નમસ્તે આ પરોઠા તમને પીઝા ના સ્વાદ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવવા નું કહશે. જેમાં મેથી ના સ્વાદ સાથે પીઝા નો સ્વાદ પણ આવશે. તો ચાલો Methi cheese paneer parotha – મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 1 કપ
- મેથી સુધારેલ 1 કપ
- અજમો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- છીણેલું પનીર ના કટકા 1 કપ
- પ્રોસેસ ચીઝ 3-4 નંગ
- મોઝરેલા ચીઝ ½ કપ
- આદુ પેસ્ટ 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 2 ચમચી
- ઝીણું સમારેલું કેપ્સીકમ ½ કપ
- બાફેલા મકાઈના દાણા ½ કપ
- પિત્ઝા સિજનિંગ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Methi cheese paneer parotha banavani rit
મેથી ચીઝ પનીર પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સુધારેલ મેથી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
હવે એક બીજા વાસણમાં છીણેલું પનીર, ઝીણું સમારેલું કેપ્સીકમ, અધ કચરી સુધારેલ બાફેલી મકાઈ ના દાણા, છીણેલું પ્રોસેસ ચીઝ, મોઝારેલા ચીઝ, આદુ પેસ્ટ, પિત્ઝા સિજનીંગ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો એક લુવો લઈ કોરા લોટ સાથે થોડો વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર ફોલ્ડ કરી પેક કરી ફરીથી કોરા લોટ થી વણી પરોઠા ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તેલ કે માખણ લગાવી એમાં વણાયેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.
પરોઠા ને થોડો થોડો શેકી લીધા બાદ એમાં તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા સ્ટફિંગ ભરી પેક કરી વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી ચીઝ પનીર પરોઠા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત
![Methi cheese paneer parotha - મેથી ચીઝ પનીર પરોઠા](https://www.recipeingujarati.com/wp-content/uploads/2025/02/Methi-cheese-paneer-parotha-500x500.jpg)
Methi cheese paneer parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો વેલણ
- 1 તવી
Ingredients
Ingredients list
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેથી સુધારેલ
- 1 ચમચી અજમો
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી મરી પાઉડર
- 1 કપ છીણેલું પનીર ના કટકા
- 3-4 નંગ પ્રોસેસ ચીઝ
- ½ કપ મોઝરેલા ચીઝ
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
- ½ કપ બાફેલા મકાઈના દાણા
- 2-3 ચમચી પિત્ઝા સિજનિંગ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Methi cheese paneer parotha banavani rit
- મેથી ચીઝ પનીર પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સુધારેલ મેથી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
- હવે એક બીજા વાસણમાં છીણેલું પનીર, ઝીણું સમારેલું કેપ્સીકમ, અધ કચરી સુધારેલ બાફેલી મકાઈ ના દાણા, છીણેલું પ્રોસેસ ચીઝ, મોઝારેલા ચીઝ, આદુ પેસ્ટ, પિત્ઝા સિજનીંગ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો એક લુવો લઈ કોરા લોટ સાથે થોડો વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર ફોલ્ડ કરી પેક કરી ફરીથી કોરા લોટ થી વણી પરોઠા ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તેલ કે માખણ લગાવી એમાં વણાયેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.
- પરોઠા ને થોડો થોડો શેકી લીધા બાદ એમાં તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા સ્ટફિંગ ભરી પેક કરી વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી ચીઝ પનીર પરોઠા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Paper parotha banavani rit | પેપર પરોઠા બનાવવાની રીત
lasan chevdo banavani rit | લસણ નો ચેવડો બનાવવાની રીત
Pizza Pops banavani rit | પીઝા પોપ્સ બનાવવાની રીત
Ragi Oats Cookie banavani rit | રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત
Bataka na samosa roll | બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત
puchka puri banavani rit | પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત