મિત્રો સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે રોજ રોજ શું બનાવી ને ખવડાવું એ દરેક ઘર ની સમસ્યા છે રોજ રોજ તરેલ કે મમરા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે મખાના માંથી હેલ્થી અને ટેસ્ટી નાસ્તો મખાના ભેળ બનાવી ને તૈયાર કરીશું જે બધાને પસંદ આવશે તો ચાલો Makhana bhel banavani rit શીખીએ.
મખાના ભેળ બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 2-4 ચમચી
- મખાના 1 ½ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- સીંગદાણા ¼ કપ
- બટાકા નો ચેવડો ½ કપ
- ફરસી પૂરી 7-8
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સંચળ ½ ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- દાડમ દાણા 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- તીખી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Makhana bhel banavani rit
મખાના ભેળ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં બે ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે મખાના નાખી ધીમા તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, એક ચમચી ઘી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહો સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને બીજા વાસણમાં રાખેલા મખાના માં નાખી દયો.
એમાં બટાકા નો ચેવડો નાખો સાથે ચાર પાંચ ફરશી પૂરી ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો પછી એમાં સંચળ, ચાર્ટ મસાલો નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, દાડમ દાણા, લીલા ધાણા સુધારેલા, આંબલી ની ચટણી, તીખી ચટણી નાખી બરોબર મિક્સ કરી તરત જ સર્વ કરો અને મજા લ્યો મખાના ભેળ.
Makhana bhel recipe
- ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
- બટાકા નો ચેવડો મીઠો અથવા તીખો જે તમને પસંદ હોય એ વાપરી શકો છો.
મખાના ભેળ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makahan bhel recipe
Makahan bhel banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મખાના ભેળ બનાવવા જરૂરી સામગ્રી
- 2-4 ચમચી ઘી
- 1½ કપ મખાના
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ કપ સીંગદાણા
- ½ કપ બટાકા નો ચેવડો
- 7-8 ફરસી પૂરી
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી સંચળ
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ચમચી દાડમ દાણા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- તીખી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Makhana bhel banavani rit
- મખાના ભેળ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માંબે ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે મખાના નાખી ધીમા તાપે હલાવતા રહો અને ક્રિસ્પીથાય ત્યાં સુંધી શેકી લ્યો.
- હવે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, એક ચમચી ઘી નાખો અને સ્વાદ મુજબમીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
- એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી લ્યોઘી ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહો સીંગદાણા ને શેકી લ્યો. સીંગદાણાબરોબર શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને બીજા વાસણમાં રાખેલા મખાના માં નાખીદયો.
- એમાં બટાકા નો ચેવડો નાખો સાથે ચાર પાંચ ફરશીપૂરી ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો પછી એમાં સંચળ,ચાર્ટ મસાલો નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલીડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, દાડમ દાણા,લીલા ધાણા સુધારેલા, આંબલી ની ચટણી, તીખી ચટણી નાખી બરોબર મિક્સ કરી તરત જ સર્વ કરો અને મજા લ્યો મખાના ભેળ.
Makhana bhel NOTES
- ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
- બટાકા નો ચેવડો મીઠો અથવા તીખો જે તમને પસંદહોય એ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત | Kanchipuram Idli banavani rit
ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit
રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
ચકરી બનાવવાની રીત | chakli recipe in gujarati | chokha na lot ni chakri banavani rit