આજે આપણે મકાઈ અને ઘઉં ના લોટ ની પૂરી સાથે ટમેટા ની ચટણી બનાવવાની રીત શીખીશું. શિયાળા ની ઠંડી માં ગરમ ગરમ ખાવા ની મજા જ કાંઈક અલગ હોય છે અને એમાં પણ જો હેલ્થી ને સાથે ટેસ્ટી નાસ્તો હોય તો સવાર ની મજા જ કાંઈક અલગ થઈ જાય. તો ચાલો સવાર અને સાંજે બને સમયે કે પછી ટિફિન પ્રવાસ માં ખાઈ શકાય એવી Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni બનાવતા શીખીશું.
મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા માટેની સામગ્રી
- મકાઈ નો લોટ 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- બાફી છીણેલા બટાકા 1 કપ
- સફેદ તલ 1-2 ચમચી
- અજમો ½ ચમચી
- સૂકા મેથી ના પાંદ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સંચળ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કલોંજી ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
ટમેટા ચટણી બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 4-5
- લસણ ની કણી 5-7
- લીલા મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ટમેટા ચટણી બનાવવા માટેની રીત
ગેસ પર જારી મૂકી એના પર ટમેટા ,મરચા અને લસણ ની કણી મૂકી બધી બાજુથી શેકી લ્યો અને ટમેટા શેકાઈ જાય એટલે એની છાલ અલગ કરી કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે શેકેલ લસણ ની કણી, શેકેલ મરચા કાપી, ડુંગળી ના કટકા,લીલા ધાણા સુધારેલા, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં દરદરી પીસી લ્યો તો ટમેટા ચટણી તૈયાર છે.
મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવાની રીત
મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ મકાઈ નો લોટ ચાળી લ્યો હવે એમાં બાફી ને છીણી વડે મેસ કરેલ બટાકા નાખો સાથે હાથ થી મસળી અજમો, કસૂરી મેથી ને મસળી ને નાખો સાથે સફેદ તલ, લીલા ધાણા સુધારેલા, સંચળ, શેકેલ જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, કલોંજી, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ગરી મસળી ને કઠણ લોટ બાંધી પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો.
વીસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવા બનાવી લઈ પૂરી ને વણી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તેલ માંથી ઝારા થી કાઢી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને વણી અને તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી તથા ટમેટા ચટણી.
Recipe notes
- અહી તમે લોટ બાંધતી વખતે મેથી, પાલક કે બીજી કોઈ ભાજી પણ સાફ કરી ધોઈ સુધારી નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni
Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni
Equipment
- 1 કથરોટ
- 1 મિક્સર / ચોપર
- 1 જારી
Ingredients
મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ મકાઈ નો લોટ
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ બાફી છીણેલા બટાકા
- 1-2 ચમચી સફેદ તલ
- ½ ચમચી અજમો
- 1-2 ચમચી સૂકા મેથી ના પાંદ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી સંચળ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી કલોંજી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
ટમેટા ચટણી બનાવવા માટેની સામગ્રી
- 4-5 ટમેટા
- 5-7 લસણ ની કણી
- 2-3 લીલા મરચા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ટમેટા ચટણી બનાવવા માટેની રીત
- ગેસ પર જારી મૂકી એના પર ટમેટા ,મરચા અને લસણ ની કણી મૂકી બધી બાજુથી શેકી લ્યો અને ટમેટા શેકાઈ જાય એટલે એની છાલ અલગ કરી કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે શેકેલ લસણ ની કણી, શેકેલ મરચા કાપી, ડુંગળી ના કટકા,લીલા ધાણા સુધારેલા, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં દરદરી પીસી લ્યો તો ટમેટા ચટણી તૈયાર છે.
મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવાની રીત
- મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ મકાઈ નો લોટ ચાળી લ્યો હવે એમાં બાફી ને છીણી વડે મેસ કરેલ બટાકા નાખો સાથે હાથ થી મસળી અજમો, કસૂરી મેથી ને મસળી ને નાખો સાથે સફેદ તલ, લીલા ધાણા સુધારેલા, સંચળ, શેકેલ જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, કલોંજી, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ગરી મસળી ને કઠણ લોટ બાંધી પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવા બનાવી લઈ પૂરી ને વણી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તેલ માંથી ઝારા થી કાઢી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને વણી અને તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી તથા ટમેટા ચટણી.
Recipe notes
- અહી તમે લોટ બાંધતી વખતે મેથી, પાલક કે બીજી કોઈ ભાજી પણ સાફ કરી ધોઈ સુધારી નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મગ વડા બનાવવાની રીત | Mag vada banavani rit
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit