આજે આપણે મેવા પાક બનાવવાની રીત શીખીશું. આ મેવા પાક ને મેવા બરફી કે પંચ મેવા પાક પણ કહે છે કૃષ્ણ ભગવાન ને ખૂબ જ પ્રિય છે અને જે જન્માષ્ટમી પર ભગવાન ને ભોગ ધરાવવા બનાવવામાં આવતી હોય છે. અને આ પાક બનાવો ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે લાંબા સમય સુંધી ખાઈ શકો છો અથવા ભોગ ધરાવી શકો છો. તો ચાલો Meva Paak banavani rit રીત શીખીએ.
મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા નારિયળ નું છીણ 1 ½ કપ
- મખાના 1 ½ કપ
- કાજુ ½ કપ
- બદામ ½ કપ
- કીસમીસ ½ કપ
- મગતરી ના બીજ ¼ કપ
- ખાંડ 2 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ઘી 4-5 ચમચી
- પીસ્તા ની કતરણ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
મેવા પાક બનાવવાની રીત
મેવા પાક બનાવવા સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કે ધીમો કરી નાખો અને એમાં બદામ નાખી હલાવતા રહી બદામ ને શેકો બદામ અડધી શેકવા આવે એટલે એમાં કાજુ નાખી મિક્સ કરી કાજુ બદામ ને શેકી લ્યો.
કાજુ અને બદામ બને થોડા શેકાઈ જાય એટલે એમાં કીસમીસ નાખી શેકી લ્યો અને ધીમા તાપે શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં મખાના નાખી મખાના ને પણ શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે મખાના શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
એજ કડાઈમાં છીણેલું નારિયેળ ને ધીમા તાપે શેકી લ્યો અને નારિયળ થોડું શેકી લીધા બાદ એમાં મગતરી ના બીજ નાખી બને ને બરોબર શેકી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. અને બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
ઠંડા મખાના ને વાટકા થી ક્રશ કરી લ્યો અથવા મિક્સર જાર માં પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દરદરા પીસી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ શેકેલ કાજુ બાદમ ને કીસમીસ થી અલગ કરી મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો આ પીસેલા કાજુ બદામ પણ એજ વાસણમાં નાખો.
એમાં શેકી રાખેલ નારિયળ નું છીણ અને મગતરી ના બીજ નાખો અને ત્યાર બાદ શેકેલી કીસમીસ પણ નાખી દયો સાથે એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ખાંડ નાખો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરો હવે ખાંડ ને હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિક્સ કરેલ ડ્રાય ફ્રુટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
ફરી ગેસ ધીમો ચાલુ કરી લ્યો મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને પિસ્તા ની કતરણ છાંટી ને ચમચા થી થોડા દબાવી લ્યો અને ત્યાર બાદ દસ બાર મિનિટ એમજ રહેવા દયો,
બાર મિનિટ પછી ચાકુથી કાપા કરી ને પાક ને બિલકુલ ઠંડો થવા દયો. પાક બિલકુલ ઠંડો થાય એટલે ફરી કાપા પર ચાકુ થી કાપા કરી પાક ના કટકા અલગ કરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ ધરાવો મેવા પાક.
Meva Paak NOTES
- અહી તમે ખાવા નો ગુંદ બે ચમચી ઘી માં તરી ને પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Meva Paak banavani rit
Meva Paak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 મોલ્ડ
Ingredients
મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ સૂકા નારિયળ નું છીણ
- 1½ કપ મખાના
- ½ કપ કાજુ
- ½ કપ બદામ
- ½ કપ કીસમીસ
- ¼ કપ મગતરી ના બીજ
- 2 કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 4-5 ચમચી ઘી
- પીસ્તા ની કતરણ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Meva Paak banavani rit
- મેવા પાક બનાવવા સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કે ધીમો કરી નાખો અને એમાં બદામ નાખી હલાવતા રહી બદામ ને શેકો બદામ અડધી શેકવા આવે એટલે એમાં કાજુ નાખી મિક્સ કરી કાજુ બદામ ને શેકી લ્યો.
- કાજુ અને બદામ બને થોડા શેકાઈ જાય એટલે એમાં કીસમીસ નાખી શેકી લ્યો અને ધીમા તાપે શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં મખાના નાખી મખાના ને પણ શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે મખાના શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- એજ કડાઈમાં છીણેલું નારિયેળ ને ધીમા તાપે શેકી લ્યો અને નારિયળ થોડું શેકી લીધા બાદ એમાં મગતરી ના બીજ નાખી બને ને બરોબર શેકી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. અને બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
- ઠંડા મખાના ને વાટકા થી ક્રશ કરી લ્યો અથવા મિક્સર જાર માં પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દરદરા પીસી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ શેકેલ કાજુ બાદમ ને કીસમીસ થી અલગ કરી મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો આ પીસેલા કાજુ બદામ પણ એજ વાસણમાં નાખો.
- એમાં શેકી રાખેલ નારિયળ નું છીણ અને મગતરી ના બીજ નાખો અને ત્યાર બાદ શેકેલી કીસમીસ પણ નાખી દયો સાથે એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ખાંડ નાખો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરો હવે ખાંડ ને હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિક્સ કરેલ ડ્રાય ફ્રુટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
- ફરી ગેસ ધીમો ચાલુ કરી લ્યો મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને પિસ્તા ની કતરણ છાંટી ને ચમચા થી થોડા દબાવી લ્યો અને ત્યાર બાદ દસ બાર મિનિટ એમજ રહેવા દયો,
- બાર મિનિટ પછી ચાકુથી કાપા કરી ને પાક ને બિલકુલ ઠંડો થવા દયો. પાક બિલકુલ ઠંડો થાય એટલે ફરી કાપા પર ચાકુ થી કાપા કરી પાક ના કટકા અલગ કરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ ધરાવો મેવા પાક.
Meva Paak NOTES
- અહી તમે ખાવા નો ગુંદ બે ચમચી ઘી માં તરી ને પણ નાખી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
biscuit barfi | બિસ્કીટ બરફી બનાવવાની રીત
કાજુ કતરી બનાવવાની રીત | kaju katli banavani rit
ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | khajur pak banavani rit
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati