શિયાળા માં તાજી તાજી મેથી ખૂબ સારી આવતી હોય છે અને મેથી ને ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે ત્યારે આપણે એનો અલગ અલગ વાનગીઓ બનાવવા ઉપયોગ કરતા હોઈએ છીએ પણ મેથી અને બેસન થી હેલ્થી અને ટેસ્ટી શાક બની ને તૈયાર છે જો એક વખત આ રીતે Methi besan nu shaak – મેથી બેસન નું શાક બનાવશો તો મેથી કડવી પણ ઓછી લાગશે.
Ingredients list
- લીલી મેથી 400 ગ્રામ
- ચણા નો લોટ / બેસન 4-5 ચમચી
- લસણ ની કણી 10-12
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ½ ચમચી
- ટમેટા ઝીણા સમારેલા 1
- તેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Methi besan nu shaak banavani rit
મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.
ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.
Shaak recipe notes
- જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી બેસન નું શાક બનાવવાની રીત
![Methi besan nu shaak - મેથી બેસન નું શાક](https://www.recipeingujarati.com/wp-content/uploads/2025/02/Methi-besan-nu-shaak-500x500.jpg)
Methi besan nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ખંડણી – ધસ્તો
- 1 ચારણી
Ingredients
Ingredients list
- 400 ગ્રામ લીલી મેથી
- 4-5 ચમચી ચણા નો લોટ / બેસન
- 10-12 લસણ ની કણી
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી અજમો
- 1 ટમેટા ઝીણા સમારેલા
- 3-4 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Methi besan nu shaak banavani rit
- મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.
- ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું
tandalja ni bhaji banavani rit | તાંદલજા ની ભાજી બનાવવાની રીત
varadiyu recipe | વરાળીયુ શાક બનાવવાની રીત
Zunka banavani rit | ઝુનકા બનાવવાની રીત
dhokli nu shaak banavani rit recipe gujarati ma | ઢોકળી નું શાક બનાવવાની રીત
pandoli banavani rit | પંડોલી બનાવવાની રીત
Palak besan kofta nu shaak | પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત