ઉનાળામાં આવતા ટીંડીડા ઘણા ને પસંદ નથી હોતા એટલે આજ ના શાક નું નામ વાંચી ને જ ઘણા ને પસંદ નહીં આવે પણ જો તમે આ રીતે શાક બનાવશો તો ચોક્કસ બીજી વખત બનાવવાના જ તો આજે જ આ શાક બનાવી લ્યો. તો ચાલો Masaledar tindola nu shaak – મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients
- ટીંડોડા 250 ગ્રામ
- તેલ 3- 4 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- સીંગદાણા 2 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- સેવ/ ગાંઠીયા 2- 3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ⅛ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
- ખાંડ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Masaledar tindola nu shaak banavani rit
મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવા સૌપ્રથમ ટીંડોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની દાડી ચાકુ થી અલગ કરી પહેલા બે ભાગ અને પછી બે ભાગ ના પણ બે ભાગ એમ ચાર ભાગ માં લાંબા લાંબા કાપી લ્યો.
હવે મિક્સર જારમાં સીંગદાણ, સેવ / ગાંઠીયા , સફેદ તલ, સૂકા નારિયળ નું છીણ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મસાલા ન ભાગ નું મીઠું નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી એમાં સુધારેલ ટીંડોડા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ને શાક ને ચડાવી લ્યો.
ટીંડીડા બરોબર ચડી જાય એટલે પીસી રાખેલ મસાલો છાંટો અને ઉપર બે ત્રણ ચમચી પાણી છાંટી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલેદાર ટીંડોડા નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવાની રીત

Masaledar tindola nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 250 ગ્રામ ટીંડોડા
- 3- 4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 2 ચમચી સીંગદાણા
- 2 ચમચી સૂકા નારિયળ નું છીણ
- 2 ચમચી સફેદ તલ
- 2-3 ચમચી સેવ/ ગાંઠીયા
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ⅛ ચમચી હળદર
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Masaledar tindola nu shaak banavani rit
- મસાલેદાર ટીંડોડા નું શાક બનાવવા સૌપ્રથમ ટીંડોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઉપર નીચે ની દાડી ચાકુ થી અલગ કરી પહેલા બે ભાગ અને પછી બે ભાગ ના પણ બે ભાગ એમ ચાર ભાગ માં લાંબા લાંબા કાપી લ્યો.
- હવે મિક્સર જારમાં સીંગદાણ, સેવ / ગાંઠીયા , સફેદ તલ, સૂકા નારિયળ નું છીણ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ અને મસાલા ન ભાગ નું મીઠું નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી એમાં સુધારેલ ટીંડોડા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ને શાક ને ચડાવી લ્યો.
- ટીંડીડા બરોબર ચડી જાય એટલે પીસી રાખેલ મસાલો છાંટો અને ઉપર બે ત્રણ ચમચી પાણી છાંટી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે મસાલેદાર ટીંડોડા નું શાક.
Notes
- ટીંડોડા હંમેશા નાની સાઇઝ અને કાચા હોય એજ લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક
athana no masalo | અથાણાં નો મસાલો
bharela shimla marcha nu shaak banavani rit | ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત
Tinda Nu bharelu Shaak banavani rit | ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત