નમસ્તે મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં મસ્ત તાજા તાજા મૂળા આવવા લાગ્યા છે મૂળા ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે પણ જો તમે એક ની એક રીત થી મૂળા ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે મૂળા ટમેટા ની ચટણી બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી એક થી બે દિવસ ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો. તો આ શિયાળા માં Mula tameta ni chatni આ ચટણી ચોક્કસ બનાવવા જેવી છે. તો ચાલો મૂળા ટમેટા ની ચટણી બનાવવાની રીત શીખીએ.
Ingredients List
- સરસો તેલ / તેલ 1-2 ચમચી
- લસણ ની કણી 5-7
- ટમેટા 2-3 અડધા સુધારેલ
- મૂળા 1 ના ઝીણા કટકા
- મૂળા ના પાંદ 2-3
- સુધારેલ ડુંગળી 1 નાની
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ફુદીના ના પાંદ ઝીણા સમારેલા 1-2 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- જીરું ½ ચમચી
- મરી 5-7
- સંચળ ¼ ચમચી
- મીઠું ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
Mula tameta ni chatni banavni recipe
મૂળા ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ખંડણી માં ફૂટી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પીસી લઈ એક બાજુ મૂકો.
હવે એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી થોડી શેકી લ્યો અને લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા ને બે ભાગ કટકા કરી મૂકો અને ઢાંકણ ઢાંકી શેકી લ્યો.
એક બાજુ થોડા શેકી લીધા બાદ ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ઢાંકી ને ચડાવી લ્યો બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા ની છાલ અલગ કરી ટમેટા ને થોડા મેસ કરી એક બાજુ મૂકો.
હવે ચોપર અથવા મિક્સર જારમાં ઝીણા સમારેલા મૂળા નાખી પ્લસ મોડ માં થોડા ક્રશ કરી લ્યો ત્યાર બાદ એમાં મૂળા ના પાંદ, લીલા મરચા સુધારેલા, ડુંગળી ના કટકા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, ચીલી ફ્લેક્સ, ફૂટી રાખેલ મસાલો નાંખી ફરીથી પ્લસ મોડ માં થોડા પીસી લ્યો.
ત્યારબાદ હવે જાર માં સંચળ, મીઠું અને લીંબુ નો રસ નાખી ફરી એક વખત પ્લસ મોડ માં ફેરવી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મૂળા ટમેટા ની ચટણી.
Recipe notes
- જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ લીલા મરચા અથવા ચીલી ફ્લેક્સ વધુ ઓછા નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા ટમેટા ની ચટણી બનાવવાની રેસીપી
Mula tameta ni chatni banavni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients List
- 1-2 ચમચી સરસો તેલ / તેલ
- 5-7 લસણ ની કણી
- 2-3 ટમેટા અડધા સુધારેલ
- 1 મૂળા 1 ના ઝીણા કટકા
- 2-3 મૂળા ના પાંદ
- 1 સુધારેલ ડુંગળી નાની
- 1-2 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1-2 ચમચી ફુદીના ના પાંદ ઝીણા સમારેલા
- 1 ચમચી આખા ધાણા
- ½ ચમચી જીરું
- 5-7 મરી
- ¼ ચમચી સંચળ
- ¼ ચમચી મીઠું
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
Mula tameta ni chatni banavni recipe
- મૂળા ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ખંડણી માં ફૂટી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પીસી લઈ એક બાજુ મૂકો.
- હવે એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી થોડી શેકી લ્યો અને લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા ને બે ભાગ કટકા કરી મૂકો અને ઢાંકણ ઢાંકી શેકી લ્યો.
- એક બાજુ થોડા શેકી લીધા બાદ ચમચા થી ઉથલાવી બીજી બાજુ પણ ઢાંકી ને ચડાવી લ્યો બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા ની છાલ અલગ કરી ટમેટા ને થોડા મેસ કરી એક બાજુ મૂકો.
- હવે ચોપર અથવા મિક્સર જારમાં ઝીણા સમારેલા મૂળા નાખી પ્લસ મોડ માં થોડા ક્રશ કરી લ્યો ત્યાર બાદ એમાં મૂળા ના પાંદ, લીલા મરચા સુધારેલા, ડુંગળી ના કટકા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, ચીલી ફ્લેક્સ, ફૂટી રાખેલ મસાલો નાંખી ફરીથી પ્લસ મોડ માં થોડા પીસી લ્યો.
- ત્યારબાદ હવે જાર માં સંચળ, મીઠું અને લીંબુ નો રસ નાખી ફરી એક વખત પ્લસ મોડ માં ફેરવી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે મૂળા ટમેટા ની ચટણી.
Recipe notes
- જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ લીલા મરચા અથવા ચીલી ફ્લેક્સ વધુ ઓછા નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન | Kerela style mix vegetable thoran
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit
ઘી બનાવવાની રીત | ghee banavani rit
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit