આજ એક મહારાષ્ટ્રીયન વાનગી આમટી – Amti recipe in gujarati શીખીશું , આ એક દાળ છે જે ભાત અને પૂરણપોલી સાથે ખાઈ શકો છો , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જેમાં કોકમ, ગોડા મસાલો અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવી એકદમ સરળ છે તો ચાલો આમટી બનાવવાની રીત – Amti banavani rit શીખીએ.
આમટી બનાવવા જરૂરી સામગ્રી
- તુવેર દાળ 1 કપ
- હળદર 1 ચમચી
- તેલ 1-2 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડા ના પાન 8-10
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ગોડા મસાલો 1 ચમચી
- છીણેલો ગોળ 1 ચમચી
- કોકમ 2-3 પીસ
- છીણેલું નારિયેળ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
આમટી બનાવવાની રીત
આમટી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ અડધા થી એક કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલી દાળ ને કૂકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર અને જરૂર મુજબ પાણી ( બે થી અઢી કપ આશરે) નાખી કુકર બંધ કરી દાળ ને બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે બે સીટી વગાડી ને બાફી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો. હવે બાફેલી દાળ ને ઝેની વડે બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી થોડી જેરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાન, પા ચમચી હળદર, સુધારેલ લીલા મરચા નાખી એક બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ગોડા મસાલા, કોકમ, ગોળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દાળ ને ઉકળવા દયો દાળ ઉકળે ત્યાર બાદ દસ મિનિટ દાળ ને ધીમા તાપે ઉકળવા દયો છેલ્લે એમાં નારિયલ નું છીણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો આમટી.
Amti recipe notes
- કોકમ ના હોય તો આંબલી કે લીંબુ નો રસ નાખી શકો છો.
Amti banavani rit | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
Amti recipe in gujarati
આમટી | Amti | આમટી બનાવવાની રીત | Amti banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
આમટી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ તુવેર દાળ
- 1 ચમચી હળદર
- 1-2 ચમચી તેલ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ગોડા મસાલો
- 1 ચમચી છીણેલો ગોળ
- 2-3 પીસ કોકમ
- 3-4 ચમચી છીણેલું નારિયેળ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
આમટી બનાવવાની રીત | Amti banavani rit
- આમટી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલી દાળ ને કૂકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર અને જરૂર મુજબ પાણી ( બે થી અઢી કપ આશરે)નાખી કુકર બંધ કરી દાળ ને બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે બે સીટીવગાડી ને બાફી લ્યો.
- ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો. હવે બાફેલી દાળ ને ઝેની વડે બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી થોડી જેરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીત તડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાન, પા ચમચી હળદર, સુધારેલ લીલા મરચા નાખી એક બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ગોડા મસાલા, કોકમ, ગોળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દાળ ને ઉકળવા દયો દાળ ઉકળે ત્યાર બાદ દસ મિનિટ દાળ ને ધીમા તાપે ઉકળવા દયો છેલ્લે એમાં નારિયલ નું છીણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો આમટી.
Amti recipe notes
- કોકમ ના હોય તો આંબલી કે લીંબુ નો રસ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાઈનેપલ ચટણી | અનાનસ ની ચટણી | Pineapple Chutney banavani rit
લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit
વરાળીયા પાપડ બનાવવાની રીત | varadiya papad banavani reet
ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe