આજ આપણે કલર ફૂલ પૂરી બનાવશું જે તમે રેગ્યુલર માં અથવા હોળી પર બનાવી તૈયાર કરી શકો છો અને બાળકો ને પણ આ પૂરી ખૂબ પસંદ આવશે. અને બાળકો ની નાની મોટી પાર્ટી અથવા ટિફિન માં બનાવી આપી શકો છો. તો ચાલો Multicolour puri – મલ્ટીકલર પૂરી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 4 કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- લીલો ફૂડ કલર 2 ટીપા
- લાલ ફૂડ કલર 2 ટીપા
- કેસરી ફૂડ કલર 2 ટીપા
- પીળો ફૂડ કલર 2 ટીપા
- બ્લુ ફૂડ કલર 2 ટીપા
Multicolour puri banavani rit
મલ્ટીકલર પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી લોટ અને તેલ મીઠા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સરખા પાંચ થી છ ભાગ કરી લ્યો.
હવે એક ભાગ લ્યો એમાં પીળો કલર ના બે ટીપાં નાખો સાથે પા ચમચી પાણી નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પા ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજો ભાગ લ્યો એમાં લીલા કલર ના ટીપાં નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી લ્યો અને પા ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.
હવે ત્રીજો ભાગ લ્યો એમાં કેસરી કલર નાખો અને થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ નાખી મસળી એક બાજુ મૂકો ત્યાર બાદ ચોથા ભાગ માં લાલ કલર નાખી સાથે થોડું પાણી નાખી લોટ સાથે મસળી લ્યો અને ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો અને પાંચમાં ભાગ માં બ્લુ કલર ના ટીપાં નાખો સાથે પાણી નાખી મસળી લ્યો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.
અને છેલ્લા ભાગ ને સફેદ રહેવા દયો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.આમ બધા જ કલર નાખી લોટ મસળી તૈયાર કરી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી એક એક ભાગ ને વણી રોટલી બનાવી લ્યો. બધા જ કલર ની રોટલી વણી લીધા બાદ એક ઉપર એક રોટલી મૂકો અને એક બાજુ થી બરોબર દબાવી ને ગોળ ગોળ ફેરવી રોલ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર રોલ ને ચાકુથી એક સરખા ભાગ કરી લ્યો અને ગોળ લુવો બનાવી લ્યો ત્યાર બાદ ફરીથી એક એક લુવા ને વણી પૂરી બનાવી લ્યો આમ થોડી પૂરી વણી તૈયાર કરો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર પૂરી નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી વણી તરી લ્યો. તો તૈયાર છે મલ્ટી કલર પૂરી.
Puri recipe notes
- અહીં તમે તમારી પસંદ ના કલર નાખી પૂરી બનાવી શકો છો અને નેચરલ ફૂડ કલર ના ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મલ્ટીકલર પૂરી બનાવવાની રીત

Multicolour puri banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો વેલણ
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 4 કપ ઘઉંનો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- 2 ટીપા લીલો ફૂડ કલર
- 2 ટીપા લાલ ફૂડ કલર
- 2 ટીપા કેસરી ફૂડ કલર
- 2 ટીપા પીળો ફૂડ કલર
- 2 ટીપા બ્લુ ફૂડ કલર
Instructions
Multicolour puri banavani rit
- મલ્ટીકલર પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી લોટ અને તેલ મીઠા ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સરખા પાંચ થી છ ભાગ કરી લ્યો.
- હવે એક ભાગ લ્યો એમાં પીળો કલર ના બે ટીપાં નાખો સાથે પા ચમચી પાણી નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પા ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજો ભાગ લ્યો એમાં લીલા કલર ના ટીપાં નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી લ્યો અને પા ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.
- હવે ત્રીજો ભાગ લ્યો એમાં કેસરી કલર નાખો અને થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ નાખી મસળી એક બાજુ મૂકો ત્યાર બાદ ચોથા ભાગ માં લાલ કલર નાખી સાથે થોડું પાણી નાખી લોટ સાથે મસળી લ્યો અને ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો અને પાંચમાં ભાગ માં બ્લુ કલર ના ટીપાં નાખો સાથે પાણી નાખી મસળી લ્યો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.
- અને છેલ્લા ભાગ ને સફેદ રહેવા દયો અને તેલ નાખી લોટ ને મસળી લ્યો.આમ બધા જ કલર નાખી લોટ મસળી તૈયાર કરી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી એક એક ભાગ ને વણી રોટલી બનાવી લ્યો. બધા જ કલર ની રોટલી વણી લીધા બાદ એક ઉપર એક રોટલી મૂકો અને એક બાજુ થી બરોબર દબાવી ને ગોળ ગોળ ફેરવી રોલ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર રોલ ને ચાકુથી એક સરખા ભાગ કરી લ્યો અને ગોળ લુવો બનાવી લ્યો ત્યાર બાદ ફરીથી એક એક લુવા ને વણી પૂરી બનાવી લ્યો આમ થોડી પૂરી વણી તૈયાર કરો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર પૂરી નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી વણી તરી લ્યો. તો તૈયાર છે મલ્ટી કલર પૂરી.
Notes
- અહીં તમે તમારી પસંદ ના કલર નાખી પૂરી બનાવી શકો છો અને નેચરલ ફૂડ કલર ના ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mamra soji na dhosa banavani rit | મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત
Pasta Kurkure banavani rit | પાસ્તા કુરકુરે બનાવવાની રીત
Methi na Sharley banavani rit | પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત
Ghau na lot na namak para banavani rit | ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત
dungri na samosa banavani rit | ડુંગળી ના સમોસા બનાવવાની રીત