નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jdskitchen Channel YouTube channel on YouTube આજે આપણે મસાલા ભાખરી બનાવવાની રીત – masala bhakri banavani rit શીખીશું. ભાખરી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે અને આ ભાખરી ને તમે દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો ને બટાકા ના રસા વાળા શાક સાથે ખૂબ સારી લાગતી હોય છે સાથે ચા કે અથાણાં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો મસાલા ભાખરી રેસીપી – masala bhakri recipe in gujarati – gujarati masala bhakri recipe – masala bhakhri banavani rit શીખીએ.
મસાલા ભાખરી બનાવવા જરૂરી સામગ્રી | masala bhakri ingredients
- ઘઉંનો કરકરો લોટ 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- લીલી મેથી 1 કપ
- તેલ 4-5 ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લીલા મરચા ને આદુ ની પેસ્ટ 1 ચમચી
- દહીં 3-4 ચમચી /છાસ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
masala bhakri recipe in gujarati | gujarati masala bhakri recipe
મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો જેથી એમાં રહેલ કાકરી સાફ થઈ જાય ત્યાર બાદ ધોયેલી મેથી ને નીતરવા દયો જેથી એનું પાણી નીકળી જાય
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ સાફ કરી નીતરવા મુકેલી મેથી નાખી બે ત્રણ મિનિટ શેકો ને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો
ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉં ના લોટ ને ચારણીથી ચારી ને લ્યો હવે એમાં બે ત્રણ ચમચી તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જે મેથી શેકી હતી એ નાખી દયો ને ફરી બધું બરોબર મિક્સ કરો
હવે એમાં એક એક ચમચી દહીં નાખતા જઈ કઠણ લોટ બાંધો ને બધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ મૂકો જેથી બધા મસાલા બરોબર મિક્સ થઇ જાય
દસ મિનિટ પછી પાછો લોટ ને મસળો ને એમાંથી મિડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી પુરી સાઇઝ ની મીડીયમ જાડી ભાખરી વણી લ્યો આમ બધી ભાખરીઓ વણી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો તવી ને તેલ થી ગ્રીસ કરો ને જેટલી ભાખરી સમય એટલી ભાખરી થોડા અંતરથી મૂકો ને એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ થોડી ચડાવો
હવે દરેક ભાખરી ને કપડા થી દબાવી ને બને બાજુ શેકો ભાખરી થોડી શેકાઈ જાય એટલે એને તેલ લગાવી તવિથા થી દબાવી ને શેકો બને બાજુ ભાખરી ચડી જાય એટલે એને તવી પર થી ઉતારી બીજી ભાખરી શેકવા નાખો આમ બધી ભાખરી શેકી લ્યો
તૈયાર મસાલા ભાખરી ને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડી થાય ત્યાં બાદ પણ ખાઈ શકો છો
Masala bhakri recipe notes
- આ ભાખરીમાં મોણ સેજ વધારે નાખવાથી ભાખરી બહાર થી કિસ્પી ને અંદર થી સોફ્ટ થશે એટલે મોટી ઉમરના વ્યક્તિ પણ ખાઈ શકાશે
- દહીં ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકાય
- નાના બાળકો માટે બનાવતા હો તો મરચા વગર પણ સારી લાગશે
- અહી તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો
મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Jdskitchen Channel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gujarati masala bhakri recipe | masala bhakhri banavani rit
મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 કડાઈ
Ingredients
મસાલા ભાખરી બનાવવા જરૂરી સામગ્રી | masala bhakri ingredients
- 1 કપ ઘઉંનો કરકરો લોટ
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ લીલી મેથી
- 4-5 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી લીલા મરચા ને આદુ ની પેસ્ટ
- 3-4 ચમચી દહીં /છાસ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati
- મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો જેથી એમાં રહેલ કાકરી સાફ થઈ જાય ત્યાર બાદ ધોયેલી મેથી ને નીતરવા દયો જેથી એનું પાણી નીકળી જાય
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ સાફ કરી નીતરવા મુકેલી મેથી નાખી બે ત્રણ મિનિટ શેકો ને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો
- ત્યારબાદ એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉં ના લોટ ને ચારણીથી ચારી ને લ્યો હવે એમાંબે ત્રણ ચમચી તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાંજે મેથી શેકી હતી એ નાખી દયો ને ફરી બધું બરોબર મિક્સ કરો
- હવે એમાં એક એક ચમચી દહીં નાખતા જઈ કઠણ લોટ બાંધો ને બધેલાલોટ ને બે મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ મૂકો જેથી બધા મસાલા બરોબર મિક્સ થઇ જાય
- દસ મિનિટ પછી પાછો લોટ ને મસળો ને એમાંથી મિડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી પુરી સાઇઝ ની મીડીયમ જાડી ભાખરી વણી લ્યો આમ બધી ભાખરીઓ વણી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ મૂકો તવી ને તેલ થી ગ્રીસ કરો ને જેટલી ભાખરી સમય એટલી ભાખરી થોડાઅંતરથી મૂકો ને એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ થોડી ચડાવો
- હવે દરેક ભાખરી ને કપડા થી દબાવી ને બને બાજુ શેકો ભાખરી થોડી શેકાઈ જાય એટલે એને તેલ લગાવી તવિથા થી દબાવી ને શેકો બને બાજુ ભાખરી ચડી જાય એટલે એને તવી પર થી ઉતારી બીજી ભાખરીશેકવા નાખો આમ બધી ભાખરી શેકી લ્યો
- તૈયાર મસાલા ભાખરી ને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડી થાય ત્યાં બાદ પણ ખાઈ શકો છો
masala bhakri recipe in gujarati notes
- આ ભાખરીમાં મોણ સેજ વધારે નાખવાથી ભાખરી બહાર થી કિસ્પી ને અંદર થી સોફ્ટ થશે એટલે મોટી ઉમરના વ્યક્તિ પણ ખાઈ શકાશે
- દહીં ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકાય
- નાના બાળકો માટે બનાવતા હો તો મરચા વગર પણ સારી લાગશે
- અહી તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Looks delicious 😋
yes it is