શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં મસ્ત મૂળા આવવા લાગ્યા છે અને એક નું એક કચુંબર કે શાક ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક નવી રીતે મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Mula daal nu shaak banavani recipe શીખીએ.
Ingredients list
- મૂળા 2-3 સુધારેલ
- મસૂર દાળ ½ કપ
- હળદર ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- તમાલપત્ર ના પાંદ 1
- એલચી 2-3
- તજ નો ટુકડો ½ ઇંચ
- લવિંગ 2-3
- સૂકા લાલ મરચા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- ખાંડ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી
મૂળા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ મસૂર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો. વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતરેલી મસૂર દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ તાપે ઢાંકી ને દાળ ને બાફી લ્યો.
હવે મૂળા ને સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ગોળ કે લાંબા કાપી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, લવિંગ અને સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો,
ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ચડે એટલે એમાં સુધારેલ મૂળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મૂળા નરમ પડે એટલે એમાં બાફી રાખેલ મસૂર દાળ નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
છેલ્લે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી બે મિનિટ બરોબર ચડાવી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી શાક નો ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે મૂળા દાળ નું શાક.
mula nu Shaak recipe notes
- અહીં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું વધારે ના થઈ જાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mula daal nu shaak banavani recipe
Mula daal nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 2-3 મૂળા સુધારેલ
- ½ કપ મસૂર દાળ
- ½ ચમચી હળદર
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 1 તમાલપત્ર ના પાંદ
- 2-3 એલચી
- ½ ઇંચ તજ નો ટુકડો
- 2-3 લવિંગ
- 2-3 સૂકા લાલ મરચા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Mula daal nu shaak banavani recipe
- મૂળા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ મસૂર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો. વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતરેલી મસૂર દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ તાપે ઢાંકી ને દાળ ને બાફી લ્યો.
- હવે મૂળા ને સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ગોળ કે લાંબા કાપી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, લવિંગ અને સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો,
- ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ચડે એટલે એમાં સુધારેલ મૂળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મૂળા નરમ પડે એટલે એમાં બાફી રાખેલ મસૂર દાળ નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
- છેલ્લે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી બે મિનિટ બરોબર ચડાવી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી શાક નો ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે મૂળા દાળ નું શાક.
Shaak recipe notes
- અહીં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું વધારે ના થઈ જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલું પાલક નું શાક ની રેસીપી | Aloo palak nu shaak ni recipe
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક | lili dungri sev tameta nu shaak banavani rit
લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit
બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit