નમસ્તે મિત્રો આજે આપણે મટર નીમોના બનાવવાની રીત શીખીશું. આ નિમોના યુપી ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે લીલા વટાણા માંથી બનાવવામાં આવે છે શર્દી માં લીલા વટાણા ખૂબ સારા મળે છે ત્યારે આ Matar nimona – મટર નીમોના વાનગી ઘરે ઘરે બનાવવામાં આવતી હોય છે.
Ingredients list
- સરસો તેલ ¼ કપ
- મિડીયમ સુધારેલ બટાકા 1 કપ
- દાડી સાથે ના લીલા ધાણા ¼ કપ
- લસણ ની કણી 8-10
- આદુનો ટુકડો ½ ઇંચ
- લીલા મરચા સુધારેલા 2-3
- વટાણા 1 ½ કપ
- જીરું ½ ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- હિંગ ½ ચમચી
- ટમેટા સુધારેલ 1 કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Matar nimona banavani rit
મટર નીમોના બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ દાડી સાથે ના લીલા ધાણા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો નાખી પીસી લ્યો. હવે સમુથ પેસ્ટ બનાવવા ચાર પાંચ ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને એક વાટકા માં કાઢી લ્યો.
હવે મિક્સર જાર માં એક કપ વટાણા નાખી એને પણ પીસી પેસ્ટ બનાવી લ્યો પેસ્ટ બનાવવા જરૂર લાગે તો થોડું પાણી નાખી સ્મુથ પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો.
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મિડીયમ સુધારેલા બટાકા નાખી બટાકા ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બટાકા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને બચેલા તેલ માંથી પા ભાગ નું તેલ રાખી બાકી નું તેલ બીજી કડાઈમાં કાઢી લ્યો અને પા ભાગ ના તેલ ને ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે એમાં પીસેલા વટાણા નાખી વટાણા ની પેસ્ટ સાથે પા કપ જેટલું પાણી નાખી મિશ્રણ ને શેકી લ્યો. વટાણા શેકાઈ ને પાણી બરી જાય ત્યાં સુંધી શેકી એક બાજુ મૂકો. હવે બીજી કડાઈ માં એક બાજુ કાઢેલ તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જીરું, લાલ મરચા, અને હિંગ નાખી શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ધાણા વાળી ચટણી નાખી એને પણ શેકી લ્યો. ચટણી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો.
ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ વટાણા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
મિશ્રણ ને થોડું ચડાવી લીધા બાદ એમાં અડધો કપ વટાણા નાખો અને બધી સામગ્રી ને બરોબર ચડાવી લ્યો. વટાણા વાળા મિશ્રણ માંથી તેલ અલગ થાય એટલે એમાં ફરીથી એક કપ પાણી નાખી ચડાવી લ્યો.
ગ્રેવી બરોબર ઉકળવા લાગે એટલે એમાં શેકી ને રાખેલ બટાકા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મટર નીમોના.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મટર નીમોના બનાવવાની રીત
Matar nimona banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- ¼ કપ સરસો તેલ
- 1 કપ મિડીયમ સુધારેલ બટાકા
- ¼ કપ દાડી સાથે ના લીલા ધાણા
- 8-10 લસણ ની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1½ કપ વટાણા
- ½ ચમચી જીરું
- 2-3 સૂકા લાલ મરચા
- ½ ચમચી હિંગ
- 1 કપ ટમેટા સુધારેલ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Matar nimona banavani rit
- મટર નીમોના બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ દાડી સાથે ના લીલા ધાણા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો નાખી પીસી લ્યો. હવે સમુથ પેસ્ટ બનાવવા ચાર પાંચ ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને એક વાટકા માં કાઢી લ્યો. હવે મિક્સર જાર માં એક કપ વટાણા નાખી એને પણ પીસી પેસ્ટ બનાવી લ્યો પેસ્ટ બનાવવા જરૂર લાગે તો થોડું પાણી નાખી સ્મુથ પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો.
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે મિડીયમ સુધારેલા બટાકા નાખી બટાકા ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બટાકા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને બચેલા તેલ માંથી પા ભાગ નું તેલ રાખી બાકી નું તેલ બીજી કડાઈમાં કાઢી લ્યો અને પા ભાગ ના તેલ ને ગરમ કરવા મૂકો.
- તેલ ગરમ થાય એટલે એમાં પીસેલા વટાણા નાખી વટાણા ની પેસ્ટ સાથે પા કપ જેટલું પાણી નાખી મિશ્રણ ને શેકી લ્યો. વટાણા શેકાઈ ને પાણી બરી જાય ત્યાં સુંધી શેકી એક બાજુ મૂકો. હવે બીજી કડાઈ માં એક બાજુ કાઢેલ તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જીરું, લાલ મરચા, અને હિંગ નાખી શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ધાણા વાળી ચટણી નાખી એને પણ શેકી લ્યો. ચટણી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો.
- ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ વટાણા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- મિશ્રણ ને થોડું ચડાવી લીધા બાદ એમાં અડધો કપ વટાણા નાખો અને બધી સામગ્રી ને બરોબર ચડાવી લ્યો. વટાણા વાળા મિશ્રણ માંથી તેલ અલગ થાય એટલે એમાં ફરીથી એક કપ પાણી નાખી ચડાવી લ્યો.ગ્રેવી બરોબર ઉકળવા લાગે એટલે એમાં શેકી ને રાખેલ બટાકા નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મટર નીમોના.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi daal banavani rit | મેથી દાળ બનાવવાની રીત
dal fry jeera rice recipe in gujarati | દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત
lila chana nu shaak banavani rit | લીલા ચણાનું શાક બનાવવાની રીત
lila marcha nu athanu banavani rit | લીલા મરચાનું અથાણું બનાવવાની રીત
akhi dungri nu shaak banavani rit | આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત
chana ni dal nu shaak banavani rit | ચણા દાળ નું શાક બનાવવાની રીત