કેમ છો ? બરોબર ને આજ આપણે મખાના ચાટ બનાવવાની રીત શીખીશું. મખાના ખોરાક ને પચાવવા મદદ કરે છે અને અપચો અને એસિડિટી માં રાહત આપે છે, If you like the recipe do subscribe Mocktail Kitchen YouTube channel on YouTube , મખાના પ્રોટીન થી ભરપુર હોય છે જે વજન ઉતારવા માં મદદરૂપ થાય છે અને ઇમ્યુનીનીટી વધારે છે અને ડાયબીટીસ માટે પણ ખૂબ સારા છે તો ચાલો આવડા ગુણ ધરાવતા ડ્રાય ફ્રુટ માંથી આજ ચાર્ટ બનાવતા શીખીએ તો ચાલો Makahana chat banavani rit શીખીએ.
મખાના ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા 2-3 ચમચી
- મખાના 2 કપ
- તેલ 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ઝીણી સુધારેલ ડુંગળી 1 નાની
- તીખી ચટણી જરૂર મુજબ
- ઝીણા સમારેલા ટામેટા 1 નાનું
- ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
- બાફેલા બટાકા 1 ના કટકા
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- લીલી ચટણી જરૂર મુજબ
- આંબલીની ચટણી જરૂર મુજબ
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Makahana chat banavani rit
મખાના ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં મખાના નાખો અને એને મિડીયમ તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર થી ઉતારી બીજા વાસણમાં ઠંડા થવા દયો.
મખાના ઠંડા થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, લીલી ચટણી, આંબલી ની ચટણી, તીખી ચટણી, મીઠું સ્વાદ મુજબ અને ઝીણી બેસન સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો મખાના ચાર્ટ.
Makhana chat recipe notes
- ચાર્ટ માં તમને બીજી કોઈ સામગ્રી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
મખાના ચાટ બનાવવાની રીત | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mocktail Kitchen ને Subscribe કરજો
Makhana chat recipe in gujarati
મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મખાના ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 ચમચી સીંગદાણા
- 2 કપ મખાના
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ઝીણી સુધારેલ ડુંગળી નાની
- તીખી ચટણી જરૂર મુજબ
- 1 ઝીણા સમારેલા ટામેટા નાનું
- 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 1 બાફેલા બટાકા ના કટકા
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- લીલી ચટણી જરૂર મુજબ
- આંબલીની ચટણી જરૂર મુજબ
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit
- મખાના ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં મખાના નાખો અને એને મિડીયમ તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- છેલ્લે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર થી ઉતારી બીજા વાસણમાં ઠંડા થવા દયો.
- મખાના ઠંડા થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, લીલી ચટણી, આંબલી ની ચટણી, તીખી ચટણી, મીઠુંસ્વાદ મુજબ અને ઝીણી બેસન સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો મખાના ચાર્ટ.
Makhana chat recipe notes
- ચાર્ટમાં તમને બીજી કોઈ સામગ્રી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati