મિત્રો આ મીઠા દહીંથરા એક વર્ષો જૂની મીઠાઈ છે જે દિવાળી પર દરેક ગુજરાતી ના ઘરે બનાવી ને તૈયાર કરવામાં આવતી હોય છે અને આ મીઠાઈ બનાવવા ખૂબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકાય છે. આ મીઠાઈ મીઠી અને નમક વાળી બે રીતે બને છે પણ આજ આપણે મીઠી મીઠાઈ Mitha dahithara બનાવવાની રીત શીખીશું.
dahithara ingredients
- મેંદા નો લોટ 1 કપ
- ઘી ¼ કપ
- દહીં ¼ કપ
- બેકિંગ સોડા 1-2 ચપટી
- મીઠું 1 ચપટી
- ઘી / તેલ તરવા માટે
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ ¾ કપ
- પાણી ½ કપ
Mitha dahithara banavani rit
મીઠા દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બધું જ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને લોટ ની મુઠી બનાવી શકો એટલું મોણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ચપટી મીઠું, બેકિંગ સોડા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં દહીં નાખી ને મિક્સ કરી લ્યો અને લોટ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી જે સાઇઝ ના દહીંથરા બનાવવા હોય એ સાઇઝ માટે જરૂરી લોટ લ્યો અને બને હાથ વચ્ચે લોટ ને બરોબર દબાવી ને ચપટી પૂરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી લોટ લઈ બને હથેળી વચ્ચે બરોબર દબાવી દબાવી ને પૂરી તૈયાર કરી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા દહીંથરા નાખી ને બે ચાર મિનિટ એમજ તરવા દયો. પાંચ મિનિટ પછી ચમચી થી ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ થોડા થોડા કરો બધા દહીંથરા ને ધીમા તાપે તરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ બે તાર ની ચાસણી બનાવી લ્યો. બે તાર જેવી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ એમાં તરી રાખેલ દહીથરા નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી માં જ બીજી પાંચ સાત મિનિટ મૂકી રાખો.
સાત મિનિટ પછી તૈયાર દહીંથરા બીજા વાસણમાં કાઢી લ્યો અને એકદમ ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મીઠા દહીંથરા.
Dahithara recipe notes
- ઘી નું મોણ બરોબર હસે તો દહીંથરા તરી લીધા બાદ કડક નથી થાય અને તરતી વખતે તૂટી પણ નહિ જાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મીઠા દહીંથરા બનાવવાની રીત
Mitha dahithara banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
dahithara ingredients
- 1 કપ મેંદા નો લોટ
- ¼ કપ ઘી
- ¼ કપ દહીં
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 1 ચપટી મીઠું
- ઘી / તેલ તરવા માટે
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ¾ કપ ખાંડ
- ½ કપ પાણી
Instructions
Mitha dahithara banavani rit
- મીઠા દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બધું જ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને લોટ ની મુઠી બનાવી શકો એટલું મોણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ચપટી મીઠું, બેકિંગ સોડા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં દહીં નાખી ને મિક્સ કરી લ્યો અને લોટ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી જે સાઇઝ ના દહીંથરા બનાવવા હોય એ સાઇઝ માટે જરૂરી લોટ લ્યો અને બને હાથ વચ્ચે લોટ ને બરોબર દબાવી ને ચપટી પૂરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી લોટ લઈ બને હથેળી વચ્ચે બરોબર દબાવી દબાવી ને પૂરી તૈયાર કરી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા દહીંથરા નાખી ને બે ચાર મિનિટ એમજ તરવા દયો. પાંચ મિનિટ પછી ચમચી થી ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો. આમ થોડા થોડા કરો બધા દહીંથરા ને ધીમા તાપે તરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ બે તાર ની ચાસણી બનાવી લ્યો. બે તાર જેવી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ એમાં તરી રાખેલ દહીથરા નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી માં જ બીજી પાંચ સાત મિનિટ મૂકી રાખો.
- સાત મિનિટ પછી તૈયાર દહીંથરા બીજા વાસણમાં કાઢી લ્યો અને એકદમ ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મીઠા દહીંથરા.
Dahithara recipe notes
- ઘી નું મોણ બરોબર હસે તો દહીંથરા તરી લીધા બાદ કડક નથી થાય અને તરતી વખતે તૂટી પણ નહિ જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દહીંથરા બનાવવાની રીત | dahithara recipe in gujarati
દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit
રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe
ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati
દમ આલુ બનાવવાની રીત | dum aloo recipe in gujarati