HomeNastaMag na lot ane chana na lot nu khichu | મગ ના...

Mag na lot ane chana na lot nu khichu | મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું

ખીચું તો બધા ના ઘરમાં બનતુજ હશે પરંતુ મગ અને ચણા ના લોટ ના ખીચા નું નામ સાંભળી ને જ એકવાર તો વિચાર આવેજ કે મગ અને ચણા ના લોટ નું ખીચું કેવી રીતે બનતું હશે અને ખાવા માં પણ કેવું લાગતું હશે તો ચાલો . આજે કંઈક નવીજ રીત નું Mag na lot nu khichu – મગ ના લોટ નું ખીચુ – Chanan na lot nu khichu –  ચણા ના લોટ નું ખીચું બનાવતા શીખીએ.

મગ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી  :-

  • મગ નો લોટ 1 કપ
  • પાણી 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું ½ ચમચી
  • તલ 1 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા થોડા
  • અથાણાં નો મસાલો
  • મગફળી નું તેલ જરૂર મુજબ

ચણા ના લોટ નું ખીચું માટેની સામગ્રી :-

  • ચણા નો લોટ 1 કપ
  • પાણી 1.5 કપ
  • તેલ 3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 મોટી ચમચી
  • લીલું લસણ અને કોથમીર

Mag na lot ane chana na lot nu khichu banavani rit

મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ દેશી મગ લેશું અને તેને મિક્ષ્ચર જાર માં નાખી અને એક દમ સારી રીતે પીસી અને ઝીણો લોટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ લોટ ને ચારણી માં નાખી અને ચાળી લેશું . મગ ખાવાનો એક બઉ જ સારો ફાયદો છે મગ પચવામાં અને વજન ઉતારવા માટે બઉ ઉપયોગી થાય છે. આ રીતે બધો લોટ ચાડી લેશું .

હવે ગેસ પર કડાઈ મૂકી અને 2 કપ પાણી નાખી અને પાણી માં સ્વાદ મુજબ મીઠું , જીરું ¼ ચમચી , તલ 1 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 1 મોટી ચમચી તીખા મરચા  લેશું તો ખીચું સ્વાદ માં ખુબજ સારું લાગે છે . હવે બધી વસ્તુ નાખી હલાવી અને પાણી ને 2-3 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે . જેથી બધા મસાલા નો ફ્લેવર પાણી માં સારી રીતે આવી જાય . ત્યાર બાદ પાણી ઉકળી જાય એટલે તેમાં ખારો પાપડીઓ ¼ ચમચી નાખી દેશું જેનાથી ખીચું એક દમ સરસ બફાઈ જસે .

ત્યાર બાદ આપડે જે મગ નો લોટ પીસી ને રાખ્યો હતો તે લોટ ને ઉકળતા પાણી માં ધીરે ધીરે ઉમેરતા જશું અને વિશ્કર ની મદદ થી અથવા તો વેલણ ની મદદ વડે મિક્સ કરતા જશું જેથી લોટ પાણી માં સારી રીતે મિક્સ થઈ જશે અને ખાસ ધ્યાન રાખશું કે લોટ માં ગાંઠા ના રઈ જાય તેનું ધ્યાન રાખીશું જો ગાંઠા રઈ જશે તો ખીચું ખાવાના ની મજા નઈ આવે.

હવે લોટ મિક્સ થઈ ગયા બાદ તેના ઉપર કોથમરી નાખી અને ઢાંકી દેશું અને 10-12 મિનિટ સુધી મીડીયમ તાપે ચડવા દેવાનું છે. હવે ઈયા ગેસ પર એક લોખંડ ની તવી ને ગરમ કરવા મૂકીશું અને તેના પર આપડે ખીચા વાડી કડાઈ ને મૂકી દેશું જેથી ખીચું નીચે થી ચોટી ના જાય કડાઈ મૂકી દીધા બાદ મિડયમ તાપે 10 મિનિટ ચડવા દેશું 10 મિનિટ પછી ચળી ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરીથી એક વખત સારી હલાવી લેશું અને પાછું ઢાંકણ ઢાંકી અને અને મીડીયમ તાપે જ 5 મિનિટ ફરીથી થી ચડવા દેશું . 5 મિનિટ બાદ આપડું ખીચું તૈયાર છે .

તો આપડે તેને ગરમા ગરમ સર્વ કરીશું કારણકે આ ખીચું ગરમ જ ખાવાની મજા આવે છે . તો એક બાઉલ માં ખીચું નાખી તેના પર થોડો અથાણાં નો મસાલો , લીલા ધાણા અને સિંગ તેલ નાખી અને સર્વ કરીશું. જો વજન ઉતારવા માટે ખીચું ખાતા હોવ તો તમે તેલ નો ઓછો ઉપયોગ પણ કરી શકો છો .

હવે ચણા ના લોટ ની ખીચું બનાવીશું અને ઈ પણ કુકર માં બનાવીશું હવે ગેસ પર એક કૂકર લેશું અને તેમાં 3 ચમચી તેલ નાખીશું અહીં આપડે આ ખીચું વગારી ને બનાવીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ , જીરું ¼ , રાઈ અને જીરું બરાબર તતડી જાય એટલે તેમાં 2 ચપટી હિંગ , તલ ¼ ચમચી , લીલા મરચાં ½ ચમચી , આદુ ¼ , બધું તેલ માં નાખી અને મિક્સ કરી લેશું

ત્યાર બાદ ¼ ચમચી હળદર નાખી અને 1.5 જેવું પાણી નાખશું ચણા નો લોટ માં પાણી ની વધારે જરૂર ના હોવાના કારણકે આપડે 1 કપ ચણા ના લોટ માં 1.5 કપ પાણી લેશું હવે તમે સ્વાદ મુજબ મીઠું , ¼ ચમચી ધાણા જીરું પાવડર , અને લીલું લસણ થોડું અને લીલા ધાણા નાખશું . ગણા ના લોકો ના ઘરમાં આદુ અને લસણ ના ખવાતું હોય તો સ્કીપ પણ કરી શકો છો .

હવે બધું એક વાર મિક્સ કરી ને પાણી ને ઉકાળવા દેશું આ ખીચા માં આપડે સોડા કે પાપડ ખાર કઈજ નઈ ઉમેરીએ કારણકે ચણા ના લોટ ફટાફટ ચડી જતો હોય છે એટલે તેમાં પાપડ ખાર ની જરૂર નથી હોતી . પાણી ઉકળી જાય એટલે તેમાં ચણા નો લોટ નાખી વિશ્કર ની મદદ થીજ ફટાફટ  મિક્સ કરી લેશું.

ત્યાર બાદ મિક્સ થઈ ગયા બાદ કુકર ના ઢાંકણ માંથી રીંગ કાઢી અને બંધ કરી દેશું હવે ફરીથી તવી ને ગેસ પર ગરમ કરવા મૂકી અને તેના પર કુકર મૂકી દેશું કુકર નું તળિયું તો જાડુજ હોય છે . તો પણ આપડે તવી ઉપર મૂકી અને 5 મિનિટ સુધી બાફવા દેશું . 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને જોશું તો આપડું ખીચું મસ્ત ચળી ગયું હશે .

હવે આ ખીચા ને પણ ગરમા ગરમ સર્વ કરીશું એક બાઉલ માં લેશું તેના પર લીલું લસણ , લીલા ધાણા , અથાણાં નો મસાલો અને સિંગ તેલ નાખી ને સર્વ કરીશું તો તૈયાર છે આપડું મસ્ત ચણા નો લોટ નું પણ ખીચું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું બનાવવાની રીત

Mag na lot ane chana na lot nu khichu - મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું

Mag na lot ane chana na lot nu khichu banavani rit

ખીચું તો બધા ના ઘરમાં બનતુજ હશે પરંતુ મગ અને ચણા નાલોટ ના ખીચા નું નામ સાંભળી ને જ એકવાર તો વિચાર આવેજ કે મગ અને ચણા ના લોટ નું ખીચુંકેવી રીતે બનતું હશે અને ખાવા માં પણ કેવું લાગતું હશે તો ચાલો . આજે કંઈક નવીજ રીત નું Mag na lot nu khichu – મગ ના લોટ નું ખીચુ – Chanan na lot nu khichu –  ચણા ના લોટ નું ખીચું બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી
  • 1 બાઉલ
  • 1 તવી
  • 1 વિશ્કર
  • 1 મિક્ષ્ચર જાર
  • 1 પ્રેશર કુકર

Ingredients

મગ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી :-

  • 1 કપ મગ નો લોટ
  • 2 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી તલ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • લીલા ધાણા થોડા
  • અથાણાં નો મસાલો
  • મગફળી નું તેલ જરૂર મુજબ

ચણા ના લોટ નું ખીચું માટેની સામગ્રી :-

  • 1 કપ ચણા નો લોટ
  • 1.5 કપ પાણી
  • 3 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • લીલું લસણ અને કોથમીર

Instructions

Mag na lot ane chana na lot nu khichu banavani rit

  • મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ દેશી મગ લેશું અને તેને મિક્ષ્ચર જાર માં નાખી અને એક દમ સારી રીતે પીસી અને ઝીણો લોટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ લોટ ને ચારણી માં નાખી અને ચાળી લેશું . મગ ખાવાનો એક બઉ જ સારો ફાયદો છે મગ પચવામાં અને વજન ઉતારવા માટે બઉ ઉપયોગી થાય છે. આ રીતે બધો લોટ ચાડી લેશું .
  • હવે ગેસ પર કડાઈ મૂકી અને 2 કપ પાણી નાખી અને પાણી માં સ્વાદ મુજબ મીઠું , જીરું ¼ ચમચી , તલ 1 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 1 મોટી ચમચી તીખા મરચા લેશું તો ખીચું સ્વાદ માં ખુબજ સારું લાગે છે . હવે બધી વસ્તુ નાખી હલાવી અને પાણી ને 2-3 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે . જેથી બધા મસાલા નો ફ્લેવર પાણી માં સારી રીતે આવી જાય . ત્યાર બાદ પાણી ઉકળી જાય એટલે તેમાં ખારો પાપડીઓ ¼ ચમચી નાખી દેશું જેનાથી ખીચું એક દમ સરસ બફાઈ જસે .
  • ત્યાર બાદ આપડે જે મગ નો લોટ પીસી ને રાખ્યો હતો તે લોટ ને ઉકળતા પાણી માં ધીરે ધીરે ઉમેરતા જશું અને વિશ્કર ની મદદ થી અથવા તો વેલણ ની મદદ વડે મિક્સ કરતા જશું જેથી લોટ પાણી માં સારી રીતે મિક્સ થઈ જશે અને ખાસ ધ્યાન રાખશું કે લોટ માં ગાંઠા ના રઈ જાય તેનું ધ્યાન રાખીશું જો ગાંઠા રઈ જશે તો ખીચું ખાવાના ની મજા નઈ આવે.
  • હવે લોટ મિક્સ થઈ ગયા બાદ તેના ઉપર કોથમરી નાખી અને ઢાંકી દેશું અને 10-12 મિનિટ સુધી મીડીયમ તાપે ચડવા દેવાનું છે. હવે ઈયા ગેસ પર એક લોખંડ ની તવી ને ગરમ કરવા મૂકીશું અને તેના પર આપડે ખીચા વાડી કડાઈ ને મૂકી દેશું જેથી ખીચું નીચે થી ચોટી ના જાય કડાઈ મૂકી દીધા બાદ મિડયમ તાપે 10 મિનિટ ચડવા દેશું 10 મિનિટ પછી ચળી ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરીથી એક વખત સારી હલાવી લેશું અને પાછું ઢાંકણ ઢાંકી અને અને મીડીયમ તાપે જ 5 મિનિટ ફરીથી થી ચડવા દેશું . 5 મિનિટ બાદ આપડું ખીચું તૈયાર છે .
  • તો આપડે તેને ગરમા ગરમ સર્વ કરીશું કારણકે આ ખીચું ગરમ જ ખાવાની મજા આવે છે . તો એક બાઉલ માં ખીચું નાખી તેના પર થોડો અથાણાં નો મસાલો , લીલા ધાણા અને સિંગ તેલ નાખી અને સર્વ કરીશું. જો વજન ઉતારવા માટે ખીચું ખાતા હોવ તો તમે તેલ નો ઓછો ઉપયોગ પણ કરી શકો છો .
  • હવે ચણા ના લોટ ની ખીચું બનાવીશું અને ઈ પણ કુકર માં બનાવીશું હવે ગેસ પર એક કૂકર લેશું અને તેમાં 3 ચમચી તેલ નાખીશું અહીં આપડે આ ખીચું વગારી ને બનાવીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ , જીરું ¼ , રાઈ અને જીરું બરાબર તતડી જાય એટલે તેમાં 2 ચપટી હિંગ , તલ ¼ ચમચી , લીલા મરચાં ½ ચમચી , આદુ ¼ , બધું તેલ માં નાખી અને મિક્સ કરી લેશું
  • ત્યાર બાદ ¼ ચમચી હળદર નાખી અને 1.5 જેવું પાણી નાખશું ચણા નો લોટ માં પાણી ની વધારે જરૂર ના હોવાના કારણકે આપડે 1 કપ ચણા ના લોટ માં 1.5 કપ પાણી લેશું હવે તમે સ્વાદ મુજબ મીઠું , ¼ ચમચી ધાણા જીરું પાવડર , અને લીલું લસણ થોડું અને લીલા ધાણા નાખશું . ગણા ના લોકો ના ઘરમાં આદુ અને લસણ ના ખવાતું હોય તો સ્કીપ પણ કરી શકો છો .
  • હવે બધું એક વાર મિક્સ કરી ને પાણી ને ઉકાળવા દેશું આ ખીચા માં આપડે સોડા કે પાપડ ખાર કઈજ નઈ ઉમેરીએ કારણકે ચણા ના લોટ ફટાફટ ચડી જતો હોય છે એટલે તેમાં પાપડ ખાર ની જરૂર નથી હોતી . પાણી ઉકળી જાય એટલે તેમાં ચણા નો લોટ નાખી વિશ્કર ની મદદ થીજ ફટાફટ મિક્સ કરી લેશું.
  • ત્યાર બાદ મિક્સ થઈ ગયા બાદ કુકર ના ઢાંકણ માંથી રીંગ કાઢી અને બંધ કરી દેશું હવે ફરીથી તવી ને ગેસ પર ગરમ કરવા મૂકી અને તેના પર કુકર મૂકી દેશું કુકર નું તળિયું તો જાડુજ હોય છે . તો પણ આપડે તવી ઉપર મૂકી અને 5 મિનિટ સુધી બાફવા દેશું . 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને જોશું તો આપડું ખીચું મસ્ત ચળી ગયું હશે .
  • હવે આ ખીચા ને પણ ગરમા ગરમ સર્વ કરીશું એક બાઉલ માં લેશું તેના પર લીલું લસણ , લીલા ધાણા , અથાણાં નો મસાલો અને સિંગ તેલ નાખી ને સર્વ કરીશું તો તૈયાર છે આપડું મસ્ત ચણા નો લોટ નું પણ ખીચું .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular