મિત્રો આ ગાંઠીયા સોફ્ટ, ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને મીઠી બુંદી, પપૈયા ના અથાણું, ચા અને ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવી તમે પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો. તો ચાલો Lili methi mari vala champakali ganthiya – લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- બેસન 250 ગ્રામ
- પાપડ ખાર ¼ ચમચી
- મીઠું ¾ ચમચી
- અજમો ½ ચમચી
- અધ કચરા પીસેલા મરી ¾ ચમચી
- ઝીણી સમારેલી લીલી મેથી ½ કપ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Lili methi mari vala champakali ganthiya recipe
લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મિક્સર જાર માં અડધો કપ તેલ અને અડધો કપ પાણી સાથે પાપડ ખાર અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ મિનિટ ફેરવી લ્યો અને ત્યાર બાદ જાર માં અધ કચરા પીસેલા મરી, અજમો નાખો.
હવે પાણી તેલ વાળું મિશ્રણ કથરોટ માં ચાળી રાખેલ બેસન પર નાખો સાથે અધ કચરા પીસેલા મરી, હાથ થી મસળી અજમો અને ઝીણી સમારેલી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિડીયમ નરમ લોટ બાંધવો. બાંધેલા લોટ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર બે ચાર મિનિટ મસળી લ્યો.
ત્રણ મિનિટ મસળી લીધા બાદ એમાં એક ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો. અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો અને બીજા ભાગ ને પણ પાણી નાખી ત્રણ મિનિટ મસળી લઈ ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો આમ બને ભાગ ને મસળી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં તેલ થી ગ્રીસ કરેલ સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં મસળી રાખેલ લોટ નાખી બંધ કરી લ્યો અને તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મશીન વળે ગાંઠીયા બનાવી લ્યો અને ત્યાર બાદ એક મિનિટ તરી લઈ બીજી બાજુ ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુ બરોબર તરી લ્યો અને ઝારા માંથી કાઢી લ્યો.
આમ થોડા થોડા કરી બધા ગાંઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ અથવા ઠંડા કરી મજા લ્યો. તો તૈયાર છે લીલી મેથી, મરી વાળા ચંપાકલી ગાંઠીયા.
Champakali Ganthiya recipe notes
- જો તમને ક્યાંય પાપડ ખાર ના મળે તો થોડા બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ સ્વાદ માં થોડો ફરક આવશે.
- તમે આ ગાંઠીયા ને ગાંઠીયા બનાવવાના ઝારા થી પણ બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા ની રેસીપી
Lili methi mari vala champakali ganthiya recipe
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન વિથસ્ટાર હોલ વાળી પ્લેટ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ બેસન
- ¼ ચમચી પાપડ ખાર
- ¾ ચમચી મીઠું
- ½ ચમચી અજમો
- ¾ ચમચી અધ કચરા પીસેલા મરી
- ½ કપ ઝીણી સમારેલી લીલી મેથી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Lili methi mari vala champakali ganthiya recipe
- લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મિક્સર જાર માં અડધો કપ તેલ અને અડધો કપ પાણી સાથે પાપડ ખાર અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ મિનિટ ફેરવી લ્યો અને ત્યાર બાદ જાર માં અધ કચરા પીસેલા મરી, અજમો નાખો.
- હવે પાણી તેલ વાળું મિશ્રણ કથરોટ માં ચાળી રાખેલ બેસન પર નાખો સાથે અધ કચરા પીસેલા મરી, હાથ થી મસળી અજમો અને ઝીણી સમારેલી મેથી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મિડીયમ નરમ લોટ બાંધવો. બાંધેલા લોટ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર બે ચાર મિનિટ મસળી લ્યો.
- ત્રણ મિનિટ મસળી લીધા બાદ એમાં એક ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો. અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો અને બીજા ભાગ ને પણ પાણી નાખી ત્રણ મિનિટ મસળી લઈ ત્યાર બાદ તેલ નાખી મસળી લ્યો આમ બને ભાગ ને મસળી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં તેલ થી ગ્રીસ કરેલ સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં મસળી રાખેલ લોટ નાખી બંધ કરી લ્યો અને તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મશીન વળે ગાંઠીયા બનાવી લ્યો અને ત્યાર બાદ એક મિનિટ તરી લઈ બીજી બાજુ ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુ બરોબર તરી લ્યો અને ઝારા માંથી કાઢી લ્યો.
- આમ થોડા થોડા કરી બધા ગાંઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ અથવા ઠંડા કરી મજા લ્યો. તો તૈયાર છે લીલી મેથી, મરી વાળા ચંપાકલી ગાંઠીયા.
Champakali Ganthiya recipe notes
- જો તમને ક્યાંય પાપડ ખાર ના મળે તો થોડા બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ સ્વાદ માં થોડો ફરક આવશે.
- તમે આ ગાંઠીયા ને ગાંઠીયા બનાવવાના ઝારા થી પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત
Ghau na lot ni masala papadi | ઘઉં ના લોટની મસાલા પાપડી
Korean Vegetable Pancake | કોરિયન વેજિટેબલ પેનકેક
Bacheli rotli na samosa | બચેલી રોટલી ના સમોસા
Juvar upma banavani rit | જુવાર ઉપમા બનાવવાની રીત
Green methi mathri banavani rit | ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત