HomeDessert & Sweetsમેંગો રસમલાઈ બનાવવાની રીત | Mango rasmalai banavani rit

મેંગો રસમલાઈ બનાવવાની રીત | Mango rasmalai banavani rit

આંબાની સીઝન ચાલી રહી છે અને આંબા માંથી અલગ અલગ વાનગીઓ બનાવી બનાવી ને મજા લઇ રહ્યા હસો. આજ આપણે આંબા માંથી જ એક નવી વાનગી બનાવતા શીખીશું જે ખાવા માં એકદમ ટેસ્ટી અને બનાવી એકદમ સરળ છે, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , આજ આપણે મેંગો રસમલાઈ બનાવવાની રીત – Mango rasmalai banavani rit શીખીશું. અત્યાર સુંધી તમે રસમલાઈ દૂધ માંથી બનાવીને મજા લીધી હસે પણ આજ એજ રસમલાઈ ને આંબા સાથે તૈયાર કરી ઠંડી ઠંડી મજા લેશું તો ચાલો Mango rasmalai recipe in gujarati શીખીએ.

મેંગો રસમલાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ. + ¼ કપ +½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ખાંડ ¼ કપ
  • કસ્ટર્ડ પાઉડર 2 ચમચી
  • આંબા નો પલ્પ 1 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • પીસેલી ખાંડ 1-2 ચમચી
  • બ્રેડ સ્લાઈસ 10-15
  • બદામ, પિસ્તાની કતરણ 4-5 ચમચી
  • આંબા ન કટકા ¼ કપ

મેંગો રસમલાઈ બનાવવાની રીત

મેંગો રસમલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકામાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં પા કપ દૂધ નાખી ગાંઠા ના પડે એમ હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બરોબર ગરમ થયેલ દૂધ માં તૈયાર કરેલ કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી ને હલાવતા રહો.

બને મિશ્રણ ને ચાર પાંચ મિનિટ સુંધી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી તૈયાર દૂધ ને બીજા વાસણમાં કાઢી ને પાંચ મિનિટ હલાવતા રહી ઠંડુ કરી લ્યો. દૂધ બિલકુલ ઠંડુ થાય ત્યા સુંધી એક બાજુ મૂકો. બિલકુલ ઠંડુ થાય એટલે એમાં એક કપ આંબા નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી કસ્ટર્ડ મેંગો દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો.

હવે બીજા વાસણમાં મિલ્ક પાઉડર લ્યો એમાં અડધો કપ ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આંબા નો પલ્પ અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલ સ્ટફિંગ ને  ફ્રીઝ માં ઠંડુ થવા માટે મૂકી દયો.

જ્યારે દૂધ અને તૈયાર કરેલ સ્ટફિંગ ઠંડા થાય એટલે બ્રેડ ની સ્લાઈસ લ્યો એને ગોળ, ત્રિકોણ કે ચોરસ ક્ટ કરી લ્યો આમ બધી બ્રેડ ના કટકા કરી લ્યો. હવે કટ કરેલ બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ ને એક થી બે ચમચી નાખી સ્લાઈસ પર એક સરખી ફેલાવી એના પર એક બે ચપટી  ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો.

આમ બધા બ્રેડ ના કટકા માંથી સેન્ડવીચ  તૈયાર કરી લ્યો. હવે સર્વિંગ પ્લેટ માં અથવા જેમાં સર્વ કરવી હોય એમાં તૈયાર કરેલ સેન્ડવીચ મૂકો અને એના પર ઠંડુ કરેલ કસ્ટર્ડ મેંગો દૂધ  નાખો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ અને આંબા ના કટકા નાખી ને ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો રસમલાઈ.

Mango rasmalai recipe notes

  • જો તમે મેંગો રસમલાઈ ને ફરાળી બનાવવા માંગતા હો તો કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ મિલ્ક પાઉડર અથવા પીસેલા કાજુ નો પલ્પ નાખીને તૈયાર કરી શકો છો.
  • ડ્રાય ફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને નાખશો તો વધારે સારી લાગશે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

Mango rasmalai banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Aarti Madan

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

Mango rasmalai recipe in gujarati

મેંગો રસમલાઈ - Mango rasmalai - મેંગો રસમલાઈ બનાવવાની રીત - Mango rasmalai banavani rit - Mango rasmalai recipe in gujarati

મેંગો રસમલાઈ બનાવવાની રીત | Mango rasmalai banavani rit | Mango rasmalai recipe in gujarati

આંબાની સીઝન ચાલી રહી છે અને આંબા માંથી અલગ અલગ વાનગીઓબનાવી બનાવી ને મજા લઇ રહ્યા હસો. આજ આપણે આંબા માંથી જ એક નવી વાનગી બનાવતાશીખીશું જે ખાવા માં એકદમ ટેસ્ટી અને બનાવી એકદમ સરળ છે, આજ આપણે મેંગો રસમલાઈ બનાવવાની રીત – Mango rasmalai banavanirit શીખીશું. અત્યાર સુંધી તમે રસમલાઈ દૂધ માંથી બનાવીનેમજા લીધી હસે પણ આજ એજ રસમલાઈ ને આંબા સાથે તૈયાર કરી ઠંડી ઠંડી મજા લેશું તો ચાલો Mango rasmalai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગો રસમલાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 એમ.એલ. ફૂલક્રીમ દૂધ + ¼ કપ +½ કપ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ કપ ખાંડ
  • 2 ચમચી કસ્ટર્ડ પાઉડર
  • 1 કપ આંબાનો પલ્પ
  • ½ કપ મિલ્ક પાઉડર
  • 1-2 ચમચી પીસેલી ખાંડ
  • 10-15 બ્રેડ સ્લાઈસ
  • 4-5 ચમચી બદામ, પિસ્તાની કતરણ
  • ¼ કપ આંબા ન કટકા

Instructions

મેંગો રસમલાઈ બનાવવાની રીત | Mango rasmalai banavani rit

  • મેંગો રસમલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધનાખી ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધીએક વાટકામાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં પા કપ દૂધ નાખી ગાંઠા ના પડે એમ હલાવી ને મિક્સકરી લ્યો. હવે દૂધ બરોબર ગરમ થયેલ દૂધ માં તૈયાર કરેલ કસ્ટર્ડપાઉડર વાળું દૂધ નાખી ને હલાવતા રહો.
  • બને મિશ્રણ ને ચાર પાંચ મિનિટ સુંધી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
  •  પાંચ મિનિટ પછી તૈયાર દૂધ ને બીજાવાસણમાં કાઢી ને પાંચ મિનિટ હલાવતા રહી ઠંડુ કરી લ્યો. દૂધ બિલકુલ ઠંડુ થાય ત્યા સુંધી એક બાજુ મૂકો. બિલકુલ ઠંડુ થાય એટલે એમાંએક કપ આંબા નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી કસ્ટર્ડ મેંગો દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવામૂકો.
  • હવે બીજા વાસણમાં મિલ્ક પાઉડર લ્યો એમાં અડધો કપ ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આંબા નો પલ્પ અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલ સ્ટફિંગને  ફ્રીઝ માં ઠંડુ થવા માટે મૂકી દયો.
  • જ્યારે દૂધ અને તૈયાર કરેલ સ્ટફિંગ ઠંડા થાય એટલે બ્રેડ ની સ્લાઈસ લ્યો એને ગોળ, ત્રિકોણ કે ચોરસ ક્ટ કરી લ્યો આમ બધી બ્રેડ ના કટકા કરી લ્યો. હવે કટ કરેલ બ્રેડ ની સ્લાઈસલ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ ને એક થી બે ચમચી નાખી સ્લાઈસ પર એક સરખી ફેલાવી એનાપર એક બે ચપટી  ડ્રાયફ્રુટ ની કતરણ નાખી ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો.
  • આમ બધા બ્રેડ ના કટકા માંથી સેન્ડવીચ  તૈયાર કરી લ્યો. હવે સર્વિંગ પ્લેટ માં અથવા જેમાં સર્વ કરવી હોય એમાં તૈયાર કરેલ સેન્ડવીચમૂકો અને એના પર ઠંડુ કરેલ કસ્ટર્ડ મેંગો દૂધ  નાખો અને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ અને આંબા ના કટકા નાખી ને ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો રસમલાઈ.

Mango rasmalai recipe notes

  • જો તમે મેંગો રસમલાઈ ને ફરાળી બનાવવા માંગતા હો તો કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ મિલ્ક પાઉડર અથવા પીસેલા કાજુ નો પલ્પ નાખીને તૈયાર કરી શકો છો.
  • ડ્રાયફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને નાખશો તો વધારે સારી લાગશે.
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત | dry fruit basundi banavani rit

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

આંબા ફ્રોઝન કરવાની રીત | કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit

મેંગો શ્રીખંડ | mango shrikhand gujarati recipe | mango shrikhand recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular