નમસ્તે મિત્રો આજે આપણે મેંગો મસ્તાની બનાવવાની રીત – Mango mastani banavani rit શીખીશું. આ મેંગો મસ્તાની પુના બાજુ ખૂબ પ્રખ્યાત ડ્રીંક છે, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , આ એક ગરમી માં બનતો ખાસ શેક છે, જે ગરમી માં ફળો ના રાજા કહેવાતા આંબા માંથી બનાવવામાં આવે છે આ શેક બનાવવો જેટલો સરળ છે પીવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango mastani recipe in gujarati શીખીએ.
મેંગો મસ્તાની બનાવવા જરૂરી સામગ્રી
- પાકા આંબા 2
- ખાંડ 2-3 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- દૂધ
- દૂધ ના બરફ ક્યૂબ
- વેનીલા આઈસ્ક્રીમ 2 કપ
મેંગો મસ્તાની ગાર્નિશ માટે ની સામગ્રી
- પાકા આંબા ના કટકા
- વેનીલા આઈસ્ક્રીમ
- કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
મેંગો મસ્તાની બનાવવાની રીત
મેંગો મસ્તાની બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ જેમાં બરફ જમાવવા મૂકીએ એમાં પાણી ની જગ્યાએ ઠંડુ કરેલ દૂધ નાખી ને પાંચ સાત કલાક દૂધ ને ફ્રીજર માં જમાવવા મૂકો જેથી એ બરફ ના ટુકડા જેમ નીકળી શકે ( આ મિલ્ક ક્યૂબ તમે પહેલથી જમાવી ને ફ્રિજર માં ડબ્બા માં ભરી ને રાખી શકો છો ).
હવે પાકેલા આંબા ને પાણીમાં અડધા થી એકાદ કલાક પલાળી મુકો જેથી કરી ને આંબા માં રહેલ ગરમી નીકળી જાય આંબા ને બરોબર પાણીમાં પલાળી લીધા બાદ એને પાણી માંથી કાઢી લ્યો ને ચાકુ વડે છોલી ને સાફ કરી લ્યો ને એક આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો ને બીજા બે આંબા ના કટકા કરી મિક્સર જાર માં નાખો.
હવે મિક્સર જારમાં આંબા ન કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યૂબ, ફૂલ ક્રીમ દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખી ને બરોબર સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે મેંગો મસ્તાની.
મેંગો મસ્તાની સર્વિંગ કરવાની રીત
સૌથી પહેલા ગ્લાસ માં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો એના પ્ર કાજુ ,બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બે ત્રણ ચમચી આંબા ના કટકા અને ને ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખો એના પર ફરીથી મેંગો મસ્તાની નાખો ને પોણો ગ્લાસ ભરી નાખો એના પર ફરીથી વેનીલા આઈસ્ક્રીમ, કાજુ, બદામ, પિસ્તા ની કતરણ અને આંબા ના કટકા નાખી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો મસ્તાની.
Mango mastani recipe in gujarati notes
અહી તમે ફૂલ ક્રીમ દૂધ તમને જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી શકો છો.
ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો.
Mango mastani banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango mastani recipe in gujarati
મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati
Equipment
- 1 મિક્સર
Ingredients
મેંગો મસ્તાની બનાવવા જરૂરી સામગ્રી
- 2 પાકા આંબા
- 2-3 ચમચી ખાંડ
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- દૂધ
- દૂધના બરફ ક્યૂબ
- 2 કપ વેનીલા આઈસ્ક્રીમ
મેંગો મસ્તાની ગાર્નિશ માટે ની સામગ્રી
- પાકા આંબા ના કટકા
- વેનીલા આઈસ્ક્રીમ
- કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
Instructions
મેંગો મસ્તાની | Mango mastani | Mango mastani recipe
- મેંગો મસ્તાની બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ જેમાં બરફ જમાવવા મૂકીએ એમાં પાણી ની જગ્યાએ ઠંડુ કરેલ દૂધ નાખી ને પાંચ સાત કલાક દૂધ ને ફ્રીજરમાં જમાવવા મૂકો જેથી એ બરફ ના ટુકડા જેમ નીકળી શકે ( આ મિલ્ક ક્યૂબ તમે પહેલથી જમાવી ને ફ્રિજરમાં ડબ્બા માં ભરી ને રાખી શકો છો ).
- હવે પાકેલા આંબા ને પાણીમાં અડધા થી એકાદ કલાક પલાળી મુકો જેથી કરી ને આંબા માં રહેલ ગરમી નીકળી જાય આંબા ને બરોબર પાણીમાં પલાળી લીધા બાદ એને પાણી માંથી કાઢી લ્યો ને ચાકુ વડે છોલી ને સાફ કરી લ્યો ને એક આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો નેબીજા બે આંબા ના કટકા કરી મિક્સર જાર માં નાખો.
- હવે મિક્સર જારમાં આંબા ન કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યૂબ, ફૂલ ક્રીમ દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને બરોબર સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે મેંગો મસ્તાની.
મેંગો મસ્તાની સર્વિંગ કરવાની રીત
- સૌથી પહેલા ગ્લાસ માં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો એના પ્ર કાજુ ,બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બે ત્રણ ચમચી આંબા ના કટકા અને ને ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખો એના પર ફરીથી મેંગો મસ્તાની નાખો ને પોણો ગ્લાસ ભરી નાખો એના પર ફરીથી વેનીલા આઈસ્ક્રીમ,કાજુ, બદામ, પિસ્તા ની કતરણઅને આંબા ના કટકા નાખી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો મસ્તાની.
Mango mastani recipe in gujarati notes
- અહી તમે ફૂલ ક્રીમ દૂધ તમને જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી શકો છો
- ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati
બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati
હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.