દાળ ઢોકળી તો દરેક ગુજરાતી ની સૌથી પ્રિય વાનગી છે જે બપોરે અથવા રાત્રે બનાવી મજા લેવાતી હોય છે અને હાલ માં તો અલગ શાક સાથે પણ આ ઢોકળી બનવા લાગી છે એમાંથી જ એક શાક જે હાલ પુષ્કળ પ્રમાણમાં મળે છે એ લીલી તુવેર જેના ખાવા ના ફાયદા પણ ઘણા છે એનો ઉપયોગ કરી આજ આપણે બધાની પસંદીદા Lili tuver ni dhokli – લીલી તુવેર ની ઢોકળી બનાવશું.
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- બેસન 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- જીરું ½ ચમચી
- અજમો 1 ચમચી
- કસૂરી મેથી 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ઢોકળી ના વઘાર માટેના વઘાર ની સામગ્રી
- લીલી તુવેરના ના દાણા 2 કપ
- તેલ 4-5 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 1 -2
- ઝીણા સમારેલા ટામેટા 2
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લીંબુનો રસ 2-3 ચમચી
- ગોળ 2-3 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Lili tuver ni dhokli banavani rit
લીલી તુવેર ની ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું ત્યાર બાદ ઢોકળી નો વઘાર તૈયાર કરી લોટ માંથી રોટલી બનાવી કટકા કરી વઘારેલી ઢોકળી માં નાખી મિક્સ કરી ચડાવી લેશું
લોટ બાંધવાની રીત
ઢોકળી માટે લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, અજમો મસળી, જીરું અને કસૂરી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો અને છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
લીલી તુવર ની ઢોકળી નો વઘાર કરવાની રીત
સૌથી પહેલા લીલી તુવેર ના દાણા કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દાણા ને ધોઇ સાફ કરી નીતરવા મૂકો. સાથે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો સાથે આદુ ની પેસ્ટ બનાવી તૈયાર કરો.
હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ટમેટા નાખી મિક્સ કરી શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો.
ટમેટા મસાલા સાથે ચડી જાય એટલે એમાં તુવેર ના દાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી એમાં એક લીટર જેટલું પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને ઉકળવા દયો.
ઢોકળી ની પાણી ઉકળે ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને ફરી મસળી લઈ એમાંથી લુવા બનાવી કોરા લોટ થી વણી લઈ કટકા કરી લ્યો. અને કટકા ને એક થાળી માં ભરી લ્યો. હવે ઢોકળી નું પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો.
મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ, લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી કરી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉપરથી સુધારેલ ડુંગળી અને ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે લીલી તુવેર ની ઢોકળી.
Dhokli recipe notes
- તમે તીખાશ, મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
- બે સીટી થી વધારે ચડવશો તો ઢોકળી તૂટી જઈ શકે છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી તુવેર ની ઢોકળી બનાવવાની રીત
Lili tuver ni dhokli banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 3-4 ચમચી બેસન
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી જીરું
- 1 ચમચી અજમો
- 2 ચમચી કસૂરી મેથી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ઢોકળી ના વઘાર માટેના વઘાર ની સામગ્રી
- 2 કપ લીલી તુવેરના ના દાણા
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1-2 ઝીણી સમારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી ગોળ
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lili tuver ni dhokli banavani rit
- લીલી તુવેર ની ઢોકળી બનાવવા સૌપ્રથમ આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું ત્યાર બાદ ઢોકળી નો વઘાર તૈયાર કરી લોટ માંથી રોટલી બનાવી કટકા કરી વઘારેલી ઢોકળી માં નાખી મિક્સ કરી ચડાવી લેશું
લોટ બાંધવાની રીત
- ઢોકળી માટે લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, અજમો મસળી, જીરું અને કસૂરી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો અને છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
લીલી તુવર ની ઢોકળી નો વઘાર કરવાની રીત
- સૌથી પહેલા લીલી તુવેર ના દાણા કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દાણા ને ધોઇ સાફ કરી નીતરવા મૂકો. સાથે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો સાથે આદુ ની પેસ્ટ બનાવી તૈયાર કરો.
- હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો. ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ટમેટા નાખી મિક્સ કરી શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો.
- ટમેટા મસાલા સાથે ચડી જાય એટલે એમાં તુવેર ના દાણા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકો. પાંચ મિનિટ પછી એમાં એક લીટર જેટલું પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને ઉકળવા દયો.
- ઢોકળી ની પાણી ઉકળે ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને ફરી મસળી લઈ એમાંથી લુવા બનાવી કોરા લોટ થી વણી લઈ કટકા કરી લ્યો. અને કટકા ને એક થાળી માં ભરી લ્યો. હવે ઢોકળી નું પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો.
- મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ગોળ, લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી કરી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉપરથી સુધારેલ ડુંગળી અને ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે લીલી તુવેર ની ઢોકળી.
Dhokli recipe notes
- તમે તીખાશ, મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
- બે સીટી થી વધારે ચડવશો તો ઢોકળી તૂટી જઈ શકે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Akha ringan bateta nu shaak banavani rit | કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક
saat dhan khichdi | saat dhan no khichdo | સાત ધાન નો ખીચડો
adad na papad banavani rit | અડદના પાપડ બનાવવાની રીત
pudina chutney recipe in gujarati | ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina ni chatni recipe in gujarati
akhi dungri nu shaak banavani rit | આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત
safed kadhi banavani rit | સફેદ કઢી બનાવવાની રીત