નમસ્તે મિત્રો આજે આપણે ઘરે પાતળા મઠિયા બનાવવાની રીત રેસીપી શીખીશું. દિવાળી કે સાતમ આઠમ આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારના નાસ્તાઓ બનાવવામાં આવે છે ને આ નાસ્તાઓ ૧૦-૧૫ દિવસ સુંધી ચાલે એટલા બનાવતા હોય છે આજ કાલ બજાર માં બધીજ પ્રકાર ના નાસ્તાઓ તૈયાર જ મળતા હોય છે પણ જે ઘરે બનાવેલા હોય અને જે આપના દાદી નાની ના હાથ ના સ્વાદ ઘરે બનાવેલા નાસ્તા માં હોય એવો બજાર માં મળતા નાસ્તા માં થોડી આવે તો આજ આપને એવો જ એક નાસ્તો કે જે થોડી મહેનત માંગે છે પણ ખાવા માં એક દમ ટેસ્ટી ને ક્રિસ્પી બનતા હોય એવા જાડા અને પાતળા મઠીયા બનાવવાની રીત – mathiya banavani rit, mathiya recipe in gujarati language જોઈશું.
મઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- મઠ નો લોટ 1 ½ કપ
- અડદ નો લોટ ½ કપ
- ખાંડ 3-4 ચમચી
- ¼ ચમચી ખાવા નો સોડા/ બેકિંગ સોડા
- 2-3 ચમચી ઘી / તેલ
- અજમો 1 ચમચી
- 1 ચમચી સફેદ મરચા નો ભૂકો/ સફેદ મરી પાઉડર
- સ્વાદ મુજબ મીઠું / ½ ચમચી મીઠું
- ½ કપ પાણી
- તરવા માટે તેલ
Mathiya banavani rit
સૌ પ્રથમ આપણે મઠિયા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ મઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું
મઠિયા નો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે તેમાં ચાર ચમચી ખાંડ નાખો, સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાંખી મિક્સ કરો
હવે પાણી માં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો, પાણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણી ને નવશેકું થવા એક બાજુ મૂકી દયો , હવે કંથરોટ લ્યો , તેમાં પહેલા મઠ નો લોટ ચારી લ્યો , ત્યાર બાદ એમાંજ અડદ નો લોટ ચારી લ્યો
ત્યારબાદ બને લોટ ને મિક્સ કરી લ્યો , ત્યાર બાદ એક ચમચી અજમો બને હાથ ની હથેળી વચ્ચે મસળી ને લોટ માં નાખી મિક્સ કરો , હવે લોટ માં એક બે ચમચી ઘી નાખી ઘી ને લોટ ને હાથ વડે બરોબર મિક્સ કરો ( ઘી ની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો પણ ઘી સારો ટેસ્ટ આવે છે)
હવે લોટ માં જે પાણી નેવસેકુ કરવા મૂકેલ એ થોડું થોડુ કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો(મઠ નો લોટ ને અડદ નો લોટ ચીકણા હોવા થી તેમાં પાણી નાખતા તે હાથમાં તથા વાસણ માં ચિપકસે તો તેને થોડી થોડી વારે ચમચી થી અલગ કરતા રહેવું)
બાંધેલા લોટ ને ધસ્તા વડે વાસણ માં કે પછી લોટ ને પ્લેટફોર્મ પર મૂકી 8-10 મિનિટ સુધી કુટવો , લોટ ને કૂટવા થી લોટ સોફ્ટ થશે ને મઠિયાં પોચા ને ક્રિસ્પી બને છે
મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી
લોટ ને 8-10 મિનિટ કુટિયા પછી તેમાં એક ચમચી ઘી/ તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા
હવે બાંધેલા લોટ ના લાંબા રોલ બનાવી પુરી માટે બનાવીએ સાઈઝ ના ચાકુ વડે લુવા બનાવી લ્યો
હવે એક એક કરી ને વેલણ વડે પાટલા પર સાવ પાતળી મઠિયાં પુરી બનાવતા જાઓ( પુરી પાતળી વણવી જેથી તર્યા બાદ ક્રિસ્પી લાગે જો જાડી વનસો તો પુરી તર્યા પછી પોચી લાગશે) ને બનેલી પુરી ને વાસણમાં એક પર એક મૂકતા જાઓ
( પુરી બનાવતી વખતે પાટલા પર ને વેલણ પર તેલ લગાડી શકો જેથી વણવી શહેલી પડે અથવા મઠ નો મેંદા નો લોટ નો અટામણ તરી કે પણ ઉપયોગ કરી સકો છો )
બધી પુરી વણાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો , તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને તૈયાર કરેલ મઠિયાં પુરી ને બને બાજુ ગોલ્ડન થવા સુંધી તરી લ્યો
તરેલી પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાં ભરી ને 10-15 દિવસ સુંધી મજા માણો
Mathiya recipe in gujarati notes
જો તમારે બધીજ મઠિયાં ને એક સાથે ના તરવી હોય તો તમે વનેલી પુરી ને સેજ વધારે સૂકવી ને સુકાયેલી પુરી ભેગી કરી એર ટાઇટ ડબ્બામાં મૂકી ને ફ્રીઝ માં 10-15 દિવસ મૂકી સકો છો ને 10-15 દિવસ પછી તરી શકો છો.
પાતળા મઠીયા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mathiya banavani rit | Mathiya recipe in gujarati language
મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
- 1 ધસ્તો
Ingredients
મઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ મઠ નો લોટ
- ½ કપ અડદ નો લોટ
- 3-4 ચમચી ખાંડ
- ¼ ચમચી ચમચી ખાવા નો સોડા/ બેકિંગ સોડા
- 2-3 ચમચી ઘી / તેલ
- 1 ચમચી ચમચી
- 1 ચમચી સફેદ મરચા નો ભૂકો/ સફેદ મરી પાઉડર
- ½ કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું /½ ચમચી મીઠું
- તરવા માટે તેલ
Instructions
મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya recipe in gujarati language
- મઠીયા બનાવવાની રીત મા પહેલા આપણે પહેલા મઠીયા નો લોટ બનાવતા શીખીશું પછી મઠીયા બનાવીશું
મઠિયાં બનાવવા માટે ના લોટ બાંધવાની રીત
- સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે તેમાં ચાર ચમચી ખાંડ નાખો, સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ તેમાં પા ચમચી જેટલા બેકિંગ પાઉડર નાંખી મિક્સ કરો
- હવે પાણી માં એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો, પાણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણીને નવશેકું થવા એક બાજુ મૂકી દયો
- હવે કંથરોટ લ્યો , તેમાં પહેલા મઠ નો લોટ ચારીલ્યો , ત્યાર બાદ એમાંજ અડદ નો લોટ ચારી લ્યો
- હવે બને લોટ ને મિક્સ કરી લ્યો , ત્યાર બાદ એક ચમચી અજમો બને હાથ ની હથેળી વચ્ચે મસળી નેલોટ માં નાખી મિક્સ કરો
- હવે લોટ માં એક બે ચમચી ઘી નાખી ઘી ને લોટ ને હાથ વડે બરોબર મિક્સ કરો ( ઘી ની જગ્યાએ તમે તેલ પણ વાપરીશકો છો પણ ઘી સારો ટેસ્ટ આવે છે)
- હવે લોટ માં જે પાણી નેવસેકુ કરવા મૂકેલ એ થોડું થોડુ કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો(મઠ નો લોટ ને અડદ નો લોટ ચીકણા હોવા થી તેમાં પાણી નાખતા તે હાથમાં તથા વાસણ માં ચિપકસે તો તેને થોડી થોડી વારે ચમચીથી અલગ કરતા રહેવું)
- બાંધેલા લોટ ને ધસ્તા વડે વાસણ માં કે પછી લોટ ને પ્લેટફોર્મ પર મૂકી 8-10 મિનિટ સુધી કુટવો
- લોટ ને કૂટવા થી લોટ સોફ્ટ થશે ને મઠિયાં પોચા ને ક્રિસ્પી બને છે
- લોટ ને 8-10 મિનિટ કુટિયાપછી તેમાં એક ચમચી ઘી/તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા
મઠીયા બનાવવાની રીત – mathiya banavani rit
- લોટને 8-10 મિનિટ કુટિયાપછી તેમાં એક ચમચી ઘી/તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લેવા
- હવે બાંધેલા લોટ ના લાંબા રોલ બનાવી પુરી માટે બનાવીએ સાઈઝ ના ચાકુ વડે લુવા બનાવી લ્યો
- હવે એક એક કરી ને વેલણ વડે પાટલા પર સાવ પાતળી મઠિયાં પુરી બનાવતા જાઓ( પુરી પાતળી વણવી જેથી તર્યાબાદ ક્રિસ્પી લાગે જો જાડી વનસો તો પુરી તર્યા પછી પોચી લાગશે) ને બનેલી પુરી ને વાસણમાં એક પર એક મૂકતા જાઓ( પુરી બનાવતીવખતે પાટલા પર ને વેલણ પર તેલ લગાડી શકો જેથી વણવી શહેલી પડે અથવા મઠ નો મેંદા નો લોટનો અટામણ તરી કે પણ ઉપયોગ કરી સકો છો )
- બધી પુરી વણાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
- તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને તૈયાર કરેલ મઠિયાં પુરી ને બને બાજુ ગોલ્ડન થવા સુંધીતરી લ્યો
- તરેલી પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાં ભરી ને 10-15 દિવસ સુંધી મજા માણો
mathiya recipe in gujarati notes
- જો તમારે બધીજ મઠિયાં ને એક સાથે ના તરવી હોય તો તમે વનેલી પુરી ને સેજ વધારે સૂકવી ને સુકાયેલી પુરી ભેગી કરી એર ટાઇટ ડબ્બામાં મૂકી ને ફ્રીઝ માં 10-15 દિવસ મૂકી સકો છો ને 10-15 દિવસ પછી તરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati