મિત્રો આજે આપણે મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો બનાવવાની રીત શીખીશું. આ હાંડવો ખાવા માં જેટલો ટેસ્ટી લાગશે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ સારો છે. જેને તમે સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી ને કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો. તો ચાલો Mag chokha ane sabudana no handvo શીખીએ.
Ingredients list
- મગ 1 કપ
- ચોખા ¼ કપ
- સાબુદાણા ½ કપ
- આદુ નો કટકો 1 ઇંચ
- લીલા મરચા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- આમચૂર પાઉડર 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સફેદ તલ 2-3 ચમચી
- તેલ / ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો બનાવવાની રેસીપી
મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.
પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો.
Handva recipe notes
- અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
- લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
- તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mag chokha ane sabudana no handvo banavani recipe
Mag chokha ane sabudana no handvo banavani recipe
Equipment
- 1 નાની પેન કે કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ મગ
- ¼ કપ ચોખા
- ½ કપ સાબુદાણા
- 1 ઇંચ આદુ નો કટકો
- 2-3 લીલા મરચા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી સફેદ તલ
- તેલ / ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Mag chokha ane sabudana no handvo banavani recipe
- મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.
- પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.
- પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
- હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
- ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો.
Handva recipe notes
- અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
- લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
- તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટમેટા વાળો ઠેંચો | Tameta varo thecho
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી | Vinegar dungri banavani rit
આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit
મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit