જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત – Nariyal na chura na ladoo banavani rit શીખીશું, If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , ખૂબ જ ઓછા સમય માં અને ઘર માં મળી રેહતી અને ખૂબ જ ઓછી સામગ્રી થી આ લાડુ બની ને તૈયાર થઈ જાય છે. મોઢા માં નાખતા જ ઓગળી જાય તેવા બને છે. અને કોઈ પણ વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તો ચાલો દરેક ને ભાવે તેવા Nariyal na chura ladoo recipe in gujarati શીખીએ.
કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ ની સામગ્રી
- ઘી ૧ ચમચી
- કાજુ ના ટુકડા ૨ ચમચી
- નારિયલ નો ચૂરો ૨ કપ
- કન્ડેસ્ટ મિલ્ક ૩/૪ કપ
- એલચી નો પાવડર ૧/૨ ચમચી
- ગોળ થી બનતા નારિયલ ના લાડુ ની સામગ્રી
- પાણી ૧/૪ કપ
- ગોળ નો પાવડર ૧/૨ કપ
- ઘી ૨ ચમચી
- કાજુ ના ટુકડા ૨ ચમચી
- નારિયલ નો ચૂરો ૨ કપ
- એલચી પાવડર ૧/૨ ચમચી
નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત
આજે આપણે કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવાની રીત શીખીશું તેમજ ગોળ થી બનતા નારિયલ ના લાડુ બનાવતા શીખીશું
કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવાની રીત
કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવવા માટે સૌથી પેહલા ગેસ ઉપર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તે ને એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને મીડિયમ તાપે પાંચ મિનિટ સુધી સેકી લ્યો. પાંચ મિનિટ પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી એને સેકી લ્યો.
હવે તેમાં એલચી નો પાવડર નાખી ફરી થી મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી. થોડું ઠંડું થવા દયો.
હવે લડવાનું મિશ્રણ ઠંડું થઈ ગયું હસે. હવે થોડું ઘી લઈને બને હાથ માં લગાવી લ્યો. ત્યાર બાદ લડવાનું મિશ્રણ લઈ ને મિડિયમ સાઈઝ ના ગોળ લાડવા બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ. હવે તૈયાર છે કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારિયલ ના લાડુ.
ગોળ થી બનતા નારિયલ ના લાડુ બનાવવાની રીત
ગોળ થી બનતા નારિયલ ના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી ને ગેસ પર મૂકો. હવે તેમાં પાણી નાખો. ત્યાર પછી તેમાં ગોળ નો પાવડર નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો.
હવે ગોળ સરસ થી પાણી માં ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહો. ગોળ સરસ થી ઓગળી ગયા પછી એક થી બે મિનિટ પાણી ને ઉકાળી લેવું ત્યાર બાદ તપેલી ને નીચે ઉતરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ ના ટુકડા નાખો અને તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપે સેકી લ્યો.
ત્યારબાદ હવે પાંચ મિનિટ પછી તેમાં ગોળ ના પાણી ને તેમાં નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર પછી તેમાં એલચી નો પાવડર નાખો અને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે લડવાના મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી થોડું ઠંડું થવા દયો. લડવાનું મિશ્રણ થોડું ઠંડું થઈ જાય ત્યાર થોડું ઘી લઈ બને હાથ માં લગાવી લ્યો. હવે લડવાના મિશ્રણ માંથી મીડીયમ સાઈઝ ના ગોળ લાડવા બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ. હવે તૈયાર છે ગોળ થી બનતા નારિયલ ના લાડવા.
હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ પર કે કોઈ ત્યોહાર પર ટેસ્ટી બે રીતે થી બનતા નારિયલ ના લાડુ ખાવાનો આનંદ માણો.
Nariyal na chura na ladoo banavani rit | recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Nariyal na chura ladoo recipe in gujarati
નારિયલ ના ચૂરા ના લાડુ | Nariyal na chura na ladoo | નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત | Nariyal na chura na ladoo banavani rit | Nariyal na chura ladoo recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ ની સામગ્રી
- 1 ચમચી ઘી
- 2 ચમચી કાજુ ના ટુકડા
- 2 કપ નારિયલનો ચૂરો
- ¾ કપ કન્ડેસ્ટ મિલ્ક
- ½ ચમચી એલચીનો પાવડર
ગોળથી બનતા નારિયલ ના લાડુ ની સામગ્રી
- ¼ કપ પાણી
- ½ કપ ગોળનો પાવડર
- 2 ચમચી ઘી
- 2 ચમચી કાજુના ટુકડા
- 2 કપ નારિયલ નો ચૂરો
- ½ ચમચી એલચી પાવડર
Instructions
નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત | Nariyal na chura na ladoo banavani rit | Nariyal na chura ladoo recipe in gujarati
- આજે આપણે કન્ડેન્સ્ ડમિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવાની રીત શીખીશું ત્યારબાદ ગોળથી બનતા નારિયલ ના લાડુ બનાવવાની રીત શીખીશું
કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવાની રીત
- કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારીયલના લાડુ બનાવવા માટે સૌથી પેહલા ગેસ ઉપર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘીનાખો. હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવેતે ને એક મિનિટ સુધીસેકી લ્યો.
- ત્યારબાદ તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેને મીડિયમ તાપે પાંચ મિનિટ સુધી સેકી લ્યો. પાંચ મિનિટ પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી એને સેકી લ્યો.
- હવે તેમાં એલચી નો પાવડર નાખી ફરી થી મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી.થોડું ઠંડું થવા દયો.
- હવે લડવાનું મિશ્રણ ઠંડું થઈ ગયું હસે. હવે થોડું ઘી લઈને બને હાથ માં લગાવી લ્યો. ત્યાર બાદ લડવાનું મિશ્રણ લઈ ને મિડિયમ સાઈઝ ના ગોળ લાડવા બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતાજાવ. હવે તૈયાર છે કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતા નારિયલ ના લાડુ.
ગોળથી બનતા નારિયલ ના લાડુ બનાવવાની રીત
- ગોળથી બનતા નારિયલ ના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી ને ગેસ પર મૂકો. હવે તેમાં પાણી નાખો.ત્યાર પછી તેમાં ગોળ નો પાવડર નાખો. હવે તેને ચમચાની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો.
- હવે ગોળ સરસ થી પાણી માં ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહો. ગોળ સરસ થી ઓગળી ગયા પછી એકથી બે મિનિટ પાણી ને ઉકાળી લેવું ત્યાર બાદ તપેલી ને નીચે ઉતરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ નાટુકડા નાખો અને તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં નારિયલનો ચૂરો નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપે સેકી લ્યો.
- ત્યારબાદ હવે પાંચ મિનિટ પછી તેમાં ગોળ ના પાણી ને તેમાં નાખો. હવે તેને સરસ થી મિક્સ કરીને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર પછી તેમાં એલચીનો પાવડર નાખો અને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે લડવાના મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી થોડું ઠંડું થવા દયો. લડવાનું મિશ્રણ થોડું ઠંડુંથઈ જાય ત્યાર થોડું ઘીલઈ બને હાથ માં લગાવી લ્યો. હવે લડવાના મિશ્રણ માંથી મીડીયમ સાઈઝના ગોળ લાડવા બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ. હવે તૈયારછે ગોળ થી બનતા નારિયલ ના લાડવા.
- હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ પર કે કોઈ ત્યોહાર પર ટેસ્ટી બે રીતે થી બનતા નારિયલ નાલાડુ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura na penda recipe in gujarati
કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati