આજ કાલ બધે બોબા ડ્રીંક નું ચલણ વધી ગયું છે અને આ બોબા અલગ અલગ ફ્લેવર્સ વાળા બધા પસંદ કરતા હોય છે. હમણાં મેંગો ની સીઝન ચાલુ છે અને એમાંથી આજ આપણે ઘરે Mango Boba Drink banavani rit શીખીશું. જે બનાવી ખૂબ જ સરળ છે અને પીવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત શીખીએ.
મેંગો બોબા ડ્રીંક બનાવવા જરૂરી સામગ્રી
- સાબુદાણા નો લોટ 2 કપ
- મેંગો પલ્પ 1 ¼ કપ
- ખાંડ જરૂર મુજબ
- દૂધ 2 કપ
- પાણી જરૂર મુજબ
- બરફ ના કટકા જરૂર મુજબ
Mango Boba Drink banavani rit
મેંગો બોબા બનાવવા સૌપ્રથમ મેંગો ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને એની છાલ કાઢી લ્યો અને કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે બે ત્રણ ચમચી ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને મેંગો પલ્પ તૈયાર કરી લ્યો. હવે તૈયાર પલ્પ માંથી એક કપ પલ્પ ને અલગ કાઢી લ્યો.
હવે મિક્સર જાર માં બાકી રહેલા પા કપ મેંગો પલ્પ માં ગરમ કરી ઠંડુ કરેલ દૂધ અને બે ત્રણ ચમચી ખાંડ નાખી ઢાંકી ફરીથી પીસી ને મેંગો મિલ્ક બનાવી લ્યો અને તૈયાર મેંગો મિલ્ક ને વાસણમાં કાઢી ફ્રીઝ માં ઠંડુ થવા દયો. સાથે એક કપ ખાંડ અને પા કપ પાણી નાખી ખાંડ ઓગળે અને થોડી ચિકાસ આવે એવી એક ચાસણી તૈયાર કરી ચાસણી ને પણ ઠંડી થવા દયો
બીજા મિક્સર જાર માં સાબુદાણા લ્યો અને એને બરોબર પીસી લ્યો. પીસેલા સાબુદાણા ને ચારણી થી ચાળી લ્યો તો તૈયાર છે સાબુદાણા નો લોટ તૈયાર લોટ ને એક બાજુ મૂકો. હવે એક વાસણમાં એક બાજુ રાખેલ મેંગો પલ્પ લ્યો એમાં થોડો થોડો કરી ને સાબુદાણા નો લોટ નાખતા જાઓ.
આમ થોડો થોડો લોટ નાખી લોટ બાંધવો. અહી અડધો લોટ નાખ્યા પછી તમે બે ત્રણ મિનિટ માટે ગેસ પર ચડાવી લેશો તો મિશ્રણ માંથી બાંધેલો લોટ બનાવવો સરળ થઈ જશે. ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ફરી જરૂર મુજબ નો લોટ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. હવે બાંધેલા લોટ માંથી હથેળી ની મદદ થી બોબા બનાવવા નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી તૈયાર બોબા ને ચારણી માં કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી દયો અને બોબા ને ઠંડા કરી લ્યો અને બોબા ડૂબે એટલી પહેલેથી તૈયાર કરેલી ચાસણીમાં નાખી દયો.
એક ગ્લાસ માં બરફ ના કટકા નાખો એના પર ચાસણી માંથી કાઢી ને મેંગો બોબા ની ત્રણ ચાર ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેંગો મિલ્ક નાખો અને ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો બોબા.
Mango Boba notes
- મેંગો મિલ્ક અને બોબા માં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Boba Drink recipe
મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત | Mango Boba Drink banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મેંગો બોબા ડ્રીંક બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ સાબુદાણા નો લોટ
- 1¼ કપ મેંગો પલ્પ
- ખાંડ જરૂર મુજબ
- 2 કપ દૂધ
- પાણી જરૂર મુજબ
- બરફ ના કટકા જરૂર મુજબ
Instructions
Mango Boba Drink banavani rit
- મેંગો બોબા બનાવવા સૌપ્રથમ મેંગો ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને એની છાલ કાઢી લ્યો અને કટકા કરી મિક્સર જાર માં નાખો સાથેબે ત્રણ ચમચી ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને મેંગો પલ્પ તૈયારકરી લ્યો. હવે તૈયાર પલ્પમાંથી એક કપ પલ્પ ને અલગ કાઢી લ્યો.
- હવે મિક્સર જાર માં બાકી રહેલા પા કપ મેંગો પલ્પ માં ગરમકરી ઠંડુ કરેલ દૂધ અને બે ત્રણ ચમચી ખાંડ નાખી ઢાંકી ફરીથી પીસી ને મેંગો મિલ્ક બનાવીલ્યો અને તૈયાર મેંગો મિલ્ક ને વાસણમાં કાઢી ફ્રીઝ માં ઠંડુ થવા દયો. સાથે એક કપ ખાંડ અને પા કપપાણી નાખી ખાંડ ઓગળે અને થોડી ચિકાસ આવે એવી એક ચાસણી તૈયાર કરી ચાસણી ને પણ ઠંડી થવાદયો
- બીજા મિક્સર જાર માં સાબુદાણા લ્યો અને એને બરોબર પીસીલ્યો. પીસેલા સાબુદાણાને ચારણી થી ચાળી લ્યો તો તૈયાર છે સાબુદાણા નો લોટ તૈયાર લોટ ને એક બાજુ મૂકો.હવે એક વાસણમાં એક બાજુ રાખેલ મેંગો પલ્પ લ્યો એમાં થોડો થોડો કરી ને સાબુદાણા નો લોટ નાખતા જાઓ.
- આમ થોડો થોડો લોટ નાખી લોટ બાંધવો. અહી અડધો લોટ નાખ્યા પછી તમેબે ત્રણ મિનિટ માટે ગેસ પર ચડાવી લેશો તો મિશ્રણ માંથી બાંધેલો લોટ બનાવવો સરળ થઈ જશે.ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ફરી જરૂર મુજબ નો લોટ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.હવે બાંધેલા લોટ માંથી હથેળી ની મદદ થી બોબા બનાવવા નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખોઅને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી તૈયાર બોબા નેચારણી માં કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી દયો અને બોબા ને ઠંડા કરી લ્યો અને બોબાડૂબે એટલી પહેલેથી તૈયાર કરેલી ચાસણીમાં નાખી દયો.
- એક ગ્લાસ માં બરફ ના કટકા નાખો એના પર ચાસણી માંથી કાઢીને મેંગો બોબા ની ત્રણ ચાર ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેંગો મિલ્ક નાખો અને ઠંડુઠંડુ સર્વ કરો મેંગો બોબા.
Mango Boba notes
- મેંગો મિલ્ક અને બોબા માં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit
વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati
દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit