નમસ્તે મિત્રો આજે આપણે મેથીના ગોટા મેથીની સાથે ખવાતી ચટણી – કઢી બનાવવા ની રીત શીખીશું. આમ તો ભજીયા કે ગોટા વધારે પડતાં ચોમાસામાં ખવાતા હોય છે પરંતુ શિયાળો આવતાં જ ખૂબ સારા પ્રમાણ માં લીલી મેથી બજારમાં મળે છે ને મેથી સ્વાસ્થ માટે ખુબજ ગુણકારી છે એટલે શિયાળા માં ભરપૂર માત્ર માં અલગ અલગ રીતે ઉપયોગ થાય છે તેમાં પણ તેના ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો ચાલો આજ આપને બજાર જેવાજ મેથી ગોટા ને એની સાથે પીરસાતી ચટણી( કઢી) બનાવવાની રીત શીખીએ , મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત, ગોટા ની રેસીપી, ગોટા ની ચટણી બનાવવાની રીત, methi na gota banavani rit recipe in gujarati, methi na gota ni kadhi banavani rit.
મેથી ગોટા બનાવવા માટે જરૂરી સામગ્રી | methi na gota banava jaruri samgree
- બેસન 2 કપ
- જીણી સોજી ½ કપ
- મેથી 2 કપ
- લીલા ધાણા 1 કપ
- 4-5 લીલા મરચા સુધારેલા
- અધકચરા મરી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- તલ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 1 ચમચી આદુ, લસણ, મરચા ની પેસ્ટ
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ગોટા ની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી | gota ni chatni banava jaruri samgree
- બેસન ¼ કપ
- હળદર ¼ ચમચી
- 2-3 ચમચી ખાંડ / ગોળ
- તેલ 2-3 ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 લીંબુ નો રસ
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1-2 ગ્લાસ પાણી
મેથી ના ગોટા બનાવવાની રીત | methi na gota banavani rit
મેથીના ગોટા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસનની બરોબર ચારણી વડે ચારી ને લ્યો , ત્યારબાદ તેમાં જીની સોજી નાખો અને બરોબર મિક્સ કરો
હવે તેમાં એક ચમચી અધકચરા મરી પાવડર, એક ચમચી આખા ધાણા, એક ચમચી તલ, પા ચમચી હળદર ,એક ચમચી લાલ મરચાનો ભૂકો, પા ચમચી હિંગ, એક ચમચી ખાંડ, આદુ લસણ મરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ત્રણ ચાર લીલા મરચા ઝીણા સુધારેલા નાખો ત્યારબાદ સાફ કરી ધોઈને નિતારી લીલી મેથી સુધારેલી અને સાફ કરી ધોઈ ને નિતરેલા લીલા ધાણા સુધારેલા નાખી બધુ બરોબર મિક્સ કરો
બધું જ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો , મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને ચાર પાંચ મિનિટ એક બાજુ મૂકી દો , હવે મિશ્રણ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેના પર બે ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે તેમા હાથ વડે અથવા ચમચી વડે થોડું થોડું કરી મિશ્રણ નાખતા જઈ ગોટા બનાવી લ્યો, બધાજ ગોટા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ગોટા ની ચટણી બનાવવાની રીત | ગોટા ની કઢી બનાવવાની રીત | gota ni chatni banavani rit
એક વાસણ માં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખતા જઈ બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠો લીમડો નાખી એક બે મિનિટ સાંતળો ત્યાર બાદ એમાં બેસન નું ગોળું નાખી હલાવતા રહી ઘટ્ટ કઢી તૈયાર કરો
હવે ગરમ ગરમ મેથી ના ગોટા ને ચટણી (કઢી) સાથે મજા માણો
gota banava mate tips
- કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો
- જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi na gota recipe in gujarati
મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત | ગોટા બનાવવાની રીત | મેથી ના ગોટા બનાવવાની રીત | methi na gota banavani rit recipe in gujarati
Ingredients
મેથી ના ગોટા બનાવવા માટે જરૂરી સામગ્રી – methi na gota banava jaruri samgree
- બેસન 2 કપ
- જીણી સોજી ½ કપ
- મેથી 2 કપ
- લીલા ધાણા 1 કપ
- 4-5 લીલા મરચા સુધારેલા
- અધકચરા મરી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- તલ 1 ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 1 ચમચી આદુ, લસણ, મરચા ની પેસ્ટ
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ગોટા ની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી | gota ni chatni banava jaruri samgree
- બેસન ¼ કપ
- હળદર ¼ ચમચી
- 2-3 ચમચી ખાંડ / ગોળ
- તેલ 2-3 ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 લીંબુ નો રસ
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1-2 ગ્લાસ પાણી
Instructions
મેથી ના ગોટા બનાવવાની રીત – methi na gota banavani rit – methi na gota recipe in gujarati
- મેથી ના ગોટા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસનની બરોબર ચારણી વડે ચારી ને લ્યો
- ત્યારબાદ તેમાં જીણી સોજી નાખો અને બરોબર મિક્સ કરો
- હવે તેમાં એક ચમચી અધકચરા મરી પાવડર, એક ચમચી આખા ધાણા, એક ચમચી તલ, પા ચમચી હળદર ,એક ચમચી લાલ મરચાનો ભૂકો, પા ચમચી હિંગ, એક ચમચી ખાંડ, આદુ લસણમરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં ત્રણ ચાર લીલા મરચા ઝીણા સુધારેલા નાખો ત્યારબાદ સાફ કરી ધોઈને નિતારી લીલી મેથી સુધારેલી અને સાફ કરી ધોઈ ને નિતરેલા લીલા ધાણા સુધારેલાનાખી બધુ બરોબર મિક્સ કરો
- બધુંજ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણતૈયાર કરો
- મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને ચાર પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
- હવે મિશ્રણ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેના પર બે ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે તેમા હાથ વડે અથવા ચમચી વડેથોડું થોડું કરી મિશ્રણ નાખતા જઈ ગોટા બનાવી લ્યો
- બધા જ ગોટા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ગોટા ની ચટણી બનાવવાની રીત – ગોટા ની કઢી બનાવવાની રીત – gota ni chatni banavani rit
- એક વાસણમાં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખતા જઈ બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠો લીમડો નાખી એક બે મિનિટ સાંતળો ત્યાર બાદ એમાં બેસનનું ગોળું નાખી હલાવતા રહી ઘટ્ટ કઢી તૈયાર કરો
- હવે ગરમ ગરમ મેથી ના ગોટા ને ચટણી (કઢી) સાથે મજા માણો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit
સ્વાદિષ્ટ લાગે છે.
હા ગુજરાત મા દરેક ને ખુબજ પસંદ આવતી વાનગી ગોટા સાથે ચટણી-કઢી છે
Nice recipe will try it.
Thank you…sure let us know how it test