અત્યાર સુંધી આપણે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે બીજો કોઈ ઓર્ડર કરીએ એ પહેલા કહી દઇએ કે બીજો ઓર્ડર આવે એ પહેલા મસાલા પાપડ મોકલાવી દયો. કેમ કે આપણે એ મસાલા પાપડ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે જે ક્રિસ્પી ની સાથે ટેસ્ટી પણ હોય છે તો આજ આપણે ઘરે એ Masala papad – મસાલા પાપડ બનાવતા શીખીશું જે બનાવવા ખૂબ સરળ છે.
Ingredients List
- ઝીણી સમારેલી ડુંગળી 1
- ઝીણી સમારેલી કાકડી ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- ઝીણું સમારેલું ટમેટું બીજ કાઢી નાખવા 1
- ચાર્ટ મસાલો ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો ½ ચમચી
- આમચૂર પાઉડર ¼ ચમચી
- મીઠું ¼ ચમચી
- મરી પાપડ 4-5
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
Masala papad banavani rit
મસાલા પાપડ બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી ઝીણી સુધારી એક તપેલી માં નાખો ત્યાર બાદ ટમેટા ના બીજ અને એમાં રહેલ પલ્પ કાઢી ઝીણા સમારી તપેલીમાં નાખો, કાકડી ને પણ ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો આમ બધી સુધારેલી સામગ્રી ને તપેલી માં બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે વાટકામાં ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મરી પાપડ નાખો અને તરી તરત બહાર કાઢી ચારણી માં નાખો જેથી એમાંથી વધારાનું તેલ અલગ થઈ જાય. આમ એક એક પાપડ ને તરી ને નીતરવા મૂકો.
ત્યારબાદ એક તારેલ પાપડ લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ઝીણા સમારેલા કાકડી, ટમેટા, ડુંગળી, લીલા ધાણા વાળું મિશ્રણ છાંટો ફરી ઉપર મસાલો છાંટો ને સાથે ઝીણી બેસન સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ઉપર થોડો લીંબુનો રસ છાંટો અને સર્વ કરો. આમ એક એક પાપડ ને તૈયાર કરી સર્વ કરતા જઈ શકો છો. તો તૈયાર છે મસાલા પાપડ
Papad recipe notes
- તમે ઝીણા સમારેલા કાકડી ટમેટા વગેરે ને ઝીણા સમારી ચારણી માં મૂકી દેવા જેથી એમાં રહેલ વધારા નું પાણી નીતરી જાય.
મસાલા પાપડ બનાવવાની રીત
Masala papad banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પ્લેટ
Ingredients
Ingredients List
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- ¼ કપ ઝીણી સમારેલી કાકડી
- 2 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ઝીણું સમારેલું ટમેટું બીજ કાઢી નાખવા
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો
- ¼ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી મીઠું
- 4-5 મરી પાપડ
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
Instructions
Masala papad banavani rit
- મસાલા પાપડ બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી ઝીણી સુધારી એક તપેલી માં નાખો ત્યાર બાદ ટમેટા ના બીજ અને એમાં રહેલ પલ્પ કાઢી ઝીણા સમારી તપેલીમાં નાખો, કાકડી ને પણ ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો આમ બધી સુધારેલી સામગ્રી ને તપેલી માં બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે વાટકામાં ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મરી પાપડ નાખો અને તરી તરત બહાર કાઢી ચારણી માં નાખો જેથી એમાંથી વધારાનું તેલ અલગ થઈ જાય. આમ એક એક પાપડ ને તરી ને નીતરવા મૂકો.
- ત્યારબાદ એક તારેલ પાપડ લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો ત્યાર બાદ એના પર ઝીણા સમારેલા કાકડી, ટમેટા, ડુંગળી, લીલા ધાણા વાળું મિશ્રણ છાંટો ફરી ઉપર મસાલો છાંટો ને સાથે ઝીણી બેસન સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટી ઉપર થોડો લીંબુનો રસ છાંટો અને સર્વ કરો. આમ એક એક પાપડ ને તૈયાર કરી સર્વ કરતા જઈ શકો છો. તો તૈયાર છે મસાલા પાપડ
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Chokha na vegetable chila banavani rit | ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત
Lili methi mari vala champakali ganthiya | લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા
Bacheli rotli na noodles banavani rit | બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત
soji ni idli banavani rit | સોજી ઈડલી
mag ni dal ni kachori | મગ ની દાળ ની કચોરી
Lili methi na vada banavani rit | લીલી મેથી ના વડા બનાવવાની રીત
Rice Pancake banavani rit | રાઇસ પેનકેક બનાવવાની રીત