આ મગ દાળ ની મઠરી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે અને એક વખત બનાવી પંદર વીસ દિવસ સુધી મજા લઈ શકો છો. પ્રવાસ કે બાળકો ના ટિફિનમાં પણ બનાવી ને આપી શકો છો અને સવાર સાંજ ની હલકી ફુલ્કી ભૂખ ને પણ ચા સાથે સર્વ કરી શાંત કરી શકો છો. તો ચાલો moong dal mathri શીખીએ.
મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- મગદાળ ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- જીરું 1 ચમચી
- અજમો 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- સૂકા મેથી ને પાંદ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- ઘી 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
moong dal mathri recipe in gujarati
મગ દાળ ની મઠરી બનાવવા સૌપ્રથમ ફોતરા વગરની મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ ગ્લાસ નવશેકા પાણીમાં દાળ ને બે કલાક પલાળી લ્યો અને ને કલાક પછી દાળ નું પાણી નિતારી એક થી બે ચમચી અલગ કાઢી બાકી ની દાળ ને મિક્સર જારમાં નાખી સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને કથરોટ માં કાઢી લ્યો.
હવે પીસેલી દાળ માં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે હાથ થી મસળી જીરું અને અજમો નાખો અને ચીલી ફ્લેક્સ, હળદર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લીલા ધાણા સુધારેલા, સૂકા મેથી ને પાંદ, સફેદ તલ, ઘી અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી નાખી મસળી ને તૈયાર કરી લ્યો.
બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવી હોય એ સાઇઝ ના લુવા કરી એક એક મઠરી વણી લ્યો અથવા એક મોટી રોટલી બનાવી એમાંથી કુકી કટર થી મનગમતા આકાર માં કાપી વચ્ચે કાંટા ચમચી થી કાણા કરી એક પ્લેટ માં મૂકતા આજો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને તરી લ્યો.
મઠરી ગોલ્ડન કલર ની થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી નાખી તરો. આમ બધી તૈયાર કરેલ મઠરી ને તેલ માં તરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો અને મઠરી ને ઠંડી થવા દયો. ઠંડી થયેલ મઠરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મગદાળ માંથી મઠરી.
Mathri recipe notes
- આ મઠરી ને તમે ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મગ દાળ ની મઠરી બનાવવાની રીત
મગ દાળ ની મઠરી | moong dal mathri
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- ½ કપ મગદાળ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી જીરું
- 1 ચમચી અજમો
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી સૂકા મેથી ને પાંદ
- 2 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી ઘી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
moong dal ni mathri banavani rit
- મગ દાળ ની મઠરી બનાવવા સૌપ્રથમ ફોતરા વગરની મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ ગ્લાસ નવશેકા પાણીમાં દાળ ને બે કલાક પલાળી લ્યો અને ને કલાક પછી દાળ નું પાણી નિતારી એક થી બે ચમચી અલગ કાઢી બાકી ની દાળ ને મિક્સર જારમાં નાખી સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને કથરોટ માં કાઢી લ્યો.
- હવે પીસેલી દાળ માં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે હાથ થી મસળી જીરું અને અજમો નાખો અને ચીલી ફ્લેક્સ, હળદર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લીલા ધાણા સુધારેલા, સૂકા મેથી ને પાંદ, સફેદ તલ, ઘી અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી નાખી મસળી ને તૈયાર કરી લ્યો.
- બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવી હોય એ સાઇઝ ના લુવા કરી એક એક મઠરી વણી લ્યો અથવા એક મોટી રોટલી બનાવી એમાંથી કુકી કટર થી મનગમતા આકાર માં કાપી વચ્ચે કાંટા ચમચી થી કાણા કરી એક પ્લેટ માં મૂકતા આજો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને તરી લ્યો.
- મઠરી ગોલ્ડન કલર ની થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી નાખી તરો. આમ બધી તૈયાર કરેલ મઠરી ને તેલ માં તરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો અને મઠરી ને ઠંડી થવા દયો. ઠંડી થયેલ મઠરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મગદાળ માંથી મઠરી.
Mathri recipe notes
- આ મઠરી ને તમે ઓવેન માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pauva stuffing ghau ni kachori | પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી ની રેસીપી
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit
પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit
ફરા રોટી બનાવવાની રીત | Fara roti banavani rit
શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati