આપડે બનાવીશું માત્ર 10 જ સેકન્ડ માં બની જતું લીંબુ નું શરબત હવે તમે વિચારતા હશો કે 10 સેક માં શરબત કેવી રીતે બનાવી શકાય તો એના માટેની જ એક મસ્ત રેસીપી બનાવાતા શીખીશું Limbu sharbat nu premix – લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવાતા શીખીશું અને જો પ્રીમિકસ રેડી હશે તો બાળકો થી લઈ અને મોટા માત્ર 10 સેકન્ડ માં જાતેજ બનાવી શકશે. તો ચાલો પ્રીમિકસ બનાવતા શીખીએ.
Ingredients
- લીંબુ નો રસ 1 કપ
- ખાંડ 3 કપ
- મીઠું 1 ચમચી
- ફુદીના ના પાંદ
- તુલસી ના બીજ ( basil seeds )
- બરફ ના ટુકડા
- એક દમ ઠંડું પાણી
Limbu sharbat nu premix banavani recipe
લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ લીંબુ નો રસ થાય એટલા લીંબુ 10-15 લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને વચે થી કટકા કરી અને સ્કિવઝર ની મદદ થી 1 કપ ભરાય એટલો લીબું નો રસ કાઢી લેશું .
ત્યાર બાદ એક મોટી થાળી લેશું અને ગરણી વડે થાળી માં બધો લીંબુનો રસ ગાળી લેશું . લીંબુ નો રસ એટલા માટે ગાળીશું જો તેમાં કોઈ લીંબુ ના બીજ રઈ ગયા હોય તો તે બીજ નીકળી જાય . હવે જે કપ ભરી ને લીંબુ નો રસ કાઢ્યો હતો તેજ વાટકી નું માપ લઈ અને 3 કપ ખાંડ ને લીંબુ ના રસ માંજ થાળી માં નાખી દેશું . જો તમારા ઘરમાં મીઠાસ વધારે પસંદ હોય તો તમે 4 કપ જેવી ખાંડ પણ લઈ શકો છો .
હવે આપડે ખાંડ અને લીંબુ ના રસ ને એક દમ સારી રીતે મિક્સ કરીશું . આ લીંબુ નું પ્રીમિકસ બનાવવા માટે ગેસ ચાલુ કરવાની કે તડકા ની પણ જરૂર નઈ પડે . હવે આ મિશ્રણ ને આપડે 3 મોટી થાળી માં ડિવાઇડ કરી લેશું જેથી આપડું પ્રીમિકસ ઝડપ થી ડ્રાય થઈ જશે . જો એક જ થાળી માં બધું મિશ્રણ રાખશું તો પ્રીમિકસ ડ્રાય થાવા માં ટાઈમ લાગે છે .
ત્યાર બાદ આપડે તેને ઘરમાં જ કોઈ પણ પંખા નીચે જ ડ્રાય કરવા મૂકીશું જે રૂમ માં પંખો વધારે ચાલતો હોય તે રૂમ માં તમે પંખા નીચે આ મિશ્રણ ને ડ્રાય કરવા મૂકવાનું છે . અને ત્યાર બાદ 7-8 કલાક થઈ જાય એટલે ચમચી ની મદદ થી આપડે એક થી 2 વખત મિશ્રણ ને સારી રીતે ઉપર નીચે કરી અને હલાવી લેશું નહીંતર એવું થશે લીબું નો રસ ઉપર બેસી જશે અને ખાંડ નીચે રઈ જશે વળી પાછું સાંજે એક વખત મિક્સ કરવાનું અને ત્યાર બાદ સવારે ફરીથી એક વખત મિક્સ કરી અને 3 દિવસ સતત આ રીતે પંખા નીચે રેવા દેશું જો પંખો ચાલુ બંધ ચાલુ બંધ થતો હોય તો 4 દિવસ પણ લાગી શકે છે
હવે 3 દિવસ બાદ લીંબુ નો રસ ખાંડ સાથે એક દમ સારી રીતે મિક્સ થઈ અને એક દમ ડ્રાય થઈ ગયો છે. ત્યાર બાદ તવીથા ની મદદ થી બધું મિશ્રણ કાઢી લેશું . લીંબુ નો ટેક્ઝચર એક દમ સાકર જેવો લાગશે . જો તમને સેજ પણ ભેજ વાળુ લાગતું હોય તો તમે તેને હજી વધારે 1 દિવસ પંખા નીચે રાખી દેશું .અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું અને તેમાં લીંબુ વાળુ મિશ્રણ નાખી તેમાં ½ ચમચી મીઠું નાખી અને સારી રીતે પાવડર તૈયાર કરી લેશું . .
તો તૈયાર કરેલા પ્રીમિકસ ને એક કાંચ ની એયર ટાઈટ બરણી માં ભરી દેશું અને આખા વર્ષ માટે બારે જ રાખી અને ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકીશુ .
તો તૈયાર છે આપડું લીંબુ ના સરબત નું પ્રીમિકસ જેને તમને જ્યારે પણ પીવું હોય ત્યારે ગ્લાસ માં તકમારિયા પલાડી અને લીંબુ વાળુ પ્રીમિકસ 1 ચમચી કે જરૂર મુજબ નાખી ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી અને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવાની રેસીપી

Limbu sharbat nu premix banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 તવીથો
- 1 મોટી ડીશ
Ingredients
- 1 કપ લીંબુ નો રસ
- 3 કપ ખાંડ
- 1 ચમચી મીઠું
- ફુદીના ના પાંદ
- તુલસી ના બીજ
- બરફ ના ટુકડા
- એક દમ ઠંડું પાણી
Instructions
Limbu sharbat nu premix banavani recipe
- લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ લીંબુ નો રસ થાય એટલા લીંબુ 10-15 લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને વચે થી કટકા કરી અને સ્કિવઝર ની મદદ થી 1 કપ ભરાય એટલો લીબું નો રસ કાઢી લેશું .
- ત્યાર બાદ એક મોટી થાળી લેશું અને ગરણી વડે થાળી માં બધો લીંબુનો રસ ગાળી લેશું . લીંબુ નો રસ એટલા માટે ગાળીશું જો તેમાં કોઈ લીંબુ ના બીજ રઈ ગયા હોય તો તે બીજ નીકળી જાય . હવે જે કપ ભરી ને લીંબુ નો રસ કાઢ્યો હતો તેજ વાટકી નું માપ લઈ અને 3 કપ ખાંડ ને લીંબુ ના રસ માંજ થાળી માં નાખી દેશું . જો તમારા ઘરમાં મીઠાસ વધારે પસંદ હોય તો તમે 4 કપ જેવી ખાંડ પણ લઈ શકો છો .
- હવે આપડે ખાંડ અને લીંબુ ના રસ ને એક દમ સારી રીતે મિક્સ કરીશું . આ લીંબુ નું પ્રીમિકસ બનાવવા માટે ગેસ ચાલુ કરવાની કે તડકા ની પણ જરૂર નઈ પડે . હવે આ મિશ્રણ ને આપડે 3 મોટી થાળી માં ડિવાઇડ કરી લેશું જેથી આપડું પ્રીમિકસ ઝડપ થી ડ્રાય થઈ જશે . જો એક જ થાળી માં બધું મિશ્રણ રાખશું તો પ્રીમિકસ ડ્રાય થાવા માં ટાઈમ લાગે છે .
- ત્યાર બાદ આપડે તેને ઘરમાં જ કોઈ પણ પંખા નીચે જ ડ્રાય કરવા મૂકીશું જે રૂમ માં પંખો વધારે ચાલતો હોય તે રૂમ માં તમે પંખા નીચે આ મિશ્રણ ને ડ્રાય કરવા મૂકવાનું છે . અને ત્યાર બાદ 7-8 કલાક થઈ જાય એટલે ચમચી ની મદદ થી આપડે એક થી 2 વખત મિશ્રણ ને સારી રીતે ઉપર નીચે કરી અને હલાવી લેશું નહીંતર એવું થશે લીબું નો રસ ઉપર બેસી જશે અને ખાંડ નીચે રઈ જશે વળી પાછું સાંજે એક વખત મિક્સ કરવાનું અને ત્યાર બાદ સવારે ફરીથી એક વખત મિક્સ કરી અને 3 દિવસ સતત આ રીતે પંખા નીચે રેવા દેશું જો પંખો ચાલુ બંધ ચાલુ બંધ થતો હોય તો 4 દિવસ પણ લાગી શકે છે
- હવે 3 દિવસ બાદ લીંબુ નો રસ ખાંડ સાથે એક દમ સારી રીતે મિક્સ થઈ અને એક દમ ડ્રાય થઈ ગયો છે. ત્યાર બાદ તવીથા ની મદદ થી બધું મિશ્રણ કાઢી લેશું . લીંબુ નો ટેક્ઝચર એક દમ સાકર જેવો લાગશે . જો તમને સેજ પણ ભેજ વાળુ લાગતું હોય તો તમે તેને હજી વધારે 1 દિવસ પંખા નીચે રાખી દેશું .અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું અને તેમાં લીંબુ વાળુ મિશ્રણ નાખી તેમાં ½ ચમચી મીઠું નાખી અને સારી રીતે પાવડર તૈયાર કરી લેશું . .
- તો તૈયાર કરેલા પ્રીમિકસ ને એક કાંચ ની એયર ટાઈટ બરણી માં ભરી દેશું અને આખા વર્ષ માટે બારે જ રાખી અને ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકીશુ .
- તો તૈયાર છે આપડું લીંબુ ના સરબત નું પ્રીમિકસ જેને તમને જ્યારે પણ પીવું હોય ત્યારે ગ્લાસ માં તકમારિયા પલાડી અને લીંબુ વાળુ પ્રીમિકસ 1 ચમચી કે જરૂર મુજબ નાખી ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી અને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Be prakar na talfali juice banavani rit | બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત
Mango Boba Drink banavani rit | મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત
Pineapple Shikanji banavani rit | પાઈનેપલ શિકંજી બનાવવાની રીત
mango frooti banavani rit | મેંગો ફ્રુટી બનાવવાની રીત
Kali dhrax no soda sarbar banavani rit | કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત