મિત્રો આ મિક્સ વેજીટેબલ સૂપ માં ઘર માં રહેલ શાક નો ઉપયોગ કરી બનાવતા શીખીશું. આ સૂપ બનાવી તમે શિયાળા ની સાંજ ની ગુલાબી ઠંડી મા Mix vegetable soup મજા લઇ શકો છો.
Ingredients list
- તેલ/ માખણ 1-2 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
- ઝીણું સમારેલું આદુ 1 ચમચી
- લીલી ડુંગળી ઝીણી સુધારેલ 3-4 ચમચી
- ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
- મકાઈ ના દાણા 3-4 ચમચી
- ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
- કેપ્સીકમ ઝીણું સમારેલું 4-5 ચમચી
- ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- ટમેટા કેચઅપ 3-4 ચમચી
- ચીલી સોસ 3 ચમચી
- વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ગરમ પાણી 4 કપ
- મીઠું સ્વાદ મુજબ
Mix vegetable soup banavani recipe
મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.
હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.
ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.
Recipe notes
- અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
- જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી
Mix vegetable soup banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1-2 ચમચી તેલ/ માખણ
- 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી ઝીણું સમારેલું આદુ
- 3-4 ચમચી લીલી ડુંગળી ઝીણી સુધારેલ
- 3-4 ચમચી ઝીણા સમારેલા ગાજર
- 3-4 ચમચી મકાઈ ના દાણા
- 2-3 ચમચી ફણસી ઝીણી સુધારેલી
- 4-5 ચમચી કેપ્સીકમ ઝીણું સમારેલું
- ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- 3-4 ચમચી ટમેટા કેચઅપ
- 3 ચમચી ચીલી સોસ
- 2 ચમચી વિનેગર / લીંબુનો રસ
- ½ ચમચી મરી પાઉડર
- 4 કપ ગરમ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Mix vegetable soup banavani recipe
- મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.
- હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.
- ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.
Recipe notes
- અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
- જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મખાના મિલ્ક ની રેસીપી | Makhana milk ni recipe
ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit
પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit