મિત્રો લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી અને લાભકારી છે. લીંબુ ખાવાથી પાચન શક્તિ સારી બને છે અને ગેસ એસિડિટી નથી થતી. આ સિવાય પણ ઘણા ફાયદા છે લીંબુ ખાવા ના , If you like the recipe do subscribe NishaMadhulika YouTube channel on YouTube , આજ આપણે લીંબુ નું મીઠું અથાણું બનાવવાની રીત શીખીશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે અને રોટલી , પરોઠા, ભાત સાથે ઘરે કે પ્રવાસમાં મજા લઇ શકો છો. તો ચાલો limbu nu mithu athanu banavani rit શીખીએ.
લીંબુ નું મીઠું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- મીઠું 1 ચમચી
- લીંબુ 500 ગ્રામ
- હળદર 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- મરી 1 ચમચી
- લવિંગ 2-3
- મોટી એલચી 1-2
- સંચળ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- પીસેલી ખાંડ 500 ગ્રામ
લીંબુ નું મીઠું અથાણું બનાવવાની રીત
લીંબુ નું મીઠું અથાણું બનાવવા સૌપ્રથમ પાકા અને પાતળી છાલ વાળા અને કોઈ પણ દાગ ધબ્બા વગરના લીંબુ લ્યો એને અડધો કલાક મીઠા વાળા પાણી માં બોળી રાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યાર બાદ સાફ અને કોરા કપડા થી એક એક લીંબુને કોરા કરી લ્યો.
હવે સાફ કોરા ચાકુ થી એક લીંબુ માંથી ચાર કે આઠ કટકા કરી લ્યો અને લીંબુના બીજ ને અલગ કરી લ્યો અને કાપેલા લીંબુના કટકા ને એક તપેલી માં મૂકતા જાઓ.આમ બધા લીંબુના કટકા કરી લ્યો હવે લીંબુ માં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકો અથવા કાંચ ની બરણી માં ભરી બરણી બંધ કરી મૂકો.
રોજ પંદર વીસ દિવસ સવાર અને સાંજ લીંબુને સાફ અને કોરા ચમચા થી અથવા ઉથલાવી ઉથલાવી મિક્સ કરતા રહો. આમ વીસ દિવસ સુંધી રોજ લીંબુને બરોબર ગરી જાય ત્યાં સુંધી રહેવા દયો. વીસ દિવસ પછી ગરી ગયેલા લીંબુ ને તપેલી માં કાઢી લ્યો.
ગેસ પર એક કડાઈ ધીમા તાપ મૂકો એમાં જીરું, વરિયાળી, અજમો, મોટી એલચી, લવિંગ અને મરી નાખી બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એલચી ના દાણા અલગ કરી ફોતરા ને અલગ કરી નાખો અને મસાલા ને ઠંડા થવા દયો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે તપેલી માં રહેલ લીંબુમાં પીસેલા મસાલા, સંચળ, લાલ મરચાનો પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. એક થી બે દિવસ અથાણું એમજ તપેલી માં રહેવા દયો અને ને ત્રણ કલાકે સાફ કોરા ચમચાથી હલાવતાં રહો. બે દિવસ પછી તૈયાર અથાણાં ને કાંચ ની સાફ કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યો લીંબુ નું મીઠું અથાણું.
limbu nu mithu athanu gujarati notes
- અહીં લીંબુની છાલ જાડી હસે તો લીંબુને ગરી જતા વીસ દિવસ થી વધારે પણ લાગી શકે છે.
- ખાંડ ની જગ્યાએ તમે છીયેલો ગોળ કે ગોળ નો પાઉડર પણ નાખી શકો છો. પણ જો તમે ગોળ વાપરશો તો ગોળ ને મિક્સ થતાં ત્રણ ચાર દિવસ પણ લાગી શકે છે અને ગોળ ના કારણે તમારું અથાણું થોડું ડાર્ક કલર નું લાગશે.
- જો અથાણું ખાટું મીઠું બનાવું હોય તો ખાંડ કે ગોળ 400 ગ્રામ નાખો અને જો અથાણું વધારે મીઠું બનાવું હોય તો ખાંડ કે ગોળ 600-700 ગ્રામ નાખી શકો છો.
limbu nu mithu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
limbu nu mithu athanu recipe in gujarati
લીંબુ નું મીઠું અથાણું | limbu nu mithu athanu | limbu nu mithu athanu gujarati
Equipment
- 1 કાંચ ની બરણી
Ingredients
લીંબુ નું મીઠું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી મીઠું
- 500 ગ્રામ લીંબુ
- 1 ચમચી હળદર
- 1 ચમચી વરિયાળી
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચમચી મરી
- 2-3 લવિંગ
- 1-2 મોટી એલચી
- 1 ચમચી સંચળ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હિંગ
- 500 ગ્રામ પીસેલી ખાંડ
Instructions
લીંબુ નું મીઠું અથાણું | limbu nu mithu athanu
- લીંબુ નું મીઠું અથાણું બનાવવા સૌપ્રથમ પાકા અને પાતળી છાલ વાળાઅને કોઈ પણ દાગ ધબ્બા વગરના લીંબુ લ્યો એને અડધો કલાક મીઠા વાળા પાણી માં બોળી રાખોત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યાર બાદસાફ અને કોરા કપડા થી એક એક લીંબુને કોરા કરી લ્યો.
- હવે સાફ કોરા ચાકુ થી એક લીંબુ માંથી ચાર કે આઠ કટકા કરી લ્યો અને લીંબુના બીજ ને અલગ કરી લ્યો અને કાપેલા લીંબુના કટકા ને એક તપેલી માં મૂકતા જાઓ.આમ બધા લીંબુના કટકા કરી લ્યો હવે લીંબુ માં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકો અથવા કાંચ ની બરણી માં ભરી બરણી બંધ કરી મૂકો.
- રોજ પંદર વીસ દિવસ સવાર અને સાંજ લીંબુને સાફ અને કોરા ચમચા થી અથવા ઉથલાવી ઉથલાવી મિક્સ કરતા રહો. આમ વીસ દિવસ સુંધી રોજ લીંબુને બરોબર ગરી જાય ત્યાં સુંધી રહેવા દયો. વીસ દિવસ પછી ગરી ગયેલા લીંબુ ને તપેલી માં કાઢી લ્યો.
- ગેસ પર એક કડાઈ ધીમા તાપ મૂકો એમાં જીરું, વરિયાળી, અજમો, મોટી એલચી,લવિંગ અને મરી નાખી બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાંકાઢી એલચી ના દાણા અલગ કરી ફોતરા ને અલગ કરી નાખો અને મસાલા ને ઠંડા થવા દયો.મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે તપેલી માં રહેલ લીંબુમાં પીસેલા મસાલા, સંચળ, લાલ મરચાનો પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સકરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. એક થી બે દિવસ અથાણુંએમજ તપેલી માં રહેવા દયો અને ને ત્રણ કલાકે સાફ કોરા ચમચાથી હલાવતાં રહો. બે દિવસ પછી તૈયાર અથાણાં ને કાંચ ની સાફ કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યોલીંબુ નું મીઠું અથાણું.
limbu nu mithu athanu gujarati notes
- અહીં લીંબુની છાલ જાડી હસે તો લીંબુને ગરી જતા વીસ દિવસ થી વધારે પણ લાગી શકે છે.
- ખાંડ ની જગ્યાએ તમે છીયેલો ગોળ કે ગોળ નો પાઉડર પણ નાખી શકો છો. પણ જો તમે ગોળ વાપરશો તો ગોળને મિક્સ થતાં ત્રણ ચાર દિવસ પણ લાગી શકે છે અને ગોળ ના કારણે તમારું અથાણું થોડું ડાર્ક કલર નું લાગશે.
- જો અથાણું ખાટું મીઠું બનાવું હોય તો ખાંડ કે ગોળ400 ગ્રામ નાખો અને જો અથાણું વધારે મીઠું બનાવું હોય તો ખાંડ કે ગોળ 600-700 ગ્રામ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આદુ લસણ નું અથાણું બનાવવાની રીત | aadu lasan nu athanu banavani rit
ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati
દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati
ગુંદાનું શાક બનાવવાની રીત | Gunda nu shaak banavani rit