આલું તો દરેક ને પસંદ હોય છે અને બધા જ પોટ પોતાની પસંદ મુજબ આલું નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ ની મજા લેતા હોય છે પણ મથુરા માં મળતા ડૂબકી આલું એક વખત ચાખ્યા પછી એનો સ્વાદ ભૂલાતો નથી. તો આજ આપણે એ મથુરાના સ્વાદ ની ઘરે બનાવી મજા લેશું. તો ચાલો Mathura na dubki aloo – મથુરા ના ડૂબકી આલું બનાવવાની રીત શીખીએ.
Ingredients
- બાફેલા બટાકા 5- 6
- સૂકા આખા ધાણા 1 ચમચી
- મરી ½ ચમચી
- લવિંગ 2- 3
- હિંગ ½ ચમચી
- તેલ 4- 5 ચમચી
- જીરું 1 ચમચી
- બેસન 3- 4 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- પાણી 3 કપ
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
Mathura na dubki aloo banavani rit
મથુરા ના ડૂબકી આલું બનાવવા સૌપ્રથમ કુકર માં ધોઈ ને બટાકા નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોલી બટાકા કાઢી થોડા ઠંડા થાય એટલે છોલી સાફ કરી ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
હવે મિક્સર જાર માં આખા સૂકા ધાણા, મરી, લવિંગ નાખી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો. અને વાટકી માં પા ચમચી હિંગ માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને પા ચમચી હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બેસન નાખો અને ધીમા તાપે બેસન ને એક થી બે મિનિટ શેકી લ્યો.
બેસન શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફી સુધારેલ બટાકા ના કટકા નાખો અને બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી પાણી ઉકાળે ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસૂરી મેથી મસળી ને નાખો સાથે આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો છેલ્લે એમાં હિંગ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે મથુરા ના ડૂબકી આલું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મથુરા ના ડૂબકી આલું બનાવવાની રીત

Mathura na dubki aloo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
- 5- 6 બાફેલા બટાકા
- 1 ચમચી સૂકા આખા ધાણા
- ½ ચમચી મરી
- 2-3 લવિંગ
- ½ ચમચી હિંગ
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 3-4 ચમચી બેસન
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કસૂરી મેથી
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 3 કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Mathura na dubki aloo banavani rit
- મથુરા ના ડૂબકી આલું બનાવવા સૌપ્રથમ કુકર માં ધોઈ ને બટાકા નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોલી બટાકા કાઢી થોડા ઠંડા થાય એટલે છોલી સાફ કરી ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.
- હવે મિક્સર જાર માં આખા સૂકા ધાણા, મરી, લવિંગ નાખી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો. અને વાટકી માં પા ચમચી હિંગ માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને પા ચમચી હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બેસન નાખો અને ધીમા તાપે બેસન ને એક થી બે મિનિટ શેકી લ્યો.
- બેસન શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બાફી સુધારેલ બટાકા ના કટકા નાખો અને બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી પાણી ઉકાળે ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસૂરી મેથી મસળી ને નાખો સાથે આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો છેલ્લે એમાં હિંગ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે મથુરા ના ડૂબકી આલું.
Notes
- જો તમને શાક માં તીખાશ ઓછી કરવી હોય તો મરી પા ચમચી નાખો અને તીખાશ વધુ જોઈએ તો મરી એક ચમચી નાખો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Cooker ma veg biryani banavani recipe | કુકર મા વેજ બિરિયાની બનાવવાની રેસીપી
sev dungri nu shaak banavani rit | સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત
chana methi nu athanu banavani rit | ચણા મેથી અથાણું બનાવવાની રીત
gujarati tuvar dal banavani rit | ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત