધારેલ
  • ટમેટું 1 સુધારેલ
  • લસણની ચટણી 1 ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • લસણની કણીઓ 5-6 કટકા કરેલ
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ધાણા જીરું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • તેલ 2-3 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

વઘારેલો રોટલો બનાવવાની રીત – વઘારેલો બાજરીનો રોટલો – vagharelo rotlo banavani rit

  • વઘારેલ રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરાના રોટલા ના કટકા કરી લ્યો
  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો
  • હવે એમાં સુધારેલી લસણ ની કણીઓ નાખી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ટમેટા ને ચડાવો
  • ટમેટા ચડી જાય એટલે એમાં લસણની ચટણી , હળદર, લાલ મરચાનો પાઉડર ને ધાણા જીરું પાઉડર નાખી મિક્સકરી ચડાવો
  • બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ ને બિલકુલ ધીમો કરી નાખો અને હવે એમાં બ્લેન્ડ થી કેજરની વડે વાલોવેલું ખાટું દહીં નાખી મિક્સ કરો ને સાથે એક કપ જેટલું પાણી નાખી બરોબર હલાવતા રહો મિક્સ કરવું
  • આ મિશ્રણમાં એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહી મિક્સ કરો ઉભરો આવે એટલે એમાં કટકા કરેલ રોટલા નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો મીઠું નાખવું જરૂર મુજબ ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  • પાંચ મિનિટ ચડાવેલ રોટલા નું ઢાંકણ ખોલી ચમચા વડે મિક્સ કરવું ત્યાર બાદ એમાં ગરમ મસાલોઅને લીલા ધાણા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવો તો તૈયાર છે વઘારેલ રોટલો

Notes

  • મીઠું નાખવામાં ધ્યાન રાખવું કેમ કે રોટલા માં મીઠું હોય જ છે એટલે ચાખ્યા પછી જ મીઠું નાખવું
  • રોટલા ના કટકા મીડીયમ કરવા ના ઘણા મોટા ના ઘણા નાના  કેમ કે જો નાના કરશો તો ચડાવ્યા પછી રોટલો દહી સાથે ગરી જસે ને લોચો બની જશે ને મોટા કરશો તો કટકા અલગ અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit | vati dal khaman recipe in gujarati