મિક્ષ દાળ હાંડવો એ ખુબ જ હેલ્દી વાનગી છે કારણ કે તેમાં અલગ અલગ બધી દાળ આવી જાય છે અને તેમાં પણ જો મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવવા માં આવે તો તે ખુબ ટેસ્ટી લાગે છે. આપણે આજે આ વાનગી બનાવીશું તેમાં બધી દાળ પણ હશે અને મિક્ષ વેજીટેબલ પણ હશે જેથી આપની આ વાનગી ખાવામાં એકદમ ટેસ્ટી અને મજેદાર બનશે. આ હાંડવા ને દહીં અને ચટણી સાથે ખાઈ શકાય છે. મિક્ષ વેજીટેબલ હોવાથી આ હાંડવો બધાને ટેસ્ટ માં ખુબ જ ભાવશે તો ચાલો જોઈએ મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત , mix dal no handvo recipe in Gujarati.
મિક્સ દાળ નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી
- હાંડવા ના પલાળવા માટે દાળ
- ૧/૫ કપ ચોખા જીણા ચોખા લેવા
- ચણા દાળ ૧/૨ કપ
- તુવેર દાળ ૨ ચમચી
- અડદ દાળ ૧ ચમચી
- દહીં ૧/૪ કપ
- પાણી ૧/૪ કપ
હાંડવા નું ખીરું બનાવવા માટે ની સામગ્રી
- દુધી ૧ કપ છીણેલી
- ગાજર ૧/૨ કપ છીણેલું
- ૧/૩ કપ બાફેલી મકાઈ મકાઈ ન નાખવી હોય તો પણ ચાલે
- વટાણા ૧/૪ કપ બાફેલા
- ૧/૪ કપ સમારેલા સીમલા મરચા
- કોથમરી ૧/૪ કપ સમારેલી
- ૧ ચમચી આડું મરચા ની પેસ્ટ લસણ નાખવું હોય તો નાખી શકાય છે
- હિંગ ૧ ચપટી
- હળદર ૧/૪ ચમચી
- સ્વાદાનુસાર મીઠું
- ૧/૨ ચમચી ખાંડ ખાંડ પણ ઓપ્સનલ છે
- ૧/૪ ચમચી ઈનો (eno fruit salt blue)
- ૧ થી ૨ ચમચી પાણી જો જરૂર હોય તો
હાંડવા ના વઘાર માટે જરૂરી સામગ્રી
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી તલ
- થોડાક મીઠા લીમડા ના પાન
- ૧ ચપટી હિંગ
Mix dal no handvo recipe in Gujarati
મિક્સ દાળ નો હાંડવો બનાવવા સૌપ્રથમ હાંડવો પલાળવા માટે એક બાઉલ માં જીણા ચોખા , ચણા ની દાળ , અડદ ની દાળ , તુવેર ની દાળ લઇ તેને બે વાર બરાબર પાણી થી ધોઈ લેવી.
હવે તેમાં થોડું પાણી નાખી તેને ઢાંકીને ૫ કલાક માટે પલાળવા રાખી દેવી .
૫ કલાક બાદ દાળ નું પાણી કાઢી લઇ તેને મિક્ષચર માં નાખી તેમાં અડધો કપ દહીં અને પા કપ પાણી નાખી પીસી લેવું , પીસાઈ ગયા બાદ તેને એક મોટા બાઉલ માં કાઢી ને ૧૦ કલાક માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું .
૧૦ કલાક પછી આથો આવી ગયા બાદ તેમાં છીણેલી દુધી, બાફેલા મકાઈ ના દાણા, છીણેલું ગાજર, સમારેલા સીમલા મરચા, સમારેલી કોથમરી, બાફેલા વટાણા, આદુ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, હળદર, હિંગ અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લેવું.
હવે બીજા એક બાઉલ માં થોડું હાંડવા નું ખીરું લઇ તેમાં પા ચમચી ઈનો અને એક ચમચી તેલ નાખી બરાબર હલાવી લેવું, ત્યારબાદ એક પેઈન માં તેલ ગરમ કરી તેમાં ૧ ચમચી રાઈ નાખી સાંતળી લેવી , પછી ૧ ચમચી તલ નાખી તેને સાંતળી લેવું , થોડી હિંગ નાખવી અને મીઠા લીમડા ના પાન નાખવા.
હવે તેમાં ઈનો મીલાવેલું હાંડવા નું ખીરું નાખવું . તેને ધીમા થી મીડીયમ આંચ પર ઢાંકીને ૫ મિનીટ માટે પકવવા રાખવું, ૫ મિનીટ પછી તેમાં ઉપર પાછા થોડા તલ અને થોડું તેલ નાખી તેને બીજી બાજુ ફરીથી ૫ મિનીટ માટે પકાવી લેવું. ૫ મિનીટ બાદ તેને એક પ્લેટ માં કાઢી લેવું.
હવે તેના ચાર પીસ કરી તેને દહીં અને લાલ ચટણી સાથે સર્વ કરવું.
mix dal no handvo banavani rit notes
- હાંડવા માં જીણી સમારેલી ડુંગળી પણ નાખી શકાય છે.
- ઈનો ના બદલે બેકિંગ સોડા નાખી શકાય છે.
- આ હાંડવા ને દહીં અને ચટણી સિવાય સિંગતેલ સાથે પણ ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati
Equipment
- 1 મિક્ષ્ચર
- 1 બાઉલ
- 1 પેઈન
Ingredients
- હાંડવા ના પલાળવા માટે દાળ
- ⅕ કપ ચોખાજીણા ચોખા લેવા
- ½ કપ ચણા દાળ
- 2 ચમચી તુવેર દાળ
- 1 ચમચી અડદ દાળ
- ¼ કપ દહીં
- ¼ કપ પાણી
હાંડવા નું ખીરું બનાવવા માટે ની સામગ્રી
- 1 કપ છીણેલી દુધી
- ½ કપ છીણેલું ગાજર
- ⅓ કપ બાફેલી મકાઈ મકાઈ ન નાખવી હોય તો પણ ચાલે
- ¼ કપ બાફેલા વટાણા
- ¼ કપ સમારેલા સીમલા મરચા
- ¼ કપ સમારેલી કોથમરી
- 1 ચમચી આડું મરચા ની પેસ્ટ લસણ નાખવું હોય તોનાખી શકાય છે
- 1 ચપટી હિંગ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ખાંડ ખાંડ પણ ઓપ્સનલ છે
- ¼ ચમચી ઈનો (eno fruit salt blue)
- 1-2 ચમચી પાણી જો જરૂર હોય તો
- સ્વાદાનુસાર મીઠું
હાંડવા ના વઘાર માટે જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી ચમચી તલ
- 1 ચપટી હિંગ
- થોડાક મીઠાલીમડા ના પાન
Instructions
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati
- સૌ પ્રથમ હાંડવા ની દાળ પલાળવા માટે એક બાઉલ માંજીણા ચોખા , ચણા ની દાળ , અડદ ની દાળ , તુવેર ની દાળ લઇ તેને બે વાર બરાબર પાણી થીધોઈ લેવી.
- હવે તેમાં થોડું પાણી નાખી તેને ઢાંકીને ૫ કલાકમાટે પલાળવા રાખી દેવી .
- ૫ કલાક બાદ દાળ નું પાણી કાઢી લઇ તેને મિક્ષચરમાં નાખી તેમાં અડધો કપ દહીં અને પા કપ પાણી નાખી પીસી લેવું . પીસાઈ ગયા બાદ તેનેએક મોટા બાઉલ માં કાઢી ને ૧૦ કલાક માટે ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું .
- ૧૦ કલાક પછી આથો આવી ગયા બાદ તેમાં છીણેલી દુધી,બાફેલા મકાઈ ના દાણા, છીણેલું ગાજર, સમારેલા સીમલા મરચા, સમારેલી કોથમરી, બાફેલાવટાણા, આદુ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, હળદર, હિંગ અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લેવું.
- હવે બીજા એક બાઉલ માં થોડું હાંડવા નું ખીરું લઇતેમાં પા ચમચી ઈનો અને એક ચમચી તેલ નાખી બરાબર હલાવી લેવું.
- ત્યારબાદ એક પેઈન માં તેલ ગરમ કરી તેમાં ૧ ચમચીરાઈ નાખી સાંતળી લેવી , પછી ૧ ચમચી તલ નાખી તેને સાંતળી લેવું , થોડી હિંગ નાખવીઅને મીઠા લીમડા ના પાન નાખવા.
- હવે તેમાં ઈનો મીલાવેલું હાંડવા નું ખીરું નાખવું . તેને ધીમા થી મીડીયમ આંચ પર ઢાંકીને ૫ મિનીટ માટે પકવવા રાખવું.
- ૫ મિનીટ પછી તેમાં ઉપર પાછા થોડા તલ અને થોડુંતેલ નાખી તેને બીજી બાજુ ફરીથી ૫ મિનીટ માટે પકાવી લેવું. ૫ મિનીટ બાદ તેને એક પ્લેટ માં કાઢીલેવું.
- હવે તેના ચાર પીસ કરી તેને દહીં અને લાલ ચટણીસાથે સર્વ કરવું.
mix dal no handvo recipe notes
- હાંડવા માં જીણી સમારેલી ડુંગળી પણ નાખી શકાય છે.
- ઈનો ના બદલે બેકિંગ સોડા નાખી શકાય છે.
- આ હાંડવા ને દહીં અને ચટણી સિવાય સિંગતેલ સાથે પણ ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati