ઠંડી માં રાત્રે કે સવારે ગરમ ગરમ દૂધ પીવાની મજા જ કાંઈક અલગ હોય છે અને જો આ દૂધ માત્ર દૂધ ના હોય પણ એક હેલ્થી મખાના અને બીજા ડ્રાય ફ્રુટ થી બની ને તૈયાર થયેલ હોય એટલે પીવા નો આનંદ વધી જાય તો ચાલો આ શિયાળા માં પરિવાર, આવેલા મહેમાનો કે નાના પ્રસંગ માં સર્વ કરી શકાય એવું પીણું Makhana milk – મખાના મિલ્ક બનાવવાની રીત શીખીશું.
Ingredients list
- મખાના ¼ કપ
- ઘી 1 ચમચી
- બદામ ની કતરણ 2 ચમચી
- અખરોટ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 2 ચમચી
- કાજુ ની કતરણ 2 ચમચી
- કીસમીસ 5-7
- ખજૂર 4-5
- ફૂલ ક્રીમ દૂધ 3 ¼ કપ
- કસ્ટર્ડ પાઉડર 2 ચમચી
- હળદર 1-2 ચપટી
- એલચી પાઉડર ¼ કપ
- મરી પાઉડર 1-2 ચપટી
- ખાંડ 2 ચમચી
મખાના મિલ્ક ની રેસીપી
મખાના મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં મખાના નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો,
ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, અખરોટ ની કતરણ, કીસમીસ, ખજૂર ના કટકા અને પિસ્તા નો કતરણ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે શેકેલ ડ્રાય ફ્રુટ ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો અને પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુધી ઉકાળો ત્યાર બાદ એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં હળદર. મરી પાઉડર એલચી પાઉડર, ખાંડ નાખી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મખાના નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મખાના મિલ્ક.
Milk recipe notes
- જો તમને ખાંડ ની મીઠાસ ના નાખવી હોય તો ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં મધ નાંખી શકો છો અથવા લિકવીડ ગોળ પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makhana milk ni recipe
Makhana milk ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- ¼ કપ મખાના
- 1 ચમચી ઘી
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી અખરોટ ની કતરણ
- 2 ચમચી પિસ્તા ની કતરણ 2
- 2 ચમચી કાજુ ની કતરણ
- 5 s-7 કીસમીસ
- 4-5 ખજૂર
- 3 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી કસ્ટર્ડ પાઉડર
- 1-2 ચપટી હળદર
- ¼ કપ એલચી પાઉડર
- 1-2 ચપટી મરી પાઉડર
- 2 ચમચી ખાંડ
Instructions
Makhana milk ni recipe
- મખાના મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં મખાના નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો,
- ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, અખરોટ ની કતરણ, કીસમીસ, ખજૂર ના કટકા અને પિસ્તા નો કતરણ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- હવે શેકેલ ડ્રાય ફ્રુટ ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો અને પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુધી ઉકાળો ત્યાર બાદ એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
- પાંચ મિનિટ પછી એમાં હળદર. મરી પાઉડર એલચી પાઉડર, ખાંડ નાખી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મખાના નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મખાના મિલ્ક.
Milk recipe notes
- જો તમને ખાંડ ની મીઠાસ ના નાખવી હોય તો ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં મધ નાંખી શકો છો અથવા લિકવીડ ગોળ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ | Lasan dungri vagar no Manchow soup
બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit
હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit
શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit