મિત્રો શિયાળા ના મૂળા જેટલા મીઠા લાગે એટલા જ ગુણકારી પણ હોય છે અને મૂળા જેટલા ગુણકારી છે એના પાંદ પણ એટલા જ ગુણકારી છે. તો અત્યાર સુંધી આપણે મૂળા અને એના પાંદ માંથી ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણે સ્વાદિષ્ટ Mula na pand ni chatni – મૂળા ના પાંદ ની ચટણી બનાવતા શીખીશું.
Ingredient list
- મૂળા ના પાંદ 3 કપ સુધારેલ
- સરસો તેલ 2-3 ચમચી
- લસણ ની કણી 5-7
- લીલા મરચા સુધારેલા 3-4
- જીરું 1 ચમચી
- ટમેટા પેસ્ટ 1-2
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Mula na pand ni chatni banavani rit
મૂળા ના પાંદ ની ચટણી બનાવવા સૌપ્રથમ મૂળા ના કાચા કાચા પાંદ અને કાચી દાડી ને અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વખત પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ મૂળા ના પાંદ નાખો અને ને ચાર મિનિટ ઉકાળી લ્યો.
ચાર મિનિટ પછી પાંદ ને ચારણી માં કાઢી લ્યો અને પાંદ ને ઠંડા કરી લ્યો. પાંદ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો અને પેસ્ટ ને ઢાંકી ને ચડાવી લ્યો અને ને ત્રણ મિનિટ પછી ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મૂળ ની પેસ્ટ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
સાત મિનિટ શેકી લીધા બાદ એમાં આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ચટણી ને બરણી માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મૂળા ના પાંદ ની ચટણી.
Chatni recipe notes
- અહીં તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો અને જો ઘી વાપરી ને ચટણી કરો તો એક વખત જોઈએ એટલી જ ચટણી બનાવો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મૂળા ના પાંદ ની ચટણી બનાવવાની રીત
Mula na pand ni chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 3 કપ મૂળા ના પાંદ સુધારેલ
- 2-3 ચમચી સરસો તેલ
- 5-7 લસણ ની કણી
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી જીરું
- 1-2 ટમેટા પેસ્ટ
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Mula na pand ni chatni
- મૂળા ના પાંદ ની ચટણી બનાવવા સૌપ્રથમ મૂળા ના કાચા કાચા પાંદ અને કાચી દાડી ને અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વખત પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ મૂળા ના પાંદ નાખો અને ને ચાર મિનિટ ઉકાળી લ્યો.
- ચાર મિનિટ પછી પાંદ ને ચારણી માં કાઢી લ્યો અને પાંદ ને ઠંડા કરી લ્યો. પાંદ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો અને પેસ્ટ ને ઢાંકી ને ચડાવી લ્યો અને ને ત્રણ મિનિટ પછી ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં મૂળ ની પેસ્ટ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
- સાત મિનિટ શેકી લીધા બાદ એમાં આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ચટણી ને બરણી માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મૂળા ના પાંદ ની ચટણી.
Chatni recipe notes
- અહીં તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો અને જો ઘી વાપરી ને ચટણી કરો તો એક વખત જોઈએ એટલી જ ચટણી બનાવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili haldar marcha aadu ane lasan nu athanu | લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું
કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit
કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit
દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit
સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit