નમસ્તે મિત્રો આજે આપણે મથુરા ના પેંડા બનાવવાની રીત – mathura na penda banavani rit શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube , શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને થોડા દિવસ માં જ રક્ષાબંધન અને જન્માષ્ઠમી આવી રહી છે તો આ વખતે ભગવાન નો ભોગમાં અથવા ભાઈ ને બહાર ની મીઠાઈ કે પેંડા ની જગ્યાએ ઘરે બનાવેલ મથુરા ના પ્રખ્યાત પેંડા ઘરે બનાવી ભાઈ સાથે ઉજવો. જે માત્ર ત્રણ થી ચાર સામગ્રી થી તૈયાર થઈ જાય છે. તો ચાલો mathura na penda recipe in gujarati શીખીએ.
મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ની તગાર બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 100 ગ્રામ / ¼ કપ
- ઘી 1 ચમચી
- પાણી 1-2 ચમચી
પેંડા બનાવવા માટેની સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ / ફૂલ ક્રીમ ગાય નું દૂધ 2 લીટર
- ઘી 1 +1 ચમચી
- ખાંડ 2 ચમચી
- એલચી 8-10 નો પાઉડર
ખાંડ ની તગાર બનાવવાની રીત
ગેસ ચાલુ કરી કડાઈ ને ગેસ પર મૂકી કડાઈમાં પા કપ ખાંડ નાખો ને એક બે ચમચી પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને બરોબર ઉકાળી લ્યો મિશ્રણ ઉકળવા લાગે અને એમાં મોટા મોટા ફુગ્ગા થાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને હલાવતા રહી એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરતા રહો અને બિલકુલ ઠંડી થાય ત્યાં સુંધી અથવા બિલકુલ કોરી થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો ને ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી ને એક બાજુ મૂકો. તો તગાર તૈયાર છે.
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | Recipe videomathura na penda banavani rit
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ફૂલ ક્રીમ ગાય નું દૂધ નાખી ને ગેસ ચાલુ કરી દૂધ ને ઉકળવા મુકો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ નીચે તરીયા માં ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. દૂધ ઉકળી ને અડધું થાય એટલે ગેસ ને મીડીયમ કરી નાખો અને ત્યાર બાદ સાઈડ માંથી તવીથા થી કાઢી ને હલાવતા રહો જેથી ચોંટે નહિ.
દૂધ પા ભાગ નું રહે એટલે ગેસ બિલકુલ ધીમો કરી નાખો ને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો. અને કડાઈ ને ઢાંકી ને સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો અને ફરી ઢાંકી બીજી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. આમ પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો. દૂધ માંથી માવો બની ગયો હસે.
હવે બીજી જાડા તળિયાવાળી કડાઈમાં બે ચમચી ખાંડ નાખો હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ખાંડ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી હલવો ખાંડ જેવી ગોલ્ડન થાય એમાં શેકેલ દૂધ વાળો માવો નાખી ને કડાઈ માં નીચે તવી મૂકી ને ગેસ મિડીયમ તાપે હલાવતા રહો રહો ને સાત આઠ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં એક ચમચી ઘી નાખી ઢાંકી ની બીજી પંદર વીસ મિનિટ મૂકી દયો. વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી ને બરોબર મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી ને એમાં એલચી પાઉડર અને તૈયાર કરેલ તગાર માંથી બે ચાર ચમચી અલગ કરી ને બીજી મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી ને પેંડા બનાવી લ્યો ને તૈયાર પેંડા પર બાકી રાખેલ તગાર ની કોટીંગ કરી નાખો ને મજા લ્યો મથુરા ના પેંડા.
mathura na penda recipe in gujarati notes
- પેંડા બનાવતી વખતે દૂધ તરીયા માં ચોંટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું.
- ખાંડ ને ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બરી ના જાય નહિતર પેંડા નો સ્વાદ બગડી જસે.
mathura na penda banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mathura na penda recipe in gujarati
મથુરા ના પેંડા | mathura na penda | મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura na penda recipe in gujarati
Equipment
- 1 જાડા તળિયાવાળી કડાઈ / લોખંડ ની કડાઈ
Ingredients
મથુરા ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ની તગાર બનાવવા માટેની સામગ્રી
- 100 ગ્રામ ખાંડ / ¼ કપ
- 1 ચમચી ઘી
- 1-2 ચમચી પાણી
પેંડા બનાવવા માટેની સામગ્રી
- 2 લીટર ફૂલ ક્રીમ દૂધ / ફૂલ ક્રીમ ગાય નું દૂધ
- 2 ચમચી ઘી
- 2 ચમચી ખાંડ
- 8-10 એલચીનો પાઉડર
Instructions
ખાંડ ની તગાર બનાવવાની રીત
- ગેસ ચાલુ કરી કડાઈ ને ગેસ પર મૂકી કડાઈમાં પા કપ ખાંડ નાખો ને એક બે ચમચી પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને બરોબર ઉકાળી લ્યો મિશ્રણ ઉકળવા લાગે અને એમાં મોટા મોટા ફુગ્ગા થાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને હલાવતા રહી એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરતા રહોઅને બિલકુલ ઠંડી થાય ત્યાં સુંધી અથવા બિલકુલ કોરી થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહોને ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી ને એક બાજુ મૂકો. તો તગાર તૈયાર છે.
મથુરા ના પેંડા બનાવવાનીરીત | mathura na penda banavani rit | mathura na penda recipe in gujarati
- હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ફૂલ ક્રીમ ગાય નું દૂધ નાખી ને ગેસ ચાલુ કરી દૂધને ઉકળવા મુકો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ નીચે તરીયા માં ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. દૂધ ઉકળી ને અડધું થાય એટલે ગેસ ને મીડીયમ કરી નાખો અને ત્યાર બાદ સાઈડ માંથી તવીથા થી કાઢી ને હલાવતા રહો જેથી ચોંટે નહિ.
- દૂધ પા ભાગ નું રહે એટલે ગેસ બિલકુલ ધીમો કરી નાખો ને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખોને એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો. અને કડાઈ નેઢાંકી ને સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી એક વખત હલાવીલ્યો અને ફરી ઢાંકી બીજી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. આમ પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સકરી લ્યો. દૂધ માંથી માવો બની ગયો હસે.
- હવે બીજી જાડા તળિયાવાળી કડાઈમાં બે ચમચી ખાંડ નાખો હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ખાંડ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી હલવો ખાંડ જેવી ગોલ્ડન થાય એમાં શેકેલદૂધ વાળો માવો નાખી ને કડાઈ માં નીચે તવી મૂકી ને ગેસ મિડીયમ તાપે હલાવતા રહો રહો ને સાત આઠ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
- ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં એક ચમચી ઘી નાખી ઢાંકી ની બીજી પંદર વીસ મિનિટ મૂકી દયો. વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી નેબરોબર મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી ને એમાં એલચી પાઉડર અને તૈયાર કરેલ તગારમાંથી બે ચાર ચમચી અલગ કરી ને બીજી મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી ને પેંડા બનાવીલ્યો ને તૈયાર પેંડા પર બાકી રાખેલ તગાર ની કોટીંગ કરી નાખો ને મજા લ્યો મથુરા ના પેંડા.
mathura na penda recipe in gujarati notes
- પેંડા બનાવતી વખતે દૂધ તરીયા માં ચોંટે નહિ એનું ખાસ ધ્યાન રાખવું.
- ખાંડને ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બરી ના જાય નહિતર પેંડા નો સ્વાદ બગડી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati
કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit
કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati