નાનખટાઈ એ નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી વાનગી છે. આજે આપને ઓવન અને કડાઈ મા નાનખટાઈ બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે, nankhatai recipe in Gujarati, nankhatai banavani rit
નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો ૧ કપ
- ચણા નો લોટ ૧/૨ કપ
- સોજી ૧.૫ ચમચી
- મિલ્ક પાવડર ૧ ચમચી
- એલચી પાવડર ૧/૪ ચમચી
- મીઠું ૧ ચપટી
- પીસેલી ખાંડ ૧/૨ કપ
- ઘી ૧/૨ કપ
- છીણેલા ડ્રાય ફ્રુટ ૨-૩ ચમચી
નાનખટાઈ બનાવવાની રીત | nankhatai banavani rit
એક બાઉલ માં ૧ કપ મેંદો, ૧/૨ કપ ચણા નો લોટ, સોજી, મિલ્ક પાઉડર, એલચી પાવડર, મીઠું, પીસેલી ખાંડ લઈ બરાબર મિક્સ કરીને તેમાં થોડું થોડું કરી ને ઘી મિક્સ કરતા જવું. બધું ઘી નાખી દીધા બાદ તેને ૫ મિનિટ બરાબર મસળી લેવું.
હવે આ મિશ્રણમાંથી એક એક કરીને નાના નાના ગોળા લઈ એને નાનખટાઈ જેવો આકાર આપી ઉપર છીણેલા ડ્રાય ફ્રુટ લગાડી ને એક ધાતુ ની પ્લેટ/ બેકિંગ ટ્રે માં થોડા થોડા અંતરે ગોઠવી દો.
જો ઓવેન માં બનાવી હોય તો ઓવેન્ ને પહેલા ૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રી – હિટ કરવા મુકી દો. ઓવેન પ્રિ હિટ થાય પછી તેમાં બેકિંગ ટ્રે માં મુકેલી નાનખટાઈ મુકી ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૫-૨૦ મિનિટ બેક કરવા મૂકો.
જો તમારા પાસે ઓવન ન હોય તો તમે કડાઈ માં પણ બનાવી શકો છો, એક જાડા તળિયાવાળી કડાઈ ને ઢાંકી ને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.
કડાઈ ગરમ થઇ જાય એટલે તેમાં એક કાંઠો મુકી ઉપર નાનખટાઈ વાળી પ્લેટ મુકી એને ૨૦-૨૫ મિનિટ માટે ધીમા તાપે ચડવા દો, ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરો કે નાનખટાઈ આછા બદામી રંગની થાય એટલે ઉતારી લો અને ઠંડી થવા દો.
તૈયાર છે મસ્ત મીઠી નાનખટાઈ.
nankhatai recipe in Gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
nankhatai banavani rit
નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit
Ingredients
નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો ૧ કપ
- ચણા નો લોટ ૧/૨ કપ
- સોજી ૧.૫ ચમચી
- મિલ્ક પાવડર ૧ ચમચી
- એલચી પાવડર ૧/૪ ચમચી
- મીઠું ૧ ચપટી
- પીસેલી ખાંડ ૧/૨ કપ
- ઘી ૧/૨ કપ
- છીણેલા ડ્રાય ફ્રુટ ૨-૩ચમચી
Instructions
નાનખટાઈ બનાવવાની રીત ઓવનમાં
- એક બાઉલ માં ૧ કપ મેંદો,૧/૨ કપ ચણા નો લોટ, સોજી, મિલ્ક પાઉડર, એલચી પાવડર, મીઠું, પીસેલી ખાંડ લઈ બરાબરમિક્સ કરીને તેમાં થોડું થોડું કરી ને ઘી મિક્સ કરતા જવું. બધું ઘી નાખી દીધા બાદતેને ૫ મિનિટ બરાબર મસળી લેવું.
- હવે આ મિશ્રણમાંથી એક એકકરીને નાના નાના ગોળા લઈ એને નાનખટાઈ જેવો આકાર આપી ઉપર છીણેલા ડ્રાય ફ્રુટ લગાડીને એક ધાતુ ની પ્લેટ/ બેકિંગ ટ્રે માં થોડા થોડા અંતરે ગોઠવી દો.
- જો ઓવેન માં બનાવી હોય તોઓવેન્ ને પહેલા ૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રી – હિટ કરવા મુકી દો. ઓવેન પ્રિહિટ થાય પછી તેમાં બેકિંગ ટ્રે માં મુકેલી નાનખટાઈ મુકી ઓવન ને ૧૮૦ ડિગ્રી પર૧૫-૨૦ મિનિટ બેક કરવા મૂકો.
નાનખટાઈ બનાવવાની રીત કડાઈમા
- જો તમારા પાસે ઓવન ન હોયતો તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
- એક જાડા તળિયાવાળી કડાઈને ઢાંકી ને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.
- કડાઈ ગરમ થઇ જાય એટલેતેમાં એક કાંઠો મુકી ઉપર નાનખટાઈ વાળી પ્લેટ મુકી એને ૨૦-૨૫ મિનિટ માટે ધીમા તાપેચડવા દો.
- ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરોકે નાનખટાઈ આછા બદામી રંગની થાય એટલે ઉતારી લો અને ઠંડી થવા દો.
- તૈયાર છે મસ્ત મીઠીનાનખટાઈ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva