મિત્રો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી દાળ બને છે અને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન રહેલ છે અને અત્યારે બજાર માં મેથી પણ ખૂબ સારી આવે છે જે પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે તો ચાલો આ Methi daal – મેથી દાળ બનાવવાની રીત શીખીશું.
Ingredients list
- ચણા દાળ 400 ગ્રામ
- મગ દાળ 100 ગ્રામ
- મેથી સુધારેલ 2 કપ
- ઝીણી સમારેલી ડુંગળી 2
- ટમેટા ઝીણા સમારેલા 3-4
- લસણ ની કણી સુધારેલ 2+1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 + ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ⅛ +⅛ ચમચી
- ઘી 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Methi daal banavani rit
મેથી દાળ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચણા દાળ અને મગ દાળ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. દાળ પલળે ત્યાં સુંધી મેથી સાફ કરી ધોઇ લ્યો અને ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો.
હવે ગેસ પર કુકર માં પલાળેલી દાળ નું પાણી નિતારી નાખી સ્વાદ મુજબ મીઠું, હળદર, એક ચમચી તેલ અને અડધી આંગળી બુડે એટલું પાણી નાખી કુકર બંધ કરી લ્યો અને એક સીટી ફૂલ તાપે એક સીટી કરી લઈ ગેસ ધીમો કરી નાખો અને ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો.
હવે ગેસ પર કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ને શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં ઝીણી સમારેલી મેથી નાખી મિક્સ કરી લ્યો અને મેથી શેકી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો અને સાથે એક કપ પાણી નાખી દાળ ને ઉકાળી લ્યો.
દાળ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા એક ચમચી લસણ સુધારેલા અને હિંગ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો અને દાળ નો ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો મેથી દાળ.
Daal recipe notes
- દાળ ને ઓછામાં ઓછા અડધા કલાક પલાળી રાખવા થી જપાટે ચડી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી દાળ બનાવવાની રીત
Methi daal banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 400 ગ્રામ ચણા દાળ
- 100 ગ્રામ મગ દાળ
- 2 કપ મેથી સુધારેલ
- 2 ઝીણી સમારેલી ડુંગળી
- 3-4 ટમેટા ઝીણા સમારેલા
- 3 ચમચી લસણ ની કણી સુધારેલ
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ⅛+⅛ ચમચી હિંગ
- 2-3 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Methi daal banavani rit
- મેથી દાળ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચણા દાળ અને મગ દાળ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. દાળ પલળે ત્યાં સુંધી મેથી સાફ કરી ધોઇ લ્યો અને ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો.
- હવે ગેસ પર કુકર માં પલાળેલી દાળ નું પાણી નિતારી નાખી સ્વાદ મુજબ મીઠું, હળદર, એક ચમચી તેલ અને અડધી આંગળી બુડે એટલું પાણી નાખી કુકર બંધ કરી લ્યો અને એક સીટી ફૂલ તાપે એક સીટી કરી લઈ ગેસ ધીમો કરી નાખો અને ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો.
- હવે ગેસ પર કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ને શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ટમેટા ચડી જાય એટલે એમાં હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં ઝીણી સમારેલી મેથી નાખી મિક્સ કરી લ્યો અને મેથી શેકી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. મેથી શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો અને સાથે એક કપ પાણી નાખી દાળ ને ઉકાળી લ્યો.
- દાળ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા એક ચમચી લસણ સુધારેલા અને હિંગ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો અને દાળ નો ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો મેથી દાળ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Lasan marcha ni chatni banavani rit | લસણ મરચાની ચટણી બનાવવાની રીત
Vinegar dungri banavani rit | વિનેગર ડુંગળી
Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી
Aalu butter naan banavani rit | આલું નાન બનાવવાની રીત
Veg dum handi banavani rit | વેજ દમ હાંડી બનાવવાની રીત
Navabi paneer nu shaak banavani rit | નવાબી પનીર નું શાક બનાવવાની રીત
mula nu shaak banavani rit | મૂળા નું શાક બનાવવાની રીત
methi batata nu shaak banavani rit | મેથી બટાકા નું શાક બનાવવાની રીત
gathiya nu shaak banavani rit | કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત