નમસ્તે આપણે બધા ને બજારમાં મળતી અલગ અલગ ક્રિસ્પી ને ટેસ્ટી મસાલા ચણાદાળ પસંદ આવતી હોય છે પણ એ કેવા તેલમાં તરેલી હોય એ આપણે ખબર નથી હોતી એટલે બજાર ની દાળ વધુ નથી ખાતા પણ જો બજાર જેવી જ મસાલા દાળ ઘરે સાફ તેલમાં તૈયાર કરેલી અને મહિના સુંધી ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી Masala chanadaal banavani rit બનાવતા શીખીશું.
મસાલા ચણાદાળ માટે ની સામગ્રી
- ચણાદાળ 1 કપ
- બેકિંગ સોડા 1-2 ચપટી
- મીઠા લીમડા ના પાંદ 15-20
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી
- વરિયાળી 1 ચમચી
- ખસખસ 1-2 ચમચી
- સુકાવેલ ફુદીના નો પાઉડર 2-3 ચમચી
- ખાંડ 1 ચમચી
Masala chanadaal banavani rit
મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.
મસાલો બનાવવા માટેની રીત
દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો
બીજો મસાલો બનાવવા માટેની રીત
ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.
છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.
Masala chanadaal notes
- અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
- તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
- દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
- જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા ચણાદાળ બનાવવાની રેસીપી
Masala chanadaal banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ઝારા
Ingredients
મસાલા ચણાદાળ માટે ની સામગ્રી
- 1 કપ ચણાદાળ
- 1-2 ચપટી બેકિંગ સોડા
- 15-20 મીઠા લીમડા ના પાંદ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી વરિયાળી
- 1-2 ચમચી ખસખસ
- 2-3 ચમચી સુકાવેલ ફુદીના નો પાઉડર
- 1 ચમચી ખાંડ
Instructions
Masala chanadaal banavani rit
- મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.
મસાલો બનાવવા માટેની રીત
- દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો
બીજો મસાલો બનાવવા માટેની રીત
- ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.
- છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.
Masala chanadaal notes
- અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
- તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
- દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
- જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Soya chili 65 recipe | સોયા ચીલી 65 બનાવવાની રીત
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit
ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati
સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit