અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારની પૂરી બનાવી છે પણ મકાઈ ના લોટ ગ્લુટન ફ્રી હોવાથી એમાંથી રોટલી અને રોટલા બનવા સરળ નથી હોતા એટલે આપણે એમાંથી બનતી સ્વાદિસ્ટ પૂરી પણ નથી બનાવતા પણ આજ પછી એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો Makai na lot ni puri – મકાઈ ના લોટની પૂરી બનાવવાની રીત શીખીએ.
Ingredients
- મકાઈ નો લોટ 2 કપ
- ઝીણી સુધારેલી પાલક ½ કપ
- જીરું 1 ચમચી
- લાલ મરચા સુધારેલા 1- 2
- ઝીણી સમારેલી ડુંગળી ¼ કપ
- ઝીણી સમારેલી લીલા ધાણા 4- 5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તળવા માટે તેલ
Makai na lot ni puri banavani recipe
મકાઈ ના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ પાલક ના પાંદ ને ધોઇ સાફ કરી ઝીણા સમારી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
હવે કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલ પાલક, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લઈ એક બાજુ મૂકો.
ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ બને હથેળી વડે દબાવી ને પૂરી બનાવી લ્યો અથવા પ્લાસ્ટીક પર તેલ લગાવી એમાં લુવો મૂકી થાળી વડે કે વેલણ વડે પૂરી બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પૂરી એમાં નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી બનાવી તરી તૈયાર કરી લ્યો અને ચા, દૂધ, દહીં, ચટણી સાથે સર્વ કરો મકાઈ ના લોટની પૂરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મકાઈ ના લોટની પૂરી બનાવવાની રેસીપી

Makai na lot ni puri banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
- 2 કપ મકાઈ નો લોટ
- ½ કપ ઝીણી સુધારેલી પાલક
- 1 ચમચી જીરું
- 1-2 લાલ મરચા સુધારેલા
- ¼ કપ ઝીણી સમારેલી ડુંગળી
- 4-5 ચમચી ઝીણી સમારેલી લીલા ધાણા
- સ્વાદ મુજબ મીઠું
- તળવા માટે તેલ
Instructions
Makai na lot ni puri banavani recipe
- મકાઈ ના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ પાલક ના પાંદ ને ધોઇ સાફ કરી ઝીણા સમારી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
- હવે કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલ પાલક, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લઈ એક બાજુ મૂકો.
- ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ બને હથેળી વડે દબાવી ને પૂરી બનાવી લ્યો અથવા પ્લાસ્ટીક પર તેલ લગાવી એમાં લુવો મૂકી થાળી વડે કે વેલણ વડે પૂરી બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પૂરી એમાં નાખી બને બાજુ બરોબર તરી લ્યો. આમ બધી પૂરી બનાવી તરી તૈયાર કરી લ્યો અને ચા, દૂધ, દહીં, ચટણી સાથે સર્વ કરો મકાઈ ના લોટની પૂરી.
Notes
- લોટ તમે થોડો થોડો કરી બાંધશો તો ઝડપથી નરમ નહીં થાય અને પૂરી બરોબર બનશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું
Karamda nu athanu banavani rit | કરમદા નું અથાણું બનાવવાની રીત
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત
Lasan vari dahi ni chatni banavani rit | લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત
guvar nu shaak banavani rit | ગુવાર નું શાક બનાવવાની રીત
methi keri nu athanu | મેથી કેરીનું અથાણું
Palak besan kofta nu shaak | પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત