ઉનાળો આવતાં જ બધાને ઠંડાપીણા, સોડા, શરબત, આઈસક્રીમ, કુલ્ફી જેવા પીણાં જમવા કરતા પણ વધારે પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe MintsRecipes YouTube channel on YouTube , અને બજારમાં મળતા ઠંડાપીણાં મોંઘા તો હોય છે સાથે સ્વાસ્થ્ય ને પણ નુકસાન કરતા હોય છે ત્યારે રોજ રોજ એક નો એક લીંબુપાણી પણ બધાને પસંદ નથી આવતું ત્યારે રોજ લ્યો નવો શરબત બનાવીને પ્રશ્ન થાય તો આજ આપણે તાજા નાગરવેલ ના પાંદ માંથી ક્રીમી અને ટેસ્ટી પાન શરબત બનાવવાની રીત – paan sharbat banavani rit ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો paan sharbat recipe in gujarati શીખીએ.
પાન શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- કસ્ટર્ડ પાઉડર 3 ચમચી
- ખાંડ 3 -4 ચમચી
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- નાગરવેલ ના પાંદ 10-12
- એલચી પાઉડર ¼ ચમચી
- વરિયાળી 1 ચમચી
- ગુલકંદ 2-3 ચમચી
- ગ્રીન ફુડ કલર 1-2 ટીપાં
- બરફના કટકા જરૂર મુજબ
પાન શરબત બનાવવાની રીત
પાન શરબત બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં ચાર પાંચ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકું ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
દૂધ થોડું ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને બીજા વાસણ કાઢી હલાવતા રહી અને ઠંડુ કરી લ્યો . દૂધ નોર્મલ રૂમ તાપમાન માં આવે એટલે દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો દૂધ બરોબર ઠંડુ થાય ત્યાં સુંધી પાન ની પેસ્ટ બનાવી લઈએ.
નાગરવેલ ના પાન ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે સુધારેલા પાંદ ને મિક્સર જારમાં નાખી દયો સાથે એલચી પાઉડર, વરિયાળી, ગુલકંદ અને બરફ ના કટકા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પાન પેસ્ટ ને ફ્રીજર માં જમાવી ને બે અઠવાડિયા અને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ શરબત બનાવવા ઉપયોગમાં લઈ શકો છો
હવે મિક્સર જારમાં બે કપ કસ્ટર્ડ દૂધ , બે ચમચી પાન નો પેસ્ટ, પીસેલી ખાંડ 2 ચમચી અને ને ટીપાં ગ્રીન ફુડ કલર નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં બરફના કટકા નાખી એના પ્ર તૈયાર પાન શરબત નાખો ઉપર થી ગાર્નિશ કરી મજા લ્યો પાન શરબત.
paan sharbat recipe notes
- અહી તમે શરબત ને વધુ ક્રીમી બનાવવા આઈસક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
- તમે બજાર માંથી કાંથા વગરનું પાન લઇ આવી ને પીસીને પણ શરબત બનાવી શકો છો.
paan sharbat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
paan sharbat recipe in gujarati
પાન શરબત | paan sharbat recipe | પાન શરબત બનાવવાની રીત | paan sharbat banavani rit | paan sharbat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
પાન શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
- 3 ચમચી કસ્ટર્ડ પાઉડર
- 3-4 ચમચી ખાંડ
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- 10-12 નાગરવેલ ના પાંદ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી વરિયાળી
- 2-3 ચમચી ગુલકંદ
- 1-2 ટીપાં ગ્રીન ફુડ કલર
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
પાન શરબત | paan sharbat recipe | પાન શરબત બનાવવાની રીત
- પાન શરબત બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં ચાર પાંચ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકોદૂધ નવશેકું ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
- દૂધ થોડું ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને બીજા વાસણ કાઢી હલાવતા રહી અને ઠંડુ કરી લ્યો . દૂધ નોર્મલ રૂમ તાપમાન માં આવે એટલે દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો દૂધ બરોબર ઠંડુ થાય ત્યાં સુંધી પાન ની પેસ્ટ બનાવી લઈએ.
- નાગરવેલ ના પાન ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે સુધારેલા પાંદ ને મિક્સર જારમાં નાખી દયો સાથે એલચી પાઉડર, વરિયાળી, ગુલકંદ અને બરફ ના કટકા નાખી પીસી ને પેસ્ટબનાવી લ્યો અને તૈયાર પાન પેસ્ટ ને ફ્રીજર માં જમાવી ને બે અઠવાડિયા અને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ શરબત બનાવવા ઉપયોગમાં લઈ શકો છો
- હવે મિક્સર જારમાં બે કપ કસ્ટર્ડ દૂધ, બે ચમચી પાન નો પેસ્ટ,પીસેલી ખાંડ 2 ચમચી અને ને ટીપાં ગ્રીન ફુડ કલરનાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં બરફના કટકા નાખી એના પ્ર તૈયાર પાન શરબત નાખો ઉપર થી ગાર્નિશ કરી મજા લ્યો પાન શરબત.
paan sharbat recipe notes
- અહી તમે શરબત ને વધુ ક્રીમી બનાવવા આઈસક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
- તમે બજાર માંથી કાંથા વગરનું પાન લઇ આવી ને પીસીને પણ શરબત બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit
બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit
ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati
ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit