મિત્રો આ લાડુ ને મા લાડુ પણ કહેવાય છે જે તમિલનાડુ બનાવવા માં આવે છે અને ત્યાં ખૂબ પ્રખ્યાત છે. જે દાળિયા દાળ માંથી બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપુર હોય છે. આ લાડુ બનાવવામાં ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુ નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. અને બાળકો ને તમે સવાર કે સાંજ એક લાડુ આપી શકો છો કે ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો Maa ladoo – મા લાડુ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- દાળિયા દાળ 1 કપ
- છીણેલો ગોળ ½ કપ
- ઘી 4-5 ચમચી
- કાજુના કટકા 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
Maa ladoo banavani rit
મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.
હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો
Ladoo recipe notes
- અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
- કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મા લાડુ બનાવવાની રીત

Maa ladoo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ દાળિયા દાળ
- ½ કપ છીણેલો ગોળ
- 4-5 ચમચી ઘી
- 2-3 ચમચી કાજુના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Maa ladoo banavani rit
- મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.
- હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો
Notes
- અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
- કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Gajar chokha ni kheer banavani rit | ગાજર ચોખાની ખીર બનાવવાની રીત
shakkar teti ni ice cream | શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત
Thandai chocolate banavani rit | ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત
bundi na ladoo banavani rit | બુંદીના લાડુ બનાવવાની રીત
shrikhand banavani rit | શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | શીખંડ બનાવવાની રીત